° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


સત્યના સંદર્ભે ગીતાકાર પાંચ મૂલ્યવાન સૂત્રો આપે છે

17 June, 2021 11:22 AM IST | Mumbai | Morari Bapu

સત્ય શાસ્ત્ર છે, એનો શસ્ત્રની માફક ઉપયોગ ન થઈ શકે, કારણ કે સંબંધને સ્થાપે એ સત્ય છે, સંબંધને કાપે એ સત્ય નથી

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો

શ્રીમદ ભગવદ્ગીતાના દસમા અધ્યાયના ચોથા શ્લોકમાં પ્રથમ વાર, પછી સોળમા અધ્યાયના બીજા શ્લોકમાં બીજી વાર સત્ય શબ્દનો ઉપયોગ કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ સોળમા અધ્યાયમાં જ સાતમા શ્લોકમાં ત્રીજી વાર સત્ય શબ્દનો પ્રયોગ કરે છે, પણ આ વખતે ગીતાકાર કહે છે કે જે આસુરી જનો છે તેઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણતા નથી અને એથી તેમની પાસે સદાચાર નથી, પવિત્રતા નથી અને સદાચાર તથા પવિત્રતા ન હોવાથી સત્ય પણ નથી. જે માણસને જીવનમાં શું કરવું અને શું ન કરવું એનું ભાન નથી તેની પાસે સદાચાર નથી, પવિત્રતા નથી અને સત્ય પણ નથી.
ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીના સત્તરમા અધ્યાયના પંદરમા શ્લોકમાં સત્ય શબ્દનો ચોથી વાર પ્રયોગ કર્યો છે. અહીં ભગવાને કહ્યું કે જે વક્તાની વાણીમાં પાંચ તત્ત્વ હોય; એક તો ઉદ્વેગ ન હોય, સત્ય હોય, હિતકારી હોય, પ્રિય હોય અને સ્વાધ્યાયનો અભ્યાસ જોવા મળે તો માનવું કે તેણે વાણીનું તપ કર્યું છે. વક્તાના ચાર દોષ ગણવામાં આવ્યા છે, એમાં એક દોષ અપ્રિય વાણીનો પણ છે. વક્તાની વાણીથી કોઈ ઉદ્વેગ થાય તો એ વાણીનો દોષ માનવો, માટે સત્ય પણ અપ્રિય હોય તો રજૂ કરવું નહીં, એવું મનીષીઓ માને છે. સત્ય શાસ્ત્ર છે, એનો શસ્ત્રની માફક ઉપયોગ ન થઈ શકે, કારણ કે સંબંધને સ્થાપે એ સત્ય છે, સંબંધને કાપે એ સત્ય નથી એથી ગીતાકારે ચોથી વાર સત્યને વાણીના તપ સ્વરૂપે રજૂ કર્યું છે.
છેલ્લે અઢારમા અધ્યાયના પાંસઠમા શ્લોકમાં ભગવાન પાંચમી વખત સત્ય શબ્દનો ઉચ્ચાર કરે છે.
ભગવાન કહે છે કે જે ભક્ત મને પોતાનું મન આપશે અને મારી ભક્તિ કરશે તે મને અતિપ્રિય હોવાથી મને પામશે એવી મારી સત્યપ્રતિજ્ઞા છે. અહીં સત્યને પ્રતિજ્ઞા સ્વરૂપે, વચનના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. આમ ગીતાકાર સત્યના સંદર્ભે આપણને પાંચ મૂલ્યવાન સૂત્રો આપે છે. એક, સત્ય માનવીનો સ્થાયી ભાવ બને, પણ અહંકાર ન થવો જોઈએ. બે, સજ્જન માણસનો સદ્ગુણ સત્ય છે. ત્રણ, જીવનમાં શું કરવું અને શું ન કરવું એનું ભાન રહે એ જીવનનું સત્ય છે. ચાર, કોઈને દુઃખ થાય એવું ક્યારેય બોલવું નહીં જેથી વાણીનું તપ જળવાઈ રહે. પાંચ, માનવીની પ્રતિજ્ઞાનું સત્ય સચવાઈ રહેવું જોઈએ. આ સત્યનાં સૂત્રો છે અને આ પાંચ મૂલ્યવાન સૂત્રોને જીવનમાં ઉતારવાનાં છે. સત્ય આડે અવરોધો છે, જેની વાતો કરીશું આપણે હવે પછી, પણ એક વાત યાદ રાખજો કે સત્તા ટેમ્પરરી છે, સત્ય પર્મનન્ટ છે.

 સત્ય શાસ્ત્ર છે, એનો શસ્ત્રની માફક ઉપયોગ ન થઈ શકે, કારણ કે સંબંધને સ્થાપે એ સત્ય છે, સંબંધને કાપે એ સત્ય નથી

17 June, 2021 11:22 AM IST | Mumbai | Morari Bapu

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

કરોડો રૂપિયા કરતાં પણ જૂઠાણાંનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાને ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો, જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર આવ્યું. તેમણે મારી સામે કેસ કર્યો. મેં વકીલ તો રોક્યો, પણ તેણે મને સલાહ આપી કે હું જે સલાહ આપું એ રીતે જ વર્તજો

27 July, 2021 06:30 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

25 July, 2021 08:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

ઉપકારમાંથી અહંકાર નીકળે ત્યારે એનું નામ કરુણા થઈ જાય

બીજાના દુઃખને જોઈને માણસ કૂદી પડે કે જેટલું મારા વશમાં હોય એટલું તો હું કરું, એટલી જવાબદારી તો હું લઉં અને એવું કરીને હું તેને સુખી કરું એ જે ભાવ છે એ કરુણા છે.

22 July, 2021 01:47 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK