Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બંધગલા સૂટ

18 December, 2012 06:33 AM IST |

બંધગલા સૂટ

બંધગલા સૂટ




અર્પણા ચોટલિયા





હવે લગ્નમાં પ્રોપર સૂટ પહેરવાનો ટ્રેન્ડ પૂરી રીતે આઉટ થઈ રહ્યો છે. જોકે ઘણા લોકો આનું શ્રેય ટુક્સડોને આપી રહ્યા છે, પ૨તુ હાલમાં થોડી હટકે સ્ટાઇલ કરવાના શોખીનોમાં નેહરુ સ્ટાઇલનાં બંધગલા જૅકેટ વધુ ચાલી રહ્યાં છે. ફૉર્મલ અને ટ્રેડિશનલ એમ બન્ને પ્રકારના ડ્રેસિંગમાં ચાલી રહેલાં આ જૅકેટ કેમ અને કઈ રીતે પહેરવાં જોઈએ એ વિશે ફૅશન ડિઝાઇનર નરેન્દ્રકુમાર અહેમદ શું સલાહ આપે છે એ જાણી લો.

બંધગલા કેમ?



કારણ કે આ સ્ટાઇલ ટુક્સેડો સામે જવાબ છે. ઇન્ટરનૅશનલ સ્તરે ફેમસ બનેલી આ સ્ટાઇલ ભારતીય પુરુષોની હંમેશથી ઓળખ સમાન રહી છે. જ્યારે ટુક્સડો સૂટ સારો તો લાગશે, પરંતુ પરંપરાગત ભારતીય પ્રસંગ હશે ત્યારે ટુક્સડો ઑડ મેન આઉટ જેવું લાગશે. ફૉર્મલ કે ઇનફૉર્મલ પ્રસંગ માટે બંધગલા જ બેસ્ટ છે.

આ વિશે ફૅશન ડિઝાઇનર નરેન્દ્રકુમાર અહેમદ કહે છે ‘આ ટાઇપના સૂટ જોધપુરી પૅન્ટ્સ સાથે પહેરવા જોઈએ, જે યંગ અને ટ્રેન્ડી લુક આપશે. લિન્ક્ડ બટન સ્ટાઇલના બંધગલા જૅકેટ્સ જીન્સ સાથે કૅઝ્યુઅલ લુક આપશે, જે પાર્ટીઓમાં પહેરવા માટે બેસ્ટ રહેશે.’

સારી રીતે ફિટ બેસતું હોય એવું બંધગલા જૅકેટ તમારા ફિઝિકને સ્લીમ પણ બનાવી શકે છે અને એમાં થોડું વૉલ્યુમ પણ ઉમેરી શકે છે. આપણે ત્યાં પહેલાં જયપુરનાં રજવાડાંઓ આ પ્રકારનાં જૅકેટ પહેરતાં અને ઇન્ટરનૅશનલ લેવલ પર તેમની આ સ્ટાઇલ હંમેશાં વખણાઈ છે.

કેટલી સ્ટાઇલ

બંધગલા સ્ટાઇલમાં પણ અનેક પ્રકાર છે. આ વિશે નરેન્દ્રકુમાર કહે છે, ‘ફ્રન્ટમાં આખામાં બટન્સ હોય એવાં અને બે બટનવાળાં એમ બન્ને ડિઝાઇનનાં જૅકેટ્સ ચાલી રહ્યાં છે.’ બંધગલામાં સ્લીવલેસ કેટ, સૂટ સ્ટાઇલનું ફુલ સ્લીવ જૅકેટ અને લાંબું અંગરખા જેવું જૅકેટ આમ ઘણી સ્ટાઇલ છે, પ્રસંગ અને પર્સનાલિટી પ્રમાણે જૅકેટની પસંદગી કરવી.

કઈ રીતે પહેરવું?

ખૂબ બધા કૉન્ફિડન્સ સાથે. ભારતીય પરિધાનમાં બંધગલા સૌથી વર્સટાઇલ સ્ટાઇલ છે અને ઘણા બધા પ્રસંગોએ આ જૅકેટ પહેરી શકાય. ફક્ત ભારતમાં જ નહીં જો વેસ્ટર્ન દેશોમાં પણ કોઈ ઇવેન્ટ કે પાર્ટીમાં ભાગ લેવાનો હોય તો બંધગલા સારું લાગશે. ફક્ત એટલું જ નહીં. જૅકેટની યુનિક સ્ટાઇલને લીધે એ ફક્ત ફૉર્મલ અને ટ્રેડિશનલ પ્રસંગો સુધી લિમિટેડ નથી. કૅઝ્યુઅલમાં પણ ચાલશે. 

બંધગલામાં હવે ઘણાં ફૅબ્રિક અને રંગોની વરાઇટી મળી રહે છે. નરેન્દ્રકુમાર કહે છે, ‘ક્લાસિક બ્લૅકને બદલે બેજ, બ્લુ, મરૂન, વાઇન અને બ્રાઉન જેવા રંગો ઇવનિંગમાં સારા લાગશે. ફૅબ્રિકમાં અત્યારે શિયાળામાં વેલ્વેટ બેસ્ટ રહેશે. વેલ્વેટ રિચ લુક આપશે એ ઉપરાંત ઇન્ડિયન સિલ્ક પણ સારું લાગશે.’

જો થોડો રંગ ઉમેરવો હોય તો પૉકેટ સ્ક્વેરને કૉન્ટ્રાસ્ટ કલર આપો. બ્લૅક બંધગલા સૂટ સાથે ફુશિયા પિન્ક પૉકેટ સ્ક્વેર હટકે અને સ્ટાઇલિશ લુક આપશે. બંધગલા સાથે ઍક્સેસરીઝ વિશે જણાવતાં નરેન્દ્રકુમાર કહે છે ‘પૉકેટ સ્ક્વેર સિવાય બટન્સ પણ પહેરી શકાય. જો લગ્ન જેવા પ્રસંગોમાં પહેરવું હોય તો જ્વેલ્ડ બટન્સ રિચ લાગશે. પરંતુ અહીં જો બીજાનાં લગ્નમાં જવું હોય તો જ્વેલ્ડ બટન્સ વધુપડતાં લાગશે. એટલે જો તમે ગ્રૂમ હો તો જ એ પહેરો.’

શું અવૉઇડ કરવું?

ફિટિંગ પર પૂરતું ધ્યાન આપો, કારણ કે ફિટિંગ તમારો લુક સ્ટાઇલિશમાંથી મૂર્ખામીભર્યો બનાવી શકે છે. એકાદ ઇંચનો ફરક પણ ખભાના લુકને બદલી નાખશે. બંધગલામાં મસ્ટર્ડ યલો શેડ ઇન્ટરનૅશનલ લેવલ પર ખૂબ ચાલે છે, પરંતુ ભારતીય પુરુષોની સ્કિન સાથે એ નથી શોભતો એટલે અવૉઇડ કરવો જોઈએ. જો પ્લેન કલર પસંદ કરવાના હો તો ફૅબ્રિક પ્લેન ન હોવું જોઈએ. એના પર ટેક્સચર હોય એનું ધ્યાન રાખવું.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2012 06:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK