° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

06 June, 2021 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આજે આપનો ઉત્સાહ જીવનમાં કંઈક અલગ અને અદ્વિતીય કરી બતાવવાની પ્રેરણા આપશે. આખો દિવસ આપ ખુશમિજાજમાં હશો. આપનો ઉત્‍સાહ સફળતાનાં શિખર સર કરાવશે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

એરિઝ : નોકરી કે વ્‍યવસાયમાં આજે આપનું કામ બિરદાવાય અને એની કદર થાય એવી આશા આપ રાખી શકો, એમ ન થાય તો નિરાશ ન થતા. નોકરીમાં લાભ મેળવવા વધારે ૫રિશ્રમ કરી શકો.
ટૉરસ : આજે દિવસ દરમ્યાન સ્ફૂર્તિનો અભાવ રહેવાથી મહત્ત્વનાં કામો પાછાં ઠેલવાનું મન થાય, એમ ન કરવાની ગણેશજી સલાહ આપે છે, કારણ કે એની અસર આપના વ્‍યાવસાયિક જીવન ૫ર ૫ડશે.
જેમિની : ગણેશજી આપને સમાજ, મિત્રતા અને સહકારની જરૂર હોવાનો નિર્દેશ કરે છે. આપ જરૂરતમંદને આર્થિક સહાય અને દાન-સખાવત ૫ણ કરશો. સાંસ્‍કૃતિક કાર્યક્રમો માનસિક રાહતનો અનુભવ કરાવશે.
કેન્સર : આજે નવા મિત્રો બનાવવાથી આપના મિત્રવર્તુળમાં ઉમેરો થશે. તેમની સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો. સાંજે મિત્રો સાથે મનોરંજન માણ્યા બાદ ચિંતાઓથી મુક્ત થઈ જશો.
લિઓ : આજે આપનો ઉત્સાહ જીવનમાં કંઈક અલગ અને અદ્વિતીય કરી બતાવવાની પ્રેરણા આપશે. આખો દિવસ આપ ખુશમિજાજમાં હશો. આપનો ઉત્‍સાહ સફળતાનાં શિખર સર કરાવશે.
વર્ગો : આજે વ્‍યવહારુ દૃષ્ટ‍િકોણના કારણે આપ કામ પ્રત્યે ગંભીરતાથી જોશો, નિષ્ઠાપૂર્વક મહેનતથી એ કામ કરશો. ગણેશજી આપને આરોગ્‍યના ભોગે વધારે પરિશ્રમ ન કરવાની સલાહ આપે છે.
લિબ્રા : પ્રેમ અને પ્રિયજનની નિકટતા પામવા આજનો દિવસ અનુકૂળ છે. સાંજ પ્રિયજન સાથે કોઈ હોટેલ, રેસ્‍ટોરાં કે પાર્ટીમાં પસાર કરશો. ગણેશજીને લાગે છે કે આજે માનસિક રાહત અનુભવશો.
સ્કૉર્પિયો : આજે આપને સારા-નરસા નસીબનો અનુભવ થશે. નવી યોજના કે કામ શરૂ કરવા માગતા હો તો પહેલાં ખાતરી કરી લો કે આપ ૧૦૦ ટકા નિશ્ચિત છો. નવું કાર્ય શરૂ કરવા માટે દિવસ સારો નથી.
સેજિટેરિયસ : ગણેશજીને સાથે રાખીને આપની સામે ઊભા થયેલા પડકારોને ઝીલીને આજે આપ મહત્ત્વનાં કાર્યો હાથ ધરી શકો છો. આ કાર્યોમાં આપને સફળતા મળશે અને પ્રગતિ ૫ણ થશે.
કેપ્રિકોર્ન : આજનો દિવસ સફળતા અને પ્રગતિનો છે. પહેલાં આપે જે મહેનત કરી હોય એનાં મીઠાં ફળ આપ મેળવી શકશો, એથી આપ ઉત્‍સાહ અને જોમજુસ્‍સાનો અનુભવ કરી શકશો.
એક્વેરિયસ : આજે લાંબા ગાળાની યોજનાઓ ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરશો. હમણાં સુધી આપે જે બચત કરી એ સુરક્ષિત યોજનામાં રોકવાનો સમય અનુકૂળ હોવાથી આ કામમાં આગળ વધવાનું છે.
પાઇસિસ : આપની ધીરજ અને ક્ષમતા બંને કસોટી પર ચડવાની છે. નાનાં લક્ષ્યાંકો પાર પાડવા માટે આપે વધારે મહેનત કરવી ૫ડશે. જે કામ આસાનીથી કરી શકો છો એમાં થોડી મુશ્‍કેલી અનુભવાશે.

06 June, 2021 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

દયાની આવરદા લાંબી હોતી નથી, કરુણા કાયમી હોય છે

મહાનગરોમાં ટ્રાફિક-સિગ્નલ પર મહેમાનોની હાજરીમાં ભિખારીને પૈસા આપવા પડે તો એ મજબૂરી છે, કરુણા નથી.

29 July, 2021 08:25 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

આપણી દયા આઇસક્રીમ ન આવે ત્યાં સુધી, આઇસક્રીમ આવે એટલે પત્યું

એક દિવસ એવું બન્યું કે બિલાડીનું એ બચ્ચું માંદું પડ્યું. સાવ અશક્ત, આંખો પણ ખોલે નહીં. છોકરો બહુ ચિતિંત થઈ ગયો. અરે, આ મરી જશે તો શું થશે?

28 July, 2021 10:26 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

કરોડો રૂપિયા કરતાં પણ જૂઠાણાંનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાને ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો, જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર આવ્યું. તેમણે મારી સામે કેસ કર્યો. મેં વકીલ તો રોક્યો, પણ તેણે મને સલાહ આપી કે હું જે સલાહ આપું એ રીતે જ વર્તજો

27 July, 2021 06:30 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK