° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


જાણો શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

11 November, 2012 05:04 AM IST |

જાણો શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

 જાણો શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણોએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે સમાજસેવા તમારા કાર્ડમાં છે. તમારું એનર્જી લેવલ ઊંચું રાખો અને તમે જેને મળો તેને પણ ખુશ કરી મૂકો. કામ સાથે રમૂજ ભેળવીને એને ઇન્ટરેસ્ટિંગ બનાવવાની તમારામાં બેસ્ટ આવડત છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજનો તમારો દિવસ ખૂબ સાદગીભર્યો હશે. ગણેશજી જોઈ રહ્યા છે કે આજે તમે તમારા ગોલને વળગી રહ્યા છો. અત્યાર સુધી વિલંબમાં મુકાયેલાં કામને પૂરાં કરશો અને પછી લાંબા સમય માટે બ્રેક લેશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

તમારી જવાબદારીઓને અવગણશો નહીં એમ ગણેશજી જણાવે છે અને પૂરી નિષ્ઠા સાથે કામ કરો. તમારા પ્રોફેશનલ અને ડોમેસ્ટિક પ્રોજેક્ટ પર પૂરતું ધ્યાન આપો અને એને વ્યવસ્થિત રીતે પૂરા કરો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


એક મત્વના પ્રોજેક્ટ માટે તમે એકદમ સજ્જ થઈ ગયા છો એમ ગણેશજી જણાવી રહ્યા છો. બસ, હવે આગળ વધો. તમારામાં રહેલી ક્રિયેટિવિટીને વહેવા દો અને કંઈક સારું કામ કરી બતાવો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

એક ગૂંચવણભરી સ્થિતિને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરશો તો તમે જે ફેસ કરી રહ્યા છો એનો આસાનીથી સામનો કરી શકશો. કામ સાથે એન્ટરટેઇનમેન્ટને પણ ભેળવી દીધું છે તમે. આજે તમારા પ્રિયજન સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે જે પણ નર્ણિય લેશો એની લાંબા ગાળાની અસર રહેશે એવી ખાતરી ગણેશજી આપે છે. તમે ખૂબ સારા પ્રતિસાદની આશા સેવી રહ્યા છો. આજે તમારા નજીકના લોકો સાથે સેલિબ્રેશન કરી રહ્યા છો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે થોડો બોરિંગ રીતે શરૂ થયેલો દિવસ ખૂબ સારી રીતે પૂરો થશે, માટે ખુશ રહો એમ ગણેશજી કહે છે. આજે તમે કેટલાક આવેગ પર કન્ટ્રોલ રાખશો અને ખૂબ સ્ટેબલ રહી શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે વહેલો દિવસ શરૂ થશે અને તમારાં મત્વનાં કામ બપોર સુધી પૂરાં થઈ જશે. તમે ઘણા બધાનો વિશ્વાસ જીતી જશો અને એન્જૉય કરશો. ટીકા અને પ્રશંસાનો સરખા ગ્રેસથી સ્વીકાર કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારી હકારાત્મકતા કાબિલે દાદ છે અને એને લીધે તમે ઘણી બધી મુસીબતોમાંથી પાર ઊતરી જશો એમ ગણેશજી જણાવે છે. તમારા ટીકાકારોની પરવા ન કરો, નહીં તો એ તમારો આત્મવિશ્વાસ ડગમગાવી દેશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે થોડા રોમૅન્સની શક્યતાઓ છે. તમારા સોલમેટ સાથે મુલાકાત થાય અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે પરિચયની સંભાવના ગણેશજી વ્યક્ત કરે છે. કોઈ ખાસ વ્યક્તિ સામે તમારું હૃદય હળવું કરશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

જીવન ખૂબ સૉફ્ટ્લી આગળ વધી રહ્યું છે, માટે જે કરો એમાં આનંદિત રહેજો. તમે જે કરશો એમાં ગણેશજીનો ફુલ સપોર્ટ છે. ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એવા એક પ્રિયજન સાથેના કૅન્ડલલાઇટ ડિનરનો પ્રોગ્રામ બનશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી કહે છે કે તમારામાં રહેલી નેતાગીરી અને કલ્પનાશક્તિ આજે તમને ખૂબ કામ લાગશે. તમારા લીધે અનેક લોકોને લાભ થશે. તમારા પ્રિયજન સાથે કેટલોક નિશ્ચિતતાભર્યો સમય વિતાવશો.11 November, 2012 05:04 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય

09 May, 2021 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય

02 May, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

25 April, 2021 08:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK