એક જમાનાનું જોરદાર ગ્લેમર હવે ઉંમર સાથે દેખાય છે આવું ગ્રેસફુલ

Updated: 31st July, 2020 16:55 IST | Chirantana Bhatt
 • રાખીએ શર્મીલી ફિલ્મથી પોતાની કારકિર્દીનો સિક્કો જમાવ્યો અને તે 2000ની સાલ સુધી ફિલ્મોમાં એક્ટીવ હતા. ગુલઝારને પરણ્યાં ખરા પણ પછી તેઓ અલગ રહ્યા અને હવે ક્યારેક બૉબ્ડ હેર કરાવેલ રાખી જાહેરમાં જોવા મળે છે પણ તે પનવેલમાં પોતાના ફાર્મ હાઉસમાં જ રહેવાનું પસંદ કરે છે.

  રાખીએ શર્મીલી ફિલ્મથી પોતાની કારકિર્દીનો સિક્કો જમાવ્યો અને તે 2000ની સાલ સુધી ફિલ્મોમાં એક્ટીવ હતા. ગુલઝારને પરણ્યાં ખરા પણ પછી તેઓ અલગ રહ્યા અને હવે ક્યારેક બૉબ્ડ હેર કરાવેલ રાખી જાહેરમાં જોવા મળે છે પણ તે પનવેલમાં પોતાના ફાર્મ હાઉસમાં જ રહેવાનું પસંદ કરે છે.

  1/16
 • જાણીતા ફિલ્મ મેકર વી શાંતા રામનાં દીકરી રાજેશ્રીએ ગીત ગાયા પથ્થરોંને જેવી ફિલ્મોમાં તથા જાનવર જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેઓ અમેરિકન બિઝનેસમેન ગ્રેગ ચેપમેનના પ્રેમમાં પડ્યાં તથા તેમણે લગ્ન કરી લીધાં અને ફિલ્મો છોડી દીધી. તેઓ અમેરિકામાં ક્લોધિંગ બિઝનેસ સંભાળે છે.

  જાણીતા ફિલ્મ મેકર વી શાંતા રામનાં દીકરી રાજેશ્રીએ ગીત ગાયા પથ્થરોંને જેવી ફિલ્મોમાં તથા જાનવર જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેઓ અમેરિકન બિઝનેસમેન ગ્રેગ ચેપમેનના પ્રેમમાં પડ્યાં તથા તેમણે લગ્ન કરી લીધાં અને ફિલ્મો છોડી દીધી. તેઓ અમેરિકામાં ક્લોધિંગ બિઝનેસ સંભાળે છે.

  2/16
 • રીના રોય ફેમસ થઇ હતી કાલી ચરણ ફિલ્મથી અને બાદમાં વિશ્વનાથ. બંન્ને ફિલ્મોમાં તે શત્રુઘ્ન સિંહા સાથે દેખાઇ અને કહી શકાય કે તે બૉલીવુડની સૌથી ફેમસ નાગીન છે. પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે તેણે લગ્ન કર્યા પણ થોડા સમય પછી તે લગ્ન તુટી ગયા. 90ના દાયકામાં તેમણે કમબેકનો ટ્રાય કર્યો પણ સફળતા ન મળી.

  રીના રોય ફેમસ થઇ હતી કાલી ચરણ ફિલ્મથી અને બાદમાં વિશ્વનાથ. બંન્ને ફિલ્મોમાં તે શત્રુઘ્ન સિંહા સાથે દેખાઇ અને કહી શકાય કે તે બૉલીવુડની સૌથી ફેમસ નાગીન છે. પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે તેણે લગ્ન કર્યા પણ થોડા સમય પછી તે લગ્ન તુટી ગયા. 90ના દાયકામાં તેમણે કમબેકનો ટ્રાય કર્યો પણ સફળતા ન મળી.

  3/16
 • નિમ્મીનું માર્ચ મહીનામાં જ નિધન થયું છે અને તેમણે બરસાત, દીદાર, દાગ અને આન જેવી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે પોતાના જમાનાનાં સૌથી વધુ ડિમાન્ડમાં હોય તેવા અભિનેત્રી હતા.

  નિમ્મીનું માર્ચ મહીનામાં જ નિધન થયું છે અને તેમણે બરસાત, દીદાર, દાગ અને આન જેવી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે પોતાના જમાનાનાં સૌથી વધુ ડિમાન્ડમાં હોય તેવા અભિનેત્રી હતા.

  4/16
 • જયા પ્રદા સિત્તેરના દાયકામાં બહુ ફેમસ હતી અને પછી રાજકારણમાં જોડાઇ. તે રાજકારણી તરીકે પણ બહુ પૉપ્યુલર રહ્યાં પણ હવે જાહેર જીવનમાં ઓછું દેખાય છે.

  જયા પ્રદા સિત્તેરના દાયકામાં બહુ ફેમસ હતી અને પછી રાજકારણમાં જોડાઇ. તે રાજકારણી તરીકે પણ બહુ પૉપ્યુલર રહ્યાં પણ હવે જાહેર જીવનમાં ઓછું દેખાય છે.

  5/16
 • લીના ચંદાવરકર એ કિશોર કુમારનાં વિધવા છે અને તેમણે રાજેશ ખન્ના જેવા સુપર સ્ટાર સાથે પણ અભિનય કર્યો છે. તેમણે એંશીના દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી અને ક્યારેય પાછા ન ફર્યા. તેમણે કિશોર કુમાર સાથે સ્થિર લગ્ન જીવન માણ્યું અને થોડા વર્ષ પહેલા કિશોરદાની યાદમાં થયેલા રિયાલીટી શૉમાં જજ તરીકે દેખાય હતા.

  લીના ચંદાવરકર એ કિશોર કુમારનાં વિધવા છે અને તેમણે રાજેશ ખન્ના જેવા સુપર સ્ટાર સાથે પણ અભિનય કર્યો છે. તેમણે એંશીના દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી અને ક્યારેય પાછા ન ફર્યા. તેમણે કિશોર કુમાર સાથે સ્થિર લગ્ન જીવન માણ્યું અને થોડા વર્ષ પહેલા કિશોરદાની યાદમાં થયેલા રિયાલીટી શૉમાં જજ તરીકે દેખાય હતા.

  6/16
 • વૈજયંતી માલા એક સમયનાં સુપરસ્ટાર છે અને તેમણે નયા દૌર, સંગમ, મધુમતી જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે દેવદાસ ફિલ્મમાં ચંદ્રમુખીના રોલને કાયમ માટે યાદગાર બનાવ્યો અને બાદમાં પરણીને 1968માં તે ચેન્નઇ ચાલ્યા ગયા. તે રાજકારણમાં પણ એક્ટિવ રહ્યા છે જો કે હવે તે ક્યારે ડાન્સ પરફોર્મન્સ કરતા દેખાઇ આવે છે બાકી જાહેર જીવનમાં બહુ દેખા નથી દેતા

  વૈજયંતી માલા એક સમયનાં સુપરસ્ટાર છે અને તેમણે નયા દૌર, સંગમ, મધુમતી જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે દેવદાસ ફિલ્મમાં ચંદ્રમુખીના રોલને કાયમ માટે યાદગાર બનાવ્યો અને બાદમાં પરણીને 1968માં તે ચેન્નઇ ચાલ્યા ગયા. તે રાજકારણમાં પણ એક્ટિવ રહ્યા છે જો કે હવે તે ક્યારે ડાન્સ પરફોર્મન્સ કરતા દેખાઇ આવે છે બાકી જાહેર જીવનમાં બહુ દેખા નથી દેતા

  7/16
 • અનુ અગ્રવાલ એટલે આશિકી ફિલ્મ. તેણે ખલનાયિકા જેવી બોલ્ડ ફિલ્મો પણ કરી અને હમણાં હમણાંથી તે કાસ્ટિંગ કાઉચ જેવી બાબતોની વાત કરી ફરી ચર્ચામાં છે. તે પોતાની લાઇફ પર પુસ્તક લખી રહી છે. માત્ર છ વર્ષ ફિલ્મોમાં કામ કરી તે ગુમ થઇ ગઇ અને પછી એક એક્સિડન્ટને પગલે તે એક મહીનો કોમામાં હતી. તે યોગ શિખવે છે, ચેરિટી કરે છે.

  અનુ અગ્રવાલ એટલે આશિકી ફિલ્મ. તેણે ખલનાયિકા જેવી બોલ્ડ ફિલ્મો પણ કરી અને હમણાં હમણાંથી તે કાસ્ટિંગ કાઉચ જેવી બાબતોની વાત કરી ફરી ચર્ચામાં છે. તે પોતાની લાઇફ પર પુસ્તક લખી રહી છે. માત્ર છ વર્ષ ફિલ્મોમાં કામ કરી તે ગુમ થઇ ગઇ અને પછી એક એક્સિડન્ટને પગલે તે એક મહીનો કોમામાં હતી. તે યોગ શિખવે છે, ચેરિટી કરે છે.

  8/16
 • મિનાક્ષી શેશાદ્રીએ બૉલીવુડમાં એંશીના મધ્યમાં એન્ટ્રી કરી અને નેવુંના દાયકા સુધી સારું એવું કામ કર્યું. તેણે પોતાના કરિયરના મધ્યે ઇન્ડસ્ટ્રી છોડી વિદેશ જઇ ઠરીઠામ થવાનું નક્કી કર્યું.

  મિનાક્ષી શેશાદ્રીએ બૉલીવુડમાં એંશીના મધ્યમાં એન્ટ્રી કરી અને નેવુંના દાયકા સુધી સારું એવું કામ કર્યું. તેણે પોતાના કરિયરના મધ્યે ઇન્ડસ્ટ્રી છોડી વિદેશ જઇ ઠરીઠામ થવાનું નક્કી કર્યું.

  9/16
 • માલા સિંહાએ પ્યાસા, ગુમરાહ, હિમાલય કી ગોદમેં જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. એંશીના દાયકામાં તેમણે ધીરે ધીરે ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કર્યું. તેમણે પોતાના નેપાળી કો સ્ટાર ચિદંબર પ્રસાદ લોહાણી 60ના દાયકામાં સાથે લગ્ન કર્યા હતા.

  માલા સિંહાએ પ્યાસા, ગુમરાહ, હિમાલય કી ગોદમેં જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. એંશીના દાયકામાં તેમણે ધીરે ધીરે ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કર્યું. તેમણે પોતાના નેપાળી કો સ્ટાર ચિદંબર પ્રસાદ લોહાણી 60ના દાયકામાં સાથે લગ્ન કર્યા હતા.

  10/16
 • નગ્માએ સલમાન ખાનની ફિલ્મ બાગીથી ફિલ્મોમાં કામ શરુ કર્યું અને પછી ઘણી ફિલ્મો કરી. તેનું નામ એક સમયે સૌરવ ગાંગુલી સાથે જોડાયું હતું. ફિલ્મો છોડી તે રાજકારણમાં જોડાઇ અને છેલ્લે એક રાજવી લગ્નમાં તે જોવા મળી હતી.

  નગ્માએ સલમાન ખાનની ફિલ્મ બાગીથી ફિલ્મોમાં કામ શરુ કર્યું અને પછી ઘણી ફિલ્મો કરી. તેનું નામ એક સમયે સૌરવ ગાંગુલી સાથે જોડાયું હતું. ફિલ્મો છોડી તે રાજકારણમાં જોડાઇ અને છેલ્લે એક રાજવી લગ્નમાં તે જોવા મળી હતી.

  11/16
 • ઝીનત અમાન એટલે બોલ્ડ એક્ટ્રેસ અને તેમને જોઇને ભલભલાંના દિલના ધબકારા જાણે થંભી જતા. સુપર સ્ટાર્સ સાથે કામ કરનાર ઝીનત અત્યારે 67નાં છે અને તેમને ઓળખવાં મુશ્કેલ થઇ પડે તેવાં દેખાય છે.

  ઝીનત અમાન એટલે બોલ્ડ એક્ટ્રેસ અને તેમને જોઇને ભલભલાંના દિલના ધબકારા જાણે થંભી જતા. સુપર સ્ટાર્સ સાથે કામ કરનાર ઝીનત અત્યારે 67નાં છે અને તેમને ઓળખવાં મુશ્કેલ થઇ પડે તેવાં દેખાય છે.

  12/16
 • અનિતા રાજ એંશીના દાયકામાં બહુ પ્રખ્યાત હતા અને તેમણે નૌકર બીવી કા, ઝમીન આસમાં જેવી ફિલ્મો કરી ત્યાર બાદ ટેલિવિઝનમાં પણ કામ કર્યું. તે 57ની વયે પણ એકદમ ફિટ દેખાય છે.

  અનિતા રાજ એંશીના દાયકામાં બહુ પ્રખ્યાત હતા અને તેમણે નૌકર બીવી કા, ઝમીન આસમાં જેવી ફિલ્મો કરી ત્યાર બાદ ટેલિવિઝનમાં પણ કામ કર્યું. તે 57ની વયે પણ એકદમ ફિટ દેખાય છે.

  13/16
 • કિમી કાટકર ગોવામાં એક બુક લોન્ચ ઇવેન્ટમાં 2017માં દેખાયા હતા. જુમ્મા ચુમ્મા ગીતમાં પોતાના જલ્વા બતાડનાર કિમ્મી ગોઆમાં જ રહે છે અને ભાગ્યે જ પબ્લિકમાં દેખાય છે.

  કિમી કાટકર ગોવામાં એક બુક લોન્ચ ઇવેન્ટમાં 2017માં દેખાયા હતા. જુમ્મા ચુમ્મા ગીતમાં પોતાના જલ્વા બતાડનાર કિમ્મી ગોઆમાં જ રહે છે અને ભાગ્યે જ પબ્લિકમાં દેખાય છે.

  14/16
 • મૌશમી ચેટર્જીએ 1967માં ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી, બાલિકા બધુ ફિલ્મથી કરિયર શરૂ કરનારા મૌશમીએ ઘણી હિંદી ફિલ્મોમાં કામ કર્યું. એક સમયે તે સૌથી વધુ પેમેન્ટ મેળવનાર અભિનેત્રી હતાં અને તેમણે છેલ્લે 2015માં પીકુમાં રોલ કર્યો. 2019માં તે ભાજપામાં જોડાયાં.

  મૌશમી ચેટર્જીએ 1967માં ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી, બાલિકા બધુ ફિલ્મથી કરિયર શરૂ કરનારા મૌશમીએ ઘણી હિંદી ફિલ્મોમાં કામ કર્યું. એક સમયે તે સૌથી વધુ પેમેન્ટ મેળવનાર અભિનેત્રી હતાં અને તેમણે છેલ્લે 2015માં પીકુમાં રોલ કર્યો. 2019માં તે ભાજપામાં જોડાયાં.

  15/16
 • રાજેશ ખન્ના અને મુમતાઝની કેમેસ્ટ્રી કોઇ કેવી રીતે ભુલી શકે. અનેક હિંન્દી ફિલ્મોમાં સુપર સ્ટાર્સ સાથે અભિનય કરનારી મુમતાઝે મિલિયોનર મયુર માધવાણી સાથે લગ્ન કર્યા અને 1974માં ઇન્ડસ્ટ્રી છોડી દીધી. તેમણે કમબેક કરવાનો ટ્રાય તો કર્યો પણ સફળતા ન મળી.

  રાજેશ ખન્ના અને મુમતાઝની કેમેસ્ટ્રી કોઇ કેવી રીતે ભુલી શકે. અનેક હિંન્દી ફિલ્મોમાં સુપર સ્ટાર્સ સાથે અભિનય કરનારી મુમતાઝે મિલિયોનર મયુર માધવાણી સાથે લગ્ન કર્યા અને 1974માં ઇન્ડસ્ટ્રી છોડી દીધી. તેમણે કમબેક કરવાનો ટ્રાય તો કર્યો પણ સફળતા ન મળી.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

પહેલાનાં જમાનની અભિનેત્રીઓનો ઠસ્સો અલગ હતો, ત્યારે કંઇ સોશ્યલ મીડિયા તો હતું નહીં કે તેમની પર ઝડપથી નજર પડે. જો કે આજકાલ તેમાંથી અમુકની તસવીરો મીડિયામાં કોઇને કોઇ રીતે જોવા મળે છે તો કોઇ પોતે જ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે. જોઇએ આવી કેટલીક તસવીરો

First Published: 31st July, 2020 16:30 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK