કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં બૉલીવુડમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ. તેને કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં કમબૅક ન કરી શક્યા. પરંતુ નવું વર્ષ શરૂ થતાની સાથે જ નવી આશાઓ જાગી છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ પાટે ચડી રહ્યાં છે. ત્યારે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા અનેક સેલેબ્ઝ 2021માં ગ્રાન્ડ કમબૅક કરવાના છે. આવો જોઈએ આ યાદીમાં કયા સેલેબ્ઝના નામનો સમાવેશ થાય છે...