° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


શું કહે છે તમારુ આજ? જુઓ આપની રાશી

19 November, 2012 04:23 AM IST |

શું કહે છે તમારુ આજ? જુઓ આપની રાશી

શું કહે છે તમારુ આજ? જુઓ આપની રાશીએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે કેટલીક બેકાબૂ ઘટનાઓ બનશે, જેને કારણે તમારા પ્રોફેશનલ અને પર્સનલ બન્ને લાઇફ પર અસર પડશે. જોકે ગણેશજી ખાતરી આપે છે કે તમને તમારા સહકર્મચારીઓ પાસેથી પૂરતો સપોર્ટ મળશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી કહે છે કે આજે તમારાથી બનતું બેસ્ટ પફોર્મ કરશો. માટે જ કોઈ નવા ફીલ્ડમાં નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ બેસ્ટ છે. બધા જ તમારાથી પ્રભાવિત થઈ જશે. તમે જ આજે શો-સ્ટૉપર છો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

તમારી વાણી પર કાબૂ રાખજો. તમારા આકરા શબ્દો કોઈને હર્ટ કરી શકે છે. ગણેશજી કહે છે કે બીજા લોકોએ પોતાની સમસ્યામાં તમને કેટલી મદદ કરી છે એ વિચારો અને પછી વતોર્. કોઈના ઉપકારનો બદલો વાળવાનો સમય છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમારી નજીક રહેલા લોકોને તમારો કામ, સમસ્યા અને રિલેશનશિપ પ્રત્યેનો પૉઝિટિવ ઍટિટ્યુડ ખૂબ ગમે છે. આજની સાંજ તમે તમારા ગમતા લોકો સાથે પસાર કરશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમે આનંદ અને ડિપ્રેશનની એમ બન્ને લાગણીઓ સાથે અનુભવશો. એટલે જ તમે કન્ફ્યુઝ છો અને સમજી નથી શકતા કે હવે આગળ શું કરવું. ગણેશજી કહે છે કે નાણાકીય લાભ થવાને કારણે થોડી રાહત થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારી કામ કરવાની મૂલ્યનિષ્ઠા તમારા સહકર્મચારીઓથી લઈને તમારા ઉપરીઓને પણ પ્રભાવિત કરશે. તમે પણ તમને મળનારી પ્રશંસાને એન્જૉય કરશો. સાંજે તમે ઉપર અને આસમાન નીચે જેવી લાગણી અનુભવશો અને મસ્તીમાં આવી જશો એમ ગણેશજી કહે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગ્રહો તમારી ફેવરમાં છે. એટલે કેટલાક મહત્વના નિર્ણયો આજે લો તો ખોટું નથી. ગણેશજી કહે છે કે જો તમે સરકારી નોકરી કરતા હો તો એક સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી જોઈ રહ્યા છે કે આજનો દિવસ હકારાત્મક અને સંતુલિત રહેશે તમારા માટે. તમે કોઈને પણ નીચું દેખાડવા કે કોઈની અવગણના કરવા જેવું કામ ક્યારેય નહીં કરો, ભલે કદાચ સામેવાળા તમારી સાથે આવું વર્તન કરે. તમારા ઍટિટ્યુડને કારણે બધા ખૂબ જ ખુશ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજે તમે ખૂબ મોટા દિલના છો એવું અનુભવશો અને એટલે જ કોઈ તમને દુ:ખ પહોંચાડશે તો પણ તમે હોંશે-હોંશે તેને માફ કરી દેશો તેમ જ ગણેશજી કહે છે કે તમે કેટલાક પછાત લોકોના ડેવલપમેન્ટ માટે પણ કામ કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજી કહે છે કે તમે એક જ ટાઇપની બીબાઢાળ જિંદગીથી કંટાળી ગયા છો. એમાંથી બહાર નીકળો. નવું ઘર ખરીદો. કદાચ તમારા બૅન્ક-બૅલેન્સમાં મોટો ફટકો લાગે તો પણ ખર્ચ કરતાં અટકશો નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ગણેશજી આગાહી કરી રહ્યા છે કે કેટલીક સારી બાબતોના જોડાણને કારણે તમારો સ્પિરિટ અકબંધ રહેશે. તમે બહેતર બનવા માટે ખૂબ પ્રયત્નો કરશો અને તમારા પર્ફોમન્સથી તમે ખુશ પણ થશો. કેટલીક કાયદાકીય બાબતો થોડી વધુ ગૂંચવાશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી કહે છે કે ભલે તમે સેંકડો લોકોને ઓળખતા હો, પરંતુ ખરા સમયે કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો જ કામ લાગે છે એ ભૂલશો નહીં. ગણેશજી કહે છે કે આજે તમને સાચી મિત્રતાનું મૂલ્ય સમજાશે.


19 November, 2012 04:23 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

દયાની આવરદા લાંબી હોતી નથી, કરુણા કાયમી હોય છે

મહાનગરોમાં ટ્રાફિક-સિગ્નલ પર મહેમાનોની હાજરીમાં ભિખારીને પૈસા આપવા પડે તો એ મજબૂરી છે, કરુણા નથી.

29 July, 2021 08:25 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

આપણી દયા આઇસક્રીમ ન આવે ત્યાં સુધી, આઇસક્રીમ આવે એટલે પત્યું

એક દિવસ એવું બન્યું કે બિલાડીનું એ બચ્ચું માંદું પડ્યું. સાવ અશક્ત, આંખો પણ ખોલે નહીં. છોકરો બહુ ચિતિંત થઈ ગયો. અરે, આ મરી જશે તો શું થશે?

28 July, 2021 10:26 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

કરોડો રૂપિયા કરતાં પણ જૂઠાણાંનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાને ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો, જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર આવ્યું. તેમણે મારી સામે કેસ કર્યો. મેં વકીલ તો રોક્યો, પણ તેણે મને સલાહ આપી કે હું જે સલાહ આપું એ રીતે જ વર્તજો

27 July, 2021 06:30 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK