° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


શું કહે છે તમારી આજની રાશિ?

31 December, 2012 03:51 AM IST |

શું કહે છે તમારી આજની રાશિ?

શું કહે છે તમારી આજની રાશિ?એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ઘણાબધા લોકોની લાઇફને પ્રભાવિત કરી શકો એ પૉઝિશનમાં તમે છો અત્યારે, એમ ગણેશજી જણાવે છે. તમારો મૈત્રીપૂર્ણ વ્યવહાર તમને લોકોમાં પ્રિય બનાવશે તેમ જ બાળકોમાં પણ તમને ફેવરિટ બનાવશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે કેટલીક સંવેદનશીલ બાબતોને હૅન્ડલ કરવાની છે. જોકે તમે બૌદ્ધિકતાપૂર્વક એને ટૅકલ કરી શકશો, એવી ખાતરી ગણેશજી આપે છે. આજે તમે જે પણ કામ કરશો એને લીધે ભવિષ્યમાં તમને અનેક સારા પુરસ્કાર મળશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ થોડો પડકારજનક છે. જો એમ ન હોય તો જીવન જીવવાની મજા શું આવશે. જેટલા વધારે પડકારો સહન કરશો એટલા વધારે પૉલિશ થશો, એમ ગણેશજી સૂચવે છે. જ્યારે સમય મળે ત્યારે રિલૅક્સ થતા રહો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમને બળથી કામ ન થાય ત્યાં કળથી કામ લેવાની કહેવત સાચી લાગશે, એમ ગણેશજી જણાવે છે. એટલા માટે પ્રવાહની વિરુદ્ધમાં જવા કરતાં અત્યારે જ્યાં છો ત્યાં રહીને કોઈ બેટર સૉલ્યુશન માટે વિચારો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગણેશજી જણાવે છે કે તમારી બિઝનેસમાં ઊંડી સમજ તમને આજે ખૂબ કામ લાગવાની છે. અનેક નવી તકોનું વાવાઝોડું જ્યારે સામેથી તમારા દરવાજે ટકોરા મારશે અને તમે પણ બન્ને હાથે એનો સ્વીકાર કરશો. જોકે લાલચ ન આવી જાય એનું ધ્યાન રાખજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે તમારા જ બોલેલા શબ્દોને થોડા ટ્વિસ્ટ કરીને એક મુસીબતમાંથી બચી જશો. બધી જ ક્રેડિટ તમારામાં રહેલી બોલવાની છટાને જાય છે. લોકો તમારાથી પ્રભાવિત થઈને તમે જે કહેશો એ કરશે, પરંતુ એ માટે તમારે નમ્ર રહેવું જરૂરી છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી જણાવે છે કે એક ખૂબ પવિત્ર દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે. આજે તમારા બધા જ સારા લકનો ઉપયોગ તમે ફૅમિલીને સપોર્ટ કરવા માટે કરશો. તમારું પ્રભાવક વ્યક્તિત્વ લોકો પાસેથી ભરપૂર પ્રશંસા અપાવશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારામાં રહેલી લોકોને અને પોતાને ઑબ્ઝર્વ કરીને નૈતિક કન્ક્લુઝન પર આવવાની કળાને કારણે લીડર બનવાના તમારામાં બધા જ ગુણ છે. જોકે આજે તમે તમારો મોટા ભાગનો સમય તમારી વીકનેસ અને સ્ટ્રેન્ગ્થને ઍનૅલિસ કરવામાં વિતાવશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે ખૂબ ખુશ છો અને તૃપ્તિનો અનુભવ કરી રહ્યા છો. જોકે તમે જાણો છો કે તમે જે પ્રમાણમાં મહેનત કરી રહ્યા છો એટલા પ્રમાણમાં એનું વળતર તમને મળવાનું નથી. તેમ છતાં તમારા ઉત્સાહમાં કોઈ કમી નથી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આખરે તમારી મહેનત રંગ લાવી. તમારા બધા જ પ્રયત્નોનું વળતર આજે તમને મળવાનું છે એમ ગણેશજી જણાવી રહ્યા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને એ તમારી નિર્ણય શક્તિને પણ પ્રભાવિત કરશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે તમારા શેડ્યુલને ખૂબ સરસ રીતે મૅનેજ કરી શકો છો તેમ જ તમારામાં રહેલી ક્રીએટિવિટીને કારણે તમારી આસપાસના અનેક લોકોની પ્રશંસાનો તમને લાભ મળશે. જોકે નાની-નાની બાબતોમાં વિવાદમાં ઊતરવાથી દૂર રહેજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ગ્રહો અત્યારે તમારા ફેવરમાં છે એમ ગણેશજી જણાવે છે. તમારી બધી જ અપેક્ષાઓ પૂરી થશે. જો તમે સ્ટૉક માર્કેટમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો આગળ વધો. જોકે પ્રોપર કૅલક્યુલેશન કરવાનું ભૂલતા નહીં.

31 December, 2012 03:51 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય, શું કહે છે તમારા ગ્રહો

સ્‍નેહીજનનું આગમન થવાની શક્યતા છે. અતિથિના આદરસત્કાર માટે સજાવટ અને પૂર્વ તૈયારીઓ કરશો, બપોર ૫છીનો સમય પ્રિયપાત્ર સાથે પસાર કરશો.

20 June, 2021 07:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સત્યના સંદર્ભે ગીતાકાર પાંચ મૂલ્યવાન સૂત્રો આપે છે

સત્ય શાસ્ત્ર છે, એનો શસ્ત્રની માફક ઉપયોગ ન થઈ શકે, કારણ કે સંબંધને સ્થાપે એ સત્ય છે, સંબંધને કાપે એ સત્ય નથી

17 June, 2021 11:08 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું કહે છે તમારા સિતારાઓ

વાંચો કેવું રહેશે 12 રાશિઓનુંં આગામી સપ્તાહ, કોને મળી શકે છે સારા સમાચાર

13 June, 2021 07:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK