કેન્સર સામે સિતારાઓની જંગ, કોઇ જીત્યું કોઇ હાર્યું

Updated: Apr 30, 2020, 00:01 IST | Chirantana Bhatt
 • ઇરફાન ખાનને કેન્સર હોવાના સમાચાર બહુ મોટો આઘાત હતા. 2018માં તેણે લોકો સમક્ષ પોતાની આ હાલતનું સત્ય મુક્યું હતું. તેની સારવાર લંડનમાં ચાલુ કરાઇ હતી. તેણે ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરની સારવાર કરાવી. તેણે પોતાના સ્વાસ્થ્ય અંગે લોકોને ટ્વિટરથી માહિતગાર કર્યા હતા. એક સમયે બનેગી અપની બાત સિરીયલમાં દેખાયેલા ઇરફાને લાઇફ ઑફ પાઇથી માંડીને નેમસેક જેવી આંતરરાષ્ટ્રીય - ક્રોસ કલ્ચર ફિલ્મોમાં અભિનય કર્યો છે. ઇરફાનની નાજુક તબિયતને પગલે તેના પ્રોજેક્ટ્સ પણ અટકાવાયા હતા. તેણે અંગ્રેઝી મીડિયમ ફિલ્મનાં પ્રમોશન્સમાં ભાગ ન લઇને લોકોને સંદેશો આપ્યો કે પોતાની તબિયત ઠીક નથી. ઇરફાનને આપણે કેન્સર સામેની જંગમાં અંતે ગુમાવી દીધો.

  ઇરફાન ખાનને કેન્સર હોવાના સમાચાર બહુ મોટો આઘાત હતા. 2018માં તેણે લોકો સમક્ષ પોતાની આ હાલતનું સત્ય મુક્યું હતું. તેની સારવાર લંડનમાં ચાલુ કરાઇ હતી. તેણે ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરની સારવાર કરાવી. તેણે પોતાના સ્વાસ્થ્ય અંગે લોકોને ટ્વિટરથી માહિતગાર કર્યા હતા. એક સમયે બનેગી અપની બાત સિરીયલમાં દેખાયેલા ઇરફાને લાઇફ ઑફ પાઇથી માંડીને નેમસેક જેવી આંતરરાષ્ટ્રીય - ક્રોસ કલ્ચર ફિલ્મોમાં અભિનય કર્યો છે. ઇરફાનની નાજુક તબિયતને પગલે તેના પ્રોજેક્ટ્સ પણ અટકાવાયા હતા. તેણે અંગ્રેઝી મીડિયમ ફિલ્મનાં પ્રમોશન્સમાં ભાગ ન લઇને લોકોને સંદેશો આપ્યો કે પોતાની તબિયત ઠીક નથી. ઇરફાનને આપણે કેન્સર સામેની જંગમાં અંતે ગુમાવી દીધો.

  1/17
 • નરગીસ દત્તની રાજ કપૂર સાથેની ફિલ્મો આહ, ચોરી ચોરી, આગ, બરસાત, આવારાને તો આજે પણ જોવી ગમે. તેમના અભિનયની રેન્જનાં વખાણ કરનારાઓની કોઇ કમી નથી. મધર ઇન્ડિયા ફિલ્મ તેમની એક નવી જ ઓળખ બની. જે સુનિલ દત્તે તેમાં પુત્રનો રોલ કર્યો હતો તેમની સાથે નરગીસે લગ્ન કર્યા. સેટ પર થયેલા એક એક્સિડન્ટમાં નરગીસને સુનિલ દત્તે બચાવ્યા અને પછી રાજ કપૂરની સાથે જેમનું નામ જોડાયું હતું તે નરગીસના નામ પાછળ દત્ત અટક લાગી ગઇ. સંજય દત્તની આંખો પણ તેમની મમ્મી જેવી જ છે. પેનક્રિયાટિક કેન્સરને કારણે મોતને ભેટેલા નરગીસનું જવું તેમના પરિવાર માટે બહુ મોટો ધક્કો હતો. તેમણે પણ ન્યુ યોર્કમાં સારવાર વીધી હતી પણ તેમની સ્થિતિ કથળતી ગઇ અને તે કોમામાં સરી ગયા બાદ ગુજરી ગયા. સંજય દત્તનું ડેબ્યુ રોકી ફિલ્મથી થયું અને ફિલ્મનાં પ્રિમિયરમાં નરગીસ દત્તની યાદમાં એક સીટ ખાલી રખાઇ હતી.    

  નરગીસ દત્તની રાજ કપૂર સાથેની ફિલ્મો આહ, ચોરી ચોરી, આગ, બરસાત, આવારાને તો આજે પણ જોવી ગમે. તેમના અભિનયની રેન્જનાં વખાણ કરનારાઓની કોઇ કમી નથી. મધર ઇન્ડિયા ફિલ્મ તેમની એક નવી જ ઓળખ બની. જે સુનિલ દત્તે તેમાં પુત્રનો રોલ કર્યો હતો તેમની સાથે નરગીસે લગ્ન કર્યા. સેટ પર થયેલા એક એક્સિડન્ટમાં નરગીસને સુનિલ દત્તે બચાવ્યા અને પછી રાજ કપૂરની સાથે જેમનું નામ જોડાયું હતું તે નરગીસના નામ પાછળ દત્ત અટક લાગી ગઇ. સંજય દત્તની આંખો પણ તેમની મમ્મી જેવી જ છે. પેનક્રિયાટિક કેન્સરને કારણે મોતને ભેટેલા નરગીસનું જવું તેમના પરિવાર માટે બહુ મોટો ધક્કો હતો. તેમણે પણ ન્યુ યોર્કમાં સારવાર વીધી હતી પણ તેમની સ્થિતિ કથળતી ગઇ અને તે કોમામાં સરી ગયા બાદ ગુજરી ગયા. સંજય દત્તનું ડેબ્યુ રોકી ફિલ્મથી થયું અને ફિલ્મનાં પ્રિમિયરમાં નરગીસ દત્તની યાદમાં એક સીટ ખાલી રખાઇ હતી.

   

   

  2/17
 • જય શીવ શંકર વાળું ગીત યાદ કરીએ અને મુમતાઝનાં લટકા ઝટકા યાદ ન આવે એ તો શક્ય જ નથી. મુમતાઝની અદાઓ પર વારી જનારાઓની સંખ્યા નાની સુની નહોતી. દો રાસ્તે, ચોર મચાયે શોર, આદમી ઔર ઇન્સાન, ખિલોના જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મુમતાઝને 54 વર્ષની વયે બ્રેસ્ટ કેન્સર હોવાનું જાણવા મળ્યું. 11 વર્ષ સુધી કેન્સર સામે અથાક લડત આપીને આ અભિનેત્રીએ પોતાની જાતને સંભાળી લીધી. મુમતાઝે યુનીગ્લોબ એન્ટરટેઇનમેન્ટની ડોક્યુમેન્ટરી 'વન મીનિટ'માં કેન્સર સર્વાઇવર તરીકે ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો.

  જય શીવ શંકર વાળું ગીત યાદ કરીએ અને મુમતાઝનાં લટકા ઝટકા યાદ ન આવે એ તો શક્ય જ નથી. મુમતાઝની અદાઓ પર વારી જનારાઓની સંખ્યા નાની સુની નહોતી. દો રાસ્તે, ચોર મચાયે શોર, આદમી ઔર ઇન્સાન, ખિલોના જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મુમતાઝને 54 વર્ષની વયે બ્રેસ્ટ કેન્સર હોવાનું જાણવા મળ્યું. 11 વર્ષ સુધી કેન્સર સામે અથાક લડત આપીને આ અભિનેત્રીએ પોતાની જાતને સંભાળી લીધી. મુમતાઝે યુનીગ્લોબ એન્ટરટેઇનમેન્ટની ડોક્યુમેન્ટરી 'વન મીનિટ'માં કેન્સર સર્વાઇવર તરીકે ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો.

  3/17
 • મુમતાઝ સાથે જેની જોડી લોકોને બહુ પસંદ હતી, જેમની ગાડી પસાર થઇ જાય તો યુવતીઓ જ્યાં ગાડીનાં પૈડાંની છાપ હોય ત્યાંથી ધૂળ ઉપાડીને પોતાનો સેંથો ભરતી તેવા રાજેશ ખન્નાને કેન્સરે હરાવી દીધા. તેમની રંગીન જિંદગી માટે રાજેશ ખન્ના જાણીતા હતા અને તેમનો અભિનય તેમને સુપર સ્ટારડમનાં એક નવા જ સ્તરે લઇ ગયો હતો. તે હિન્દી ફિલ્મોનાં પહેલા સુપર સ્ટાર હતા તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેમને 2011માં કેન્સર હોવાનું બહાર આવ્યું અને એક વર્ષમાં રાજેશ ખન્નાનો ચાર્મ વિલાઇ ગયો અને આપણે આ સ્ટારને ગુમાવી બેઠા.

  મુમતાઝ સાથે જેની જોડી લોકોને બહુ પસંદ હતી, જેમની ગાડી પસાર થઇ જાય તો યુવતીઓ જ્યાં ગાડીનાં પૈડાંની છાપ હોય ત્યાંથી ધૂળ ઉપાડીને પોતાનો સેંથો ભરતી તેવા રાજેશ ખન્નાને કેન્સરે હરાવી દીધા. તેમની રંગીન જિંદગી માટે રાજેશ ખન્ના જાણીતા હતા અને તેમનો અભિનય તેમને સુપર સ્ટારડમનાં એક નવા જ સ્તરે લઇ ગયો હતો. તે હિન્દી ફિલ્મોનાં પહેલા સુપર સ્ટાર હતા તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેમને 2011માં કેન્સર હોવાનું બહાર આવ્યું અને એક વર્ષમાં રાજેશ ખન્નાનો ચાર્મ વિલાઇ ગયો અને આપણે આ સ્ટારને ગુમાવી બેઠા.

  4/17
 • ફિરોઝ ખાન બોલીવુડના સ્ટાઇલ આઇકન હતા. તેમની ફિલ્મોમાં એક જૂદા જ પ્રકારનું ગ્લેમર જોવા મળતું અને છાતીના વાળ દેખાય એ રીતે શર્ટ પહેરનારા ફિરોઝખાનની મર્દાનગી પર વારી જનારી સ્ત્રીઓનો આંકડો નાનો સુનો નહોતો. જાંબાઝ અને કુર્બાની જેવી ફિલ્મોમાં તેમનો અભિનય લોકો આજે પણ યાદ કરે છે. તેમણે છેલ્લે 2017માં વેલકમ ફિલ્મમાં અભિનય કર્યો હતો. બ્રિચ કેન્ડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ફિરોઝ ખાને પોતાના બેંગલોરના ફાર્મ હાઉસ પર જવાની ઇચ્છા કરી અને તેમણે ત્યાં જ છેલ્લો શ્વાસ લીધો હતો.

  ફિરોઝ ખાન બોલીવુડના સ્ટાઇલ આઇકન હતા. તેમની ફિલ્મોમાં એક જૂદા જ પ્રકારનું ગ્લેમર જોવા મળતું અને છાતીના વાળ દેખાય એ રીતે શર્ટ પહેરનારા ફિરોઝખાનની મર્દાનગી પર વારી જનારી સ્ત્રીઓનો આંકડો નાનો સુનો નહોતો. જાંબાઝ અને કુર્બાની જેવી ફિલ્મોમાં તેમનો અભિનય લોકો આજે પણ યાદ કરે છે. તેમણે છેલ્લે 2017માં વેલકમ ફિલ્મમાં અભિનય કર્યો હતો. બ્રિચ કેન્ડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ફિરોઝ ખાને પોતાના બેંગલોરના ફાર્મ હાઉસ પર જવાની ઇચ્છા કરી અને તેમણે ત્યાં જ છેલ્લો શ્વાસ લીધો હતો.

  5/17
 • ડિંપલ કાપડિયાની બહેન સિંપલ કાપડિયાએ બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું. તે કોશ્ચ્યુમ ડિઝાઇનર પણ હતા અને 51 વર્ષની વયે ડિંપલ કાપડિયાની આ નાની બહેને કેન્સર સામે દમ તોડ્યો. તેમણે રુદાલી ફિલ્મમાં કોશ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. 1986 પછી સિંપલે એકપણ ફિલ્મમાં અભિનય નહોતો કર્યો, તેમની પહેલી ફિલ્મ પોતાની જીજાજી રાજેશ ખન્ના સાથેની અનુરોધ હતી. 

  ડિંપલ કાપડિયાની બહેન સિંપલ કાપડિયાએ બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું. તે કોશ્ચ્યુમ ડિઝાઇનર પણ હતા અને 51 વર્ષની વયે ડિંપલ કાપડિયાની આ નાની બહેને કેન્સર સામે દમ તોડ્યો. તેમણે રુદાલી ફિલ્મમાં કોશ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. 1986 પછી સિંપલે એકપણ ફિલ્મમાં અભિનય નહોતો કર્યો, તેમની પહેલી ફિલ્મ પોતાની જીજાજી રાજેશ ખન્ના સાથેની અનુરોધ હતી. 

  6/17
 • વિનોદ ખન્નાનાં યુવાનીનો ફોટોગ્રાફ જોઇએ અને હ્રદય એક ધબકારો ન ચૂકી જાય એવું બની જ ન શકે. હોટનેસના પર્યાય સમા વિનોદ ખન્ના એંશીનાં દાયકાનાં સૌથી ડિઝાયરેબલ એક્ટર હતા. તેમણે મુકદ્દર કા સિંકદર, ઇમ્તિહાન, ચાંદની જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. સિત્તેરની વયે તેમને બ્લેડરનું કેન્સર થયું હોવાનું બહાર આવ્યું અને તેમની સારવાર મલાબાર હિલ પાસે આવેલી હોસ્પીટલમાં જ ચાલી રહી હતી. એક સમયે ઓશોના અનુયાયી બની ગયેલા વિનોદ ખન્ના કેન્સર સામે ટકી ન શક્યા.

  વિનોદ ખન્નાનાં યુવાનીનો ફોટોગ્રાફ જોઇએ અને હ્રદય એક ધબકારો ન ચૂકી જાય એવું બની જ ન શકે. હોટનેસના પર્યાય સમા વિનોદ ખન્ના એંશીનાં દાયકાનાં સૌથી ડિઝાયરેબલ એક્ટર હતા. તેમણે મુકદ્દર કા સિંકદર, ઇમ્તિહાન, ચાંદની જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. સિત્તેરની વયે તેમને બ્લેડરનું કેન્સર થયું હોવાનું બહાર આવ્યું અને તેમની સારવાર મલાબાર હિલ પાસે આવેલી હોસ્પીટલમાં જ ચાલી રહી હતી. એક સમયે ઓશોના અનુયાયી બની ગયેલા વિનોદ ખન્ના કેન્સર સામે ટકી ન શક્યા.

  7/17
 • લીસા રેની સૂુંદરતા કોઇ રે એટલે કે કિરણ જેવી જ ધારદાર પણ છતાં ય સુંવાળી છે. 2009માં લિસા રેને મલ્ટીપલ મેલોમા- એક પ્રકારનું બોન મેરો કેન્સર હોવાનું જાણવા મળ્યું. લીસા રેએ પોતાની જાતને લોકો અને્ મીડિયાથી દૂર કરી લીધી પણ કેન્સરને પોતાનાથી દૂર કરવાનો નિર્ણય પણ લીધો. એક વર્ષ સુધી કેન્સર સામે લડત આપીને લીસા રે પોતાના ફુલ સ્ટેમ સેલ રિપ્લેસમેન્ટ વિષે જાહેરાત કરી હતી. લીસા રેને થયેલા કેન્સરની સારવાર તો શક્ય છે પણ તે શરીરમાંથી પુરેપુરું નથી જતું. તેણે 'ક્લોઝ ટૂ ધી બોન'નાં નામથી પોતાની આત્મકથા લખી છે.

  લીસા રેની સૂુંદરતા કોઇ રે એટલે કે કિરણ જેવી જ ધારદાર પણ છતાં ય સુંવાળી છે. 2009માં લિસા રેને મલ્ટીપલ મેલોમા- એક પ્રકારનું બોન મેરો કેન્સર હોવાનું જાણવા મળ્યું. લીસા રેએ પોતાની જાતને લોકો અને્ મીડિયાથી દૂર કરી લીધી પણ કેન્સરને પોતાનાથી દૂર કરવાનો નિર્ણય પણ લીધો. એક વર્ષ સુધી કેન્સર સામે લડત આપીને લીસા રે પોતાના ફુલ સ્ટેમ સેલ રિપ્લેસમેન્ટ વિષે જાહેરાત કરી હતી. લીસા રેને થયેલા કેન્સરની સારવાર તો શક્ય છે પણ તે શરીરમાંથી પુરેપુરું નથી જતું. તેણે 'ક્લોઝ ટૂ ધી બોન'નાં નામથી પોતાની આત્મકથા લખી છે.

  8/17
 •  આપણે ટોમ ઓલ્ટરને એક એવા ચહેરા તરીકે જાણ્યા છે જે હિન્દી ફિલ્મોમાં અંગ્રેજના રોલની ઓળખાણ બની ચૂક્યા હતા. જો કે તે આ પાત્રો કરતાં કંઇ ગણા વધારે હતા. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ટોમ ઓલ્ટર એક આલા દરજ્જાના રંગકર્મી હતા. સ્કીન કેન્સર સામે હાર માનીને 2017માં ફાની દુનિયા છોડીને ચાલી ગયેલા ટોમ ઓલ્ટર એ વ્યક્તિ હતા જેમણે સચીન તેંડુલકરનો ટેલિવિઝન પર પહેલવહેલો ઇન્ટરવ્યુ લીધો હતો.  એક ખોજ, ઝબાન, બેતાળ પચીસી જેવી અનેક સિરીયલ્સમાં તેમણે એક્ટિંગ કરી હતી અને બાળકોનાં ફેવરીટ શો શક્તિમાનમાં પણ તેમણે અભિનય કર્યો હતો. તેઓ પોતે અંગ્રેજ હતા પણ છતાં ય ઉર્દુ, હિંદી અને ગઢવાલીમાં પણ બોલી શકતા. તે એક એવા અંગ્રેજ હતા જેમને અંગ્રેજી કરતાં હિંદી બોલવાનું વધારે પસંદ કરતા. તેમણે અનેકવાર અજાણ્યાઓ સામે હિંદી બોલીને તેમને ચમકાવી દીધાના કિસ્સા પણ બન્યા હતા. 

   આપણે ટોમ ઓલ્ટરને એક એવા ચહેરા તરીકે જાણ્યા છે જે હિન્દી ફિલ્મોમાં અંગ્રેજના રોલની ઓળખાણ બની ચૂક્યા હતા. જો કે તે આ પાત્રો કરતાં કંઇ ગણા વધારે હતા. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ટોમ ઓલ્ટર એક આલા દરજ્જાના રંગકર્મી હતા. સ્કીન કેન્સર સામે હાર માનીને 2017માં ફાની દુનિયા છોડીને ચાલી ગયેલા ટોમ ઓલ્ટર એ વ્યક્તિ હતા જેમણે સચીન તેંડુલકરનો ટેલિવિઝન પર પહેલવહેલો ઇન્ટરવ્યુ લીધો હતો.  એક ખોજ, ઝબાન, બેતાળ પચીસી જેવી અનેક સિરીયલ્સમાં તેમણે એક્ટિંગ કરી હતી અને બાળકોનાં ફેવરીટ શો શક્તિમાનમાં પણ તેમણે અભિનય કર્યો હતો. તેઓ પોતે અંગ્રેજ હતા પણ છતાં ય ઉર્દુ, હિંદી અને ગઢવાલીમાં પણ બોલી શકતા. તે એક એવા અંગ્રેજ હતા જેમને અંગ્રેજી કરતાં હિંદી બોલવાનું વધારે પસંદ કરતા. તેમણે અનેકવાર અજાણ્યાઓ સામે હિંદી બોલીને તેમને ચમકાવી દીધાના કિસ્સા પણ બન્યા હતા. 

  9/17
 • મનીષા કોઇરાલાનો સોદાગર ફિલ્મમાં દેખાયેલો ઇલુ ઇલુ ગાતો ક્યૂટ ચહેરો ઘણાંને યાદ હશે જ. આ નેપાળી કન્યાએ દિલ સે, બોમ્બે અને લજ્જા જેવી ફિલ્મોમાં અભિનય કરીને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી હતી. 42 વર્ષી વયે તેને ઓવેરિયન કેન્સર થયું હોવાનું જાણવા મળ્યું અને તેણે ન્યુ યોર્ક જઇને સારવાર શરૂ કરી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ્સ પણ કરી હતી. આ કુમળી નેપાળી બ્યુટીએ કેન્સરને માત આપી અને 2015માં તે કેન્સરથી મૂક્ત છે તેવી જાહેરાત કરાઇ. તેણે કેન્સર સામેની પોતાની લડાઇ પુસ્તકમાં 'હીલ્ડઃ હાઉ કેન્સર ગેવ મી અ ન્યુ લાઇફ'માં વર્ણવી છે. કેન્સરમાંથી મૂક્ત થયા પછી તેણે સંજુ ફિલ્મમાં નરગીસ દત્તનો રોલ પણ આબાદ ભજવ્યો.

  મનીષા કોઇરાલાનો સોદાગર ફિલ્મમાં દેખાયેલો ઇલુ ઇલુ ગાતો ક્યૂટ ચહેરો ઘણાંને યાદ હશે જ. આ નેપાળી કન્યાએ દિલ સે, બોમ્બે અને લજ્જા જેવી ફિલ્મોમાં અભિનય કરીને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી હતી. 42 વર્ષી વયે તેને ઓવેરિયન કેન્સર થયું હોવાનું જાણવા મળ્યું અને તેણે ન્યુ યોર્ક જઇને સારવાર શરૂ કરી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ્સ પણ કરી હતી. આ કુમળી નેપાળી બ્યુટીએ કેન્સરને માત આપી અને 2015માં તે કેન્સરથી મૂક્ત છે તેવી જાહેરાત કરાઇ. તેણે કેન્સર સામેની પોતાની લડાઇ પુસ્તકમાં 'હીલ્ડઃ હાઉ કેન્સર ગેવ મી અ ન્યુ લાઇફ'માં વર્ણવી છે. કેન્સરમાંથી મૂક્ત થયા પછી તેણે સંજુ ફિલ્મમાં નરગીસ દત્તનો રોલ પણ આબાદ ભજવ્યો.

  10/17
 • અનુરાગ બાસુએ ગેંગસ્ટર, બરફી, લાઇફ ઇન અ મેટ્રો અને જગ્ગા જાસુસ જેવી સંવેદનશીલ, ઇન્ટરેસ્ટિંગ અને હટ કે ફિલ્મો બનાવી છે. તેને લ્યુકેમિયા થયો હોવાનું 2004માં બહાર આવ્યું. અનુરાગ બાસુને ડૉક્ટરોએ તો બે મહિનાનો સમય આપી દીધો હતો પણ તેણે કેન્સર સામે હથિયાર હેઠા ન મૂક્યા અને પુરી રિકવરી બાદ ફિલ્મો બનાવવાનું ચાલુ કર્યું. જગ્ગા જાસુસ પાસેથી ઘણી અપેક્ષા હોવા છતાં ફિલ્મ હિટ તો ન ગઇ પણ તેનાં ગીતો ગણગણવાનું લોકોને આજે ય ગમે છે.

  અનુરાગ બાસુએ ગેંગસ્ટર, બરફી, લાઇફ ઇન અ મેટ્રો અને જગ્ગા જાસુસ જેવી સંવેદનશીલ, ઇન્ટરેસ્ટિંગ અને હટ કે ફિલ્મો બનાવી છે. તેને લ્યુકેમિયા થયો હોવાનું 2004માં બહાર આવ્યું. અનુરાગ બાસુને ડૉક્ટરોએ તો બે મહિનાનો સમય આપી દીધો હતો પણ તેણે કેન્સર સામે હથિયાર હેઠા ન મૂક્યા અને પુરી રિકવરી બાદ ફિલ્મો બનાવવાનું ચાલુ કર્યું. જગ્ગા જાસુસ પાસેથી ઘણી અપેક્ષા હોવા છતાં ફિલ્મ હિટ તો ન ગઇ પણ તેનાં ગીતો ગણગણવાનું લોકોને આજે ય ગમે છે.

  11/17
 • ભુલ ભુલૈયા હોય કે પછી માલામાલ વિકલી કોમેડીમાં રસિકા જોશીને કોઇન પહોંચી વળે. પણ કમનસીબે કેન્સર તેમને પહોંચી વળ્યું. આજે પણ તેમનો ચહેરો યાદ આવે ત્યારે હસવું આવી જાય કારણકે મુળ મરાઠી તેવા આ અભિનેત્રી એક્સપ્રેશન આપવામાં કમાલ હતા. તેમને 39 વર્ષની વયે કેન્સર હોવાનું જાણવા મળ્યું અને તેઓ 2011માં કેન્સર સામે હાર માની બેઠા. તેમણે બંદીની સિરીયલમાં ભજેવલું પાત્ર લોકો આજે પણ યાદ કરે છે.

  ભુલ ભુલૈયા હોય કે પછી માલામાલ વિકલી કોમેડીમાં રસિકા જોશીને કોઇન પહોંચી વળે. પણ કમનસીબે કેન્સર તેમને પહોંચી વળ્યું. આજે પણ તેમનો ચહેરો યાદ આવે ત્યારે હસવું આવી જાય કારણકે મુળ મરાઠી તેવા આ અભિનેત્રી એક્સપ્રેશન આપવામાં કમાલ હતા. તેમને 39 વર્ષની વયે કેન્સર હોવાનું જાણવા મળ્યું અને તેઓ 2011માં કેન્સર સામે હાર માની બેઠા. તેમણે બંદીની સિરીયલમાં ભજેવલું પાત્ર લોકો આજે પણ યાદ કરે છે.

  12/17
 • કમાલ રશીદ ખાન, કેઆરકે આમ તો તેની આકરી ટીપ્પણીઓ, બેફામ દલીલો અને આક્ષેપ બાજી માટે કુખ્યાત છે પણ તેણે પણ જ્યારે પોતાને પહેલા સ્ટેજનું સ્ટમનું કેન્સર છે એવું જાહેર કર્યું ત્યારે લોકોને આઘાત લાગ્યો હતો. જો કે તેણે ટ્વીટ કર્યુ હતું કે છ મહિનામાં જ તે કેન્સરમાંથી બહાર આવી જશે અને પોતે એક જ ડૉક્ટરની વાત નહીં માને પણ એકથી વધુ ઓપિનિયન લેશે તેવું પણ તેમણે કહ્યું હતું અને ત્રણ હોસ્પિટલમાં રિપોર્ટ્સ કરાવ્યા હતા. 

  કમાલ રશીદ ખાન, કેઆરકે આમ તો તેની આકરી ટીપ્પણીઓ, બેફામ દલીલો અને આક્ષેપ બાજી માટે કુખ્યાત છે પણ તેણે પણ જ્યારે પોતાને પહેલા સ્ટેજનું સ્ટમનું કેન્સર છે એવું જાહેર કર્યું ત્યારે લોકોને આઘાત લાગ્યો હતો. જો કે તેણે ટ્વીટ કર્યુ હતું કે છ મહિનામાં જ તે કેન્સરમાંથી બહાર આવી જશે અને પોતે એક જ ડૉક્ટરની વાત નહીં માને પણ એકથી વધુ ઓપિનિયન લેશે તેવું પણ તેમણે કહ્યું હતું અને ત્રણ હોસ્પિટલમાં રિપોર્ટ્સ કરાવ્યા હતા. 

  13/17
 • આદેશ શ્રીવાસ્તવનું સંગીત હંમેશા ફ્રેશ રહેતું. માત્ર ચાળીસ દિવસમાં કેન્સર સામે આ સંગીતકારનાં સૂર વિલાઇ ગયા. વેલકમ બેક, રેફ્યુજી, હમરાઝ, પહેલી, સૈલાબ જેવી ફિલ્મોમાં તેમણે બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપ્યું તો દેવ, બાગબાન, ચિંગારી, અપહરણ, બાબુલ, રાજનિતી, મેજર સાબ  જેવી ફિલ્મોમાં તેમણે મ્યુઝિક ડિરેક્ટર તરીકે સંગીત આપ્યું હતું. તેમણે પ્લેબેક સિંગિગ પણ કર્યું હતું. આ સુપર ટેલેન્ટેડ વ્યક્તિને આપણે કેન્સરમાં ગુમાવી દેવા પડ્યા. 

  આદેશ શ્રીવાસ્તવનું સંગીત હંમેશા ફ્રેશ રહેતું. માત્ર ચાળીસ દિવસમાં કેન્સર સામે આ સંગીતકારનાં સૂર વિલાઇ ગયા. વેલકમ બેક, રેફ્યુજી, હમરાઝ, પહેલી, સૈલાબ જેવી ફિલ્મોમાં તેમણે બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપ્યું તો દેવ, બાગબાન, ચિંગારી, અપહરણ, બાબુલ, રાજનિતી, મેજર સાબ  જેવી ફિલ્મોમાં તેમણે મ્યુઝિક ડિરેક્ટર તરીકે સંગીત આપ્યું હતું. તેમણે પ્લેબેક સિંગિગ પણ કર્યું હતું. આ સુપર ટેલેન્ટેડ વ્યક્તિને આપણે કેન્સરમાં ગુમાવી દેવા પડ્યા. 

  14/17
 • સોનાલી બેન્દ્રેનું સ્માઇલ અને માસુમિયત દિલ પિઘળાવી દે તેવા છે એ ચોક્કસ. સોનાલી બેન્દ્રેને કેન્સર હોવાની વાત બહાર આવી અને આ અભિનેત્રીએ બહુ પ્રામાણિકતાથી પોતાની પીડા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાનું ચાલુ રાખ્યું. તેણે એમ પણ કહ્યું હતું કે કેન્સર સામે જીતીને તેણે કોઇ મોટું કામ નથી કર્યું પણ તેણે એ પણ તકેદારી રાખી કે કેન્સરમાંથી મુક્ત થયા પછી તે કોઇપણ રોતલ રોલ નહીં કરે. ગોલ્ડી બહેલ સાથે લગ્ન કરીને ઠરીઠામ થયેલી સોનાલી બેન્દ્રે તેના પુત્ર અને ડૉગી સાથેની પોસ્ટ્સમાં પોતે શું વાંચી રહી છે વગેરે પણ નિયમિત રીતે શેર કરતી રહે છે.

  સોનાલી બેન્દ્રેનું સ્માઇલ અને માસુમિયત દિલ પિઘળાવી દે તેવા છે એ ચોક્કસ. સોનાલી બેન્દ્રેને કેન્સર હોવાની વાત બહાર આવી અને આ અભિનેત્રીએ બહુ પ્રામાણિકતાથી પોતાની પીડા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાનું ચાલુ રાખ્યું. તેણે એમ પણ કહ્યું હતું કે કેન્સર સામે જીતીને તેણે કોઇ મોટું કામ નથી કર્યું પણ તેણે એ પણ તકેદારી રાખી કે કેન્સરમાંથી મુક્ત થયા પછી તે કોઇપણ રોતલ રોલ નહીં કરે. ગોલ્ડી બહેલ સાથે લગ્ન કરીને ઠરીઠામ થયેલી સોનાલી બેન્દ્રે તેના પુત્ર અને ડૉગી સાથેની પોસ્ટ્સમાં પોતે શું વાંચી રહી છે વગેરે પણ નિયમિત રીતે શેર કરતી રહે છે.

  15/17
 • જુની ફિલ્મોના ચૉકલેટ બોય, સ્વેટર્સમાં પણ યમ્મી દેખાતા ઋષિ કપૂરને કેન્સર હોવાના સમાચાર આવ્યા અને ભલભલાનું હ્રદય હચમચી ગયું. ન્યુ યોર્ક જઇને લાંબો સમય સારવાર કરાવનારા ઋષિ કપૂરને મળવા ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટિઝ પણ ત્યાં ગયા. નીતૂ કપૂર આ બધો સમય દરમિયાન તેમની સાથે જ રહ્યા અને આખરે સાજા થઇને ઋષિ કપુર મુંબઇ પાછા ફર્યા અને તેમણે કામ કરવાની પણ શરૂઆત કરી દીધી ત્યારે લોકોનો શ્વાસ હેઠો હેઠો. જો કે તેમણે ટ્વિટર પર એક્ટીવ રહેવાનું તો ન્યુ યોર્કમાં ચાલતી સારવાર દરમિયાન પણ ચાલુ જ રાખ્યું હતું જેથી તેમના ફેન્સને તેમની ગેરહાજરી કઠે નહીં.

  જુની ફિલ્મોના ચૉકલેટ બોય, સ્વેટર્સમાં પણ યમ્મી દેખાતા ઋષિ કપૂરને કેન્સર હોવાના સમાચાર આવ્યા અને ભલભલાનું હ્રદય હચમચી ગયું. ન્યુ યોર્ક જઇને લાંબો સમય સારવાર કરાવનારા ઋષિ કપૂરને મળવા ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટિઝ પણ ત્યાં ગયા. નીતૂ કપૂર આ બધો સમય દરમિયાન તેમની સાથે જ રહ્યા અને આખરે સાજા થઇને ઋષિ કપુર મુંબઇ પાછા ફર્યા અને તેમણે કામ કરવાની પણ શરૂઆત કરી દીધી ત્યારે લોકોનો શ્વાસ હેઠો હેઠો. જો કે તેમણે ટ્વિટર પર એક્ટીવ રહેવાનું તો ન્યુ યોર્કમાં ચાલતી સારવાર દરમિયાન પણ ચાલુ જ રાખ્યું હતું જેથી તેમના ફેન્સને તેમની ગેરહાજરી કઠે નહીં.

  16/17
 • તાહિરા ક્શ્યપ આમ તો આયુષ્યમાન ખુરાનાની પત્ની છે પણ તેણે પોતાની આગવી ઓળખાણ ખડી કરી છે. 2018માં તેને કેન્સર હોવાનું બહાર આવ્યું. આ એ જ વર્ષ હતું જ્યારે આયુષ્યમાન સફળતાની સીડી ચઢી રહ્યો હતો.  બ્રેસ્ટ કેન્સર સામેન લડતમાં સફળ થયેલી તાહીરાએ બહુ હિંમત બતાડીને પોતાની સર્જરીનું નિશાન દેખાડતો ફોટોગ્રાફ પણ શરે કર્યો હતો. તે હવે કેન્સરની લડત અંગેના વક્તવ્ય આપે છે તથા લોકોને આ રોગ સામે હારી ન જવા માટે પ્રોત્સાહને આપે છે.

  તાહિરા ક્શ્યપ આમ તો આયુષ્યમાન ખુરાનાની પત્ની છે પણ તેણે પોતાની આગવી ઓળખાણ ખડી કરી છે. 2018માં તેને કેન્સર હોવાનું બહાર આવ્યું. આ એ જ વર્ષ હતું જ્યારે આયુષ્યમાન સફળતાની સીડી ચઢી રહ્યો હતો.  બ્રેસ્ટ કેન્સર સામેન લડતમાં સફળ થયેલી તાહીરાએ બહુ હિંમત બતાડીને પોતાની સર્જરીનું નિશાન દેખાડતો ફોટોગ્રાફ પણ શરે કર્યો હતો. તે હવે કેન્સરની લડત અંગેના વક્તવ્ય આપે છે તથા લોકોને આ રોગ સામે હારી ન જવા માટે પ્રોત્સાહને આપે છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

ઇરફાન ખાનને આપણે કેન્સર સામેની જંગમાં હારી જતા જોયો. આ બધા જાણીતા ચહેરાઓ એક જ પેઢીનાં નથી છતાં પણ તેમનામાં એક સામ્યતા છે. આ તમામને કેન્સર નામની જીવલેણ બિમારીનો ભોગ બનવું પડ્યું છે. આપણે જોઇએ કે કઇ સેલિબ્રિટીઝ કેન્સર સામેનું યુદ્ધ જીતી ગઇ અને કોની જીવાદોરી કેન્સરનાં ભરડામાં ગુંચવાઇને અટકી ગઇ. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK