Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

09 May, 2021 07:19 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


એરિઝ : નાણાં મેળવવાની મહત્વાકાંક્ષા ધરાવતા હશો, થોડી આળસ અને કંટાળો પણ અનુભવાશે. અગત્‍યનું કામ કરવાનું મન નહીં થાય. બપોર ૫છી ધ્‍યેયપ્રાપ્તિ માટે કામ કરવાનું શરૂ કરશો.

ટૉરસ : ભાગ્‍ય પર મદાર ન બાંધવો, વસ્‍તુ હાંસલ કરવા માટે મહેનત કરવી અત્‍યંત જરૂરી છે. જોકે મધ્‍યાહન બાદ આપની વ્‍યવહારદક્ષતા પ્રગટ થશે અને આપ કામમાં ધ્‍યાન કેન્‍દ્રિત કરશો.



જેમિની : કામ સરળતાથી પાર પાડી શકશો. મહેનત અને નિષ્ઠાનું આપને જે ૫રિણામ મળશે તે સંતોષકારક હશે. સમાજ સાથે સં૫ર્ક વ્‍યવહાર જાળવી રાખવો જોઈએ.


કેન્સર : પ્રેમના તાંતણે બંધાશો તેમ જ તેમની હાજરીને કારણે આનંદનો અનુભવ કરી શકશો. બપોર બાદ આપનો સ્વભાવ સંવેદનશીલ બનશે, પ્રિયજન પૂરતો સહકાર અને હૂંફ આપશે.

લિઓ : સર્જક જાગૃત થશે, રચનાત્‍મક કાર્ય કરવાની ઇચ્‍છા થશે. સર્જનાત્‍મકતા બહાર લાવવાની કોશિશ કરશો. ઊણા ઊતરો છો તે બાબત ૫ર ધ્‍યાન આપવું. જીવનમાં પ્રગતિ કરવા આ બાબત જરૂરી છે.


વર્ગો : કોઈ ભગીરથ કાર્ય હાથમાં લેવા ઈચ્છશો. લાભ મેળવવા ઘણી મહેનત અને નિષ્ઠા રાખવી. હિતશત્રુઓ-હરીફોથી સાવધાન રહેવાની જરૂર છે, આપ તેમને સફળતાપૂર્વક મહાત કરી શકશો.

લિબ્રા : પ્રેમનો જાદુઈ સ્પર્શ રોમાંચિત કરી દેશે. પ્રિયતમ સાથેના સંબંધ ગાઢ બનશે.  આધ્‍યાત્મિક પ્રવૃત્તિમાં રોકાયેલા રહેશો. ધાર્મિક પ્રવચનો સાંભળવાનો અવસર પ્રાપ્‍ત થશે, મન ભક્તિમય બની જશે.

સ્કૉર્પિયો : કામમાં વ્‍યસ્‍ત રહેશો. કામ શું કરો છો અને કેવી રીતે કરો છો તે મહત્ત્વનું છે. સાંજે અહમ્નો ટકરાવ થાય અને ઉગ્ર દલીલો થાય તેથી ગણેશજી દલીલો ટાળવાની સલાહ આપે છે.

સેજિટેરિયસ : ઉદ્યમી સ્વભાવને કામ વગર ચેન નહીં પડે, કોઈ રચનાત્‍મક કાર્ય શોધી કાઢશો. દિવસ અનુકૂળ છે. નોકરીમાં સ્થિરતા-સલામતી અનુભવો. આર્થિક સલામતી જળવાઈ રહેશે.

કેપ્રિકોર્ન : કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નવું કામ કે સાહસ શરૂ કરવા અનુકૂળ સમય છે. મિત્રો, સ્‍વજનો સાથેના સંબંધોમાં આવેલી કડવાશ આજે દૂર થશે અને સંબંધ સુમેળભર્યા બનશે.

એક્વેરિયસ : ભવિષ્યના ઘડતર વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. સારા નરસા પરિણામનો વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ. પડી રહેલા કાર્ય પૂરાં થવાની સંભાવના છે.

પાઇસિસ : લાભદાયક સમાચાર સવાર સુધારી દેશે, ચહેરા ૫ર સ્મિત રેલાવશે. વેપારીઓ સાહસમાં આગળ વધશે. નાણાં મેળવવાની જોગવાઈ કરવાનું ૫ણ શરૂ કરશો. તેમાં સફળતા મેળવી નવો અભિગમ અ૫નાવશો.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2021 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK