° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


રાશિ ભવિષ્ય કેવું છે આજનું, જાણો ક્લિક કરીને

26 December, 2012 03:30 AM IST |

રાશિ ભવિષ્ય કેવું છે આજનું, જાણો ક્લિક કરીને

રાશિ ભવિષ્ય કેવું છે આજનું, જાણો ક્લિક કરીનેએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારું મગજ ચકરાવે ચડ્યું છે માટે સામાન્ય સંજોગોમાં ઇઝી લાગે એવાં કામ કરવામાં પણ તકલીફ પડશે, એવી આગાહી ગણેશજી કરે છે. અત્યારે તમારા પરનું પ્રેશર હદ પાર થઈ ગયું છે. માટે તમારે બ્રેક લેવાની સર્વાધિક જરૂર છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ગણેશજી જણાવે છે કે તમારી ઇન્કમનો રિવ્યુ કરીને બજેટ બનાવવાનો આ શ્રેષ્ઠ દિવસ છે.  અંગત જીવનમાં તમે તમારા નજીકના લોકો સાથેનો સંબંધ હજી વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારી નાણાકીય સ્થિતિને લઈને તમે થોડા ચિંતિત છો. જોકે એનાથી તમે તમારા પ્રિયજન પર ખર્ચ કરવાથી અટકશો નહીં, એમ ગણેશજી જણાવે છે. આજે અધ્યાત્મની દિશામાં તમારું ધ્યાન દોરાય એવી પણ શક્યતા છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારામાં રહેલો વધુપડતો ઉત્સાહ અને સામાન્ય બાબતોને પણ ખોદી-ખોદીને ડા તરવાની આદત તમારા નજીકના લોકોને ઇરિટેટ કરી મૂકશે, એમ ગણેશજી જણાવે છે. બીજા પર થોપવાની આદત બદલો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગણેશજી આજના દિવસને તમારા માટે લકી જણાવી રહ્યા છે. જોકે આજે તમારી જબાન પર કાબૂ રાખજો નહીં તો એક ખાસ સંબંધમાં દરાર આવી શકે છે. આજે બીજાને ખુશ રાખવા માટે તમે તમારા પોતાના ઇન્ટ્રેસ્ટ સાથે સમાધાન કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી સામે આવનારા પડકારો આજે તમારી ધીરજ અપે તમારામાં રહેલા ટૅલન્ટની પરીક્ષા લેશે, એમ ગણેશજી કહે છે. જોકે તમારી પાસે રહેલા કેટલાક નવાનક્કોર આઇડિયાઝને કારણે તમને કેટલાક ઍડવાન્ટેજ મળશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે ગ્રહો તમારી તરફેણમાં છે એ જોતાં ગણેશજી તમને સલાહ આપે છે કે સ્વપ્ન સમાન લાગતી કેટલીક તમારી મહkવાકાંક્ષાઓને પૂરી કરવાની દિશામાં આગળ વધો, કારણ કે સમય જતાં તમને ચોક્કસ હકારાત્મક પરિણામ મળશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


જોકે તમે આજે ઝડપી વિકાસ સાધી રહ્યા છો છતાં કેટલીક બાબતોમાં તમે ધરેલી ધીરજનો આજે અંત આવશે. પ્રવાહ સાથે આગળ વધવાની સલાહ ગણેશજી અત્યારે તમને આપી રહ્યા છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી સામે રહેલા પ્રૉબ્લેમને સૉલ્વ કરવા માટે તમે જે મૅથડ અપનાવી રહ્યા છો એમાં બધાની મરજી નથી એટલે તમારો પુષ્કળ વિરોધ થશે, એમ ગણેશજી જણાવી રહ્યા છે. જોકે યાદ રાખો કે તમે એકસાથે દરેકને ખુશ નહીં રાખી શકો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ભલે કદાચ આજે લાગે કે તમને નસીબ સાથ નથી આપી રહ્યું અને એને લીધે તમે ફ્રસ્ટ્રેશન પણ અનુભવો કે નિરાશ થઈ જાઓ. જોકે ગણેશજી જોઈ રહ્યા છે કે તમે કરેલી મહેનતનું લાંબા ગાળે ખૂબ સારું પરિણામ મળશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજના હૅક્ટિક દિવસે તમને તમારા હાર્ડ વર્ક અને નિષ્ઠા બદલ ખૂબ સારો એવો લાભ થશે એમ ગણેશજી જણાવે છે. આજે તમારા કાર્ડમાં ઘણા સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનું લખ્યું છે. અને તમે વધુપડતા એક્સ્ટ્રોવર્ટ બની જશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


પોતાનો રુઆબ જાળવીને હારવામાં તમારો જોટો જડે એમ નથી. આજે એક જંગ તમે જીતી શકો એમ છો છતાં તમારા પરિવારની ખુશી માટે હાર માનશો એમ ગણેશજી જણાવે છે.

26 December, 2012 03:30 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય

16 May, 2021 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય

09 May, 2021 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય

02 May, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK