Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

05 February, 2023 07:47 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ઑનલાઇન કે ટેક્સ્ટ મેસેજના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચી જવાની ઉતાવળ કરવી નહીં. તમે બીજી વ્યક્તિના ઇરાદાઓને સહેલાઈથી સમજી નહીં શકો.

સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિફળ


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
ઑનલાઇન કે ટેક્સ્ટ મેસેજના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચી જવાની ઉતાવળ કરવી નહીં. તમે બીજી વ્યક્તિના ઇરાદાઓને સહેલાઈથી સમજી નહીં શકો. જો તમે મન-મોકળી વાત કરશો અને સામેવાળી વ્યક્તિ જેવી છે એવી સ્વીકારી લેશો તો સંબંધમાં સુમેળ માટે સારો સમય છે. થોડી વધુ મહેનત કરશો તો બીજી કરીઅર શક્ય છે. સ્વયં રોજગાર કરનારાઓ અને પ્રોફેશલન્સ માટે સાનુકૂળ સમય છે.

ઍક્વેરિયસ જાતકો જીવનસાથી તરીકે કેવાં હોય છે?
ઍક્વેરિયસ જાતકો ફક્ત જીવનસાથી તરીકે જ નહીં, ખરા અર્થમાં મિત્ર તરીકે રહેતા હોય છે. ‘જીવો અને જીવવા દો’નો અભિગમ રાખવાને લીધે તેઓ જીવનસાથીને પણ પોતાની રીતે જીવવાની મોકળાશ આપતા હોય છે. જોકે સમસ્યા એ હોય છે કે તેઓ ક્યારેક લાગણીથી કામ લેવાને બદલે પોતાને કંઈ લાગતુંવળગતું ન હોય એવી રીતે વર્તીને તર્કવાદમાં સરી પડતા હોય છે. આ સ્થિતિમાં તેઓ જીવનસાથીની કાળજી નહીં લેવાને લીધે તેમને નિરાશ કરી દેતા હોય છે. 



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


પડકારભરી સ્થિતિને પહોંચી વળવા માટે સ્વયંસ્ફુરણાને અનુસરવાની સાથે-સાથે વ્યવહારુ બનવાની જરૂર છે. જે કહેવું હોય એ કહી દેવું, પરંતુ યોગ્ય રીતે અને પરિસ્થિતિ જોઈને કહેવું.
કારકિર્દી વિશે સલાહ : ઉપરી કે માર્ગદર્શકની સલાહ પર ધ્યાન આપવું. બજેટની બહાર ખર્ચ કરવો નહીં અને પોતાની પાસેના સ્રોતોનો સારામાં સારો ઉપયોગ કરી લેવો. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


મૈત્રી અને સંબંધો ટકાવવા માટે આવશ્યક સમય અને લક્ષ આપવાની જરૂર છે. રોજની ટેવ કે રૂટીનમાં કોઈ ફેરફાર કરવો હોય તો હાલ સારો સમય છે.
કારકિર્દી વિશે સલાહ : નિવૃત્તિ લેવી હોય કે કામનો બોજ ઘટાડવો હોય તો પરિસ્થિતિનો કાળજીપૂર્વક વિચાર કરી લેવો. પ્રેઝન્ટેશન આપવા કે સેલ્સ માટે રજૂઆત કરવા પોતાની પાસે પૂરતી માહિતી રાખવી.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

આદર્શ સ્થિતિની રાહ જોવાને બદલે જે શક્ય હોય એટલું કરવું. કુંવારાઓ લગ્નનો પ્રસ્તાવ મૂકશે તો હાલ તેમને સફળતા મળવાની શક્યતા વધારે છે.
કારકિર્દી વિશે સલાહ : ટીમમાં રહીને કામ કરનારાઓએ બધું સમુંસૂતરું પાર પડે એ માટે વધારે મહેનત કરવાની જરૂર છે. સહકર્મીઓ અને ઉપરીઓ સાથેનો સંવાદ ટકાવી રાખવો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પારિવારિક બાબતોમાં સંભાળીને રહેવું, ખાસ કરીને પ્રૉપર્ટીનો કે વારસાનો સવાલ હોય. શક્ય હોય ત્યાં સુધી કાનૂની ગૂંચમાં પડવું નહીં. 
કારકિર્દી વિશે સલાહ : તમે તરત ધ્યાન નહીં આપો તો નાનકડી વાતે કાગનો વાઘ થતાં વાર નહીં લાગે. અત્યારે ભલે પરિણામ સામે દેખાતું ન હોય, મહેનત કરવામાં પાછળ વળીને જોવું નહીં.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

નાણાકીય બાબતોમાં મિત્રની સલાહથી દોરવાઈ જવાને બદલે પોતાની સમજશક્તિનો અને વાસ્તવવાદી આયોજનને અનુસરવું. ડેટિંગમાં પસંદ-નાપસંદ બાબતે સ્પષ્ટતા રાખવી.
કારકિર્દી વિશે સલાહ : હરીફાઈમાં સહકર્મીથી સાચવીને ચાલવું. તેમના કારણે ચિડાઈ જવું નહીં. બજેટ બનાવતી વખતે પોતાની જરૂરિયાતોને બરોબર સમજી લેવી.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પોતાને મળેલી તકોનો મહત્તમ ઉપયોગ કરવો. મહત્ત્વની ન હોય એવી બાબતોથી ઊંધા રસ્તે ચડવું નહીં. રોકાણો અને નાણાકીય બાબતો માટે સારો સમય છે. 
કારકિર્દી વિશે સલાહ : તમને પ્રથમ દૃષ્ટિએ નાનો લાગતો પ્રોજેક્ટ યોગ્ય રીતે હૅન્ડલ કરશો  તો એમાં ભરપૂર સંભાવનાઓ છે. બજેટને વળગી રહેવું અને સમય-શક્તિ સહિતના સ્રોતોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

થોડાક આક્રમક અને દુરાગ્રહી લોકો સાથેની વાતચીત વખતે સંભાળવું. ભૂતકાળ ભૂલી જવામાં જ શાણપણ છે. 
કારકિર્દી વિશે સલાહ : પડકારોને જોતા રહેવાને બદલે એમના ઉપાયો શોધવા પર અને એના અનુભવમાંથી કંઈક શીખવા પર ધ્યાન આપવું. મીટિંગો, ઇન્ટરવ્યુ અને વાટાઘાટો માટે સાનુકૂળ સમય છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

આદતોનો અતિરેક કરવો નહીં. લાંબા સમય ટકાવી શકાય એવી બાબતો અપનાવવી. આવેશમાં આવીને પ્રતિક્રિયામાં પસ્તાવો થાય એવું બોલી નાખવાને બદલે સ્વયંસ્ફુરણા પર લક્ષ આપવું.
કારકિર્દી વિશે સલાહ : સંવાદમાં સ્પષ્ટતા રાખવી, પરંતુ વ્યવહારમાં કડવા બનવું નહીં. જો તમે ફ્લેક્સિબલ નહીં બનો તો વાટાઘાટ તમારી ધારણા મુજબ સફળ નહીં થાય.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જેની જરૂર હોય એ પરિવર્તન લાવવા તૈયાર રહેજો. તમને આવશ્યક મદદ અને સહયોગ મળી જશે. મિત્ર કે સ્વજનો સાથેની ચર્ચાઓમાં વધુપડતા ભાવુક બનવું નહીં.
કારકિર્દી વિશે સલાહ : મૅનેજમેન્ટ કે બૉસ અથવા એવી કોઈ ઉચ્ચ પદાધિકારી વ્યક્તિ સાથેના વ્યવહારમાં સાચવવું. જો વિલંબ કે કોઈ સમસ્યા હોય તો યોગ્ય રસ્તો કાઢવો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

સંવાદમાં કોઈ ત્રુટિથી સમસ્યા સર્જાઈ હોય તો એનો તત્કાળ હલ જરૂરી છે. સમસ્યા ઘેરી બની શકે છે. કંટાળો કે હોય તો પણ સહેલો રસ્તો કાઢવો નહીં.
કારકિર્દી વિશે સલાહ : નાનામાં નાની તકનો મહત્તમ ઉપયોગ કરી લેવો અને પોતાના કોચલામાંથી બહાર આવવાનો યત્ન કરવો. આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ સાથે વાટાઘાટ કરવાના હો તો સાચવજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

સાનુકૂળ પરિસ્થિતિનો સારામાં સારો ઉપયોગ કરી લેવો અને ખટરાગી માણસો સાથે કળપૂર્વક કામ લેવું. નવું શીખવા કે હૉબીને વિકસાવવા સારો સમય છે. 
કારકિર્દી વિશે સલાહ : કોઈ શંકા હોય તો દૂર કરજો. ભૂતકાળના આધારે અનુમાન બાંધી લેતા નહીં. સહકર્મીઓ જોડે કૂથલીબાજી કરવી નહીં. જો કોઈ વાતે મનનો ઊભરો કાઢવો હોય તો પ્રમાણભાન રાખવું.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

પછીથી પસ્તાવું પડે એવી કોઈ પ્રવૃત્તિ કોઈકના કહેવાથી કરવી નહીં. ખર્ચ અને રોકાણમાં સાવચેતી રાખજો. નાણાકીય લક્ષ્ય હંમેશાં નજર સમક્ષ રાખજો.
કારકિર્દી વિશે સલાહ : નવા વિચારમાં સંભાવનાઓ હોય છે, પરંતુ તમારે વ્યવહારુ બનીને એનો ઉપયોગ કરવાનો હોય છે. એક દિવસમાં વધુપડતાં કામ માથે લઈ લેવાં નહીં. શક્ય હોય ત્યાં સુધી ફ્લેક્સિબલ બનજો.

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 07:47 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK