આ કારણે ‘ટપુ’ ઉર્ફે ભવ્ય ગાંધીએ છોડ્યો હતો તારક મહેતા શૉ, ખુલ્યો ભેદ

Mar 20, 2019, 15:13 IST
 • ભવ્યએ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડ્યો હતો. છેલ્લા 8 વર્ષથી ભવ્ય આ શો સાથે જોડાયેલો હતો. તસવીરમાંઃ 10 યર્સ ચેલેન્જ વખતે ભવ્યએ આ ફોટો પોસ્ટ કર્યો હતો. 

  ભવ્યએ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડ્યો હતો. છેલ્લા 8 વર્ષથી ભવ્ય આ શો સાથે જોડાયેલો હતો. તસવીરમાંઃ 10 યર્સ ચેલેન્જ વખતે ભવ્યએ આ ફોટો પોસ્ટ કર્યો હતો. 

  1/12
 • 2008માં ભવ્યએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ શરૂ કર્યું હતું. અને ટૂંક સમયમાં જ તે ઘર ઘરમાં જાણીતા બન્યા હતા. ચાઈલ્ડ આર્ટિસ્ટની કેટેગરીમાં તે હાઈએસ્ટ પેઈડ એક્ટર પણ હતા. તસવીરમાંઃતારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ભવ્ય ગાંધી

  2008માં ભવ્યએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ શરૂ કર્યું હતું. અને ટૂંક સમયમાં જ તે ઘર ઘરમાં જાણીતા બન્યા હતા. ચાઈલ્ડ આર્ટિસ્ટની કેટેગરીમાં તે હાઈએસ્ટ પેઈડ એક્ટર પણ હતા. તસવીરમાંઃતારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ભવ્ય ગાંધી

  2/12
 • ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંથી ભવ્ય ગાંધી લોકપ્રિય થયો હતો. આ શૉમાં તેણે જેઠાલાલ અને દયાના પુત્ર ટીપેન્દ્ર જેઠાલાલ ગડાનો રૉલ કર્યો હતો. તેના મિત્રો અને તે પોતે ટપુસેના એવા નામથી ફેમસ થયા હતા. હવે ભવ્ય ગાંધી કૉમેડી શૉ 'શાદી કે સિયાપે'માં એલિયનનું પાત્ર ભજવે છે.

  ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંથી ભવ્ય ગાંધી લોકપ્રિય થયો હતો. આ શૉમાં તેણે જેઠાલાલ અને દયાના પુત્ર ટીપેન્દ્ર જેઠાલાલ ગડાનો રૉલ કર્યો હતો. તેના મિત્રો અને તે પોતે ટપુસેના એવા નામથી ફેમસ થયા હતા. હવે ભવ્ય ગાંધી કૉમેડી શૉ 'શાદી કે સિયાપે'માં એલિયનનું પાત્ર ભજવે છે.

  3/12
 • તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ભવ્ય ગાંધીએ કહ્યું કે કેમ તેણે તારક મહેતા શૉ છોડ્યું, શૉ છોડ્યા પછી શું કર્યું અને હવે તે ટીવી પર નવા કૉમેડી શૉમાં કામ કરી રહ્યો છે.

  તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ભવ્ય ગાંધીએ કહ્યું કે કેમ તેણે તારક મહેતા શૉ છોડ્યું, શૉ છોડ્યા પછી શું કર્યું અને હવે તે ટીવી પર નવા કૉમેડી શૉમાં કામ કરી રહ્યો છે.

  4/12
 • 'શાદી કે સિયાપે'માં અલિયનના પાત્ર વિશે ચર્ચા કરતાં તેણે કહ્યું કે ખૂબ જ જુદો અનુભવ રહ્યો, કારણકે હું જે પાત્ર ભજવું છું તે ખૂબ જ યૂનિક છે. તે માસૂમ અને નટખટ છે, એલિયન ઈમોશન્સની સાથે માણસ પણ છે. તેનું શરીર માણસ જેવું છે, પણ તે માણસોની રીત તેને વધુ સમજાતી નથી. તે હજી પણ સમજી શક્યો નથી કે કોઈ રડે કે પડે છે કેમ? 

  'શાદી કે સિયાપે'માં અલિયનના પાત્ર વિશે ચર્ચા કરતાં તેણે કહ્યું કે ખૂબ જ જુદો અનુભવ રહ્યો, કારણકે હું જે પાત્ર ભજવું છું તે ખૂબ જ યૂનિક છે. તે માસૂમ અને નટખટ છે, એલિયન ઈમોશન્સની સાથે માણસ પણ છે. તેનું શરીર માણસ જેવું છે, પણ તે માણસોની રીત તેને વધુ સમજાતી નથી. તે હજી પણ સમજી શક્યો નથી કે કોઈ રડે કે પડે છે કેમ? 

  5/12
 • જ્યારે ભવ્યને પૂછવામાં આવ્યું કે શું તે માત્ર કૉમેડી જ એક્સપ્લોર કરવા માગે છે તો તેણે કહ્યું કે "જ્યારે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં કે ગુજરાતી ફિલ્મમાં રડવાનો એક સીન આપવામાં આવ્યો, મેં તે પણ કર્યો અને તે જોઈને મને કહેવામાં આવ્યું હતું કે મેં ખૂબ જ સારું કર્યું હતું. હું મારા ઇમોશન્સને બતાવવામાં સારો છું." 

  જ્યારે ભવ્યને પૂછવામાં આવ્યું કે શું તે માત્ર કૉમેડી જ એક્સપ્લોર કરવા માગે છે તો તેણે કહ્યું કે "જ્યારે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં કે ગુજરાતી ફિલ્મમાં રડવાનો એક સીન આપવામાં આવ્યો, મેં તે પણ કર્યો અને તે જોઈને મને કહેવામાં આવ્યું હતું કે મેં ખૂબ જ સારું કર્યું હતું. હું મારા ઇમોશન્સને બતાવવામાં સારો છું." 

  6/12
 • ભવ્યને પૂછવામાં આવ્યું કે શું તે તારક મહેતાની સ્ટાર કાસ્ટને મિસ કરે છે ત્યારે તેણે કહ્યું કે "માત્ર કાસ્ટ જ નહીં, પણ એક પરિવાર હતો. હું તેમને મિસ કરું છું, પણ તમારે મૂવ ઑન કરવું પડે છે. તે ખૂબ જ સારો શૉ હતો. પણ હું અન્ય વસ્તુઓ પણ એક્સપ્લોર કરવા માગતો હતો, તેથી મેં ફિલ્મ કરી. તે પછી હું અમેરિકામાં ગુજરાતી ડ્રામા કરવા ગયો." 

  ભવ્યને પૂછવામાં આવ્યું કે શું તે તારક મહેતાની સ્ટાર કાસ્ટને મિસ કરે છે ત્યારે તેણે કહ્યું કે "માત્ર કાસ્ટ જ નહીં, પણ એક પરિવાર હતો. હું તેમને મિસ કરું છું, પણ તમારે મૂવ ઑન કરવું પડે છે. તે ખૂબ જ સારો શૉ હતો. પણ હું અન્ય વસ્તુઓ પણ એક્સપ્લોર કરવા માગતો હતો, તેથી મેં ફિલ્મ કરી. તે પછી હું અમેરિકામાં ગુજરાતી ડ્રામા કરવા ગયો." 

  7/12
 • ટીઆરપી વિશે વાત કરતાં જ્યારે તમે એક્ટિંગ કરો છો ત્યારે ટીઆરપી વિશે નથી વિચારતા. જો તમે ટીઆરપીને ધ્યાનમાં રાખીને એક્ટિંગ કરવા લાગશો તો તમે સમજી નહીં શકો કે તમારે કઈ દિશામાં જવું છે. જણાવીએ કે ભવ્ય ગાંધીએ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છોડ્યું હતું. ત્યાર પછી તેમણે ગુજરાતી ફિલ્મ અને થિયેટર કર્યું અને હવે તે નવી સીરિયલમાં જોવા મળે છે.

  ટીઆરપી વિશે વાત કરતાં જ્યારે તમે એક્ટિંગ કરો છો ત્યારે ટીઆરપી વિશે નથી વિચારતા. જો તમે ટીઆરપીને ધ્યાનમાં રાખીને એક્ટિંગ કરવા લાગશો તો તમે સમજી નહીં શકો કે તમારે કઈ દિશામાં જવું છે. જણાવીએ કે ભવ્ય ગાંધીએ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છોડ્યું હતું. ત્યાર પછી તેમણે ગુજરાતી ફિલ્મ અને થિયેટર કર્યું અને હવે તે નવી સીરિયલમાં જોવા મળે છે.

  8/12
 • મળતી માહિતી મુજબ શૉનું નામ 'શાદી કે સિયાપે' છે. જે એક એવી મહિલાની સ્ટોરી છે, જે પોતાના પતિને શોધે છે. અને તેમાં તેને એલિયન્સ મદદ કરે છે.

  મળતી માહિતી મુજબ શૉનું નામ 'શાદી કે સિયાપે' છે. જે એક એવી મહિલાની સ્ટોરી છે, જે પોતાના પતિને શોધે છે. અને તેમાં તેને એલિયન્સ મદદ કરે છે.

  9/12
 • તાજેતરમાં ભવ્ય ગાંધી અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'બઉ ના વિચાર'નું શૂટિંગ પુરુ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે જાનકી બોડીવાલા સહિતના સ્ટાર્સ છે. તસવીરમાંઃ 'બઉ ના વિચાર'ના સેટ પર દેવર્ષિ શાહ, ભૂષણ ભટ્ટ અને જાનકી બોડીવાલા સાથે ભવ્ય ગાંધી

  તાજેતરમાં ભવ્ય ગાંધી અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'બઉ ના વિચાર'નું શૂટિંગ પુરુ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે જાનકી બોડીવાલા સહિતના સ્ટાર્સ છે. તસવીરમાંઃ 'બઉ ના વિચાર'ના સેટ પર દેવર્ષિ શાહ, ભૂષણ ભટ્ટ અને જાનકી બોડીવાલા સાથે ભવ્ય ગાંધી

  10/12
 • તો આ દરમિયાન ભવ્યએ એક શોર્ટ ફિલ્મ પણ કરી હતી. 'ફિજેટ સ્પિનર' નામની આ શોર્ટ ફિલ્મ એક વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.

  તો આ દરમિયાન ભવ્યએ એક શોર્ટ ફિલ્મ પણ કરી હતી. 'ફિજેટ સ્પિનર' નામની આ શોર્ટ ફિલ્મ એક વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.

  11/12
 • રિયલ મોમ અને રીલ મોમ સાથે ભવ્ય ગાંધી. ભવ્યએ મધર્સ ડેના દિવસે આ ફોટો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું, 'Lucky to have two mothers.. Yashoda ma, Devaki ma for me.. Happy Mother's Day to Mother Earth, Mother Nature & all the mothers in the world.. #MothersDay'

  રિયલ મોમ અને રીલ મોમ સાથે ભવ્ય ગાંધી. ભવ્યએ મધર્સ ડેના દિવસે આ ફોટો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું, 'Lucky to have two mothers.. Yashoda ma, Devaki ma for me.. Happy Mother's Day to Mother Earth, Mother Nature & all the mothers in the world.. #MothersDay'

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ભવ્ય ગાંધીએ કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં ટપુનું પાત્ર ભજવ્યું હતું. હવે તે નવી સીરિયલ કરી રહ્યો છે જેમાં તે એલિયનનું પાત્ર ભજવતો જોવા મળશે. (તસવીર સૌજન્યઃ ભવ્ય ગાંધીનું ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK