Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો જ્યોતિષ મુજબ કેવું રહેશે આ અઠવાડિયું

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો જ્યોતિષ મુજબ કેવું રહેશે આ અઠવાડિયું

31 May, 2020 08:25 AM IST | Mumbai
Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો જ્યોતિષ મુજબ કેવું રહેશે આ અઠવાડિયું

રાશિફળ

રાશિફળ


મેષ (અ,લ,ઈ) : આપના મનની બેચેની દૂર થતી જણાય. રાજકીય ક્ષેત્રે સારી સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે. કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં ધીરજ રાખવી. સવારના સમયે ધ્યાન, યોગમાં વધુ સમય આપો, જેનાથી આગામી સપ્તાહ સારું જશે.

વૃષભ (બ,વ,ઉ) : આગામી સપ્તાહ આર્થિક ક્ષેત્રે લાભદાયી નીવડશે. પરિવારમાં ખટાશનાં ફળ ચાખવા મળે. નવા કાર્યક્ષેત્રમાં લાભ મળવાની શક્યતા. વડીલોની તબિયત અંગે વધુ કાળજી રાખવી. મિત્રો સાથે વાદવિવાદથી ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે. નિત્ય સાંજે ચંડીપાઠ કરવાથી વધુ લાભપ્રદ સમાચાર મળી શકે!



મિથુન (ક,છ,ઘ) : એકાએક આવેલા પ્રશ્નોને સકારાત્મક ઉકેલવા. આર્થિક પ્રશ્નોનું ભારણ ઘટે. માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ. અંગત સમસ્યાઓ આપની મૂંઝવણમાં વધારો કરશે. રોજની એક માળા ‘ઓમ્ રીમ્ બુધાય નમઃ’ અવશ્ય કરવી, તેનાથી માનસિક શાંતિ વધુ જણાશે.


કર્ક (ડ,હ) : વેપાર- રોજગારસંબંધી સમસ્યા હલ થાય. ભાગીદાર વર્ગને ધંધામાં સાનુકૂળ સમય. પરિવારમાં નવા સંતાનોનો જન્મ થઈ શકે. વારંવાર ઘર-ઑફિસની ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બગડી શકે. ઘરે બેઠા મહાદેવજીની ઉપાસના નિત્ય કરવી.

સિંહ (મ,ટ) : જૂની ચિંતાઓ દૂર થશે, જ્યારે નવી-નવી ચિંતાઓ સાથે આગામી સપ્તાહ પૂર્ણ થશે. પારિવારિક અવરોધો દૂર થતાં જણાય. લાંબા ગાળાના વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતાં જણાય. જે બાબતમાં આવશ્યકતા ન હોય ત્યાં હસ્તક્ષેપ ન કરવો. સૂર્યોદય પહેલાં ઊઠવાનો નિત્યક્રમ રાખવો.


કન્યા (પ,ઠ,ણ) : વ્યક્તિગત સંબંધોમાં સાચવીને ચાલવું. દવા-દારૂની જરૂરિયાતમાં વધુ કરકસર ન કરવી. નાની-નાની ઈજાઓ થવાની સંભાવના. મિત્રમંડળનું સુખ અતિ ઉત્તમ બની રહેશે. કુળદેવી ઉપાસના ચાલુ રાખવાથી અટકેલાં કાર્યો તમામ સંપન્ન થશે.

તુલા (ર,ત) : વારંવાર વિદેશગમનની મુલાકાતે જવાનો વિચાર ટાળવો. રાતના સમયે ઋતુગત બીમારી હાવી થઈ જાય. સસુરાલમાં વધુપડતા સંબંધોમાં આગળ ન પડવું. નકારાત્મક વલણ ન રાખવું. કુળદેવી ઉપાસના કરવાથી વધુ શુભ સમાચાર મળી શકે.

વૃશ્ચિક (ન,ય) : આકસ્મિક માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે. નાણાકીય સ્થિતિ વધુ સારી મજબૂત જણાય. પ્રેમ-પ્રણયના પ્રસંગમાં સારી સફળતા મળે. વિદેશી વેપારલાભ થઈ શકે. ઇષ્ટદેવની ઉપાસના કરવી, સાથો-સાથ મંગળ ગ્રહનું નંગ ધારણ કરવું.

ધન (ભ,ધ,ફ,ઢ) : આગામી સપ્તાહ ધીરજથી પૂર્ણ કરશો. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તમારી ઉપર મહેરબાન રહેશે. વિચાર્યા વગરનો નિર્ણય મુશ્કેલીમાં મૂકશે. માંગલિક કાર્ય અંગે શુભપ્રસંગ આવવાની શક્યતા. ગુરુવારનું એકટાણું ફળદાયી નીવડશે.

મકર (ખ,જ) : આપના અશાંતિનાં વાદળ વિખરાતાં જણાય. જૂના રોગમાંથી રાહત જણાય. અગત્યની બાબતોમાં ઉતાવળિયું પગલું ન ભરવું. બિનજરૂરી બાબતોમાં દલીલબાજી ટાળવી. નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

કુંભ (ગ,સ,શ) : આગામી સપ્તાહમાં આપની ધીરજની કસોટી થતી જણાય. સામાજિક માન-સન્માનમાં લાંછન આવે. સ્થાવર મિલકતના પ્રશ્નોમાં ઘરમેળે ઉકેલ આવી જાય. લાંબા ગાળાના મૂડીરોકાણથી લાભ થઈ શકે. ‘ઓમ શં શનેશ્વરાય નમ:’ મંત્રની એક માળા દરરોજ કરવી.

મીન (દ,ચ,ઝ,થ) : આગામી સપ્તાહ દિવસભર વ્યસ્તતાભર્યું પૂર્ણ થાય. પારિવારિક નિર્ણય વિચારીને લેવા. શૅર-સટ્ટા જેવી બાબતોથી આકસ્મિક લાભ થઈ શકે. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બને. નવા ધર્મ અંગીકાર કરવામાં ધ્યાન રાખવું. ઈસ્ટ ઉપાસના ચાલુ રાખવી.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2020 08:25 AM IST | Mumbai | Ashish Rawal and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK