° °

આજનું ઇ-પેપર
Friday, 09 December, 2022


આવો પોશાક કે માળા ધારણ કરી ભક્તિ કરો એવું ક્યાંય લખ્યું નથી

29 September, 2022 04:45 PM IST | Mumbai
Morari Bapu

માનસના બધા મંત્રોથી સિદ્ધ થાય છે કે યુવાવસ્થામાં સારો સંગ કરવો બહુ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) માનસ ધર્મ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વિમાન આકાશમાં ઊડે છે છતાં એણે આકાશના રસ્તે ઊડવું પડે છે અને એ આકાશનો પણ એક નિર્ધારિત રસ્તો હોય છે, એ એ રસ્તે જ જાય છે. આમ યુવકોને આકાશ મળવું જોઈએ, પણ એથી તે સ્વચ્છંદ થઈ જાય એ યોગ્ય નથી. બીજું, યુવકોને પ્રકાશ મળે. પ્રકાશનો અર્થ એ છે કે તેને સંગ મળે, સારો સંગ મળે. અજવાળું થાય, તેને સૂરજ મળે, પૂનમ મળે; પણ તેના જીવનમાં અમાસ ન આવે. જો અમાસ આવશે તો તે ક્યાંક ખોટા કે ગેરમાર્ગે દોરવાશે એટલે યુવાનોના જીવનમાં અમાસનો ક્ષય થાય એ જોતા રહેવાનું કામ તેના વડીલોનું છે યુવાનોને જીવનમાં હવા મળે, પ્રાણવાયુ મળે અને એને લીધે તેને ધીરે-ધીરે પ્રાણતત્ત્વનો અનુભવ થવા માંડે એ બહુ જરૂરી છે.

યુવાવસ્થામાં ભક્તિ જરૂરી છે અને ભક્તિ માટે આ ૯ સૂત્રો યુવા વર્ગ માટે જરૂરી બને છે. એ ૯ સૂત્રોને જરા વિગતવાર જોઈએ. ૯ સૂત્રોમાં પહેલું સૂત્ર છે, સારો સંગ.

અગાઉ કહ્યું એમ, યુવાનીમાં સારો સંગ કરવો બહુ જરૂરી છે, સારો સંગ કરો એ પહેલી ભક્તિ છે. માનસના બધા મંત્રોથી સિદ્ધ થાય છે કે યુવાવસ્થામાં સારો સંગ કરવો બહુ જરૂરી છે. જો યુવાવસ્થામાં સારો સંગ ન મળે તો તમે આડે રસ્તે ચડી જશો. તમારો-મારો રસ એટલા માટે સત્ નથી રહેતો એનું કારણ સંગ-દોષનો અવરોધ છે. સારા સંગની યુવાનીમાં જેટલી જરૂર હોય છે એટલી બીજી કોઈ ઉંમરમાં નથી હોતી.

૯ સૂત્રમાં બીજા ક્રમે છે, કથા પ્રસંગમાં રુચિ.

બીજી ભક્તિ યુવકો માટે જરૂરી છે; ‘મમ કથા પ્રસંગા.’ ભગવતકથાના પ્રસંગોમાં રુચિ ધરાવવી. દિવ્ય પ્રસંગો જે આપણી માન-મર્યાદાઓને, આપણી પ્રામાણિક પરંપરાઓને જાળવી રાખે, એવા કથા પ્રસંગોમાં રુચિ રાખવી અથવા એને પ્રેમ કરવો એ બીજી ભક્તિ છે. 

ત્રીજું સૂત્ર છે સંત સંગ.

જે આપણા ગુરુજન છે, જે આપણા શ્રેષ્ઠ માણસો છે તેમનું માર્ગદર્શન મેળવીને આપણે જીવનનો સાચો પથ નક્કી કરી શકીએ છીએ, આ ત્રીજી ભક્તિ છે. યુવાન પેઢી માટે એ બહુ જરૂરી છે. ૯ પ્રકારની ભક્તિમાં ક્યાંય કોઈ મને એવા લખાણની એક પંક્તિ બતાવે જેમાં એવું લખ્યું હોય કે આવો પોશાક પહેરીને જ ભક્તિ થાય કે આવી માળા પહેરીને કે 
પછી આ પ્રકારનું તિલક કરીને જ ભક્તિ થાય. ના, એવું ક્યાંય લખ્યું નથી અને કોઈએ એવું કહ્યું પણ નથી. આ સાર્વભૌમિક ભક્તિ છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

29 September, 2022 04:45 PM IST | Mumbai | Morari Bapu

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

વિશિષ્ટ સફાઈકર્મચારી

હા, મહાન પુરુષોની આ જ મોટી વિશેષતા છે કે તેઓ માટે કોઈ કામ નાનું નથી

09 December, 2022 03:38 IST | Mumbai | Dr. Gyanvatsal Swami
એસ્ટ્રોલૉજી

પ્રશ્નો ઉકેલવાની પ્રેરણા આપે એ ધર્મ

જળ પીવા માટે છે. જળમાં જ જીવન-જળ એ અમૃત છે. એને પીવામાં કશું જ પાપ નથી. હા, તરસ્યાને પાણી પાવામાં અઢળક પુણ્ય જરૂર છે.

06 December, 2022 04:49 IST | Mumbai | Swami Satchidananda
એસ્ટ્રોલૉજી

જીવાણુના સામ્રાજ્ય વચ્ચે અહિંસાની વાત ગેરવાજબી

તેમને એટલું જ કહેવાનું કે પાણીમાં રહેનારા અસંખ્ય જીવાણુઓને આ રીતે ઇચ્છા અને પ્રયત્નપૂર્વક મારી નાખવાના પાપથી મુક્ત થઈ શકાય નહીં

05 December, 2022 03:55 IST | Mumbai | Swami Satchidananda

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK