Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

22 January, 2023 07:26 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

જાણો કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

કોઈ પણ પરિસ્થિતિને સંભાળી લેવા માટેની જૂની અને નવી રીત વચ્ચે સંતુલન જાળવજો. જો સહેલાઈથી ચૂકવવાની ક્ષમતા હોય તો જ લોન લેજો.
જીવનસુધાર માટે સૂચન : જ્યારે કંઈ સૂઝે નહીં ત્યારે બે ઘડી થોભીને વિચાર કરી લેવો. પૂર્ણપણે શાંત થઈને શ્વાસ પર એકાગ્રતા સાધવી. એકલવાસમાં તમને શાંતિ અનુભવાશે.



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


ઑફલાઇન અને ઑનલાઇન બન્ને પ્રકારના સંદેશવ્યવહારમાં તરત જવાબ આપજો. નવું રોકાણ કરતાં પહેલાં લાંબા ગાળાનાં નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને પૂરેપૂરો અભ્યાસ કરી લીધા પછી જ આગળ વધજો.
જીવનસુધાર માટે સૂચન : જો તમે જૂની રીતભાત છોડશો તો જ કંઈક નવું થઈ શકશે. ભૂતકાળ ભૂલીને ભવિષ્ય પર નજર રાખો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


એકાગ્રતા રાખીને કામ કરજો અને જે કોઈ પરિસ્થિતિમાં હો એનો સારામાં સારો ઉપયોગ કરી લેજો. સહકર્મચારીઓ સાથેની વાતચીતમાં સાચવીને બોલજો.
જીવનસુધાર માટે સૂચન : જો તમે કોઈ બાબતે અટવાઈ ગયા હો તો થોડી વાર થોભીને પરિસ્થિતિનું પુનરાવલોકન કરી લેજો. ક્યારે પીછેહઠ કરવી અને દિશા બદલીને આગળ વધવું એ સમજવામાં જ શાણપણ છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

નજીકના સંબંધીઓને સાચવજો અને જેઓ અગત્યના હોય એવા લોકો માટે સમય ફાળવજો. નવાં રોકાણો કરવા માટે અને ભાવિ નાણાકીય લક્ષ્યો નક્કી કરવા માટે સાનુકૂળ સમય છે.
જીવનસુધાર માટે સૂચન : કોઈ પણ પરિસ્થિતિમાં સર્વાંગી વિચાર કરીને ક્ષિતિજોનો વિસ્તાર કરવો. લક્ષ્ય હંમેશાં ઊંચું રાખો. સ્વપ્નો સાકાર કરવાની દિશામાં સક્રિય થઈ જાઓ.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

સંબંધોને લગતા નિર્ણયો લેવાના હોય તો સાવચેતી રાખજો. સહકર્મચારીઓ કે ક્લાયન્ટ કોઈ વાતે તમારો ઉત્સાહ મોળો કરી જાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.
જીવનસુધાર માટે સૂચન : રગશિયા ગાડા જેવા જીવનમાંથી બહાર નીકળવા માટે ક્યારેક પડકારભરી સ્થિતિની જરૂર હોય છે. કોઈ પણ પરિસ્થિતિને નવી નજરે જોવામાં ડર રાખતા નહીં.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

મક્કમતા ટકાવી રાખજો. સહેલા વિકલ્પો પસંદ કરશો નહીં. હાલ પોતાનાં લાંબા અને ટૂંકા ગાળાનાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સાનુકૂળ સમય છે.
જીવનસુધાર માટે સૂચન : પોતાને મળેલા અધિકારોનો ઉપયોગ કરો અને જે સાચું છે એ જ કરો, પછી ભલે એ વિકલ્પ અઘરો લાગતો હોય. તમે પોતાને માનો છો એના કરતાં વધુ હિંમતવાન છો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જો તમે પરિસ્થિતિને ઝડપથી અને યોગ્ય રીતે હાથ નહીં ધરો તો એમાં વણસી જવાનું જોખમ છે. ક્લાયન્ટ્સ સાથેની વાતચીતમાં સાવધાની રાખજો, કારણ કે એમાં ગેરસમજ થઈ શકે છે.
જીવનસુધાર માટે સૂચન : શારીરિક અને માનસિક સ્વચ્છતા માટે સારો સમય છે. તમે કોઈ વાતે ઢીલ આપો એનો અર્થ એ નથી કે તમે ઢીલું મૂકી દીધું છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જો તમે વચન પાળવાનો આત્મવિશ્વાસ ધરાવતા હો તો જ વચન આપજો. સ્વયં રોજગાર કરનારાઓ માટે સારો સમય છે.
જીવનસુધાર માટે સૂચન : અંતરાત્માના અવાજને અનુસરજો અને પ્રામાણિકતાપૂર્વક મનોમંથન કરજો. જટિલ પરિસ્થિતિનો ઝીણવટપૂર્વક વિચાર કરીને તમે એમાંથી સહેલાઈથી બહાર નીકળી શકો છો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ખાસ કરીને કાનૂની દસ્તાવેજો સહિતની બાબતોમાં બારીકીપૂર્વક અભ્યાસ કરજો. જે સાચું અને યોગ્ય હોય એ જ કરજો, પછી ભલે એમાં થોડી મુશ્કેલી પડતી હોય.
જીવનસુધાર માટે સૂચન : કોઈ પણ પડકારને પહોંચી વળવા માટેની ક્ષમતા તમારી પાસે છે. માર્ગમાં આવતા અવરોધોને અવસર ગણજો, એનાથી ડગમગી જતા નહીં.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોના પર વિશ્વાસ રાખવો એની તમને ખબર હોવી જરૂરી છે. અંગત જીવનની વાતો જાહેરમાં કરતા નહીં. જો તમને લાંબા સમયની કોઈ બીમારી હોય તો એ વણસી શકે છે.
જીવનસુધાર માટે સૂચન : અગત્યની બાબતો પર પૂરેપૂરું ધ્યાન આપજો, બીજી બધી વાતો જતી કરજો. સંબંધોની બાબતે ઊંડા ઊતરીને વિચાર કરજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જો તમે કોઈ દ્વિધામાં સપડાઓ તો એમાંથી માર્ગ કાઢવામાં ડરતા નહીં. આર્થિક બાબતમાં ઉતાર-ચડાવ આવતા હોય તો ખર્ચની બાબતે સાવચેતી રાખજો.
જીવનસુધાર માટે સૂચન : અંતરાત્માના અવાજને સાંભળજો, પછી ભલે લોકો તમારી સાથે સહમત ન થતા હોય. પોતાની જાત સાથે પ્રામાણિક રહેજો. કહેલું કરવાની હિંમત કરજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

સંબંધોની બાબતે સમસ્યાઓ અનુભવતા હોય એમણે હળવે હલેસે કામ લેવું અને ધીરજ રાખવી. સંબંધો સાચવવા જે જરૂરી હોય એ કરવું. જો તમને હાઈ બ્લડ પ્રેશર કે હૃદયને લગતી તકલીફ હોય તો સાચવજો.
જીવનસુધાર માટે સૂચન : વર્તમાનમાં જીવવું અને માર્ગમાં જે આવે એનો સ્વીકાર કરતા જવું. મુશ્કેલ સમયમાં જ માણસ ઘડાતો હોય છે, એ યાદ રાખજો.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય: ભૂતકાળને ભૂલી જવાનો સભાન પ્રયાસ કરજો. જૂની વાતો અને એક જ પ્રકારની ઢબમાં તણાઈ જવાની વૃત્તિ છોડી દેજો. સતત કંઈક નવું શીખતા રહેવાના અને વ્યવસાયને લગતું કૌશલ્ય મેળવવાના રસ્તાઓ શોધજો. મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા લાભદાયક બાબતોનો ઉપયોગ કરજો. તમારા વર્તનની બીજાઓ પર શું અસર થાય છે એનો પણ વિચાર કરજો. પરિવાર અને મિત્રો સાથે સુમેળ જાળવી રાખજો.

ઍક્વેરિયસ જાતકો કેવાં હોય છે?: ઍક્વેરિયસ જાતકો મુક્ત વિચારવાળા અને બળવાખોર વૃત્તિના હોય છે. ક્યારેક તેઓ પોતાની ધૂન પ્રમાણે વર્તતા હોય છે. તેઓ સમયની આગળ રહેવાનો પ્રયાસ કરતા હોય છે. બધા લોકો એમના દૃષ્ટિકોણને સમજી શકતા નથી અર્થાત્ તેઓ કોઈ સમૂહમાં પણ બધાથી અલગ પડી જતા હોય છે. એમના માટે પોતાનું સ્વાતંત્ર્ય મહત્ત્વનું હોય છે. તેઓ આદર્શવાદી સ્થિતિમાં માનતા હોય છે. તેઓ કંઈક નવું કરવા માટે જાણીતા હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2023 07:26 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK