બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલમાં મધ્ય પ્રદેશમાં પોતાની નવી ફિલ્મની શૂટિંગ કરી રહી છે. તે અહીંના જંગલોમાં ગત કેટલાક અઠવાડિયાથી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પરંતુ અચાનક તેમનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર એક મિનિસ્ટરના ડિનરના આમંત્રણને તેણે ના પાડી અને પછી સમસ્યાઓ ખડી થઇ પણ મંત્રીનું કહેવું કંઇક અલગ છે.