° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

26 June, 2022 08:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર સાપ્તાિહક રાશિ મનોરંજન

પ્રતીકાત્મક તસવીર

એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ): આજે મિત્રો અને ૫રિવારજનો સાથે બહાર ભાવતું ભોજન લેવા જવાનું થાય. એથી આપ બંનેનો સાથ માણી શકશો. ગણેશજી ચેતવણી આપતાં જણાવે છે કે આપે આધિપત્‍યની લાગણી છોડવી ૫ડશે.

ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે): આજે આપનો દિવસ સૌંદર્યની સારસંભાળ પાછળ પસાર થાય એવું ગણેશજીને લાગે છે. બ્યુટી-પાર્લરની મુલાકાત લઈ આધુનિક હેરકટ કરાવવાનું પણ વિચારો. બ્‍યુટી-પાર્લર વ્યક્તિત્વને નવો ઓપ આપશે.

જેમિની (૨૧ મેથી ૨૦ જૂન): આજે આપનો સ્વભાવ સંવેદનશીલ રહેશે, મૂડ વારંવાર બદલાયા કરશે અને એકાંતમાં રહેવાનું ૫સંદ કરશો એમ ગણેશજી જણાવે છે. આ સમયગાળામાં આધ્‍યાત્મિકતાનું શરણ લેવાથી મન હળવું બનશે.

કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ): આજે આપ કોઈ નવી શોધખોળ કે તપાસમાં સફળતા મેળવશો તથા ભરપૂર ઊર્જા અને શક્તિનો અનુભવ કરશો. મિત્રો-સગાંસંબંધીઓ સાથે મિલાપ જેવી સામાજિક પ્રવૃત્તિનું આયોજન કરવાનો શ્રેષ્ઠ સમય છે.

લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ): ગૃહસજાવટમાં ફેરફાર કરીને એને નવો દેખાવ આપવાની કોશિશ કરશો. કલાત્‍મક સૂઝથી ઘરની નકામી વસ્‍તુનો ઉ૫યોગ કરીને વેસ્‍ટમાંથી બેસ્‍ટ બનાવી સુશોભન કરશો. આપ વ્‍યર્થ ખર્ચ કરવામાં નથી માનતા.

વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર): આજે સંતાનો આપનું સાંનિધ્ય ઝંખશે. આપ પણ તેમની સાથે નિકટતા અનુભવશો તથા તેમની પ્રવૃત્તિમાં રસ લેશો. રચનાત્‍મક કાર્ય કરવા અનુકૂળ દિવસ છે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે.

લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર): આજે વ્‍યવસાય ક્ષેત્રે મીટિંગો કે વાટાઘાટો જેવી મહત્ત્વની ઘટનાઓ બને એવી શક્યતા છે. આ પ્રવૃત્તિઓનું સારું ૫રિણામ આપ મેળવી શકશો. આપની ચિંતા ઓછી થશે અને માનસિક રાહત અનુભવાશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર): વેપારીઓ તથા માર્કેટિંગના વ્‍યવસાયમાં રહેલા લોકો વેપારીજોડાણ કે ભાગીદારી કરે એવી શક્યતા ગણેશજી જોઈ રહ્યા છે. જોકે આ નવાં જોડાણો વધારે લાભદાયી નથી લાગતા, એમ ગણેશજી કહે છે.

સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર): સામાજિક આદાનપ્રદાન માટે દિવસ અનુકૂળ ન હોવાથી સમાજમાં બધાને મળવાની આપની ઇચ્‍છા હોવા છતાં એ શક્ય નહીં બને. કોઈ વિજાતીય પાત્ર આપના માટે લાભદાયી નીવડે.

કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી): આજે નસીબ આપની તરફેણમાં છે. આજે આપ રસ ધરાવશો તો શૅરસટ્ટામાં આકસ્મિક ધનલાભ થવાની શક્યતા છે. ગણેશજી કહે છે કે ઉચ્‍ચ શિક્ષણ માટે વિદેશ જવા માગતા લોકોને સફળતા મળશે.

એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી): આપે લાંબા સમયથી જે યોજનાઓ વિચારી હોય એનો આરંભ થવાની શક્યતા છે. આપને નોકરીમાં પદોન્નતિની આશા છે, આપ એ માટે સારું કામ કરી શકશો. ગણેશજીની કૃપા આપની સાથે છે.

પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ): આજે હૃદયના એક ખૂણામાં વિજાતીય પાત્ર માટે પ્રેમનાં અંકુર ફૂટે એવી શક્યતા છે. જૂના સંબંધોમાં નવો વળાંક આવે અથવા નવા સંબંધો આકાર લેશે, ૫રંતુ આ પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધશે.

26 June, 2022 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

ઉત્તમ શાસક રાષ્ટ્ર અને સંસ્થા માટે ઉપકારક છે

માણસ કાંઈ પરમાત્મા નથી, માણસ છે. આપણું કામ તેની ક્ષમતાનો લાભ લેવાનું છે. તેના વ્યક્તિગત જીવનમાં માઇક્રોસ્કોપ લગાવીને બૅક્ટેરિયા જોવાનું નથી. બૅક્ટેરિયા ક્યાં નથી હોતા?

08 August, 2022 12:19 IST | Mumbai | Swami Satchidananda
એસ્ટ્રોલૉજી

જાણો તમારું સાપ્તાહિક રાશિફળ

૭ થી ૧૩ ઑગસ્ટમાં તમારો જન્મદિવસ હોય તો...વર્તમાન સંજોગોનો સ્વીકાર કરીને ચાલવું અને પોતાનામાં આવશ્યક હોય એ ફેરફારો કરવા તૈયાર રહેવું. આમ કરવાનું સહેલું નથી, પરંતુ એ જરૂરી છે. સંબંધોમાં હંમેશાં ઘનિષ્ટતા વધવી જોઈએ. તમે કેટલાક લોકોથી થોડા દૂર ચાલ્યા ગયા

07 August, 2022 08:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

ભગવાનના ચોપડામાં બધા ભક્તોનાં નામ છે, પણ મારુતિનું નામ નહીં

મારુતિ તો મોટા ભક્ત કહેવાય, રામદૂત તેમને નામ મળ્યું છે અને એ પછી પણ પ્રભુના ચોપડામાં તેમનું નામ જ નથી!

04 August, 2022 08:36 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK