° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


જાણો તમારુ આજનું ભવિષ્ય

21 October, 2012 03:33 AM IST |

જાણો તમારુ આજનું ભવિષ્ય

 જાણો તમારુ આજનું ભવિષ્યએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે એક બેમિસાલ ફૅમિલી-પિકનિક પ્લાન કરી શકો છો. તમે ખૂબ ઊંડો વિચાર કરીને તમારા ગોલને અચીવ કરવાની સ્ટ્રૅટેજી બનાવો છો. જોકે ગયા અઠવાડિયાની જેમ આ અઠવાડિયામાં પણ નાણાકીય રોકાણ તમારા લિસ્ટમાં સવોર્પરી છે. અત્યારે તો વાતાવરણમાં રોમૅન્સની સુગંધ પ્રસરેલી છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે સ્ટ્રેસ અને ચિંતાથી દૂર રહેજો. આ અઠવાડિયું ધીમે-ધીમે તમારા માટે આનંદદાયક બનશે. તમે પોતાને ખૂબ લકી માની રહ્યા છો. ઉત્સાહને કારણે તમે વધુ એન્જૉય કરી શકશો. તમારા ગોલ માટે થોડા સભાન થઈ જશો. જોકે તમારાં આદર્શ અને મૂલ્યો સાથે કોઈ પણ સંજોગોમાં બાંધછોડ કરશો નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે પારિવારિક ગેટ-ટુગેધર અને કેટલીક ભેજાગેપ પ્રવૃત્તિ કરવા માટે બેસ્ટ દિવસ છે. આવનારા વીકમાં તમે તમારા બધા અપેક્ષિત ટાર્ગેટ પાર પાડી શકશો. ઑફિસમાં પણ તમે એક્સલન્ટ પફોર્ર્મન્સ આપી શકશો. પૉઝિટિવ વાઇબ્સને કારણે તમારા સંબંધો પણ વધુ ગાઢ બનશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આર્થિક રીતે નબળી હોય એવી એક સંસ્થામાં આજે દાન આપો. આજે તમે બે બાબતમાં ખૂબ હકારાત્મકતા અનુભવશો. આ અઠવાડિયામાં તમે કોઈની ભૂલોને માફ કરીને આગળ વધવાનું શીખશો અને પોતાની જાત માટે વધુ કૉન્ફિડન્ટ થશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ખૂબ મોજમસ્તી કરો અને તમને જેમાં આનંદ મળતો હોય એ બધું જ આજે કરો. આવનારા અઠવાડિયામાં તમે તમારા સ્વભાવ અને વિવેકદૃષ્ટિ માટે જાતનિરીક્ષણ કરો. એનાથી તમારા વિચારો વધુ સ્પષ્ટ બનશે. થોડો સમય ધ્યાન ધરો અને રિલૅક્સ રહો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમે સૌથી પહેલાં આવતા વીકમાં કરવાનાં કામોનું એક લિસ્ટ બનાવી દો. અત્યારે તમારા મુખ્ય ફોકસમાં તમારી લવલાઇફ છે. તમે તમારા પ્રોફેશનલ લેવલ પર પણ બધું સંભાળી લેશો. તમે ખૂબ ઇમોશનલ અને સંવેદનશીલ બની જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે સંજોગો કેવા પણ હોય, તમે તમારી પૉઝિટિવિટી છોડશો નહીં. તમે તમારાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સ અને પરિવારની માગણીઓ વચ્ચે ભારે દબાણ અનુભવશો. જોકે ચિંતા ન કરતા, તમે બધું મૅનેજ કરી શકશો. આજે વગર વિચાર્યે અસાધારણ રિસ્ક લેવાનું વિચારતા હો તો વાંધો નથી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે મૂંઝવણભરી પરિસ્થિતિને કુનેહપૂર્વક હૅન્ડલ કરજો. અત્યારે તમે તમારા જીવનના શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યા છો. બસ, તમારા પગ ધરતી પર રાખજો અને મહેનત કરવાથી પાછા ન હટતા.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજે શૉપિંગ કરો અને આરામ કરો. આવનારા વીકમાં તમે થોડા આધ્યાત્મિકતા તરફ વળશો. એની સાથે જ્યોતિષ તરફ પણ તમારું ધ્યાન આકર્ષિત થશે. જે હજી સુધી પડદા પાછળ સંતાયેલી છે એવી કેટલીક બાબતોને તમે ઉઘાડવાની કોશિશ કરશો. કેટલીક અદ્વૈતની બાબતો સમજવા માટે કોઈ ગુરુનો સંપર્ક પણ કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમારો પોતાનો રુત્બો જળવાઈ રહે એ રીતે ઘરેડમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરજો. આજે કેટલીક નાણાકીય બાબતો સાથે તમારાં સામાજિક કમિટમેન્ટ પૂરાં કરવાની આવશ્યકતા ઊભી થશે. જોકે તમે બધું આસાનીથી મૅનેજ કરી શકશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

અત્યારે તમે જે સ્ટેબિલિટી અનુભવી રહ્યા છો એને કારણે તમારા બધા જ પ્રૉબ્લેમ્સ ઉકેલવાનો આત્મવિશ્વાસ તમારામાં આવી જશે. એક ઘટનાને કારણે તમારા મનમાં રહેલી લોકો તમારી ઇમેજ ખરડવાની કોશિશ કરી રહ્યા છે એ માન્યતા ખોટી ઠરશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)
નકારાત્મકતાને દૂર રાખીને પૉઝિટિવિટીને જીવનમાં ઉતારો. આ વીકમાં ઘર અને પરિવારને લગતી બાબતોમાં જ તમારું ધ્યાન વહેંચાયેલું રહેશે. જોકે લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાનો સુખદ ઉકેલ જડશે. તમારી જવાબદારી પ્રતિ તમારામાં આવેલી સભાનતા તમારી મોટા ભાગની સમસ્યાઓ દૂર કરી દેશે.21 October, 2012 03:33 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

01 August, 2021 08:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

દયાની આવરદા લાંબી હોતી નથી, કરુણા કાયમી હોય છે

મહાનગરોમાં ટ્રાફિક-સિગ્નલ પર મહેમાનોની હાજરીમાં ભિખારીને પૈસા આપવા પડે તો એ મજબૂરી છે, કરુણા નથી.

29 July, 2021 08:25 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

આપણી દયા આઇસક્રીમ ન આવે ત્યાં સુધી, આઇસક્રીમ આવે એટલે પત્યું

એક દિવસ એવું બન્યું કે બિલાડીનું એ બચ્ચું માંદું પડ્યું. સાવ અશક્ત, આંખો પણ ખોલે નહીં. છોકરો બહુ ચિતિંત થઈ ગયો. અરે, આ મરી જશે તો શું થશે?

28 July, 2021 10:26 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK