° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય, શું કહે છે તમારા ગ્રહો

20 June, 2021 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સ્‍નેહીજનનું આગમન થવાની શક્યતા છે. અતિથિના આદરસત્કાર માટે સજાવટ અને પૂર્વ તૈયારીઓ કરશો, બપોર ૫છીનો સમય પ્રિયપાત્ર સાથે પસાર કરશો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : મોસાળમાંથી સારા સમાચાર સાંભળવા મળે. સ્‍નેહીજનનું આગમન થવાની શક્યતા છે. અતિથિના આદરસત્કાર માટે સજાવટ અને પૂર્વ તૈયારીઓ કરશો, બપોર ૫છીનો સમય પ્રિયપાત્ર સાથે પસાર કરશો.
ટૉરસ : ઇતિહાસ, સાંસ્‍કૃતિક કે ધર્મ જેવા વિષયોમાં વધારે રસ લેશો. તત્‍વજ્ઞાનની વાતો ગમશે. સાંજ ઇશ્વરને પ્રાર્થના કરવામાં વીતાવો. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના હશે તો જવાબ મળશે એમ ગણેશજી જણાવે છે.
જેમિની : ૫રિવાર, બાળકો અને અન્‍ય કામોમાં સંપૂર્ણ વ્‍યસ્‍તતાભર્યો દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. બપોર ૫છી વ્‍યવસાયને લગતી બાબતો પાર પાડવા માટે અનુકૂળ દિવસ છે.
કેન્સર : દિવસ સારો છે. સ્‍ત્રી-વર્ગ દ્વારા લાભ થઈ શકે. કામ પાર પાડવા આયોજનની જરૂર નહીં પડે. ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મચારીઓ સાથે સ્થિરતા જળવાઈ રહેશે.  સપના સાકાર થશે.
લિઓ : કામમાં ગંભીર વલણ ધરાવશો. કામની રૂપરેખા તૈયાર કરશો. ભાવિ યોજનાઓ વિચારશો અને ભૂતકાળના ૫રિણામોનું વિશ્લેષણ કરશો. બપોર ૫છી દરેક વ્‍યક્તિ સાથે સંબંધ વિકસાવવામાં પ્રવૃત્ત હશો.
વર્ગો : ૫ત્રકારો, સેલ્‍સ, માર્કેટિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે દિવસ અનુકૂળ છે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધી જતાં આપ તેને સરભર કરવા માટે પ્રયાસ કરશો.
લિબ્રા : નાણાકીય બાબતની ચિંતા રહ્યા કરશે. ખર્ચ કરતી વખતે સાચવીને નાણાંનો વ્‍યય કરશો. ૫રંતુ સુંદરતામાં નિખાર લાવવા બ્‍યુટીપાર્લરમાં સારા પ્રમાણમાં નાણાં ખર્ચ કરશો. નાણાંનો ખોટો વ્‍યય ટાળવો.
સ્કૉર્પિયો : નવું સાહસ શરૂ કરવામાં જોખમ રહેલું છે. બિઝનેસ હેતુથી યોજેલી મિટિંગ ૫ડી ભાંગશે. પ્રિયજન સાથેની વાતચીત ઉગ્ર બોલાચાલીમાં પરિણમે તેથી આજના દિવસે સાવધાની રાખવી.
સેજિટેરિયસ : મહત્ત્વના સોદા પર સહીસિક્કા કરવા માટે અનુકૂળ દિવસ. વેપારીઓ માટે લાભકારી દિવસ. કાર્ય કરી શકશો. મોજમજા-મનોરંજનમાં સમય ૫સાર થશે. દિવસ અવરોધો વગરનો હશે.
કેપ્રિકોર્ન : જીવનસાથીની શોધમાં હશે તેમને ગમતું પાત્ર મળી શકે છે. આજે બાંધેલા સંબંધ  ટકાવી શકશો અને તે મધુરતાભર્યા હશે. પરિવાર પ્રત્યે પણ પ્રેમ અને લાગણી જતાવી શકશો.
એક્વેરિયસ : પદોન્નતિ કે પગારવધારા માટેસ સમય અનુકૂળ છે. પરિસ્થિતિ પ્રતિકૂળ બનતા પ્રગતિમાં વિઘ્નો ઊભા કરી શકે છે. બોધપાઠ લેવો, લક્ષ્ય સુધી પહોંચવા ક્ષમતા અને સમજદારીનો ઉપયોગ કરવો.
પાઇસિસ : સહકાર અને સુમેળની આશા રાખવામાં આવશે. ઑફિસમાં સહકાર મળશે. ઘરમાં સહકારની પ્રશંસા થશે. હાથમાં લીધેલું કોઈ ૫ણ કામ દૃઢનિર્ધાર સાથે પૂરું કરશો. સકારાત્‍મક વિચારશો.

20 June, 2021 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

કરોડો રૂપિયા કરતાં પણ જૂઠાણાંનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાને ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો, જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર આવ્યું. તેમણે મારી સામે કેસ કર્યો. મેં વકીલ તો રોક્યો, પણ તેણે મને સલાહ આપી કે હું જે સલાહ આપું એ રીતે જ વર્તજો

27 July, 2021 06:30 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

25 July, 2021 08:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

ઉપકારમાંથી અહંકાર નીકળે ત્યારે એનું નામ કરુણા થઈ જાય

બીજાના દુઃખને જોઈને માણસ કૂદી પડે કે જેટલું મારા વશમાં હોય એટલું તો હું કરું, એટલી જવાબદારી તો હું લઉં અને એવું કરીને હું તેને સુખી કરું એ જે ભાવ છે એ કરુણા છે.

22 July, 2021 01:47 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK