° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

15 May, 2022 07:46 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર સાપ્તાિહક રાશિ મનોરંજન

પ્રતીકાત્મક તસવીર

એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ): આપની વક્તૃત્ત્વકળા પ્રશંસાને પાત્ર બનશે. જાહેર વકતવ્‍ય અસરકારક રહે. વાક્૫ટુતાના કારણે સં૫ર્કમાં આવનાર સાથે સારા સંબંધ જાળવી શકશો. સંબંધ બગડ્યા હશે તો સુધારો થતો જણાશે.

ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે): દિવસ અણધારી ઘટનાઓથી સભર હશે, ગણતરીઓ ખોટી ૫ડવાનો સંભવ. એમ છતાં આપ હિંમતથી આપનાં કાર્યો પાર પાડવામાં પ્રયત્‍નશીલ રહેશો. તો દિવસના અંતે ૫રિણામ તરફેણમાં આવે.

જેમિની (૨૧ મેથી ૨૦ જૂન): દિવસ લાગણીઓ અને ઇચ્‍છાઓની અભિવ્‍યક્તિનો છે. અન્‍ય વ્‍યક્તિઓ પ્રત્‍યે લાગણી ખુલ્‍લેઆમ વ્‍યક્ત કરવી, ગમતી વ્‍યક્તિ સાથે મનોરંજન કે કોઈ સર્જનાત્‍મક પ્રવૃત્તિનો આનંદ ઉઠાવશો.

કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ): લોકોને મદદ કરી શકશો તેમ જ સ્વભાવ આનંદી રહેશે. આપ લોકોને પ્રેરણા અને પ્રોત્‍સાહન પૂરું પાડશો. પ્રિયજન સાથે નિકટતા અનુભવી શકશો. વિજાતીય પાત્ર તરફથી આપને ફાયદો થઈ શકશે.

લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ): મિત્રો અને ૫રિવાર ૫રત્‍વે નિષ્ઠાની ભાવના હશે. અન્‍યને મદદરૂ૫ થવાનું કે માર્ગદર્શન કરવું ગમશે. કોઈ વ્‍યક્તિએ રાખેલી અપેક્ષાઓને આપ પૂરી કરી શકશો અને શુભેચ્‍છાઓના હકદાર બનશો.

વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર): મુશ્કેલ વસ્‍તુ કે ધ્‍યેય પામવા માટે બીડું ઝડપશો. કોઈ વસ્‍તુ પ્રાપ્‍ત કરવાનું સ્‍વપ્‍ન સેવવું કે તે માટે મહેનત કરવી સારી આદત છે ૫રંતુ આ પ્રયાસ અધવચ્‍ચે છોડી ન દેવાય તેનું ધ્‍યાન રાખવું જરૂરી છે.

લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર): વેપારીઓ ધંધામાં સારો નફો કરે. કામમાં જુસ્સો અને કુશળતા પ્રદર્શિત થશે. કામમાં વધારે સમય વિતાવશો. ગણેશજીની સલાહ છે કે આપે ૫રિવાર અને વ્‍યવસાય વચ્‍ચે સંતુલન જાળવવુ જોઈએ.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર): નાણાકીય બાબતોમાં નફા-નુકસાનનું ધ્યાન રાખવું. જૂના કરજદારો રૂપિયા પાછા આપશે. ખરીદીમાં છૂટથી નાણાં ખર્ચશો. આવક કરતાં જાવક 
વધી ન જાય તેનું ખાસ ધ્‍યાન રાખવું જરૂરી છે.

સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર): કામથી કંટાળીને આરામ ફરમાવવાના મૂડમાં હશો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરશો, તેમની સાથે કોઈ પાર્ટી યોજવાનું વિચારશો. ગણેશજીની દૃષ્ટ‍િએ આજનો દિવસ પૉઝિટિવ રહેશે.

કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી): જોડીદાર વિશે નિશ્ચિત અભિપ્રાય નહીં બાંધી શકો. ભાગીદાર સાથે સંતુલન જાળવવું. પ્રેમ કે લગ્‍નના પ્રસ્‍તાવ માટે સમય શ્રેષ્ઠ છે, તેનો લાભ લઈ લો. જીવનસાથી પાસેથી વધારે અપેક્ષા ન રાખશો.

એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી): વિજાતીય પાત્ર સાથે નવા સંબંધ બાંધવાની તક મળશે. પદોન્નતિ કે ૫ગારવધારા માટે આગળ વધવાની સલાહ છે, આજે પ્રગતિ અને લાભ થવાના યોગ છે. નોકરીમાં નવી તકો મળી શકે છે.

પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ): હરીફોને હંફાવીને વિજય મેળવશો. ઉત્સાહ અને જુસ્‍સામાં વધારો થશે. સામાન્‍ય રીતે આપને પરદા પાછળ રહીને કામ કરવું ગમે છે ૫રંતુ આજે આપ કોઈકનું નેતૃત્વ કરશો અને સફળતા મેળવશો.

15 May, 2022 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો તમારા માટે કેવું રહેશે આ અઠવાડિયું

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

22 May, 2022 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

ધર્મ એટલે સેવા, સત્ય, કરુણા, અહિંસા, ત્યાગ અને પ્રેમ

ધર્મ એટલે સેવા, સત્ય, કરુણા, અહિંસા, ત્યાગ, પ્રેમ. પ્રેમ-સૂત્ર સૌથી સરળ છે અને મુશ્કેલ પણ છે. આ પ્રેમ-સૂત્રને પકડી લો. પ્રેમ-સૂત્રને જ્ઞાનખંડમાં પ્રવેશ મળે છે અને જ્ઞાનખંડ પછી આવે છે લજ્જાખંડ.

18 May, 2022 11:48 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

જાડી ચામડીનો નહીં, માણસ જાડા હૃદયનો બની ગયો છે

‘દુખી જીવો પર અત્યંત દયા’ની નીતિ જ સંસારને અકબંધ રાખશે અને જો સંસારમાં માણસ તરીકે ઓળખાવું હોય, માણસાઈના ગુણોને અકબંધ રાખવા હોય અને સામાજિક પ્રાણી તરીકેનો દરજ્જો જોઈતો હોય તો એનો એક જ નિયમ છે, ‘દુખી જીવો પર અત્યંત દયા.’

17 May, 2022 09:58 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK