રાશિ ભવિષ્ય

 • મેષ

  તમે આજે ઘણા ઉત્સાહિત છો અને જે કરવા ઇચ્છો છો એના માટેની સંપૂર્ણ સજ્જતા છે. આ ઊર્જા‍નો સદુપયોગ કરવો.

 • વૃષભ

  આજનો દિવસ બીજા બધા દિવસો જેવો જ છે. તમે ઘરગથ્થુ કાર્યો પતાવ્યા બાદ ઑફિસમાં વ્યસ્ત થઈ જશો.

 • મિથુન

  ગયા થોડા દિવસોથી વિપરીત તમારું કામ અને વ્યસ્તતા ઘણાં વધી જશે. તમારે કેટલાક સામાજિક પ્રસંગોમાં પણ હાજરી આપવાની જરૂર પડશે.

 • કર્ક

  મહેમાનો ઉજવણી માટે તમારા ઘરે આવશે. તમારા અમુક વિશ્વાસુ લોકોએ કોઈ એક બાબતે તમને પહેલેથી મહત્વપૂર્ણ કડી આપી નહીં એ વાતનો તમને રંજ રહેશે.

 • સિંહ

  તમે ભૂલથી તમારા બૉસ જોડે તો લગ્ન નથી કરી લીધાંને? એવું નહીં હોય તો પણ આજે તમારા જીવનસાથી બૉસની જેમ જ તમારી સાથે વર્તતા હશે.

 • કન્યા

  આજે તમારા માટે ઘણાં સારાં માગાં આવશે અને તમે મોકળા મનથી એમના વિશે વિચાર કરશો. જોકે નિર્ણય લેતી વખતે વધારે સાવચેતી રાખવી.

 • તુલા

  આજે તમારી કલ્પનાશીલતા ચરમસીમાએ પહોંચશે. તમે સર્જનશીલ બની જશો. ગણેશજી તમને શુભેચ્છા આપે છે.

 • વૃશ્ચિક

  તમે પદ્ધતિસર અને ઝીણવટભર્યું આયોજન કરીને કામ કરનારી વ્યક્તિ છો. તમને કામ પ્રત્યે અનુરાગ જાગશે.

 • ધન

  તમે પરિવારને સંભાળીને ચાલનારી અને સ્વજનો તરફ સંપૂર્ણ લક્ષ આપનારી વ્યક્તિ છો. આજે તમને પ્રેમનાં બાણ વાગવાની શક્યતા છે.

 • મકર

  તમે સમજુ અને વ્યવહારુ વ્યક્તિ છો. શાણપણ અને બુદ્ધિમત્તાના જોરે તમે આજે સ્વજનોને માર્ગદર્શન આપી શકશો.

 • કુંભ

  આજે તમે કોઈ ચર્ચાસત્રમાં સંભાષણ કરશો અથવા કોઈ ભાષણ કે પ્રેઝન્ટેશન આપશો, જ્યાં બધા લોકો તમારા અભિપ્રાય જાણવા ઉત્સુક હશે.

 • મીન

  આજના દિવસનો પ્રારંભ તકલીફદાયક રહેશે. જોકે જેમ-જેમ દિવસ પસાર થશે એમ-એમ તમારો મૂડ સુધરતો જશે એમ ગણેશજી કહે છે.

 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK