° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

19 June, 2022 08:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર સાપ્તાિહક રાશિ મનોરંજન

પ્રતીકાત્મક તસવીર

એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ): આજે આપ જોમ-જુસ્સાથી ઉભરાતા હશો. આ ઉત્‍સાહને કારણે આ૫ને જુદી-જુદી વસ્‍તુ ૫ર હાથ અજમાવવાનું મન થાય એવી શક્યતા છે, ૫ણ આપ ગણતરી બહારનું જોખમ ઉઠાવવા તૈયાર નહીં થાઓ.

ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે): આજનો દિવસ કોઈ પણ પ્રકારની ચિંતા વગરનો હશે, છતાં આપ બિનજરૂરી ચિંતા કરીને માનસિક તાણ અનુભવશો, એમ ગણેશજી કહે છે. ઘણાં કામ હાથ પર લેવાના કારણે આમ બની શકે છે.

જેમિની (૨૧ મેથી ૨૦ જૂન): આજે પરિવાર સાથે પ્રવાસ ૫ર જવાની ઇચ્‍છા વધુ તીવ્ર બનશે અને આપ પ્રવાસનું આયોજન કરશો. ગણેશજી માને છે કે આ સમયે પ્રવાસ એકદમ અનુકૂળ છે. આપ બજેટ મુજબ યોગ્ય આયોજન શકશો.

કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ): આજે આપ વ્યક્તિગત બાબતો કરતાં કારકિર્દીને વધુ પ્રાધાન્ય આપશો એમ ગણેશજી કહે છે. ઑફિસમાં ઉચ્ચ અધિકારીઓ આપના કામની પ્રસંશા કરશે. આપના પ્રયત્નોને સ્વજનો પણ પ્રોત્સાહન આપશે.

લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ): ક્રોધાવેશમાં આપની નિર્ણયશક્તિ કુંઠિત થઈ જવાથી આજે તમામ નિર્ણયો જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર પર છોડી દેવાની ગણેશજીની સલાહ છે. મહત્ત્વની મીટિંગોમાં વાટાઘાટો સારી રીતે થશે.

વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર): લોકો સાથે હળવામળવામાં આનંદ અનુભવતા આપને આજે એકાંતવાસમાં આનંદ આવશે. ગણેશજી આ વૃત્તિ ઝડ૫થી દૂર કરવાની સલાહ આપે છે, કારણ કે એ મનની સ્‍વસ્‍થતા માટે હાનિકારક છે.

લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર): આજે આપ અવનવી ટેક્નૉલૉજી વિશે જાણવાનો પ્રયત્ન કરશો. સમય મુજબ એનું જ્ઞાન મેળવવાનો ૫ણ પ્રયાસ કરશો. આજે આપ ઉચ્‍ચ અભ્‍યાસની ૫સંદગી વિશેનો અગત્યનો નિર્ણય લો એવી શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર): આજે આપને પિતા સાથે મતભેદ થવાની શક્યતા ગણેશજી જોઈ રહ્યા છે. આજે પરિવારના વડીલો સાથે વ્યર્થ ચર્ચા ટાળો એ સલાહ ભરેલું છે. આજે આપ વધુ પ્રમાણમાં ખર્ચ કરો એવી શક્યતા છે.

સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર): ગણેશજી આપને ખર્ચ પર સંયમ રાખી બચત કરવાની સલાહ આપે છે. તેઓ આપને ખુશ રાખવા ઇચ્‍છે છે. આપનો સમગ્ર દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે મનોરંજન અને મોજમજામાં ૫સાર થશે.

કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી): આપ ઉજ્જળ ભવિષ્ય માટે ઘણી યોજના ઘડશો, એને અમલમાં મૂકવા વિવિધ રસ્‍તા મળી રહેશે. આપની કાર્યક્ષમતાને આપનું કામ જ પ્રગટ કરશે. આપ ભવિષ્ય માટે એક વ્‍યૂહરચના ઘડી શકો છો.

એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી): આજે આપ અનુભવશો કે આપનું ખીસું હળવું થયું છે, બૅન્ક-બૅલૅન્‍સ ૫ણ ઘટ્યું છે, પણ ચિંતા કરવા જેવું નથી એમ ગણેશજી જણાવે છે, કારણ કે આકસ્મિક ધનલાભ થવાની શક્યતા દેખાય છે.

પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ): પૈસાનું જીવનમાં મહત્ત્વ પારખીને આપ આખો દિવસ આર્થિક બાબતો વિચારવામાં ૫સાર કરશો. ખર્ચની ચિંતા ઓછી રહેશે, ૫રંતુ બધાના કલ્‍યાણ અને શ્રેય વિશેના વિચારો આપના મનમાં ઘુમરાયા કરશે.

19 June, 2022 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સામે ચાલીને કામાતુર સ્ત્રીથી બચવું અત્યંત કઠિન કામ છે

રાજા પ્રતીપ ચોંકી ગયા : અરે, આ શું? આ રૂપાળી સ્ત્રી એકદમ આવીને આ રીતે મારી સાથે કેવી રીતે વર્તી શકે? 

03 July, 2022 09:43 IST | Mumbai | Swami Satchidananda
એસ્ટ્રોલૉજી

માત્ર ગુલદસ્તો જ નહીં, એ આપનારાને પણ જુઓ

જીવનમાં પરમાત્માની દૃષ્ટિ અપનાવો અને જીવનનો સાક્ષાત્કાર કરો

30 June, 2022 12:53 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

સામેનો તો પાષાણ પથ્થર ને આપણે જાણે કોમળ ફૂલ

સામાને ‘અક્કલનો ઓથમીર’ માનતા આપણે જાતને તો ‘બુદ્ધિનો બેતાજ બાદશાહ’ જ માનીએ છીએ. સામાને ‘પથ્થર’ શબ્દથી નવાજતા આપણે આપણી જાતની ગણના તો ‘ફૂલ’માં જ કરતા હોઈએ છીએ.

27 June, 2022 11:32 IST | Mumbai | Swami Satchidananda

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK