Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > જ્યાં શબ્દ સત્યના ઊંડાણમાંથી આવતો હોય એવા સ્વર્ગમાં...

જ્યાં શબ્દ સત્યના ઊંડાણમાંથી આવતો હોય એવા સ્વર્ગમાં...

09 June, 2021 12:16 PM IST | Mumbai
Morari Bapu

સત્યના મર્મને સમજવા માટે કેટલીક નાની-નાની બાબતો સમજવી જોઈએ. આ નાની-નાની બાબતોમાં પહેલી વાત, સત્ય એક જ હોય કે અનેક?

GMD Logo

GMD Logo


આહાર, આચાર, વિચાર, વ્યવહાર, ઉચ્ચાર અને આધાર. સત્ય માટે જેનું ધ્યાન રાખવાનું છે એ આ ૬ મહત્ત્વની વાતમાંથી આપણે હવે વાત કરવાની છે અંતિમ વાત આધારની.
જેનો આધાર સત્ય પર હોય તેના સત્યને પૂર્ણ સત્ય માનવામાં આવે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય મને આજે પણ યાદ છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે જ્યાં શબ્દ સત્યના ઊંડાણથી આવતો હોય... 
આપણે જ્યારે ભણતા હતા ત્યારે તેમની એક કવિતા ભણાવવામાં આવતી હતી, એ કવિતામાં આવતા વાક્યનો આ ભાવાર્થ હતો. મને અંગ્રેજી નથી આવડતી, પરંતુ એ સમયે મેં એ કવિતા મોઢે કરી હતી. એમાં આ વાક્ય હતું... 
‘Where the words come out from the depth of truth.’ 
જ્યાં શબ્દ સત્યના ઊંડાણમાંથી આવતો હોય એવા સ્વર્ગમાં, હે પ્રભુ, મારા રાષ્ટ્રને તું લઈ જા. આવી પ્રાર્થના ટાગોરે ભગવાનને કરી છે. આ જ પ્રાર્થના આપણે સૌએ કરવાની છે. આહાર, આચાર, વિચાર, વ્યવહાર, ઉચ્ચાર, આધાર આ ૬ જેના જીવનમાં સત્ય બની જાય તેને આ સત્ય પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે. આ ૬ નીતિ દ્વારા વ્યક્તિના જીવનમાં સત્યનારાયણની સ્થાપના થાય છે. યાદ રહે કે જે માણસ સત્યમય જીવન જીવશે, સત્યને જીવનનું શ્વસન બનાવશે તે સાગર બની જશે. તેની પાસે બોલાવ્યા વગર બધી નદીઓ આવી જાય છે.
સત્યના મર્મને સમજવા માટે કેટલીક નાની-નાની બાબતો સમજવી જોઈએ. આ નાની-નાની બાબતોમાં પહેલી વાત, સત્ય એક જ હોય કે અનેક?
મારી લાયકાત મુજબ હું મીણબત્તી સળગાવીને મારું કામ ચલાવું એ મારું સત્ય છે. ઇલેક્ટ્રિસિટી દ્વારા બલ્બ કરી તમે અજવાળું કરો એ તમારું સત્ય છે. સૂરજનું સત્ય એનું પોતાનું સત્ય છે તો ચંદ્રનો પ્રકાશ એ એનું સત્ય છે. સૂરજ પણ એક દિવસ આથમી જશે અને ચંદ્રએ પણ જવું પડશે. આમ બધાનું સત્ય સત્ય હોય છે. એને ખોટું પુરવાર કરવાનું કે પછી અસત્ય સાબિત કરવાનો પ્રયત્ન ન કરો. એક શબ્દ છે...
‘ત્રિ-સત્ય.’
આ ભાગવતનો શબ્દ છે. ત્રિ-સત્યનો અર્થ છે : એક મારું સત્ય છે, બીજું હોય છે તમારું સત્ય અને ત્રીજું હોય છે આપણું સત્ય. તો પછી આમાં ગરબડ ક્યાં થાય છે એ જાણવું જોઈએ. હું કહું કે મારું સત્ય જ સત્ય છે ત્યારે આ સત્ય યુદ્ધનું પારાયણ બની જાય છે. એ જ સત્ય જેના સંસર્ગમાં તમે આવ્યા હો. માણસ ભલે સાચો હોય, પરંતુ ‘હું જે કહું તે જ સાચું છે’ એ દર્શાવવા આક્રમક બની જાય ત્યારે ‘મારું સત્ય’ યુદ્ધનો વિકલ્પ બની જાય.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2021 12:16 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK