Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

23 January, 2022 08:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

Horoscope

પ્રતીકાત્મક તસવીર


એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ): વિચારોનો પ્રવાહ સતત અને સાતત્‍યપૂર્ણ રહેશે. કલ્પનાશક્તિને કારણે દરેક કાર્ય સારી રીતે પાર પાડશો અને ભવિષ્યનાં કાર્યો માટે આયોજન કરવામાં પણ સફળતા મળશે. સફળતાના પંથે જશો.

ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે): સતર્ક રહીને કામ કરવું. વ્‍યવહારુ સ્વભાવ સમજદારીપૂર્વકનો નિર્ણય લેવડાવશે. ૫રિણામે કાર્ય કુનેહપૂર્વક પાર પાડી શકશો. વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આપનો દિવસ ૫સાર થશે.



જેમિની (૨૧ મેથી ૨૦ જૂન): ૫રિવાર અને બાળકોની સમસ્‍યાથી ૫રેશાન હશો. બાળકોની શાળાકીય પ્રવૃત્તિઓમાં તેમને મદદ કરશો. સાંજે મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે બહાર ભોજન લેશો. આનંદ-મનોરંજનમાં સમય વીતાવશો.


કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ):  કાનૂની દસ્‍તાવેજો ૫ર સમજી વાંચીને હસ્‍તાક્ષર કરવા. દલાલ-વેપારીઓ સોદામાં સાવચેતી નહીં રાખે તો ખોટ જવાનો સંભવ છે. વેપાર રાબેતા મુજબ રહેશે. આત્મવિશ્વાસથી કામ લેવું.

લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ): ધાર્યું ૫રિણામ નહીં મળે. જાગ્‍યા ત્‍યાંથી સવાર સમજી નવેસરથી આગળ વધવું. જરૂર લાગે તો લોકો સાથેના વ્‍યવહારમાં વધારે વ્‍યવહારુ બનવાની ગણેશજી સલાહ આપે છે. આવકનું પ્રમાણ વધશે.


વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર): જક્કી સ્‍વભાવને બદલવાનો પ્રયત્ન કરશો, જે બાંધછોડ કરવામાં અને અનુકૂળ થવામાં સહાયભૂત બનશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપ બુદ્ધિથી કામ લેશો, લાંબા ગાળે આપને લાભકારક નીવડશે.

લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર): નાણાંનો સમજદારીપૂર્વકનો ઉ૫યોગ સરાહનીય છે. ભવિષ્‍યની બચત માટે શ્રેષ્ઠ રસ્‍તો છે. વ્યર્થ ખરીદી કે ખર્ચ નહીં કરો. ભવિષ્યમાં નવું ઘર કે વાહન ખરીદવા માટે આ બાબત કરતા હો એવી શક્યતા છે. 

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર): વેપાર-ધંધાના કામથી પ્રવાસ થઈ શકે છે. મુસાફરીના થાકથી સ્‍વાસ્‍થ્‍ય થોડું કથળે. ૫રિવારજન-મિત્રો સાથે સારો સમય ગાળી શકશો. સંતાનોનું શારીરિક તથા માનસિક આરોગ્‍ય સારું રહેશે.

સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર): કાર્યક્ષેત્રે નવા ૫ડકારોનો સામનો કરવો ૫ડશે. નવા પ્રોજેક્ટોનો સમાવેશ થશે. મીડિયા, સેલ્‍સ કે માર્કેટિંગ સાથે સંકળાયેલી વ્‍યક્તિઓ કામ બદલ પ્રશંસા પ્રાપ્‍ત કરી શકશે. અન્યની વાત ધ્‍યાન ૫ર લેવી.

કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી): કોઈના પ્રેમમાં ૫ડો તેવી શક્યતા છે. પ્રેમની કબૂલાત કરવા તેમ જ લગ્‍નનો પ્રસ્‍તાવ મૂકવા શુભ દિવસ છે. પ્રિયપાત્ર મળી ગયું છે તેઓ લગ્‍નની તૈયારી શરૂ કરી શકે છે. ગણેશજીના આશીર્વાદ છે.

એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી): હિતેચ્‍છુની સલાહથી ગુસ્‍સે ન થવું. અન્‍ય લોકો કહેશે અને તમારે સાંભળવું ૫ડશે. કોઈના સલાહસૂચનોને અમલમાં મૂકી શકશો. સમાધાન કરવાનું શીખી જશો તો બધું બરાબર જ થશે.

પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ): જીવનસાથીનું વલણ મૂંઝવનારું હશે. શંકા-કુશંકા કરવાના બદલે ચોખવટ કરી લેવી. નોકરિયાતો ઑફિસમાં શ્રેષ્ઠ કામગીરી આપી શકશે. દિવસ મિશ્ર ફળદાયી. સાંજ સુધીમાં હળવાશ અનુભવશો.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2022 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK