° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


Janmashtami 2021: ભગવાન શ્રીકૃષ્ણના આ પ્રસિદ્ધ અને લોકપ્રિય મંદિરો વિશે જાણો છો તમે? અહીં જાણો

30 August, 2021 01:59 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઠેર ઠેર ભક્તો કિશન કનૈયાના મંદિરે જઈ ભક્તિમાં લીન થઈ રહ્યાં છે. આપણે જાણીએ શ્રીકૃષ્ણના લોકપ્રિય મંદિરો વિશે..

 ગુજરાતમાં આવેલુ દ્વારકાધીશ મંદિર

ગુજરાતમાં આવેલુ દ્વારકાધીશ મંદિર

દુનિયાની દરેક જગ્યાએ અને ખુણે ખુણે કૃષ્ણ કનૈયો વસે જ છે, તેમ છતાં જ્યારે એના વસવાટ સ્થળની વાત થાય તો લોકોના મુખમાં મંદિર શબ્દ જ આવે છે. હજારો નામ ધરાવતાં શ્રીકૃષ્ણ કેટલાક માટે નટખટ ગોપાલ છે, તો કેટલાક માટે માખણ ચોર, તો કેટલાક માટે કૃષ્ણ છે શાનદાર યુદ્ધ રણનીતિકાર. ભગવાન કેટલાએ રૂપ આપણા મનમાં વસેલા છે. કૃષ્ણની પ્રતિમાઓ પણ વિવિધ ક્ષેત્રમાં અલગ અલગ જોવા મળે છે. ગુજરાતમાં દ્વારકાધીશ, ઓડિશામાં જગન્નાથ, મહારાષ્ટ્રમાં વિઠોબા, રાજસ્થાનમાં શ્રીનાથજી અને કેરળમાં ગુરૂવાયરૂપ્પન. આજે આપણે શ્રીકૃષ્ણના કેટલાક લોકપ્રિય મંદિરો વિશે વાત કરીએ જયાં કિશન કનૈયાની બોલબાલા છે અને ભક્તો મંદિરમાં જઈ ભગવાન કૃષ્ણમાં લીન થઈ જાય છે.


ઈસ્કોન મંદિર

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ` (ઇસ્કોન-International Society for Krishna Conciousness) સામાન્ય રીતે `હરે કૃષ્ણ` તરીકે પ્રચલિત છે. આ સંસ્થાની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે 1966માં અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં કરી હતી. ઘણા લોકો ઇસ્કોનની ગણના એક નવા ધર્મ કે સંપ્રદાય તરીકે કરે છે, પરંતુ હકિકતમાં તો તેનો પાયો શ્રીમદ્ ભાગવતમ્ અને ભગવદ ગીતાનાં મુળ ઉપદેશો ઉપર જ આધારિત છે.આપણા દેશમાં કેટલાએ ઈસ્કોન મંદિર છે, પરંતુ તેમાં દિલ્હીનું ઈસ્કોન મંદિર સુંદર અને લોકપ્રિય છે.

જગન્નાથ મંદિર

જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુનાં અવતાર કૃષ્ણનું મંદિર છે.  આ મંદિરમાં લાખો ભક્તો દર્શન કરવા માટે દરવર્ષે આવે છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ જગન્નાથ પુરીની રથયાત્રા છે.  જે કોઈ તહેવારથી કમ નથી. તેને પૂરી સિવાય દેશ તેમજ વિદેશોના ઘણા વિસ્તારોમાં કાઢવામાં આવે છે.જગન્નાથ મંદિર દેશમાં જ નહીં વિશ્વમાં પ્રસિદ્ધ છે. પુરીમાં બનેલુ જગન્નાથનું મંદિર ભારતમાં હિન્દુઓના ચાર ધામમાંથી એક છે.

શ્રી રણછોડજી મહારાજ મંદિર
 
ગુજરાતના ડાકોરમાં દ્વારકાધીશ મંદિર આવેલુ છે. ગોમતી નદીના કિનારે વસેલા આ મંદિરની સંરચના 1772માં મરાઠા નોબલ દ્વારા કરવામાં આવી હતી. મંદિરમાં સોનાના બનેલા કુલ 8 ગુંબજ અને 24 બુર્જ છે. આ સાથે અહીં લક્ષ્મીનું મંદિર પણ બનેલુ છે.  એવી માન્યતા છે કે દર શુક્રવારે કૃષ્ણ ભગવાન લક્ષ્મી મંદિરમાં જઈ તેમને મળે છે.

દ્વારકાધીશ મંદિર

ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા સ્થિત  દ્વારકાધીશ મંદિરને આપણા દેશનું સૌથી મોટુ અને જુનુ ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર કહેવામાં આવે છે. જન્માષ્ટમીએ મંદિર ઉત્સવના રંગમાં રંગાઈ જાય છે.  

ગુજરાતમાં સ્થિત દ્વારકાધીશ મંદિર પણ ખૂબ જ લોકપ્રિય છે. રણછોડ રાય મંદિરના નામથી પ્રખ્યાત આ મંદિર ગોમતી નદીને કાંઠે છે, જેની રચના 1772માં મરાઠા નોબલ દ્વારા કરવામાં આવી હતી. મંદિરમાં સોનાના બનેલા કુલ આઠ ઘુમટ અને 24 મિનારા છે. જેની સાથે લક્ષ્મીનું મંદિર પણ બનાવવામાં આવેલું છે.આ સિવાય ગુજરાતમાં શામળાજીનું મંદિર પણ ખુબ લોકપ્રિય માનવામાં આવે છે. 

પ્રેમ મંદિર
આ મંદિર વૃંદાવનમાં સ્થિત છે. વૃંદાવન તો ભગવાન શ્રીકૃષ્ણનું લીલાસ્થાન ગણાય છે. કહેવામાં આવે છે કે આ અવિશ્વસનિય કૃષ્ણ મંદિરને ઉપહાર તરીકે રસિક સંત જગદગુરી શ્રી કૃપાલુ જી મહારાજ દ્વારા આપવામાં આવ્યું હતું. વૃંદાવનમાં નાના મોટા મળીને કુલ 4 થી  5 હજાર મંદિરો આવેલા છે. જન્માષ્ટમી અને રાધાષ્ટમિના રોજ આ મંદિરની સુંદરતા નિહાળવા જેવી હોય છે. 

શ્રીનાથજી મંદિર
આ મંદિર રાજસ્થાનના નાથદ્વારમાં સ્થિત છે. આ મંદિર કૃષ્ણની મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે. માનવામાં આવે છે કે, મેવાડના રાજા આ મંદિરમાં રહેલી મૂર્તિઓને ગોવર્ધન પહાડોમાંથી ઔરંગજેબથી બચાવીને લાવ્યા હતા.મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું.


બાલકૃષ્ણ મંદિર
આ બાલકૃષ્ણ મંદિર કર્ણાટકના હંપીમાં આવેલુ છે. વર્લ્ડ હેરિટેજમાં પણ આ મંદિરને સ્થાન મળ્યું છે. આ મંદિરમાં બાલકૃષ્ણ બિરાજમાન છે.

 

30 August, 2021 01:59 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK