° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


જાણો શું કહે છે તમારી આજની રાશિ

10 October, 2012 03:17 AM IST |

જાણો શું કહે છે તમારી આજની રાશિ

જાણો શું કહે છે તમારી આજની રાશિએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તકલીફમાં હોય એવા લોકો પ્રતિ તમારી સાચી સહાનુભૂતિ તમને લોકોમાં પ્રિય બનાવી રહી છે. લોકો પોતાના ઘરગથ્થુ અને પ્રોફેશનલ પ્રૉબ્લેમ ઉકેલવા માટે તમારી સલાહ લેવા તમારી પાસે આવશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

તમારા ઘરને તાત્કાલિક ધોરણે સમારકામની જરૂર છે અને ગણેશજી જણાવી રહ્યા છે કે આજે તમે તમારા લાંબા સમયથી વિલંબમાં મુકાયેલા આ કામને પૂરું કરવા માટે પ્રોફેશનલને અપૉઇન્ટ કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમે તમારો મિજાજ ગુમાવો એવી પૂરી શક્યતા છે, કારણ કે તમારા પરિવારના સભ્યોની અપેક્ષા પૂરી ન કરી શકવાનો રંજ તમારા મનને કોરી રહ્યો છે. ગણેશજી સલાહ આપે છે કે તમારા ખર્ચ પર કન્ટ્રોલ રાખો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ગણેશજી કહી રહ્યા છે કે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને જેટલી જલદી તમે આ હકીકતનો સ્વીકાર કરશો એટલું તમારા માટે વધારે સારું રહેશે. કામ અને ગમ્મતનું કૉમ્બિનેશન તમને ખુશ રાખશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમારે કેટલીક નિરાશાઓનો સામનો કરવો પડશે. આટલી મહેનત પછી પણ તમને તમારી અપેક્ષા મુજબ પરિણામ નથી મળ્યું એને લીધે અકળાઈ ગયા છો. વધુપડતો ખર્ચ કરવાથી દૂર રહેજો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારામાં રહેલી કલાત્મકતા આજે આગળ આવશે. જોકે એમાંથી તમે પૈસા ઊભા કરી શકશો નહીં માટે તમારા શોખને શોખ જ રહેવા દેવામાં સાર છે. તમે તમારામાં રહેલી ઊર્જાનું વ્યવસ્થિત રીતે નિયમન કરી શકશો એમ ગણેશજી કહે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે થોડો ટફ દિવસ જશે એમ ગણેશજી કહે છે. પરિવારજનોની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત થઈ જશો. જોકે ચિંતા કરશો નહીં, થોડા સમયમાં બધું થાળે પડી જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમે દૂરંદેશી છો, મગજથી શાર્પ છો અને એક સારા નેતા બનવાના તમારામાં બધા જ ગુણ છે એમ ગણેશજી જણાવી રહ્યા છે. જોકે એને લીધે બીજા માટે તમારી અપેક્ષાઓ વધારી દેશો તો દુ:ખી થશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

કામને લઈને તમારામાં રહેલી ઊંડી સમજ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાશે. જોકે ઉત્સાહમાં આવીને પોતે જ પોતાનાં વખાણ કરવા ન મંડી પડતા. તમારું કામ બોલશે તેમ જ તમારા ઉપરી અધિકારીઓ પણ તમારા કામને નજરઅંદાજ નહીં કરી શકે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે તમારો મોટા ભાગનો સમય તમારા વ્યવસાયને લગતી બાબતોમાં વપરાઈ જશે. બીજાં કોઈ કાર્યો કરવા માટે તમારી પાસે ખૂબ થોડો સમય રહેશે એમ ગણેશજી કહે છે. તમારાં ભૂતકાળનાં કમોર્નું ફળ મળશે. તમે તટસ્થતાથી તમારું કામ પાર પાડશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમારા વ્યવસાયને લગતી બાબતોમાં ઊંડું ધ્યાન આપવાને કારણે તમે તમારા કૉમ્પિટિટર્સને બરાબર ફાઇટ આપી શકશો એમ ગણેશજી કહે છે. તમે તમારી વ્યાવસાયિક કુનેહને કારણે જે પરિસ્થિતિમાં બીજા બધા પડી ભાંગતા હોય એમાં પણ આબાદ રીતે પાર પડશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ગણેશજી કહે છે કે આજે લાંબા ગાળાના પ્રોફેશનલ કે પર્સનલ સંબંધોને આગળ વધારવા માટેનો બેસ્ટ દિવસ છે. સિંગલ લોકો પોતાના માટે યોગ્ય લાઇફ-પાર્ટનર શોધી શકશે. સાત સમંદર પારનો એક કૉન્ટૅક્ટ ફરી તરોતાજા થશે.

10 October, 2012 03:17 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

01 August, 2021 08:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

દયાની આવરદા લાંબી હોતી નથી, કરુણા કાયમી હોય છે

મહાનગરોમાં ટ્રાફિક-સિગ્નલ પર મહેમાનોની હાજરીમાં ભિખારીને પૈસા આપવા પડે તો એ મજબૂરી છે, કરુણા નથી.

29 July, 2021 08:25 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

આપણી દયા આઇસક્રીમ ન આવે ત્યાં સુધી, આઇસક્રીમ આવે એટલે પત્યું

એક દિવસ એવું બન્યું કે બિલાડીનું એ બચ્ચું માંદું પડ્યું. સાવ અશક્ત, આંખો પણ ખોલે નહીં. છોકરો બહુ ચિતિંત થઈ ગયો. અરે, આ મરી જશે તો શું થશે?

28 July, 2021 10:26 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK