Valentine’s Day: ગુજરાતી સેલેબ્ઝ કહે છે, ‘પ્રેમ એટલે કે...’

Updated: 14th February, 2021 13:42 IST | Rachana Joshi
  • ઓજસ રાવલ ‘પ્રેમ એક અવિરત લાગણીની ઝંખના છે. પ્રેમ એટલે એવી તરસ જે કયારેય ન છીપાય અને હંમેશા તમારી એ જ ઈચ્છા હોય કે એ ક્યારેય ન છીપાય.’ આ રીતે પ્રેમને વર્ણવે છે ઍક્ટર, કોમેડિયન ઓજસ રાવલ. ઓજસ રાવલ કહે છે કે, પ્રેમ એવી લાગણી છે જેમા કોઈ શરતો નથી હોતી અને હું હંમેશા મારા કૉ-સ્ટાર અને વરિષ્ઠ અભિનેતા દર્શન જરીવાલાએ પ્રેમ વિશે જે કહ્યું હતું તેને એકદમ યોગ્ય માનું છું. દર્શન જરીવાલાએ કહેલું કે, “જો એ ટકી રહ્યો તો એ પ્રેમ છે, જો એ પતી ગયું તો પ્રેમ કહાની હતી, પણ જો એ શરૂ જ ન થઈ શક્યું તો એ કવિતા હતી”.

    ઓજસ રાવલ

    ‘પ્રેમ એક અવિરત લાગણીની ઝંખના છે. પ્રેમ એટલે એવી તરસ જે કયારેય ન છીપાય અને હંમેશા તમારી એ જ ઈચ્છા હોય કે એ ક્યારેય ન છીપાય.’ આ રીતે પ્રેમને વર્ણવે છે ઍક્ટર, કોમેડિયન ઓજસ રાવલ. ઓજસ રાવલ કહે છે કે, પ્રેમ એવી લાગણી છે જેમા કોઈ શરતો નથી હોતી અને હું હંમેશા મારા કૉ-સ્ટાર અને વરિષ્ઠ અભિનેતા દર્શન જરીવાલાએ પ્રેમ વિશે જે કહ્યું હતું તેને એકદમ યોગ્ય માનું છું. દર્શન જરીવાલાએ કહેલું કે, “જો એ ટકી રહ્યો તો એ પ્રેમ છે, જો એ પતી ગયું તો પ્રેમ કહાની હતી, પણ જો એ શરૂ જ ન થઈ શક્યું તો એ કવિતા હતી”.

    1/14
  • 'અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે માત્ર વેલેન્ટાઈન ડે જ હતો. તેના સિબિલિંઝ તહેવારો એટલે રોઝ ડે, હગ ડે, ટેડી દે એવું બધું નહોતું. એટલે વેલેન્ટાઈન ડે માત્ર વેલેન્ટાઈન ડે હતો. તો તેને ઉજવવાની મજા આવતી. ત્યારે એવું હતું કે તમે કયા રંગનું ગુલાબ આપો છો તે પ્રમાણે તમારો પ્રેમ નક્કી થાય. પીળું ગુલાબ આપે તો દોસ્તી અને લાલ આપે તો પ્રેમ, વ્યક્તિ ગમતી હોય તો તેના માટે અલગ રંગનું ગુલાબ. એટલે એ સમયે વેલન્ટાઈન ઉજવવાની મજા આવતી. કોલેજમાં મેં પહેલી વખત એક છોકરીને ગુલાબ આપેલું એ પણ મારા ઘરના બગીચામાંથી તોડીને. જેનો એને અસ્વીકાર કર્યો અને આજે પણ એ ગુલાબ મારી એક ચોપડીના પાનામાં છે, ભગ્ન હૃદયના પ્રતીક તરીકે. જોકે ઉંમર સાથે સમજણ આવી અને પ્રેમની વ્યાખ્યા પણ બદલાઈ છે. પ્રેમ કોઈની પણ માટે હોઈ શકે અને એ એક દિવસ માટે ન હોય. પ્રેમ હંમેશા હોય પણ આ તો તેને ઉજવવાનો એક દિવસ માત્ર છે.' રેપિડ ફાયર સવાલ – વેલન્ટાઈન ડે સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ? ઓજસ રાવલનો જવાબ – એક શબ્દ નહીં પણ આખે આખું લિસ્ટ યાદ આવે (ખડખડાટ હસે છે) જોકે એવું છે ‘જ્યારથી સુરજ-ચાંદ છે ત્યારથી ઓજસ રાવલ સિંગલ છે’

    'અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે માત્ર વેલેન્ટાઈન ડે જ હતો. તેના સિબિલિંઝ તહેવારો એટલે રોઝ ડે, હગ ડે, ટેડી દે એવું બધું નહોતું. એટલે વેલેન્ટાઈન ડે માત્ર વેલેન્ટાઈન ડે હતો. તો તેને ઉજવવાની મજા આવતી. ત્યારે એવું હતું કે તમે કયા રંગનું ગુલાબ આપો છો તે પ્રમાણે તમારો પ્રેમ નક્કી થાય. પીળું ગુલાબ આપે તો દોસ્તી અને લાલ આપે તો પ્રેમ, વ્યક્તિ ગમતી હોય તો તેના માટે અલગ રંગનું ગુલાબ. એટલે એ સમયે વેલન્ટાઈન ઉજવવાની મજા આવતી. કોલેજમાં મેં પહેલી વખત એક છોકરીને ગુલાબ આપેલું એ પણ મારા ઘરના બગીચામાંથી તોડીને. જેનો એને અસ્વીકાર કર્યો અને આજે પણ એ ગુલાબ મારી એક ચોપડીના પાનામાં છે, ભગ્ન હૃદયના પ્રતીક તરીકે. જોકે ઉંમર સાથે સમજણ આવી અને પ્રેમની વ્યાખ્યા પણ બદલાઈ છે. પ્રેમ કોઈની પણ માટે હોઈ શકે અને એ એક દિવસ માટે ન હોય. પ્રેમ હંમેશા હોય પણ આ તો તેને ઉજવવાનો એક દિવસ માત્ર છે.'

    રેપિડ ફાયર સવાલ – વેલન્ટાઈન ડે સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ?

    ઓજસ રાવલનો જવાબ – એક શબ્દ નહીં પણ આખે આખું લિસ્ટ યાદ આવે (ખડખડાટ હસે છે) જોકે એવું છે ‘જ્યારથી સુરજ-ચાંદ છે ત્યારથી ઓજસ રાવલ સિંગલ છે’

    2/14
  • હેમંત ખેર ‘મૈંને તુઝસે મહોબ્બત કર લી, તુ કરે ના કરે મૈંને તુઝસે મહોબ્બત કર લી ઔર મૈંને કર લી તો મેરા કામ ખતમ’ પ્રેમની આ વ્યાખ્યા આપે છે ‘સ્કૅમ 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી’ ફૅમ અભિનેતા હેમંત ખેર. જોકે અભિનેતાને કોલેજ કાળમાં સિંગલ રહેવાનો હંમેશા અફસોસ થતો અને તે સમયે વેલન્ટાઈન ડેની ઉજવણી કરતા લોકો પણ ગમતા નહીં. હેમંત ખેર કહે છે, ‘ત્યારે બહુ એકલું લાગતું હતું. પરંતુ આજે મારી સાથે મારી પત્ની છે, એટલે દરેક દિવસ હવે તો વેલન્ટાઈન દિવસ છે.’

    હેમંત ખેર

    ‘મૈંને તુઝસે મહોબ્બત કર લી, તુ કરે ના કરે મૈંને તુઝસે મહોબ્બત કર લી ઔર મૈંને કર લી તો મેરા કામ ખતમ’ પ્રેમની આ વ્યાખ્યા આપે છે ‘સ્કૅમ 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી’ ફૅમ અભિનેતા હેમંત ખેર. જોકે અભિનેતાને કોલેજ કાળમાં સિંગલ રહેવાનો હંમેશા અફસોસ થતો અને તે સમયે વેલન્ટાઈન ડેની ઉજવણી કરતા લોકો પણ ગમતા નહીં. હેમંત ખેર કહે છે, ‘ત્યારે બહુ એકલું લાગતું હતું. પરંતુ આજે મારી સાથે મારી પત્ની છે, એટલે દરેક દિવસ હવે તો વેલન્ટાઈન દિવસ છે.’

    3/14
  • અભિનેતા માને છે કે, ‘પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવા કોઈ ચોક્કસ દિવસ કે સમયની જરૂર નથી હોતી. કારણકે પ્રેમ એવી લાગણી છે જે તમે ક્યારે પણ વ્યક્ત કરી શકો છો. જે દિવસે તમે તમારી લાગણીઓ સામેવાળી વ્યક્તિને કહી દો તે દિવસ તમારો વેલન્ટાઈન દિવસ ઉજવાઈ જાય. બાકી તો ઘણીવાર ખબર પણ નથી પડતી કે આવા દિવસો આવે છે અને જાય છે.’ રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ? હેમંત ખેરનો જવાબ – કાળજી

    અભિનેતા માને છે કે, ‘પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવા કોઈ ચોક્કસ દિવસ કે સમયની જરૂર નથી હોતી. કારણકે પ્રેમ એવી લાગણી છે જે તમે ક્યારે પણ વ્યક્ત કરી શકો છો. જે દિવસે તમે તમારી લાગણીઓ સામેવાળી વ્યક્તિને કહી દો તે દિવસ તમારો વેલન્ટાઈન દિવસ ઉજવાઈ જાય. બાકી તો ઘણીવાર ખબર પણ નથી પડતી કે આવા દિવસો આવે છે અને જાય છે.’

    રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ?

    હેમંત ખેરનો જવાબ – કાળજી

    4/14
  • નિલમ પંચાલ ‘હેલ્લારો’ ફૅમ નેશનલ અવૉર્ડ વિજેતા અભિનેત્રી નિલમ પંચાલ કહે છે કે, ‘પ્રેમ એટલે જે વ્યક્તિને જોઈને પેટમાં બટરફ્લાઈસ આવે અને એ બટરફ્લાઈસ હંમેશા અકબંધ રહે તે સાચો પ્રેમ. લોકો એવું કહે કે, વેલેન્ટાઈન ડે જેવું ન હોવું જોઈએ પણ હું એ વાતમાં નથી માનતી કે આવો દિવસ ન હોવો જોઈએ. પ્રેમને અભિવ્યક્ત કરવા વેલેન્ટાઈન ડે જેવો દિવસ છે એ બહુ સારી વાત છે. કારણકે જન્મ થયા પછી આપણી હયાતી હોય જ છે, તેમ છતા આપણે દર વર્ષે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. એ જ રીતે આઈ લવ યુ દરરોજ કહો કે ન કહો પ્રેમ હોય જ છે. પરંતુ વેલેન્ટાઈન ડે જેવા દિવસે કહીને એ પ્રેમની ઉજવણી કરો એ બહુ વિશેષ હોય છે.’

    નિલમ પંચાલ

    ‘હેલ્લારો’ ફૅમ નેશનલ અવૉર્ડ વિજેતા અભિનેત્રી નિલમ પંચાલ કહે છે કે, ‘પ્રેમ એટલે જે વ્યક્તિને જોઈને પેટમાં બટરફ્લાઈસ આવે અને એ બટરફ્લાઈસ હંમેશા અકબંધ રહે તે સાચો પ્રેમ. લોકો એવું કહે કે, વેલેન્ટાઈન ડે જેવું ન હોવું જોઈએ પણ હું એ વાતમાં નથી માનતી કે આવો દિવસ ન હોવો જોઈએ. પ્રેમને અભિવ્યક્ત કરવા વેલેન્ટાઈન ડે જેવો દિવસ છે એ બહુ સારી વાત છે. કારણકે જન્મ થયા પછી આપણી હયાતી હોય જ છે, તેમ છતા આપણે દર વર્ષે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. એ જ રીતે આઈ લવ યુ દરરોજ કહો કે ન કહો પ્રેમ હોય જ છે. પરંતુ વેલેન્ટાઈન ડે જેવા દિવસે કહીને એ પ્રેમની ઉજવણી કરો એ બહુ વિશેષ હોય છે.’

    5/14
  • પતિ અભિનેતા-લેખક મિહિર રાજડા સાથે ડેટિંગ કરતા તે દિવસોને યાદ કરતા અભિનેત્રી કહે છે કે, ‘ત્યારે અમારા માટે વેલન્ટાઈન ડેનું મહત્વ બહુ હતું કારણકે આખો દિવસ તો અમે શૂટિંગમાં વ્યસ્ત રહેતા અને સાંજે ઘરે આવીયે ત્યારે મિહિરે મારા સાસુને કહીને આખો રૂમ ફુલ અને કેન્ડલ્સ, સોફ્ટ ટોય્સ, દિલ આકારનિ કેક વગેરેથી સજાવી રાખ્યો હોય અને મને સરપ્રાઈઝ આપે તે મને બહુ જ ગમતું. જોકે લગ્ન પછી તો એ મને ઘરના કામમાં કે સાફસફાઈમાં મદદ કરે તો મને વેલન્ટાઈન ડેની બેસ્ટ ગિફ્ટ મળી હોયને એવું લાગે છે.’ રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ? નિલમ પંચાલનો જવાબ – નિહિરા, મારી દીકરી

    પતિ અભિનેતા-લેખક મિહિર રાજડા સાથે ડેટિંગ કરતા તે દિવસોને યાદ કરતા અભિનેત્રી કહે છે કે, ‘ત્યારે અમારા માટે વેલન્ટાઈન ડેનું મહત્વ બહુ હતું કારણકે આખો દિવસ તો અમે શૂટિંગમાં વ્યસ્ત રહેતા અને સાંજે ઘરે આવીયે ત્યારે મિહિરે મારા સાસુને કહીને આખો રૂમ ફુલ અને કેન્ડલ્સ, સોફ્ટ ટોય્સ, દિલ આકારનિ કેક વગેરેથી સજાવી રાખ્યો હોય અને મને સરપ્રાઈઝ આપે તે મને બહુ જ ગમતું. જોકે લગ્ન પછી તો એ મને ઘરના કામમાં કે સાફસફાઈમાં મદદ કરે તો મને વેલન્ટાઈન ડેની બેસ્ટ ગિફ્ટ મળી હોયને એવું લાગે છે.’

    રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ?

    નિલમ પંચાલનો જવાબ – નિહિરા, મારી દીકરી

    6/14
  • વિરલ શાહ લેખક-દિગ્દર્શક વિરલ શાહ કહે છે કે, ‘હું પ્રેમને બહુ પ્રેમ કરું છું. કારણકે પ્રેમ સૌથી પ્રામાણિક અને બહુ સરસ રીતે અભિવ્યક્ત કરી શકાય તેવી લાગણી છે. પ્રેમ એટલે ફક્ત રોમેન્ટિક લવ નહીં. એક વ્યક્તિ સાથે પણ પ્રેમ હોય શકે, મિત્રો સાથે હોય શકે, સંબંધીઓ સાથે હોઈ શકે અથવા તો પ્રાણીઓ સાથે પણ હોઈ શકે. બસ આ જ પ્રેમને ઉજવવાનો એક દિવસ છે અને એ ઉજવવો પણ જોઈએ. પ્રેમ હોય તો ઉજવણી શા માટે ન થાય? પ્રેમ તો હંમેશા હોય છે પણ ઉજવણી માટે આવો વિશેષ દિવસ હોય તેમા કંઈ ખોટું નથી.’

    વિરલ શાહ

    લેખક-દિગ્દર્શક વિરલ શાહ કહે છે કે, ‘હું પ્રેમને બહુ પ્રેમ કરું છું. કારણકે પ્રેમ સૌથી પ્રામાણિક અને બહુ સરસ રીતે અભિવ્યક્ત કરી શકાય તેવી લાગણી છે. પ્રેમ એટલે ફક્ત રોમેન્ટિક લવ નહીં. એક વ્યક્તિ સાથે પણ પ્રેમ હોય શકે, મિત્રો સાથે હોય શકે, સંબંધીઓ સાથે હોઈ શકે અથવા તો પ્રાણીઓ સાથે પણ હોઈ શકે. બસ આ જ પ્રેમને ઉજવવાનો એક દિવસ છે અને એ ઉજવવો પણ જોઈએ. પ્રેમ હોય તો ઉજવણી શા માટે ન થાય? પ્રેમ તો હંમેશા હોય છે પણ ઉજવણી માટે આવો વિશેષ દિવસ હોય તેમા કંઈ ખોટું નથી.’

    7/14
  • ‘હું કોલેજમાં હતો ત્યારે સિંગલ હતો એટલે હું મારા અને મારા મિત્રો ગ્રુપમાં સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા. એક વર્ષ અમે બધા 24 કલાક સાથે રહ્યાં હતા અને 14 ફેબ્રુઆરીએ બ્રેકફાસ્ટથી લઈને બીજે દિસવે બ્રેકફાસ્ટ સુધીનો સમય સાથે વિતાવ્યો હતો. એ મારા જીવનનો આજ સુધીનો બેસ્ટ વેલેન્ટાઈન ડે છે એમ હું કહી શકું. પણ જો આ વર્ષના વેલેન્ટાઈન દિવસની વાત કરું તો હું સિંગલ છું હજી પણ એટલે મારો કોઈ પ્લાન નથી પણ જો ચમત્કાર થાય અને એ દિવસે જો મારા જીવનમાં કોઈ આવશે તો હું ચોક્કસ વેલેન્ટાઈન ડે ઉજવીશ’, આવું કહેતા વિરલ શાહ ખડખડાટ હસી પડયા હતા. રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ? વિરલ શાહનો જવાબ - શ્રેષ્ઠ લાગણી

    ‘હું કોલેજમાં હતો ત્યારે સિંગલ હતો એટલે હું મારા અને મારા મિત્રો ગ્રુપમાં સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા. એક વર્ષ અમે બધા 24 કલાક સાથે રહ્યાં હતા અને 14 ફેબ્રુઆરીએ બ્રેકફાસ્ટથી લઈને બીજે દિસવે બ્રેકફાસ્ટ સુધીનો સમય સાથે વિતાવ્યો હતો. એ મારા જીવનનો આજ સુધીનો બેસ્ટ વેલેન્ટાઈન ડે છે એમ હું કહી શકું. પણ જો આ વર્ષના વેલેન્ટાઈન દિવસની વાત કરું તો હું સિંગલ છું હજી પણ એટલે મારો કોઈ પ્લાન નથી પણ જો ચમત્કાર થાય અને એ દિવસે જો મારા જીવનમાં કોઈ આવશે તો હું ચોક્કસ વેલેન્ટાઈન ડે ઉજવીશ’, આવું કહેતા વિરલ શાહ ખડખડાટ હસી પડયા હતા.

    રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ?

    વિરલ શાહનો જવાબ - શ્રેષ્ઠ લાગણી

    8/14
  • માનસી પારેખ ગોહિલ અભિનેત્રી-ગાયિકા માનસી પારેખ ગોહિલ જણાવે છે, ‘પ્રેમ એટલે તમે સામે વાળી વ્યક્તિને તે જેવી છે તેવી જ સ્વીકારી લો. જ્યાં કંઈ છુપુ ન રાખવાનું હોય. તમે જેવા છો તેવા જ સામેવાળી વ્યક્તિ તમને ગમાડે એ જ સાચો પ્રેમ.’

    માનસી પારેખ ગોહિલ

    અભિનેત્રી-ગાયિકા માનસી પારેખ ગોહિલ જણાવે છે, ‘પ્રેમ એટલે તમે સામે વાળી વ્યક્તિને તે જેવી છે તેવી જ સ્વીકારી લો. જ્યાં કંઈ છુપુ ન રાખવાનું હોય. તમે જેવા છો તેવા જ સામેવાળી વ્યક્તિ તમને ગમાડે એ જ સાચો પ્રેમ.’

    9/14
  • કોલેજના દિવસોમાં અમે એન્ટી વેલન્ટાઈન હતા તેવું કહેતા માનસી પારેખ જણાવે છે કે, અમે જ્યારે પણ સ્ટેજ પર પર્ફોમ કરતા હોય ત્યારે અમારી માટે ઉજવણી જેવું જ હોય છે. વેલન્ટાઈનના દિવસોમાં આ વર્ષે પણ અમે કચ્છ અને ગુજરાતમાં શો કરી રહ્યાં છે. એટલે એ ઉજવણી જ કહેવાય. કામની વ્યસ્તતાને કારણે 14 ફેબ્રુઆરીએ ઉજવણી શક્ય ન પણ હોય ક્યારેક પરંતુ આ જ મહિનામાં પાર્થિવ ગોહિલનો જન્મદિવસ હોવાથી અમે એકસાથે બે સેલિબ્રેશન કરી લેતા હોઈએ છીએ. રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ? માનસી પારેખ ગોહિલનો જવાબ - શરણાગતિ

    કોલેજના દિવસોમાં અમે એન્ટી વેલન્ટાઈન હતા તેવું કહેતા માનસી પારેખ જણાવે છે કે, અમે જ્યારે પણ સ્ટેજ પર પર્ફોમ કરતા હોય ત્યારે અમારી માટે ઉજવણી જેવું જ હોય છે. વેલન્ટાઈનના દિવસોમાં આ વર્ષે પણ અમે કચ્છ અને ગુજરાતમાં શો કરી રહ્યાં છે. એટલે એ ઉજવણી જ કહેવાય. કામની વ્યસ્તતાને કારણે 14 ફેબ્રુઆરીએ ઉજવણી શક્ય ન પણ હોય ક્યારેક પરંતુ આ જ મહિનામાં પાર્થિવ ગોહિલનો જન્મદિવસ હોવાથી અમે એકસાથે બે સેલિબ્રેશન કરી લેતા હોઈએ છીએ.

    રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ?

    માનસી પારેખ ગોહિલનો જવાબ - શરણાગતિ

    10/14
  • હેમાંગ દવે અભિનેતા હેમાંગ દવે કહે છે કે, ‘પ્રેમ એવી લાગણી છે જે કોઈપણ બે વ્યક્તિ વચ્ચે હોઈ શકે. એક યુવાન છોકરા અને એક યુવાન છોકરી વચ્ચે હોઈ શકે, તમારી અને માતા-પિતા વચ્ચે હોઈ શકે, ભાઈ-બહેન વચ્ચે હોઈ શકે, મિત્રો વચ્ચે હોઈ શકે.’

    હેમાંગ દવે

    અભિનેતા હેમાંગ દવે કહે છે કે, ‘પ્રેમ એવી લાગણી છે જે કોઈપણ બે વ્યક્તિ વચ્ચે હોઈ શકે. એક યુવાન છોકરા અને એક યુવાન છોકરી વચ્ચે હોઈ શકે, તમારી અને માતા-પિતા વચ્ચે હોઈ શકે, ભાઈ-બહેન વચ્ચે હોઈ શકે, મિત્રો વચ્ચે હોઈ શકે.’

    11/14
  • સમય સાથે વેલન્ટાઈન ડેનું મહત્વ અને ઉજવણીનું સ્વરૂપ પણ બદલાયું છે એમ જણાવતા અભિનેતા કહે છે કે, કોલેજના દિવસોમાં હું મારી ગર્લફ્રેન્ડ સાથે વેલન્ટાઈન ડે ઉજવતો. એ સમયે બહાર જમવા જવાનું એક ફેન્સી અને ફરવાની બાબત ગણાતી. જ્યારે હું આજે મારી પત્ની અને પરિવાર કે મિત્રો સાથે વેલન્ટાઈન ડે સેલિબ્રેટ કરું છું. પ્રેમના આ વિશેષ દિવસની ઉજવણી કરવી ગમે છે અને અમે શોર્ટ ટ્રીપ કરીને તે ઉજવતા પણ હોઈએ છીએ. રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ? હેમાંગ દવેનો જવાબ – પરિવાર અને મિત્રો

    સમય સાથે વેલન્ટાઈન ડેનું મહત્વ અને ઉજવણીનું સ્વરૂપ પણ બદલાયું છે એમ જણાવતા અભિનેતા કહે છે કે, કોલેજના દિવસોમાં હું મારી ગર્લફ્રેન્ડ સાથે વેલન્ટાઈન ડે ઉજવતો. એ સમયે બહાર જમવા જવાનું એક ફેન્સી અને ફરવાની બાબત ગણાતી. જ્યારે હું આજે મારી પત્ની અને પરિવાર કે મિત્રો સાથે વેલન્ટાઈન ડે સેલિબ્રેટ કરું છું. પ્રેમના આ વિશેષ દિવસની ઉજવણી કરવી ગમે છે અને અમે શોર્ટ ટ્રીપ કરીને તે ઉજવતા પણ હોઈએ છીએ.

    રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ?

    હેમાંગ દવેનો જવાબ – પરિવાર અને મિત્રો

    12/14
  • જીનલ બેલાણી અભિનેત્રી જીનલ બેલાણી કહે છે કે, મારા માટે પ્રેમ એટલે જ્યા તમે સામેવાળી વ્યક્તિ કેવી છે તે ધારી ન લો કે તેના માટે કોઈ જજમેન્ટ ન આપો. પરંતુ હા, તે જેવી છે તે જ રીતે તેને સ્વીકારી લો તે સાચો પ્રેમ. 

    જીનલ બેલાણી

    અભિનેત્રી જીનલ બેલાણી કહે છે કે, મારા માટે પ્રેમ એટલે જ્યા તમે સામેવાળી વ્યક્તિ કેવી છે તે ધારી ન લો કે તેના માટે કોઈ જજમેન્ટ ન આપો. પરંતુ હા, તે જેવી છે તે જ રીતે તેને સ્વીકારી લો તે સાચો પ્રેમ. 

    13/14
  • અભિનેત્રી કહે છે કે, વેલન્ટાઈન ડે મારા માટે સમાન્ય દિવસ જેવો જ હોય છે. કંઈ ખાસ નથી હોતું. હા પણ કોલેજમાં ભણતા ત્યારે આ દિવસ કંઈક વિશેષ હોય તેવું લાગતું અને ત્યારે મિત્રો કે પરિવાર સાથે રોજ કરતા કંઈક જુદુ કરીને ઉજવણી કરતા. રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ? જીનલ બેલાણીનો જવાબ – અનિર્ણિત

    અભિનેત્રી કહે છે કે, વેલન્ટાઈન ડે મારા માટે સમાન્ય દિવસ જેવો જ હોય છે. કંઈ ખાસ નથી હોતું. હા પણ કોલેજમાં ભણતા ત્યારે આ દિવસ કંઈક વિશેષ હોય તેવું લાગતું અને ત્યારે મિત્રો કે પરિવાર સાથે રોજ કરતા કંઈક જુદુ કરીને ઉજવણી કરતા.

    રેપિડ ફાયર સવાલ – પ્રેમ સાંભળતા મનમાં આવેલો પહેલો શબ્દ?

    જીનલ બેલાણીનો જવાબ – અનિર્ણિત

    14/14
  • loading...

ફોટોઝ વિશે

14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ. સામાન્ય રીતે ‘વેલેન્ટાઈન ડે’ની વ્યાખ્યા આ રીતે થતી હોય છે. પરંતુ સમય અને વ્યક્તિ સાથે ‘વેલેન્ટાઈન ડે’ અને ‘પ્રેમ’ની વ્યાખ્યા પણ બદલાતી જ હોય છે. શાળા/કોલેજના દિવસોમાં, યુવાનીના દિવસોમાં, લગ્ન થયા પછી એમ જીવનના દરેક તબક્કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની રીતભાત બદલાતી હોય છે. ઘણા માટે વેલેન્ટાઈન ડે એક સામાન્ય દિવસ જેવો હોય છે તો ઘણા માટે ખરેખર આ દિવસ વિશેષ હોય છે. પ્રેમના તહેવાર ‘વેલેન્ટાઈન ડે’ના અવસરે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમએ તમારા મનગમતા ગુજરાતી સેલેબ્ઝને પુછયું કે તેમના જીવનમાં ‘વેલેન્ટાઈન ડે’નું મહત્વ કેટલું છે અને તેમની ‘પ્રેમ’ની વ્યાખ્યા શું છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

First Published: 14th February, 2021 07:30 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK