Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

16 June, 2024 07:30 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


તમારી ધારણા પ્રમાણેની ન લાગે તો પણ કામની હોય એવી તકોને ઓળખી કાઢવા માટે બારીક નજર રાખજો. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે સમય સાનુકૂળ નથી.
સંબંધો સાચવવા માટે સલાહ : તમને કોઈ ગપગોળા સાંભળવા મળે તો એમાં મોટા ભાગે અતિશયોક્તિ કે બદઇરાદા હોઈ શકે છે. આથી એનાથી ભોળવાઈ જતા નહીં. પરિવારની વરિષ્ઠ વ્યક્તિને થોડી વધુ સાચવવાની જરૂર છે.    ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કોઈ પણ દસ્તાવેજ, ઈમેઇલ કે સંદેશ મોકલતાં પહેલાં બારીકીપૂર્વક તપાસી લેજો. નિયમિત વ્યાયામ કરતા હો તો પણ એમાં અતિરેક કરતા નહીં, કારણ કે ઈજા થવાનું જોખમ છે.
સંબંધો સાચવવા માટે સલાહ : તમારા ઉત્સાહમાં ઉમેરો કરે એવા લોકો સાથે જ સમય ગાળવો. જો પ્રિયજનો તમારા તરફ દુર્લક્ષ કરતા હોય કે પછી અન્યાયી વ્યવહાર કરતા હોય તો તમારે તેમની પાસેથી રખાયેલી અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા રાખવી.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


પ્રૉપર્ટીને લગતી બાબતોમાં સાવચેતીપૂર્વક વર્તજો; ખાસ કરીને એવી સ્થિતિમાં, જેમાં કોઈ વ્યક્તિ ગેરવાજબી વ્યવહાર કરતી હોય. તબિયત પર ધ્યાન આપજો.
સંબંધો સાચવવા માટે સલાહ : તમારી આદતોમાં નાના ફેરફારો કરશો તો પણ એકંદરે આરોગ્ય સુધરશે. જેમને શ્વસનતંત્રની બીમારીઓ રહેતી હોય તેમણે થોડી વધુ સાવધાની રાખવી.   

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કામના સ્થળે ઉત્કૃષ્ટ કામગીરી કરવા પર લક્ષ આપવું અને સાથે-સાથે નવું શીખતા જવું. તમે કોઈ વૈકલ્પિક ચિકિત્સાપદ્ધતિનો ઉપયોગ કરવા માગતા હો તો એના વિશે પહેલાં પૂરેપૂરી માહિતી મેળવી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ : લોકો જે કહે છે એના પર નહીં, પરંતુ જે કરે છે એના પર ધ્યાન આપજો. તમારી પાસે પૂરેપૂરી અને ચોક્કસ માહિતી ન હોય ત્યાં સુધી કોઈની સાથે ઘર્ષણમાં ઊતરતા નહીં. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જરૂર પડ્યે પોતાના દૃષ્ટિકોણમાં ફેરફાર કરવાની તૈયારી રાખજો અને જૂની આદતોમાં અટવાઈ જતા નહીં. બૉસ અને ઉપરીઓ જોડેના વ્યવહારમાં સાચવજો.
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધોમાં ત્રિભેટે ઊભેલા જાતકોએ લાગણીઓમાં વહી જઈને નિર્ણય લેવો નહીં. સંવાદમાં સ્પષ્ટતા રાખજો. મિત્ર કે સંબંધી સાથેની ગેરસમજને તત્કાળ દૂર કરી દેજો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારા પર રાબેતા મુજબ કરતાં વધુ કામનો બોજ હોય તો ટાઇમ મૅનેજમેન્ટ કરવું રહ્યું. જીવનશૈલીમાં ફેરફાર કરતાં પહેલાં સંશોધન કરવું અને અતિરેક કરવાનું ટાળવું.
સંબંધો સાચવવા માટે સલાહ : ઘરકામ કરનારાઓ પ્રત્યે ચીડ ચડતી હોય તો ધીરજ રાખવી જરૂરી છે. લોકો અમુક પ્રકારનું વર્તન શું કામ કરે છે એ સમજવાનો પ્રયાસ કરશો તો તમે પરિસ્થિતિને વધુ સારી રીતે સાચવી શકશો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમારા કામકાજમાં ક્યાંય અજંપો વર્તાય તો પરિસ્થિતિને સાચવી લેજો. નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લેવાના રહેશે. તમને ચૂકવવામાં તકલીફ પડે એટલું બધું કરજ લેવું નહીં. 
સંબંધો સાચવવા માટે સલાહ: પારિવારિક કૂથલીઓ અને નાટકવેડાથી શક્ય એટલું દૂર રહેવું. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ જોડેના સંવાદમાં ગેરસમજ થઈ જાય તો છેલ્લી પાટલીએ બેસી જતા નહીં. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પણ પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપતાં પહેલાં વિચાર કરી લેજો અને જવાબદારીપૂર્વક વર્તજો. તમારા મનગમતા શોખ માટે સમય ફાળવજો. એમાં તમારે પર્ફેક્ટ બનવાની જરૂર નથી એટલું યાદ રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ : કોની સામે મન મોકળું કરવું એનો નિર્ણય સમજદારીપૂર્વક લેજો. લોકોને જેટલી માહિતી આપવાની જરૂર હોય એટલી જ આપજો. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કંપનીના શિષ્ટાચારની વિરુદ્ધ ગયા વગર તમે પોતાની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકો છો એનો વિચાર કરજો. રોકાણના પોર્ટફોલિયોની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે.
સંબંધો સાચવવા માટે સલાહ: સંવાદમાં સ્પષ્ટતા રાખવી અને કોઈ પણ કૉલ કે સંદેશનો તત્કાળ જવાબ આપવો. ખટપટિયા ન હોય એવા મિત્રો સાથે સમય ગાળજો.   

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો પહેલાં સામે રહેલા તમામ વિકલ્પો ચકાસી લેવા. સ્વયં રોજગાર કરનારાઓ અને વ્યવસાયીઓ માટે સારો સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : જેમની સાથે તમને ફાવતું હોય એવા પરિવારજનો સાથેના વ્યવહારમાં પણ તમારે નમ્રતા રાખવી જરૂરી છે. જો કોઈની સગાઈ થઈ ગઈ હોય તો વહેલી તકે લગ્નની તારીખ નક્કી કરી લેવી.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જો પરિસ્થિતિ બદલવાની ઇચ્છા રાખતા હો તો કોચલામાંથી બહાર આવો અને ક્ષિતિજનો વિસ્તાર કરો. તમારા માટે સારી ન હોય એવી આદતનો ત્યાગ કરવા માટે સમય સાનુકૂળ છે.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય તમને ખરેખર શું જોઈએ છે અને એનું પરિણામ શું આવી શકે એના વિશે સ્પષ્ટતા રાખીને લેજો. પરિવારના વૃદ્ધ લોકો સાથે ઉષ્માપૂર્ણ સંબંધ રાખજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં ભૂતકાળના અનુભવનો ઉપયોગ કરી લેવો. જો બૉસ સાથે મતમતાંતર હોય તો કામના સમયે તમારા અહમને વચ્ચે લાવતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા રાખવી, પરંતુ એની અભિવ્યક્તિ યોગ્ય રીતે થાય એની કાળજી રાખવી. હંમેશાં વિશ્વાસુ મિત્રની સલાહ લેવી. એ ખૂબ જ મૂલ્યવાન બની રહેશે. 

જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...

એક પછી એક પડકારરૂપ ઘટના બનતી જતી હોય તો કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને એનો સામનો કરજો. સામે આવેલી તકોનો મહત્તમ ઉપયોગ કરી લેજો, પછી ભલે એમાંથી કોઈ તક નાની હોય. વાટાઘાટના માર્ગ પર આગળ વધજો અને પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા રાખજો. જો ઘણા વખતથી આરોગ્યની તપાસ કરાવી ન હોય તો કરાવી લેજો.

કૅન્સરના જાતકો વિશે જાણવા જેવું બધું

કૅન્સરના જાતકો સંવેદનશીલ અને માયાળુ હોય છે. તેમની સ્વયં-સ્ફુરણા પણ સતેજ હોય છે. તેઓ પોતાના પ્રિયજનો પ્રત્યે ખૂબ જ વફાદાર હોય છે અને તેમના બચાવમાં સમગ્ર શક્તિ લગાવી દેતા હોય છે. તેમના માટે ઘર-પરિવાર ઘણું મહત્ત્વ ધરાવે છે. તેમને બીજી બધી વસ્તુઓ કરતાં સ્થિરતા વધારે ગમતી હોય છે. તેઓ મોહક વ્યક્તિત્વ ધરાવતા હોવાથી પોતે ઇચ્છે તેની સાથે તેમને ફાવી જતું હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 07:30 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK