° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

18 July, 2021 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વાત કરવાની સારી આવડતના કારણે દરેક વ્‍યક્તિ સાથે સારા સંબંધ જાળવી શકશો. સંબંધ બગડ્યા હશે તો સુધારો થાય.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

એરિઝ : આપની વાકછટાની પ્રશંસા થશે. જાહેરસભાઓમાં વકતવ્‍ય અસરકારક રહેશે. વાત કરવાની સારી આવડતના કારણે દરેક વ્‍યક્તિ સાથે સારા સંબંધ જાળવી શકશો. સંબંધ બગડ્યા હશે તો સુધારો થાય.
ટૉરસ : દિવસ અનુકૂળ ન હોવાથી સંઘર્ષમાં ન ઉતરવાની સલાહ. ઘર્ષણમાં ઊતરશો તો ૫રાજય, દુશ્‍મનો પ્રતિષ્‍ઠાને હાનિ ૫હોંચાડવાનો પ્રયાસ કરે. દિવસ તરફેણમાં ન હોવાથી સાવધ અને સભાન રહેવું.
જેમિની : ગમતી પ્રવૃત્તિઓમાં દિવસ ૫સાર કરશો. જરૂરિયાતવાળા લોકોને સહાય કરવાનું વિચારશો. મદદરૂ૫ અને કાળજી લેવાના સ્‍વભાવને કારણે પ્રશંસાપાત્ર બનશો. આનંદની લાગણી અનુભવશો.
કેન્સર : વ્‍યાવસાયિક ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય લો. નોકરીમાં સ્થાન પરિવર્તન, પદોન્નતિ કે ૫ગાર વધારાની અપેક્ષા, જવાબદારીઓમાં ૫ણ વધારો થાય. નવી નોકરી મેળવી શકો. લોભામણી ઑફર નકારી નહીં શકો.
લિઓ : નાણાંની બાબતમાં બેધ્યાન રહેશો તો ખર્ચ થવાનો સંભવ છે. ૫રફયુમ, આભૂષણો જેવી મોજશોખની વસ્‍તુઓ ખરીદવાની ઇચ્‍છા થશે. વિજાતીય પાત્રોને આકર્ષિત કરી શકશો. નમ્ર થઈને રહેવું.
વર્ગો : અસંભવિત કામ હાથ ધરશો અને તેમાં સફળતા ૫ણ મેળવશો. આપને આજે લોકોના જમેલાથી દૂર એકાંતમાં રહેવું વધારે ગમશે. આપ દુનિયાથી દૂર ફેંકાઈ ગયા હો તેવું અનુભવશો.
લિબ્રા : દેખાવ વધારે આકર્ષક બનશે. તે માટેના પ્રયત્નો વધારશો, બ્‍યુટીપાર્લરમાં પણ જશો. સૌંદર્ય માવજતને જ મહત્ત્વ આપશો તેના કારણે બીજી વાતો આપના માટે ગૌણ બની જશે તેમ ગણેશજી કહે છે.
સ્કૉર્પિયો : રોમાંચક-સાહસભર્યા દિવસે જિંદગીના ૫ડકારોને ઝીલી લેવા માટે તૈયાર રહેશો. આર્થિક રીતે દિવસ લાભદાયી. આવકના સ્રોત વધશે. સ્‍વજનો સાથેના સંબંધમાં કડવાશ દૂર કરવા પ્રયાસ કરશો.
સેજિટેરિયસ : લાંબા પ્રવાસે જવાની યોજના ઘડશો. હિલ સ્ટેશન કે દરિયાકિનારાના ૫ર્યટન સ્‍થળની મુલાકાત આપની અંદર શક્તિનો સંચાર કરશે. ગણેશજી આપને શુભ પ્રવાસ ઇચ્‍છે છે.
કેપ્રિકોર્ન : સંપર્ક વધારવા પ્રયત્‍નશીલ બનશો, લોકોની મુલાકાત પણ લેશો. વિવિધ સ્‍થળોએ ફરીને ત્યાંની સંસ્‍કૃતિ વિશે જાણવાનું ગમશે. આજનો દિવસ ઘણો સારો અને રસપ્રદ રહેશે.
એક્વેરિયસ : વિજાતીય પાત્ર વધુ આકર્ષશે. તેમનો સાથ-સંબંધ ગમશે, કાયમી સંબંધ બાંધી શકશો. વ્‍યાવસાયિક ક્ષેત્રે, વિષયના વિગતવાર અભ્‍યાસ ૫ર આધારિત નવી ઘટનાઓ બનવાનો સંભવ છે.
પાઇસિસ : કોશિશ કરવા છતાં કામ ના થાય. સંજોગો, ગ્રહો અનુકૂળ હશે તો શક્ય બનશે. પ્રયાસ છોડી થતું હોય તેમ થવા દો, જતું કરવાની ભાવના આવશે ૫રંતુ હકનું છીનવી ન જાય તેનું ધ્‍યાન રાખવું.

18 July, 2021 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

કરોડો રૂપિયા કરતાં પણ જૂઠાણાંનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાને ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો, જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર આવ્યું. તેમણે મારી સામે કેસ કર્યો. મેં વકીલ તો રોક્યો, પણ તેણે મને સલાહ આપી કે હું જે સલાહ આપું એ રીતે જ વર્તજો

27 July, 2021 06:30 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

25 July, 2021 08:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

ઉપકારમાંથી અહંકાર નીકળે ત્યારે એનું નામ કરુણા થઈ જાય

બીજાના દુઃખને જોઈને માણસ કૂદી પડે કે જેટલું મારા વશમાં હોય એટલું તો હું કરું, એટલી જવાબદારી તો હું લઉં અને એવું કરીને હું તેને સુખી કરું એ જે ભાવ છે એ કરુણા છે.

22 July, 2021 01:47 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK