Valentines Weekend: ટીનેજ લવ આ રીતે થયો મેચ્યોર, જાણો વધુ

Updated: 13th February, 2021 11:35 IST | Shilpa Bhanushali
  • પોતાની લવસ્ટોરી વિશે વાત કરતાં માધવી ભૂતા જણાવે છે કે, "અમે કૉલેજમાં હતાં ત્યારે અમારી મુલાકાત થઈ. મિહિરે સાયન્સ લીધું હતું અને મેં કૉમર્સ લીધું હતું. મિહિર પહેલાથી જ કલાનો જીવ એટલે તેમને સાયન્સમાં રસ પડ્યો નહીં. ધોરણ 12 સાયન્સમાં ફેલ થયા પછી તેમણે આર્ટ્સ લીધું."

    પોતાની લવસ્ટોરી વિશે વાત કરતાં માધવી ભૂતા જણાવે છે કે, "અમે કૉલેજમાં હતાં ત્યારે અમારી મુલાકાત થઈ. મિહિરે સાયન્સ લીધું હતું અને મેં કૉમર્સ લીધું હતું. મિહિર પહેલાથી જ કલાનો જીવ એટલે તેમને સાયન્સમાં રસ પડ્યો નહીં. ધોરણ 12 સાયન્સમાં ફેલ થયા પછી તેમણે આર્ટ્સ લીધું."

    1/5
  • માધવી અને મિહિર તે સમયે જુદી જુદી કૉલેજમાં હતાં. પરંતુ એક સમયે કૉમર્સમાં માધવી ભૂતાને પણ ફાવ્યું નહીં અને મિહિર ભૂતાએ સાયન્સ છોડીને મીઠીબાઇ કૉલેજમાં આર્ટ્સ લીધું. અહીં માધવીએ પણ મીઠીબાઇ કૉલેજમાં એડમિશન લીધું. આમ બન્ને મીઠીબાઇ કૉલેજમાં જોડાયા. ત્યાં જ નાટકો કરવામાં માધવી અને મિહિર ભૂતાની મુલાકાત થઈ, ઓળખાણ પછી ધીમે ધીમે મિત્રતામાં પરિણમી અને આમ ઑક્ટોબર 1983થી બન્ને એકબીજા સાથે કામ કરતાં અને મળતાં શરૂ થયા.

    માધવી અને મિહિર તે સમયે જુદી જુદી કૉલેજમાં હતાં. પરંતુ એક સમયે કૉમર્સમાં માધવી ભૂતાને પણ ફાવ્યું નહીં અને મિહિર ભૂતાએ સાયન્સ છોડીને મીઠીબાઇ કૉલેજમાં આર્ટ્સ લીધું. અહીં માધવીએ પણ મીઠીબાઇ કૉલેજમાં એડમિશન લીધું. આમ બન્ને મીઠીબાઇ કૉલેજમાં જોડાયા. ત્યાં જ નાટકો કરવામાં માધવી અને મિહિર ભૂતાની મુલાકાત થઈ, ઓળખાણ પછી ધીમે ધીમે મિત્રતામાં પરિણમી અને આમ ઑક્ટોબર 1983થી બન્ને એકબીજા સાથે કામ કરતાં અને મળતાં શરૂ થયા.

    2/5
  • 17 વર્ષની વયે માધવીએ મિહિર ભૂતાએ પાઠવેલું કાર્ડ સ્વીકાર્યું, અને આમ તેમણે 19 વર્ષના મિહિર ભૂતાનું પ્રપૉઝલ સ્વીકાર્યું. બન્ને એક જ ગામના હોવાથી લગ્ન માટે બન્ને પરિવાર માની ગયા અને તેમને લગ્ન બાબતે કોઇ મુશ્કેલી નડી નહીં. 1987માં બન્નેનાં લગ્ન થયા. પરંતુ બન્નેએ આટલી નાની ઉંમરે એકબીજાની પસંદગી કરી આ ખરેખર તે સમયે તો અચરજની વાત હતી જ...

    17 વર્ષની વયે માધવીએ મિહિર ભૂતાએ પાઠવેલું કાર્ડ સ્વીકાર્યું, અને આમ તેમણે 19 વર્ષના મિહિર ભૂતાનું પ્રપૉઝલ સ્વીકાર્યું. બન્ને એક જ ગામના હોવાથી લગ્ન માટે બન્ને પરિવાર માની ગયા અને તેમને લગ્ન બાબતે કોઇ મુશ્કેલી નડી નહીં. 1987માં બન્નેનાં લગ્ન થયા. પરંતુ બન્નેએ આટલી નાની ઉંમરે એકબીજાની પસંદગી કરી આ ખરેખર તે સમયે તો અચરજની વાત હતી જ...

    3/5
  • માધવી ભૂતાને મિહિર ભૂતાની સૌથી વધુ સારી કોઇ વાત લાગી હોય તો, તેમનો પ્રેમ તો છે જ પણ સાથે તે વાતનો ઉલ્લેખ કરતાં માધવીબેન જણાવે છે કે, "મિહિર હંમેશાં કહે, સ્વંતત્રતા દરેક વ્યક્તિએ માગવાની ન હોય અને તે કોઇ આપી પણ ન શકે, એ પોતાની જ હોય અને જાતે જ મેળવવાની હોય."

    માધવી ભૂતાને મિહિર ભૂતાની સૌથી વધુ સારી કોઇ વાત લાગી હોય તો, તેમનો પ્રેમ તો છે જ પણ સાથે તે વાતનો ઉલ્લેખ કરતાં માધવીબેન જણાવે છે કે, "મિહિર હંમેશાં કહે, સ્વંતત્રતા દરેક વ્યક્તિએ માગવાની ન હોય અને તે કોઇ આપી પણ ન શકે, એ પોતાની જ હોય અને જાતે જ મેળવવાની હોય."

    4/5
  • માધવી ભૂતા જણાવે છે કે, "અમે બન્ને એકસાથે મોટા થયા છીએ, આજે હું જે પણ છું તેમાં મિહિર હંમેશાં મારી પડખે હોય. હું તેમની પાસેથી ઘણું શીખી છું. એટલું જ નહીં તેના લગભગ બધાં જ કામમાં મારું ઇન્વૉલ્વમેન્ટ હોય જ. આમ અમે બન્ને સાથે મળીને દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો પણ કર્યો છે."

    માધવી ભૂતા જણાવે છે કે, "અમે બન્ને એકસાથે મોટા થયા છીએ, આજે હું જે પણ છું તેમાં મિહિર હંમેશાં મારી પડખે હોય. હું તેમની પાસેથી ઘણું શીખી છું. એટલું જ નહીં તેના લગભગ બધાં જ કામમાં મારું ઇન્વૉલ્વમેન્ટ હોય જ. આમ અમે બન્ને સાથે મળીને દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો પણ કર્યો છે."

    5/5
  • loading...

ફોટોઝ વિશે

વેલેન્ટાઇન્સ ડે નજીક છે ત્યારે જાણો કેવી રીતે મળ્યા છે તમારા જાણીતા અને પ્રિય કપલ્સ પોતાની રિયલ લાઇફમાં, માધવી-મિહિર ભૂતાની કહાની, તેમની પોતાની જુબાની...

First Published: 13th February, 2021 04:04 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK