બોલીવુડ જગતમાં ફિલ્મોની સાથે-સાથે હવે વેબસીરિઝને લઈને પણ લોકોમાં ક્રૅઝ વધી રહ્યો છે. 'મિર્ઝાપુર 2' (Mirzapur 2)થી લઈને 'સ્કૅમ 1992' (Scam 1992) સુધી જેવી વેબ સીરિઝે દર્શકોનું દિલ જીતવામાં કોઇ કસર બાકી રાખી નથી. જ્યાં એક તરફ આ વેબસીરિઝ દર્શકોમાં લોકપ્રિય બની છે અને વેબ સીરિઝ ગૂગલ પર પણ છવાયેલી રહી છે. કેટલીક ભારતીય વેબસીરિઝ એવી હતી, જેમને લોકો દ્વારા ગૂગલ પર ખૂબ જ સર્ચ કરવામાં આવી હતી. આ રીતે મનોરંજન જગતમાં વેબસીરિઝ ખૂબ જ છવાયેલી રહી.