કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હો તો એમાંથી બહાર નીકળવા માટેના નાના ઉપાયો શોધવાની કોશિશ કરજો. બૉસ કે ઉપરીઓ જોડે વાદવિવાદમાં ઊતરતા નહીં.
જીવનસુધાર માટે સૂચન : ભૂતકાળની કોઈ નકારાત્મક લાગણી હોય તો એને ભૂલીને સ્પષ્ટતા સાથે વ્યવહાર કરજો. બાળપણના અનુભવો કેવી રીતે તમારા આજના વિચારો અને વ્યવહારો પર અસર કરે છે એનો અભ્યાસ કરજો.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
જો તમે કોઈ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં હો તો સંવાદમાં સ્પષ્ટતા રાખજો. હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા જાતકોએ પોતાની વધુ કાળજી લેવી.
જીવનસુધાર માટે સૂચન : તમારે કોઈ નિર્ણય લેવાનો હોય અને શું કરવું એની ગમ પડતી ન હોય તો પોતાની ઇચ્છાઓને બરોબર સમજી લેજો. જે રસ્તો પસંદ કરો એમાં લાંબા ગાળે શું પરિણામ આવી શકે છે એનો વિચાર કરી લેજો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમે જે વચન પાળી શકવાના હો એ જ વચન આપજો. તમને ઑનલાઇન કે વૉટ્સઍપ પર જે જોવા-વાંચવા મળે એ બધું જ સાચું છે એવું માની લેતા નહીં.
જીવનસુધાર માટે સૂચન: સફળતા મળવાની ખાતરી ન હોય તો પણ દરેક કાર્યમાં ઉત્તમ કામ કરજો. લોકો તમને એમના નીચલા સ્તર સુધી લઈ જવાની કોશિશ કરી રહ્યા હોય તો પણ તમારે નૈતિકતાનાં ઉચ્ચ ધોરણો જાળવી રાખવાં.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
બોલતી વખતે સાચવજો. કોઈ પણ મીટિંગ કે વાટાઘાટ માટે પૂરતી સજ્જતા સાથે જજો. જબરા લોકો અને જેમની સાથે રહેવામાં માનસિક તાણ વર્તાતી હોય એવા લોકો સાથે રહેવાનું ટાળજો.
જીવનસુધાર માટે સૂચન : એકાંતવાસમાં સમય ગાળજો. પોતાના વિચારોથી ગભરાઈ જતા નહીં. કપરા સમયમાંથી પસાર થઈ રહેલા જાતકોએ પ્રોફેશનલ પાસેથી મદદ લેવી.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
પ્રૉપર્ટીને લગતી કોઈ પણ બાબતમાં તમને સારામાં સારી ડીલ મળે એની તકેદારી લેજો. સંબંધિત વિષયના નિષ્ણાત જે કહે એ સાંભળવું તમને ગમતું ન હોય તો પણ તેમની સલાહની અવગણના કરતા નહીં.
જીવનસુધાર માટે સૂચન: ઉતાવળે આંબા પાકે નહીં એ ઉક્તિને ધ્યાનમાં રાખીને ચાલજો. નવી સંભાવનાઓનાં દ્વાર એમના યોગ્ય સમયે જ તમારી સામે ઊઘડશે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લો એ પહેલાં એ જરૂરી છે કે તમારે પોતાની ઇચ્છાઓ બાબતે સ્પષ્ટતા રાખવી. ખર્ચ કરવાને બદલે રોકાણ કરવા પર લક્ષ આપજો.
જીવનસુધાર માટે સૂચન : તમને જરૂર લાગે ત્યારે કોઈ પણ પાસે મદદ માગવામાં સંકોચ કરતા નહીં. તમે બધું પર્ફેક્ટ કરવાની કોશિશમાં રહો છો, પરંતુ એવો પ્રયાસ કરતા નહીં. જે માર્ગદર્શન મળે એના પર વિશ્વાસ રાખીને ચાલજો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
દરેક સંદેશવ્યવહારમાં તરત પ્રત્યુત્તર આપજો અને કોઈ પણ બાંયધરી આપતાં પહેલાં પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા કરી લેજો. વ્યાયામ કરતી વખતે સાવધાન રહેજો, ઈજા થવાનું જોખમ છે.
જીવનસુધાર માટે સૂચન : સતત કંઈક શીખતા રહેવાની તૈયારી રાખશો તો કામ આસાન થઈ રહેશે. જીવન ઇચ્છા મુજબ ચાલતું રહે એમ ઇચ્છતા હો તો પોતાની ખૂબીઓનો ઉપયોગ કરજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જો તમે કોઈ બાબતે ચિડાઈ જતા હો એવી પરિસ્થિતિમાં ઘરમાં શાંતિ અને સુમેળ જાળવી રાખવાનો પ્રયાસ કરવો. કાનૂની બાબતોમાં સાવચેતી રાખજો અને ઝીણી બાબતો પર લક્ષ આપજો.
જીવનસુધાર માટે સૂચન : આ સારું છે અને આ ખરાબ છે એવી ગ્રંથિઓનો ત્યાગ કરજો, દરેક પરિસ્થિતિને બીજા લોકોની નજરે જોવાનો પ્રયાસ કરજો. દરેક વ્યક્તિ પોતાની રીતે કામગીરી કરતી હોય છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
ટીમમાં કામ કરતા હો તો કેવી રીતે કામ કરવું અને કામ લેવું એનું ધ્યાન રાખજો. કોઈને જાણ થાય નહીં એ રીતે કામ કરવા ઇચ્છતા હો તો એ સ્થિતિનો ઉપયોગ ગાજાવાજા કર્યા વગર કરજો.
જીવનસુધાર માટે સૂચન: તમારો ઉત્કર્ષ કરે એવા વિકલ્પોની પસંદગી કરજો. તમને જે જોઈતું હોય એ મેળવજો, એવું જરૂરી નથી કે એ માટે કોઈને નુકસાન કરવું કે મુશ્કેલીઓ ઊભી કરવી.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમે પોતાના નેટવર્કનો વિસ્તાર કરવા ઇચ્છતા હો અથવા એનો વધુ સારી રીતે ઉપયોગ કરવા ઇચ્છતા હો તો પોતાનાં લક્ષ્યો બાબતે સ્પષ્ટતા રાખજો. તમે જો કરજ ચૂકવી શકતા ન હો તો લોન લેવાનું ટાળજો.
જીવનસુધાર માટે સૂચન : લોકો પાસેથી મળતા માર્ગદર્શન અને તમારા અંતરાત્માના અવાજ પર ધ્યાન આપજો. તમને જે ફેરફાર લાવવાની જરૂર લાગતી હોય એ લાવ્યા વગર રહેવું નહીં.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનો હોય તો તમે અગાઉ જે ઉપાયો કરવાનું વિચાર્યું ન હોય એ જ ઉપાયો કરવા. પૂરતી ઊંઘ લેવાનું રાખજો.
જીવનસુધાર માટે સૂચન : પોતાના માટે સમય ફાળવજો. પોતાનું ધ્યાન રાખવાને સ્વાર્થીપણું કહેવાય નહીં. જો તમે પોતે થાકેલા કે નબળા હશો તો બીજાઓની મદદ કરી નહીં શકો એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા ધરાવતા હો તો જ કોઈ પણ વચન આપજો. જીવનશૈલીમાં તળિયાઝાટક ફેરફાર કરવા માગતા જાતકોએ હળવે હલેસે કામ લેવું.
જીવનસુધાર માટે સૂચન: હાલ જેનો કોઈ અર્થ નથી એવી દરેક વસ્તુનો ત્યાગ કરજો, પછી ભલે તમને સલામતીની લાગણી વર્તાતી હોવાને લીધે એને વળગી રહેવાનું મન થતું હોય.
જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...
કોઈ પણ મોટા ફેરફારો લાવતાં પહેલાં મજબૂત અને નક્કર પાયો રચવા માટે કામ કરજો. મર્યાદિત બજેટ ધરાવતા જાતકોએ બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવા પર ધ્યાન આપવું. જો તમે કારકિર્દીમાં ઉપલી પાયરી ચડવા ઇચ્છતા હો તો પોતાનાં સારાં પાસાં પર ધ્યાન આપવું અને સમયની સાથે તાલ મિલાવવો અને પોતાનાં કૌશલ્યને અપડેટ રાખવાં.
લિબ્રા જાતકો કેવા હોય છે?
લિબ્રા જાતકો મૂળ મુત્સદ્દી હોય છે. તેઓ શાંતિદૂત પ્રકારના હોય છે. તેમની ન્યાયપ્રિયતાને લીધે તેઓ બધાના મતભેદો દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. તેઓ બૌદ્ધિક હોય છે અને વાતોમાં ગૂંથનારા હોય છે. તેમનું મગજ ઘણું ઝડપથી કામ કરતું હોવાને કારણે તેઓ સમસ્યાઓનો હલ લાવવામાં પાવરધા હોય છે. તેમનામાં જન્મજાત લાલિત્ય હોય છે અને તેઓ જેને સુંદર ગણે છે એની આસપાસ રહેવાનું તેમને ગમે છે.