Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

Published: 31st December, 2020 14:16 IST | Shilpa Bhanushali
  • બૉબી દેઓલ- ક્લાસ ઑફ 83 અને આશ્રમ બૉબી દેઓલે બૉલીવુડમાં ફિલ્મ બરસાત દ્વારા 1995માં ડેબ્યૂ કર્યો હતો. ત્યાર બાદ તેણે ગુપ્ત, સોલ્જર, અજનબી અને હમરાઝ જેવી ફિલ્મો કરી. ત્યાર બાદ શાહરૂખ ખાનના હોમ પ્રૉડક્શનમાં બનેલી વેબસીરિઝ ક્લાસ ઑફ 83 એ બૉબી દેઓલના કરિઅરમાં એક નવો વળાંક મળ્યો. ત્યાર બાદ પ્રકાશ ઝાની આશ્રમમાં બૉબી દેઓલે બાબાનું પાત્ર ભજવ્યું, આ વેબ સીરિઝ વિવાદમાં પણ છવાયેલી રહી તેમ છતાં બૉબી દેઓલ ફરી ચર્ચામાં છવાઇ ગયો.

    બૉબી દેઓલ- ક્લાસ ઑફ 83 અને આશ્રમ
    બૉબી દેઓલે બૉલીવુડમાં ફિલ્મ બરસાત દ્વારા 1995માં ડેબ્યૂ કર્યો હતો. ત્યાર બાદ તેણે ગુપ્ત, સોલ્જર, અજનબી અને હમરાઝ જેવી ફિલ્મો કરી. ત્યાર બાદ શાહરૂખ ખાનના હોમ પ્રૉડક્શનમાં બનેલી વેબસીરિઝ ક્લાસ ઑફ 83 એ બૉબી દેઓલના કરિઅરમાં એક નવો વળાંક મળ્યો. ત્યાર બાદ પ્રકાશ ઝાની આશ્રમમાં બૉબી દેઓલે બાબાનું પાત્ર ભજવ્યું, આ વેબ સીરિઝ વિવાદમાં પણ છવાયેલી રહી તેમ છતાં બૉબી દેઓલ ફરી ચર્ચામાં છવાઇ ગયો.

    1/8
  • અભિષેક બચ્ચન- બ્રીધ ઇન ટુ ધ શૅડૉઝ અભિષેક મોટા પડદે અનેક વાર જોવા મળ્યો છે. પણ 2020માં તેણે પોતાનો ડિજિટલ ડેબ્યૂ લોકપ્રિય વેબસીરિઝ બ્રીધઃ ઇન ટુ ધ શેડૉઝની સીઝન 2 દ્વારા કર્યો છે. આ વેબસીરિઝમાં તેણે ડૉ. અવિનાશ સબ્રવાલનું પાત્ર ભજવ્યું છે.

    અભિષેક બચ્ચન- બ્રીધ ઇન ટુ ધ શૅડૉઝ
    અભિષેક મોટા પડદે અનેક વાર જોવા મળ્યો છે. પણ 2020માં તેણે પોતાનો ડિજિટલ ડેબ્યૂ લોકપ્રિય વેબસીરિઝ બ્રીધઃ ઇન ટુ ધ શેડૉઝની સીઝન 2 દ્વારા કર્યો છે. આ વેબસીરિઝમાં તેણે ડૉ. અવિનાશ સબ્રવાલનું પાત્ર ભજવ્યું છે.

    2/8
  • સુષ્મિતા સેન- આર્યા મિસ યુનિવર્સ રહી ચૂકેલી અભિનેત્રી સુષ્મિતા સેન ઘણાં સમયથી બોલીવુડથી દૂર રહ્યા બાદ તેણે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી વેબ સીરિઝ આર્યા દ્વારા પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો હતો. આ વેબસીરિઝ પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

    સુષ્મિતા સેન- આર્યા
    મિસ યુનિવર્સ રહી ચૂકેલી અભિનેત્રી સુષ્મિતા સેન ઘણાં સમયથી બોલીવુડથી દૂર રહ્યા બાદ તેણે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી વેબ સીરિઝ આર્યા દ્વારા પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો હતો. આ વેબસીરિઝ પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

    3/8
  • કરિશ્મા કપૂર- મેન્ટલહુડ છેલ્લા સાત વર્ષ બાદ કરિશ્મા કપૂરના આ અભિનય દ્વારા તેણે ફરી લોકપ્રિયતા મેળવી. 11 માર્ચ 2020માં તેણે ઓનલાઇન રિલીઝ થેયલી વેબસીરિઝ મેન્ટલ હૂડ દ્વારા પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો હતો. કરિશ્મા કપૂરે માયરા શર્મા જે નાના ગામમાં એક માતા છે તેનું પાત્ર ભજવ્યું હતું.

    કરિશ્મા કપૂર- મેન્ટલહુડ
    છેલ્લા સાત વર્ષ બાદ કરિશ્મા કપૂરના આ અભિનય દ્વારા તેણે ફરી લોકપ્રિયતા મેળવી. 11 માર્ચ 2020માં તેણે ઓનલાઇન રિલીઝ થેયલી વેબસીરિઝ મેન્ટલ હૂડ દ્વારા પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો હતો. કરિશ્મા કપૂરે માયરા શર્મા જે નાના ગામમાં એક માતા છે તેનું પાત્ર ભજવ્યું હતું.

    4/8
  • અર્શદ વારસી- અસુર અર્શદ વારસીએ મુન્નાભાઈ સીરિઝમાં સરકિટનું પાત્ર ભજવીને પોતાની એક આગવી ઓળખ બનાવી હતી. જો કે, આ પાત્ર સિવાય પણ અર્શદ વારસીએ અનેક એવા પાત્રો ભજવીને લોકપ્રિયતા મેળવી છે. પણ માર્ચમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ અસુર દ્વારા તેણે પોતાનું ડિજિટલ ડેબ્યૂ કર્યું અને આ વેબસીરિઝ પણ ખૂબ જ લોકપ્રિય બની.

    અર્શદ વારસી- અસુર
    અર્શદ વારસીએ મુન્નાભાઈ સીરિઝમાં સરકિટનું પાત્ર ભજવીને પોતાની એક આગવી ઓળખ બનાવી હતી. જો કે, આ પાત્ર સિવાય પણ અર્શદ વારસીએ અનેક એવા પાત્રો ભજવીને લોકપ્રિયતા મેળવી છે. પણ માર્ચમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ અસુર દ્વારા તેણે પોતાનું ડિજિટલ ડેબ્યૂ કર્યું અને આ વેબસીરિઝ પણ ખૂબ જ લોકપ્રિય બની.

    5/8
  • નસીરુદ્દીન શાહ- બંદિશ બૅન્ડિટ્સ 1980માં આવેલી હમ પાંચથી 2019માં આવેલી તાશ્કંત ફાઇલ્સ સુધી નસીરુદ્દીન શાહે અનેક ફિલ્મો કરી છે. 70 વર્ષના નસીરુદ્દીન શાહે બંદિશ બેન્ડિટ્સ વેબસીરિઝ દ્વારા પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો.

    નસીરુદ્દીન શાહ- બંદિશ બૅન્ડિટ્સ
    1980માં આવેલી હમ પાંચથી 2019માં આવેલી તાશ્કંત ફાઇલ્સ સુધી નસીરુદ્દીન શાહે અનેક ફિલ્મો કરી છે. 70 વર્ષના નસીરુદ્દીન શાહે બંદિશ બેન્ડિટ્સ વેબસીરિઝ દ્વારા પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો.

    6/8
  • પ્રતિક ગાંધી- સ્કૅમ 1992 પ્રતિક ગાંધીએ લવયાત્રીમાં સપોર્ટિંગ રોલમાં અને અને ત્યાર બાદ 2018માં મિત્રો અને વર્ષ 2020માં મુખ્ય પાત્રમાં જોવા મળ્યો. આ વર્ષે સ્કૅમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી, જે વર્ષ 2020ની ખૂબ જ હાઇએસ્ટ રેટેડ વેબ સીરિઝ બની છે. આ વેબસીરિઝમાં પ્રતિક ગાંધીના અભિનયના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

    પ્રતિક ગાંધી- સ્કૅમ 1992
    પ્રતિક ગાંધીએ લવયાત્રીમાં સપોર્ટિંગ રોલમાં અને અને ત્યાર બાદ 2018માં મિત્રો અને વર્ષ 2020માં મુખ્ય પાત્રમાં જોવા મળ્યો. આ વર્ષે સ્કૅમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી, જે વર્ષ 2020ની ખૂબ જ હાઇએસ્ટ રેટેડ વેબ સીરિઝ બની છે. આ વેબસીરિઝમાં પ્રતિક ગાંધીના અભિનયના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

    7/8
  • લારા દત્તા- હન્ડ્રેડ છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ન્યૂયૉર્કમાં જોવા મળેલી અભિનેત્રી લારા દત્તાએ 2020માં આવેલી વેબસીરિઝ હન્ડ્રેડ દ્વારા પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો.

    લારા દત્તા- હન્ડ્રેડ
    છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ન્યૂયૉર્કમાં જોવા મળેલી અભિનેત્રી લારા દત્તાએ 2020માં આવેલી વેબસીરિઝ હન્ડ્રેડ દ્વારા પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK