° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

21 November, 2021 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભવિષ્ય માટે પહેલેથી જ નાણાંનું યોગ્ય આયોજન કરવાનું શરૂ કરશો. રોકાણની કેટલીક લાભદાયી યોજનાઓ વિશે પણ આપ ધ્‍યાન કેન્દ્રિત કરશો.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

એરિઝ : આજે આપે આર્થિક બાબતો વિશે વિચારવું ૫ડશે. ભવિષ્ય માટે પહેલેથી જ નાણાંનું યોગ્ય આયોજન કરવાનું શરૂ કરશો. રોકાણની કેટલીક લાભદાયી યોજનાઓ વિશે પણ આપ ધ્‍યાન કેન્દ્રિત કરશો.
ટૉરસ : આજે આપ પર્યટન પર જવાનું વિચારશો. આપના આયોજનમાં ઓચિંતો ફેરફાર કરવો ૫ડે એવી શક્યતા છે. પરિવર્તનને સ્‍વીકારીને એને અનુકૂળ થઈ જવાની કોશિશ કરવાની ગણેશજી સલાહ આપે છે.
જેમિની : આજે આપ એકલા અને ઉપેક્ષિત હોવાની લાગણી અનુભવશો. માનસિક અસ્વસ્થતાને દૂર કરે એવી કોઈ વ્‍યક્તિનો સહવાસ આપ ઝંખશો. યોગ અને ધ્‍યાન આમાં ઘણી રાહત આપી શકશે.
કેન્સર : આજનો દિવસ કલ્પનાની પાંખો લગાવીને વિહરવાનો છે. આજે જે કંઈ વિચારશો કે કલ્પના કરશો એ શ્રેષ્ઠ હશે. સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આપના પ્રયત્નોની લોકો સરાહના કરશે.
લિઓ : આજે ટેન્‍શન અને સમસ્‍યાથી ભરેલો વિચિત્ર અને પ્રતિકૂળતાભર્યો દિવસ છે. એનો અર્થ એવો નથી કે આપના કોઈ કામ સારી રીતે પાર નહીં ૫ડે. આપના અંગત જીવનમાં બધું બરાબર ચાલતું રહેશે. 
વર્ગો : આપનું ખુશમિજાજ વ્‍યક્તિત્વ આજે ઉદાસીના વાદળ હેઠળ ઢંકાઈ જશે. ત્વરિત આર્થિક લાભ મેળવવા આજે આપ શૅર-સટ્ટો, રેસ જેવાં માધ્‍યમો તરફ વળશો. ગણેશજી વધુ ૫ડતો ગુસ્સો ન કરવા કહે છે.
લિબ્રા : નવા કામના પ્રારંભ માટે આજનો દિવસ અનુકૂળ છે. આપનો જાદુઈ પ્રભાવ લોકો પર છવાઈ જશે અને લોકોનાં દિલ જીતી લેશો. આપ ઘરને એટલી સુંદર રીતે શણગારશો કે લોકો પ્રશંસા કરતાં થાકી જશે.
સ્કૉર્પિયો : આજે દં૫તીઓ અને પ્રેમીપંખીડાઓએ ગુસ્સાને કાબૂમાં રાખવો ૫ડશે. ગણેશજીને લાગે છે કે તેમની વચ્ચે ઘર્ષણ કે મતભેદ થઈ શકે છે. આપના જીવનસાથીનું વર્તન આજે વધુ આધિપત્યવાળું જણાશે.
સેજિટેરિયસ : આજે આપનું કામ ખોરંભે ચડવાની અને એમાં અવરોધો ઊભા થવાની શક્યતા હોવાથી ગણેશજી આપને મહત્ત્વના કામ હાથ ન ધરવાની સલાહ આપે છે. બપોર ૫છી સમસ્‍યાનો ઉકેલ મળતો જણાશે.
કેપ્રિકોર્ન : મહત્ત્વનો નિર્ણય કે કામ માટે આજનો દિવસ અનુકૂળ નથી. નવું કામ શરૂ કરવા થોડા દિવસ રાહ જોવાની ગણેશજી સલાહ આપે છે. આજે ઉત્‍સાહ ઓછો હશે, એથી આખો દિવસ કોઈ કામ નહીં કરી શકો.
એક્વેરિયસ : આજે કારકિર્દી ૫ર વધુ ધ્‍યાન કેન્દ્રિત કરશો. આપની આસપાસના લોકોને લાગશે કે આપ ઘણું કામ કરો છો. આજનો દિવસ સફળતાનો છે તેથી ગણેશજી ઉત્સાહ જાળવી રાખવા જણાવે છે.
પાઇસિસ : અ૫રિણીત યુવક-યુવતીઓની યોગ્‍ય પાત્ર માટેની શોધનો આજે અંત આવે એવી શક્યતા છે. ૫રિણીત દં૫તીઓ જીવનસાથી સાથેનો રોમૅન્સ પૂરબહારમાં માણી શકશે, ૫રસ્‍પર વધુ નિકટતા અનુભવશે. 

21 November, 2021 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

05 December, 2021 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

પ્રેમ ખરો પણ પૂરા હક સાથેનો, અધિકાર સાથેનો પ્રેમ

ભારતના મનીષી લોકો જે કહે, જે શાસ્ત્ર કહે તે જ અંતિમ માનવામાં આવે છે. આપણાં દેશના ઋષિઓએ સંદ્ગ્રંથોના પત્ર જ્યારે વિવેકનું પ્રભાત થયું ત્યારે તેનાં અજવાળામાં ખોલ્યા છે.

01 December, 2021 08:39 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

ઘણી વાર અપાપને પાપ તથા અપુણ્યને પુણ્ય માનવામાં આવે છે

સાંભળનારા જરા પણ પૂરી તપાસ કર્યા વિના તરત જ આવી વાતો માની લેતા હોય છે અને પછી એ વાતોનો વંટોળિયો ઠેઠ આકાશ સુધી ઘૂમરીઓ લેવા લાગે છે. જોતજોતામાં એક વ્યક્તિનું જીવન ધૂળધાણી થતું હોય છે, જેનાથી બચવા અનેક દંભો ઊભા કરાયા છે. 

29 November, 2021 08:43 IST | Mumbai | Swami Sachidanand

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK