° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


જાણો તમારું આજનું ભવિષ્ય

11 September, 2012 03:17 AM IST |

જાણો તમારું આજનું ભવિષ્ય

જાણો તમારું આજનું ભવિષ્યએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમારા જેવી માનસિકતા ધરાવતા લોકો સાથે તમારા વિચારો શૅર કરો અને તમારા પ્રિયજન સાથે હાર્ટ ટુ હાર્ટ વાતચીત કરવાની કોશિશ કરો. મહત્વાકાંક્ષાઓ, લાંબા સમયથી જોઈ રહેલાં સપનાં જેવી બાબતો આજે મુખ્ય રહેશે એમ ગણેશજી અનુભવી રહ્યા છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમારા તકોર્નું તમારા દિવસ પર આધિપત્ય રહેશે એમ ગણેશજી કહે છે. કેટલીક ગૂંચવણભરેલી બાબતોમાં તમારી ઊંડી સમજશક્તિથી તમે પોતે જ ખુશ થઈ જશો. તમે ઇલેકટ્રૉનિક ગૅજેટ્સ કે મ્યુઝિક પાછળ થોડો ખર્ચ કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

તમે ઇમોશનલ રીતે થોડા વધુ મજબૂત બનશો એવી આગાહી ગણેશજી કરી રહ્યા છે. જોકે એનું કારણ કદાચ એ છે કે તમારો પફોર્ર્મન્સ ઑફિસમાં દિવસે દર દિવસે વધી રહ્યો છે. એ માટે તમને લોકો તરફથી સારી એવી પ્રશંસા મળશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

નાણાકીય બાબતોમાં આજે તમારો મોટા ભાગનો સમય વેડફાઈ જશે. તમે રજા લેવાનું વિચારી રહ્યા છો? પરિવાર સાથેનું બૉન્ડિંગ વધારવા માટે થોડો ખર્ચ કરવો પડે તો કરજો, પરંતુ એ સાથે ખર્ચનું વધુપડતું બર્ડન ન આવી જાય એનું પણ ધ્યાન રાખજો એમ ગણેશજી સૂચવે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમે અત્યારે નવા-નવા આઇડિયાથી છલોછલ છો. જોકે હવે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરતાં શીખી જાઓ. ગણેશજી કહે છે કે તમારી મૅનેજમેન્ટની આવડત તમને તમારા આઇડિયામાંથી પણ પૈસા ઊભા કરી આપશે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

બધા જ દિવસો કંઈ તમારી કલ્પના મુજબના શ્રેષ્ઠ ન હોય. આ વાતનો સ્વીકાર કરો અને આગળ વધો. કદાચ તમારી અપેક્ષા પ્રમાણે કામ ન થાય તો પણ અટકશો નહીં. કેટલીક વાર આગળ વધવામાં અડચણો આવતી હોય છે, પણ ડરી જવું પડે એટલું એક્સ્ટ્રીમ કશું જ હોતું નથી. ગણેશજી કહે છે કે ફોકસ્ડ રહેજો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

કામના સ્થળે તમારા સિનિયર તમારા આઇડિયા અને પ્લાનને અપ્રૂવ ન પણ કરે. જોકે તેમના અભિપ્રાયને પણ ધ્યાનથી સાંભળજો, કારણ કે એમાં પણ તમને આગળ વધવા માટે મહkવની ક્લુ મળી શકે છે. ગણેશજી કહે છે કે જ્યાં સુધી બધું જ ક્લિયર ન થઈ જાય ત્યાં સુધી ઇન્તેજાર કરજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમે આજે એવી રીતે ખર્ચ કરી રહ્યા છો જાણે આવતી કાલ આવવાની જ નથી એમ ગણેશજી અનુભવી રહ્યા છો. જો પૈસા હોય તો એનો ઠસ્સો કરવામાં પણ કોઈ વાંધો નથી. જોકે યાદ રાખજો કે અતિની નહીં ગતિ. એક વિજાતીય વ્યક્તિથી પ્રભાવિત થઈ જશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજે તમે અનેકનાં દિલ જીતી લેશો. આજે તમારા પ્રિયજન સાથે ખૂબ રોમૅન્ટિક થઈ જશો અને ખૂબ યાદગાર સમય પસાર કરશો. જોકે તમારા જીવનમાં હજી એવી ખાસ વ્યક્તિ નથી આવી તો આજે તમે તમારા જીવન અને કુદરત માટે રોમૅન્ટિક બની જશો. ખૂબ આર્શીવાદની લાગણી અનુભવશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજી કહે છે કે જીવનમાં કામ જરૂરી છે. એવી જ રીતે થોડો સમય રેસ્ટ લેવો પણ જરૂરી છે. ગણેશજી કહે છે કે જ્યારે તમને એવું લાગે કે તમે લાંબા સમયથી ડબલ કામ કરી રહ્યા છો તો એક બ્રેક લઈ લેવો જોઈએ. તમારી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતાને વેગ મળશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ગણેશજી કહે છે કે તમે એક પ્રૅક્ટિકલ વ્યક્તિ છો અને એનો બદલો હવે તમને મળવાનો છે. તમને સફળતા મળે એવી પણ પૂરી શક્યતા છે. જોકે એનું બધું જ શ્રેય તમારી કામ કરવાની પદ્ધતિને જશે. આગળ વધો અને ક્વૉલિટી સાથે કોઈ બાંધછોડ ન કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

જ્યારે તમારી ક્રીએટિવિટી સોળે કળાએ ખીલેલી હોય ત્યારે શું થાય એનો બોલતો દાખલો તમને આજે જોવા મળશે એમ ગણેશજી જણાવી રહ્યા છે. તમારામાં રહેલી ઊંડી સમજને શૅર કરો. જોકે એની રજૂઆત યોગ્ય થાય એનું ધ્યાન રાખજો. તમારી વક્તૃત્વકળાને કારણે આજે તમે લોકોમાં પ્રશસ્તિ પામશો.11 September, 2012 03:17 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું કહે છે તમારા સિતારાઓ

વાંચો કેવું રહેશે 12 રાશિઓનુંં આગામી સપ્તાહ, કોને મળી શકે છે સારા સમાચાર

13 June, 2021 07:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

જે સત્યના સહારે જીવે તેને કોઈના સહયોગની જરૂર પડતી નથી

પરમ સત્યમાંથી તમારું, મારું અને આપણું સત્ય પ્રગટ થાય છે અને એના જ અજવાળામાં આપણે આપણું નાનું એવું જીવન આનંદપૂર્વક, પ્રસન્નતાથી વિતાવી શકીએ છીએ.

10 June, 2021 11:00 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

જ્યાં શબ્દ સત્યના ઊંડાણમાંથી આવતો હોય એવા સ્વર્ગમાં...

સત્યના મર્મને સમજવા માટે કેટલીક નાની-નાની બાબતો સમજવી જોઈએ. આ નાની-નાની બાબતોમાં પહેલી વાત, સત્ય એક જ હોય કે અનેક?

09 June, 2021 12:36 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK