કુંડળીમાં કોઈ અશુભ ગ્રહ હોય તો એનાથી મુક્તિ મળે છે. આ વખતે મૌની અમાવસ્યાએ ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
આજે મૌની અમાવસ્યાએ ગંગા નદીમાં સ્નાન કરવાથી જાણે-અજાણે થયેલાં પાપ ધોવાઈ જાય છે એવી માન્યતા હોવાથી મૌની અમાવસ્યાએ ગંગાસ્નાનનું વધારે મહત્ત્વ છે. સ્નાન કરનારા ભાવિકો પર મા ગંગાની કૃપા વરસે છે. કુંડળીમાં કોઈ અશુભ ગ્રહ હોય તો એનાથી મુક્તિ મળે છે. આ વખતે મૌની અમાવસ્યાએ ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે.
સ્નાનનો સમય
ADVERTISEMENT
અમૃત સ્નાન માટે સવારે ૫.૨૫થી ૬.૧૮ વાગ્યા સુધીનો સમય શુભ છે. આ મુહૂર્તમાં ગંગાસ્નાન કરવાથી પુણ્યનો લાભ પ્રાપ્ત થાય છે.
પિતૃઓને પ્રસન્ન કરો
પિતૃદોષને સમાપ્ત કરવા માટે મૌની અમાવસ્યાએ પિતૃઓને તર્પણ કરવામાં આવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી-દેવતા અને પિતૃઓ ગંગા નદીમાં સ્નાન કરવા આવે છે. બહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને પૂર્વજો પ્રસન્ન થાય છે.
આજે શું કરવું જોઈએ?
પવિત્ર નદીમાં સ્નાન કરો.
ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી અને ગંગા મૈયાની પૂજા કરો.
આજે વ્રત કે ઉપવાસ રાખો.
સાંજે તુલસી પાસે ઘીનો દીવો કરો.
અન્ન, તલ, ધન અને વસ્ત્રનું દાન કરો.
સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો.
પિતૃદેવતાઓને પ્રસન્ન કરવા ‘ઓમ પિતૃ દેવતાયૈ નમ:’ મંત્રનો ૧૧ વાર જાપ કરો.

