° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


જાણો શું કહે છે તમારી આજની રાશિ

16 September, 2012 07:14 AM IST |

જાણો શું કહે છે તમારી આજની રાશિ

જાણો શું કહે છે તમારી આજની રાશિ


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમારામાં રહેલી લોકોને કન્વિન્સ કરવાની કળા આજે બધામાં ઉદાહરણરૂપ બનશે. આજે તમારી આ પ્રતિભાને કારણે લોકોમાં તમે જાણીતા બની જશો. તમે ધાર્યા કરતાં આજે પરિણામ વધુ સારું આવશે એવી ખાતરી ગણેશજી આપે છે. 

આજનો દિવસ શ્રેષ્ઠ છે : પોતાને તરોતાજા કરવા માટે તેમ જ ઘરને વધુ બહેતર બનાવવા માટેના પ્રયત્નોમાં લાગી જાઓ.

આવનારું વીક : કેટલાક સરળતાથી નજરે ચડે એવા હકારાત્મક ફેરફારો આ અઠવાડિયામાં આવે એવી શક્યતા છે. જોકે ગણેશજી તમને સાવચેત કરે છે કે આ સમયને તમે ટેકન ફૉર ગ્રાન્ટેડ નહીં લેતા. વધુપડતા ભભકાને કાબૂમાં રાખજો. કુશળતાપૂર્વક આગળ વધજો. તમારા અહમ્ ખાતર તમારી સેલ્ફ-રિસ્પેક્ટ સાથે કોઈ બાંધછોડ કરશો નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે જાણે તમે ફરી એક વાર જિંદગીના પ્રેમમાં પડશો. ગણેશજી કહે છે કે કોઈ પણ જાતની નકારાત્મક લાગણીઓ કે માન્યતાઓને પોષી રહ્યા હો તો એને છોડી દેજો.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : બીજા કોઈની સમસ્યાઓ માટે સલાહ આપવા કરતાં અત્યારે તમે તમારા જીવનને વ્યવસ્થિત ગોઠવી દો.

આવનારું વીક : જીવન ખૂબ સંવાદિતપણે આગળ વધશે, પરંતુ એકાએક બધા જ તમારા માટે પૉઝિટિવ બની જશે એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. કેટલાક લોકો તમારા માટે નેગેટિવ અભિપ્રાયો પણ આપશે. જોકે એનાથી અકળાશો નહીં એવી શિખામણ ગણેશજી આપે છે. અત્યારે તમારા માર્ગમાં જે પૉઝિટિવ આવે એનો જ સ્વીકાર કરીને બાકી બધાને જતું કરો. જેમ અઠવાડિયું આગળ વધશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આવકનું સ્તર ઊંચું જવાથી સારું ફીલ કરશો. જોકે આટલાથી સંતુષ્ટ થવાની જરૂર નથી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

એ બાબતને કોઈ નકારી નહીં શકે કે તમારા જેવી કમ્યુનિકેશન સ્કિલ કોઈની નથી. જોકે આજે ઘરમાં એક ગૂંચવણભરી પરિસ્થિતિને ઉકેલવા માટે તમારી એ સ્કિલનો બેસ્ટ ઉપયોગ કરી બતાડજો.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : પ્રેમ અને શાંતિ વડે લોકોને ઉલ્લાસિત કરવાની આવડતનો આજે ઉપયોગ કરો અને લોકોને ખુશખુશાલ કરી દો.

આવનારું વીક : અત્યાર સુધી તમને જે બર્ડન લાગી રહ્યું હતું એને અત્યારે તમે મનગમતી જવાબદારી ગણી આનંદથી બજાવી રહ્યા છો. એમાં તમને ભરપૂર સંતોષની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે. ગણેશજી કહે છે કે તમે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે સંતુલન જાળવી શકશો. પડકારો વધશે. જોકે તમારા તરોતાજા ઉત્સાહને કારણે દરેક પરિસ્થિતિનો આસાનીથી સામનો કરી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

અત્યારે તમારું જીવન સરપ્રાઇઝોથી હર્યુંભર્યું છે. કેટલાંક તમને ગમે એવાં છે અને કેટલાંક નહીં ગમનારાં છે. જોકે ગણેશજીના કહેવા મુજબ આજે તમે જે કરશો એમાં એક ઊંડી છાપ છોડશો.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : તમારા પ્રિયજનને જણાવી દો કે તેને તમે કેટલો પ્રેમ કરો છો.

આવનારું વીક : આ અઠવાડિયામાં તમારો પ્રોફેશનલ પફોર્ર્મન્સ વધુપડતી મહેનત માગી લે એવો છે. અતિશય કામને કારણે તમે અત્યંત થાક અનુભવશો. જોકે તમારા આત્મવિશ્વાસને આંચ પણ નહીં આવે એટલે તમારું ફોકસ પણ જળવાઈ રહેશે. જોકે જીવનમાં ઊભા થયેલા કેઓસને કારણે તમારી તબિયત ન બગડે એનું ધ્યાન રાખજો. ખર્ચનું પ્રમાણ વધશે એટલે અત્યારથી જ તમારા ભવિષ્ય માટે બચતની શરૂઆત કરી નાખો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

હવે તમે પહેલાં કરતાં બહેતર રીતે કમ્યુનિકેટ કરો છો તેમ જ તમારી લાગણીઓ એક્સપ્રેસ કરી શકો છો. મગજનું દહીં કરી નાખે એવી એક કૉન્ફરન્સમાં હાજરી આપતી વખતે તમારી આ આવડતનો ઉપયોગ કરજો. તમને જે બાબતમાં શંકા હોય એમાં વધુ ઊંડી તપાસ કરતાં અચકાતા નહીં.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : તમારા ચુંબકીય વ્યક્તિત્વથી અને ગ્લૅમરથી આકર્ષાઈને કોઈ ખાસ વ્યક્તિ જીવનમાં પ્રવેશશે.

આવનારું વીક : તમારું અંગત જીવન અને કેટલીક વ્યાવહારિક જવાબદારીમાં આ આખું અઠવાડિયું ગોંધાયેલા રહેશો એમ ગણેશજી જણાવે છે. ઘરમાં ટીનેજ સંતાનો તમારી વાત સાંભળશે નહીં જેને કારણે થયેલી ચડભડને લીધે વાતાવરણ સંવેદનશીલ બની જશે. તમે આ પરિસ્થિતિમાં ફ્લેક્સિબલ રહેવાની કોશિશ કરજો, કારણ કે વધુપડતી અકડને કારણે વાત તમારા હાથની બહાર જઈ શકે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે કેટલાક નકારાત્મક વિચારોને કારણે તમે નીરસતા અનુભવશો. જોકે શાંત થઈ જાઓ. ઑલ ઇઝ વેલ એવી સલાહ ગણેશજી આપે છે.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : કોઈ મિત્ર કે પરિવારનો સભ્ય મદદ માટે તમારી પાસે આવે તો પાછળ હઠશો નહીં.

આવનારું વીક : આગામી અઠવાડિયું તમારા માટે અનેક રીતે ફાયદાકારક છે. તમારી નાણાકીય સ્થિતિમાં થનારો ઉમેરો તમને ખુશખુશાલ કરી મૂકશે. તમે એનું પ્રદર્શન કરવાથી પણ પાછા નહીં હટો. તમે કેટલીક ઍન્ટિક અને મોંઘી વસ્તુથી ઘર સજાવશો. જોકે ગણેશજી તમને ચેતવણી આપે છે કે તમારા ઈગો અને રૂક્ષ વર્તન પર કાબૂ રાખજો, નહીં તો કેટલીક મહત્વની તકો ગુમાવશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજનો દિવસ બાકી બધા દિવસો કરતાં સાવ જુદો સાબિત થવાનો છે. તમે તમારા જીવનમાં અને રૂટીનમાં કેટલાંક પરિવર્તનો કરવાનું વિચારી રહ્યા છો. તમારા વૉર્ડરોબમાં થોડા સિમ્પલ ફેરફાર કરવાની જરૂર છે.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : પોતાનો ઐતિહાસિક રુત્બો ગુમાવી ચૂકેલા એક મ્યુઝિયમ કે જૂના ચર્ચની મુલાકાત લેશો.

આવનારું વીક : પર્ફેક્શન માટેનો તમારો આગ્રહ તમારા મનનો વળગાડ બની ગયો છે. એને કારણે લગભગ દરેક વ્યક્તિ પાસેથી તમને અપેક્ષા કરતાં ઓછું મળ્યાનો ગમ રહેશે. તમારે સમજવું પડશે કે જીવન અનેક ખામીઓથી ભરપૂર છે અને ઇમપર્ફેક્શનનું પણ અલાયદું મહત્વ છે એટલે એનો પણ સ્વીકાર કરતાં શીખો એમ ગણેશજી કહે છે. પ્રોફેશનલ લેવલ પર અત્યારે તમારો સમય છે. એને એન્જૉય કરો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે તમારી અંત: સ્ફુરણા ધાર્યા કરતાં વધુ બળવત્તર બની છે. જોકે આજે એને ફૉલો કરવામાં પણ વાંધો નથી એમ ગણેશજી સૂચવે છે. જોકે મહત્વની બાબતોમાં થોડું સમજી-વિચારીને નિર્ણય લેજો.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : એક વસ્તુ યાદ રાખો કે શબ્દો કરતાં તમારી ક્રિયાનું વધુ મહત્વ છે એટલે હવે બોલવા કરતાં કરી બતાવો.

આવનારું વીક : તમે સત્તા મેળવવાની લડાઈમાં કોઈની સાથે સંપૂર્ણપણે ભીંસમાં છો. જો તમે વચલો માર્ગ શોધવામાં નિષ્ફળ ગયા તો મોંઘું પરિણામ ભોગવવું પડશે. બીજું કઈ ન કરી શકો તો બે ડગલાં પાછળ હટી જાઓ એમ ગણેશજી કહે છે. કુશળતાપૂર્વક ડિપ્લોમેટિક રહીને આગળ વધો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

જો તમારો પોતાનો વ્યવસાય હોય તો રવિવારે તમારા માટે રજા નથી. જોકે દરેકેદરેક મિનિટનો ઉપયોગ કરીને બેસ્ટ પરિણામ લાવવાની કોશિશ કરો. અત્યારે પૈસાને પ્રાધાન્ય આપો.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : તમારા પ્રિયજનને પ્રેમમય આંચકો આપો અને તેમને જણાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.

આવનારું વીક : ગણેશજી કહે છે કે તમારી નજર તમારા હાથમાં રહેલા પ્રોજેક્ટ પર છે. આ આખું અઠવાડિયું તમારી બધી એનર્જી એ પ્રોજેક્ટ પૂરા કરવામાં વપરાઈ જશે. તમારી યોજના સફળતાપૂર્વક પાર પડવાને કારણે તમારા ઉત્સાહનો પાર નથી. જોકે આ બધામાં તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. તમે તમારા જે પણ વિચારો કે અભિપ્રાયો કહેવા હોય એને પ્રેમથી શૅર કરજો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ઑફિસમાં લગભગ દરેક કામમાં સફળતા મળશે. ગણેશજી કહે છે કે હવે તમારી સફળતાને તમારા જીવનમાં પૉઝિટિવિટી લાવવા માટે ઉપયોગમાં લો.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : જીવન તરફથી મળેલા પારાવાર પ્રેમની તમે પ્રશંશા કરશો.

આવનારું વીક : ભવિષ્યની લાંબી-લાંબી ચિંતા કર્યા વિના તમારી વર્તમાન સ્થિતિને બહેતર બનાવવા માટે તમે પ્રયત્નો કરી રહ્યા છો. તમારી રોજબરોજની જીવનશૈલી બહેતર બનાવવા તમે પ્રયત્નો કરી રહ્યા છો. આધ્યાત્મિક રીતે પણ સક્રિય રહેશો. જોકે બન્ને વચ્ચે બૅલેન્સ રાખવા માટે તમારો પ્રૅક્ટિકલ અપ્રોચ મદદરૂપ થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ગણેશજી કહે છે કે આજના દિવસમાં તમે પ્રેરણા લઈ શકો એવી ઘણીબધી બાબતો બનશે તેમ જ વિવિધતાને કારણે તમારામાં રહેલું સામથ્ર્ય બહાર આવશે એમ ગણેશજી કહે છે.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : તમારા દરેક ઇન્ટરેક્શનમાં આજે તમે ખૂબ હળવા અને મજાકના મૂડમાં હશો.

આવનારું વીક : કેટલીક નવી બાબતો તમારા જીવનને અસર પહોંચાડે એવી શક્યતા છે. પરિવર્તન લાવવામાં જરાય ખોટું નથી. તમે ઘણીબધી વાર લાગણીઓથી પોતાને બચાવી શકો છો જેને કારણે કોઈ પણ જાતના ઇન્ફ્લુઅન્સ વિનાના નર્ણિયો તમે સહેલાઈથી લઈ શકો છો એવા કૉન્ફિડન્સથી બચજો. કેટલાક પડકારો તમારા વિકાસની ઝડપ ઘટાડી શકે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજનો દિવસ તમારા માટે હેક્ટિક હશે. પાર્ટી માટે ખાવાનો કેટલોક સામાન ખરીદવાનો છે. બહુ અકળાવાની જરૂર નથી. શાંત રહેજો એમ ગણેશજી કહે છે.

આજનો દિવસ શ્રેષ્ઠ છે : ડેડલાઇનને પહોંચી વળશો તેમ જ હસતે ચહેરે તમારાં પેન્ડિંગ કામ પૂરાં કરી શકશો.

આવનારું વીક : જો તમારી અપેક્ષા મુજબ કામ ન થાય તો પણ હતાશ થશો નહીં. વહેલુંમોડું એ પૂરું થશે જ. આ અઠવાડિયામાં ગ્રહો એટલા સારા નથી જણાતા. છતાં નકારાત્મક વિચારોથી મગજને ભરશો નહીં, કારણ કે એનાથી તમારી પર્સનલ કે પ્રોફેશનલ લાઇફ જોખમાઈ શકે છે. આગળની દિશામાં નજર કરીને ચાલતા રહો. બાળકો સાથે સંકળાયેલી બાબતો તેમ જ નાણાકીય બાબતો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

16 September, 2012 07:14 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

કરોડો રૂપિયા કરતાં પણ જૂઠાણાંનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાને ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો, જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર આવ્યું. તેમણે મારી સામે કેસ કર્યો. મેં વકીલ તો રોક્યો, પણ તેણે મને સલાહ આપી કે હું જે સલાહ આપું એ રીતે જ વર્તજો

27 July, 2021 06:30 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

25 July, 2021 08:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

ઉપકારમાંથી અહંકાર નીકળે ત્યારે એનું નામ કરુણા થઈ જાય

બીજાના દુઃખને જોઈને માણસ કૂદી પડે કે જેટલું મારા વશમાં હોય એટલું તો હું કરું, એટલી જવાબદારી તો હું લઉં અને એવું કરીને હું તેને સુખી કરું એ જે ભાવ છે એ કરુણા છે.

22 July, 2021 01:47 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK