° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


શું કહે છે તમારી આજની રાશિ?

22 December, 2012 10:55 AM IST |

શું કહે છે તમારી આજની રાશિ?

શું કહે છે તમારી આજની રાશિ?
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે છેલ્લા કેટલાક સમયમાં મળેલી નિષ્ફળતાઓને કારણે હતાશ થઈ ગયાની લાગણી અનુભવશો. જોકે ગણેશજી જણાવે છે કે ડિપ્રેસ થવાની જરાય જરૂર નથી. મનમાં ચાલતા ઉદ્વેગને દૂર કરવા મેડિટેશન કરો કે તમને મનગમતી પ્રવૃત્તિ કરો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે ગમે એટલા પ્રયત્નો કરો કે તમારા માથે આવી પડેલા કામથી છટકવાનો કોઈ રસ્તો નથી. જોકે એને સમયસર પૂરાં કરવાથી લાભ પણ તમને જ થવાનો છે. એનાથી તમારા તાત્કાલિક બધા જ ગોલ પૂરા થશે અને તમે લાંબા ગાળાના લક્ષ્ય પર ધ્યાન આપી શકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી જણાવે છે કે તમારામાં રહેલી ગજબની પ્રભાવકતાથી આજે તમે આકર્ષણનું કેન્દ્ર બનશો. તમારા ભવિષ્યને લઈને તમે વધુ ને વધુ સ્પષ્ટ બનશો. તેમ જ તમે જે એક રોમૅન્ટિક ઇચ્છા મનમાં સેવી છે એ પણ પૂરી થશે આજે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમારા હાથમાં રહેલા ટાસ્કને આજે સૌથી પહેલાં પૂરા કરો. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારા ભવિષ્યનો આજે અંદાજ લગાવી શકશો. આજે થોડો સમય એકદમ રિલૅક્સ થઈને પરિવાર સાથે પણ ક્વૉલિટી ટાઇમ વિતાવશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમે તમારાથી બનતા બેસ્ટ પ્રયત્નો કરશો તો પણ તમારી અપેક્ષા મુજબનું પરિણામ નહીં મેળવી શકાય, એમ ગણેશજી જણાવે છે. એને લીધે તમે આધ્યાત્મિક દિશામાં આગળ વધશો તેમ જ તમારામાં રહેલા કલાકારને બહાર કાઢી થોડી કલાત્મક દિશામાં આગળ વધશો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી જણાવે છે કે આજે તમારી એકાગ્રતાનું લેવલ એકાએક વધી જશે. એટલા માટે તમારી સામે કોઈ પણ પડકાર આવે તમે એનો બખૂબીપૂર્વક સામનો કરશો તેમ જ તમારા પ્રેમને તમે નેક્સ્ટ લેવલ પર લઈ જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે તમે તમારાં બધાં જ પેન્ડિંગ કામો પૂરાં કરશો અને જે પણ નબળી બાબતો છે એને સશક્ત બનાવવાના કામમાં લાગી જશો. ગણેશજી જણાવે છે કે તમારું એનર્જી લેવલ અત્યારે હાઈ છે માટે કોઈ નવા પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી રહ્યા હો તો એને અમલમાં મૂકવાનો આ શ્રેષ્ઠ સમય છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે તમારા પ્રિયજન સાથે કેટલીક અંતરંગ ક્ષણો વિતાવવાને કારણે ખૂબ હળવા મૂડમાં છો, એમ ગણેશજી જોઈ રહ્યા છે. પરદેશમાં રહેતા તમારા એક સંબંધી સાથે ખૂબ સારો સંબંધ બંધાશે, જેને કારણે પણ તમે ખૂબ ખુશ છો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારા પ્રિયજન પાસેથી મળનારી હૂંફ અને પ્રેમને કારણે આજે તમે સાતમા આસમાન પર હો એવી લાગણી અનુભવશો. ગણેશજી જણાવે છે કે આજે તો તમારી એવી હાલત છે કે તમને તમારા પ્રિયજને આપેલી ભેટમાં પણ એ પ્રેમ અનુભવાશે. તમારા કાર્ડમાં શૉપિંગનો યોગ પણ બતાવે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજી તમને સલાહ આપે છે કે તમારા નૅચરલ ચાર્મનો આજે ફાયદો ઉપાડજો. આજે ગ્રહો તમારા ફેવરમાં છે. જોકે સફળતા ઇઝિલી મળશે એ ભૂલી જજો. સફળતા મેળવવા માટે તમારે મહેનત તો કરવી જ પડશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે તમારા પરિવારના લોકોની ઍડવાઇઝ પર ધ્યાન આપશો. તમારા સાચા શુભેચ્છકોને જોઈને તમને ફીલ થશે કે તમે કેટલા લકી છો. તમારી પ્રામાણિકતા અને કામ કરવાની ધગશ તમારા બિઝનેસનો વિસ્તાર વધારશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી જણાવે છે કે કેટલાક પ્રસંગો આજે તમને અનિચ્છાએ પણ સોશ્યલાઇઝ થવા માટે મજબૂર કરશે. વિજાતીય મિત્રો આજે તમારાથી પ્રભાવિત થશે. જોકે તેમ છતાં પણ તમે એકાંતમાં મેડિટેશનમાં કેટલોક સમય વિતાવશો.

22 December, 2012 10:55 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય

02 May, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

25 April, 2021 08:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

18 April, 2021 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK