જાતને પ્રેમ કરો અને જાતની આસપાસ રહેલા સૌને પ્રેમ કરો
મોરારી બાપુ
પ્રેમવૃદ્ધિની સપ્તપદી છે જેને જાણવી ખૂબ જરૂરી છે. નિર્ભર પ્રેમમાં વૃદ્ધિ કરવા માટે આપણા મહાપુરુષોએ ૭ બાબત દર્શાવી છે અને આ ૭ બાબતોની શરૂઆત થાય છે જાતથી. હા, આપણા મહાપુરુષો કહે છે કે પ્રેમની શરૂઆત જાતથી કરો. જાતને પ્રેમ કરો એ વાતનો અર્થ એવો બિલકુલ નથી થતો કે તમે તમારા જ પ્રેમમાં રત રહો. જાતને પ્રેમ કરો એનો સીધો અને સરળ અર્થ થાય છે તમારી નજીકના, આસપાસના અને રોજબરોજના જીવન સાથે જોડાયેલા લોકોને પ્રેમ કરો.



