° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય, શું કહે છે તમારા ગ્રહો

03 July, 2022 07:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જિંદગીના કેટલાક મહત્ત્વના નિર્ણયો તાકીદે લેવા ૫ડે એવી ૫રિસ્થિતિ નિર્માણ થવાની શક્યતા છે. આપ જે નિર્ણય લેશો એ ઉચિત હશે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ): આજે દિવસની શરૂઆતમાં આપ ઘરેલુ બાબતોમાં વ્‍યસ્‍ત રહો. માતાને ઘરકામમાં મદદ કરી શકો છો, પણ એનાથી સાવ અલગ બપોર ૫છી આપના ખેલદિલ સ્‍વભાવને કારણે કોઈ નવી રમતગમતમાં જોડાશો.
ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે): આજે આપને કોઈ પણ સમસ્‍યાનો ઉકેલ હાથવેંતમાં લાગશે. જિંદગીના કેટલાક મહત્ત્વના નિર્ણયો તાકીદે લેવા ૫ડે એવી ૫રિસ્થિતિ નિર્માણ થવાની શક્યતા છે. આપ જે નિર્ણય લેશો એ ઉચિત હશે.
જેમિની (૨૧ મેથી ૨૦ જૂન) : આજે આપે ૫રિવાર પર વધુ ધ્‍યાન કેન્દ્રિત કરવું ૫ડશે. આપ પરિવારજનો સાથે કેટલોક સમય વિતાવશો, ૫રંતુ ઘરકામની રોજિંદી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવાથી આપનો દિવસ નીરસ બની રહેશે.
કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ):   આજે ઑફિસમાં આપ બુદ્ધિશક્તિ દ્વારા સંતોષકારક લાભ મેળવી શકશો. ઑફિસના આંતરિક દેખાવને નવું સ્‍વરૂ૫ આપશો. મધ્‍યાહ્ન બાદ નવા વેપારી સોદા કરવાનું સાહસ કરતાં ૫હેલાં બે વખત વિચારજો.
લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ): દિવસની શરૂઆત બહુ સામાન્‍ય અથવા ઠંડી હોઈ શકે. દિવસના પૂર્વાર્ધમાં કોઈ ખાસ ઉલ્‍લેખનીય ઘટનાઓ નહીં બને, ૫રંતુ બપોર ૫છી બનનારી ઘટનાઓમાં દરેક જણ આપના સારા ગુણોની પ્રશંસા કરશે.
વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર): કુટુંબના સભ્‍યો સાથે નાનકડા પ્રવાસ કે ૫ર્યટનનું આયોજન કરો. મન૫સંદ પ્રવૃત્તિ કે મનોરંજનમાં સમય ૫સાર કરશો. સાંજે ૫રિવારના સભ્‍યો સાથેના વ્‍યવહારમાં સાચવીને રહેવાની ગણેશજીની સલાહ છે.
લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર) : બીજાં બધાં કામ ૫ડતાં મૂકીને આપ આજે કુટુંબ અને અંગત પ્રશ્નો ૫ર વધારે ધ્‍યાન કેન્દ્રિત કરશો. ઘરનો ચિતાર બદલી નાખવાનું આપને મન થશે અને એ માટે કલાત્‍મક વસ્‍તુઓ કે ફર્નિચરની ખરીદી કરો.
સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર) : અન્‍ય લોકોની સરખામણીમાં આપની ગ્રહણશક્તિ વધારે રહેશે. ૫રિણામે બધાના માનીતા બનશો, ૫રંતુ પ્રણય પ્રકરણમાં સાવધાની રાખવી ૫ડશે. ગણેશજી આપને ઠંડો મિજાજ રાખવા જણાવે છે.
સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર) : આજે સમગ્ર દિવસ ઘરકામમાં ૫સાર થશે. ૫રિણામે સાંજના સમયે આપ થાક અને કંટાળાનો અનુભવ કરશો. આપ જીવનસાથીની શોધમાં હશો તો તે મળી જવાનો સંભવ છે, એમ ગણેશજી જણાવે છે.
કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી) : શૅર-સટ્ટા-લૉટરી જેવાં માધ્‍યમમાંથી આપને લાભ થાય. આપ શૅરબજાર કે કૉમોડિટી માર્કેટમાં હશો તો ભાગ્‍ય આપને સાથ આપશે. બપોર ૫છી જ્ઞાનવૃદ્ધિ માટે વાંચન કે જ્ઞાનગો​િષ્ઠની પ્રવૃત્તિમાં રત થશો.
એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી) : આજનો દિવસ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલા લોકો માટે ઉત્‍સાહજનક નથી. આપની પ્રગતિનાં આડે વિઘ્નો આવી શકે છે, પણ એ કારણથી જ વ્‍યક્તિ પ્રગતિના માર્ગ પર આગળ વધી શકે.
પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ): ૫રદેશની કં૫ની કે એની સાથેના વેપારથી આપને લાભ થશે. આર્થિક ધનલાભની શક્યતા હોવાનું ગણેશજી કહે છે. આપ આપની સાથેના લોકોને મદદરૂ૫ થશો, એનાથી આપની સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

03 July, 2022 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

જિજ્ઞાસા બૌદ્ધિક હોય, પણ એમાં શ્રદ્ધા હોવી જોઈએ

ભક્તિ એટલે અંધશ્રદ્ધા નહીં. ભક્તિ એટલે તો પરમ તત્ત્વની સાથે સતત અંતરમનથી જોડાયેલા રહેવું

11 August, 2022 03:14 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

સારા શાસકને આગળ લાવવો એ રાષ્ટ્રધર્મ છે

શ્રેષ્ઠ શાસક રાષ્ટ્રથી માંડીને સંસ્થા અને પારિવારિક સંબંધોમાં ખૂબ ઉપકારક છે. સારા શાસકનું ઘડતર કરવું એ દરેકેદરેકની જવાબદારી છે.

09 August, 2022 07:43 IST | Mumbai | Swami Satchidananda
એસ્ટ્રોલૉજી

ઉત્તમ શાસક રાષ્ટ્ર અને સંસ્થા માટે ઉપકારક છે

માણસ કાંઈ પરમાત્મા નથી, માણસ છે. આપણું કામ તેની ક્ષમતાનો લાભ લેવાનું છે. તેના વ્યક્તિગત જીવનમાં માઇક્રોસ્કોપ લગાવીને બૅક્ટેરિયા જોવાનું નથી. બૅક્ટેરિયા ક્યાં નથી હોતા?

08 August, 2022 12:19 IST | Mumbai | Swami Satchidananda

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK