Happy Birthday: ઑનસ્ક્રીન ચુલબુલી અને નટખટ દેવાંશી, રિયલ લાઇફમાં છે આટલી મેચ્યોર

Updated: Aug 29, 2020, 10:18 IST | Shilpa Bhanushali
  • 29 ઑગસ્ટ 1999ના રોજ મુંબઇમાં જન્મેલી દેવાંશી સોમૈયાને આમ તો મુંબઇની તમામ લોકલ વસ્તુઓ ખૂબ જ ગમે છે. એમાં ભલેને મુંબઇની લોકલ ટ્રેન હોય કે બીચ કે પછી ખાસ સ્થળો આ બધી જ વસ્તુઓ તેની મનની ખૂબ જ નજીક છે.

    29 ઑગસ્ટ 1999ના રોજ મુંબઇમાં જન્મેલી દેવાંશી સોમૈયાને આમ તો મુંબઇની તમામ લોકલ વસ્તુઓ ખૂબ જ ગમે છે. એમાં ભલેને મુંબઇની લોકલ ટ્રેન હોય કે બીચ કે પછી ખાસ સ્થળો આ બધી જ વસ્તુઓ તેની મનની ખૂબ જ નજીક છે.

    1/28
  • દેવાંશી સોમૈયાએ પોતાનું શાળાકીય શિક્ષણ રુસ્તમજી સ્કૂલમાંથી પૂરું કર્યું છે. 

    દેવાંશી સોમૈયાએ પોતાનું શાળાકીય શિક્ષણ રુસ્તમજી સ્કૂલમાંથી પૂરું કર્યું છે. 

    2/28
  • શાળાકીય શિક્ષણ દરમિયાન તે એક્સ્પ્રેસિવ તો હતી જ અને આ વાત પર તેનું ખાસ ધ્યાન તો ત્યારે ગયું જ્યારે એક ફેન્સી ડ્રેસ કૉમ્પિટિશનમાં તેણે રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું અને સ્કૂલમાં લગભગ બધાં તેને તે પાત્રથી ઓળખતા થયા. એટલું જ નહીં તેને સ્કૂલમાં આ પાત્ર દ્વારા લોકપ્રિયતા પણ મળી.

    શાળાકીય શિક્ષણ દરમિયાન તે એક્સ્પ્રેસિવ તો હતી જ અને આ વાત પર તેનું ખાસ ધ્યાન તો ત્યારે ગયું જ્યારે એક ફેન્સી ડ્રેસ કૉમ્પિટિશનમાં તેણે રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું અને સ્કૂલમાં લગભગ બધાં તેને તે પાત્રથી ઓળખતા થયા. એટલું જ નહીં તેને સ્કૂલમાં આ પાત્ર દ્વારા લોકપ્રિયતા પણ મળી.

    3/28
  • ઍક્ટિંગ અંગે ઇન્સ્પિરેશન વિશે વાત કરતા દેવાંશી જણાવે છે કે આમ તો ખાસ આ ક્ષેત્રમાં આવવાનો એવો કોઇ વિચાર નહોતો પણ હા કૉલેજ કાળ દરમિયાન તેણે એક ઑડિશન આપ્યું. ત્યાર બાદ N.L.College આમ તો આ સ્કૂલનું નામ છે પણ કૉલેજ પણ આ નામથી જ જાણીતી છે અહીં નગીનદાસ ખાંડવાલા ડ્રામેટિક્સ નામે ડ્રામેટિક ગ્રુપ છે તેમાં જોડાઇ.

    ઍક્ટિંગ અંગે ઇન્સ્પિરેશન વિશે વાત કરતા દેવાંશી જણાવે છે કે આમ તો ખાસ આ ક્ષેત્રમાં આવવાનો એવો કોઇ વિચાર નહોતો પણ હા કૉલેજ કાળ દરમિયાન તેણે એક ઑડિશન આપ્યું. ત્યાર બાદ N.L.College આમ તો આ સ્કૂલનું નામ છે પણ કૉલેજ પણ આ નામથી જ જાણીતી છે અહીં નગીનદાસ ખાંડવાલા ડ્રામેટિક્સ નામે ડ્રામેટિક ગ્રુપ છે તેમાં જોડાઇ.

    4/28
  • ધીમે ધીમે તે ઍક્ટિંગમાં આગળ વધી અને કૉલેજ કાળ દરમિયાન જ પારીવારિક આર્થિક સંકડામણને કારણે તેને આ ક્ષેત્રમાં ઝંપલાવવું પડ્યું. 

    ધીમે ધીમે તે ઍક્ટિંગમાં આગળ વધી અને કૉલેજ કાળ દરમિયાન જ પારીવારિક આર્થિક સંકડામણને કારણે તેને આ ક્ષેત્રમાં ઝંપલાવવું પડ્યું. 

    5/28
  • જો કે. ઍક્ટિંગ કરતી વખતે તેને એ પણ સમજાયું કે તેના જીવનમાં એક ઍક્ટિંગ જ છે ખાસ તો કેમેરો, જેની સામે આવતાં તે જીવનની તમામ મુશ્કેલીઓ, દુઃખ અને તકલીફો ભૂલીને દિલ દઈને આ કામને માણી શકે છે, પોતાના પાત્રને જીવી શકે છે.

    જો કે. ઍક્ટિંગ કરતી વખતે તેને એ પણ સમજાયું કે તેના જીવનમાં એક ઍક્ટિંગ જ છે ખાસ તો કેમેરો, જેની સામે આવતાં તે જીવનની તમામ મુશ્કેલીઓ, દુઃખ અને તકલીફો ભૂલીને દિલ દઈને આ કામને માણી શકે છે, પોતાના પાત્રને જીવી શકે છે.

    6/28
  • દેવાંશીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને ઍક્ટિંગ સિવાય બીજું શું ગમે છે ત્યારે દેવાંશીનો જવાબ હતો ડ્રૉઇંગ

    દેવાંશીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને ઍક્ટિંગ સિવાય બીજું શું ગમે છે ત્યારે દેવાંશીનો જવાબ હતો ડ્રૉઇંગ

    7/28
  • દેવાંશીને ડ્રૉઇંગમાં પણ ખાસ તો કાર્ટુન્સ દોરવા ગમે છે તે સિવાય તેને બધાં પ્રકારનું ડ્રૉઇંગ કરવું ગમે સ્કેચિસ સિવાયનું.

    દેવાંશીને ડ્રૉઇંગમાં પણ ખાસ તો કાર્ટુન્સ દોરવા ગમે છે તે સિવાય તેને બધાં પ્રકારનું ડ્રૉઇંગ કરવું ગમે સ્કેચિસ સિવાયનું.

    8/28
  • દેવાંશીને કાર્ટુન્સ પ્રિય છે અને તેની પાછળનું કારણ પણ શાબ્દિક રીતે ખૂબ જ સામાન્ય છે પણ જો તેનો ગૂઢાર્થ સમજીએ તો કાર્ટુન્સમાં જે ભોળપણ છે તે દેવાંશીને ખૂબ જ પ્રિય છે. 

    દેવાંશીને કાર્ટુન્સ પ્રિય છે અને તેની પાછળનું કારણ પણ શાબ્દિક રીતે ખૂબ જ સામાન્ય છે પણ જો તેનો ગૂઢાર્થ સમજીએ તો કાર્ટુન્સમાં જે ભોળપણ છે તે દેવાંશીને ખૂબ જ પ્રિય છે. 

    9/28
  • કાર્ટુન્સ વિશે આગળ વાત કરતાં દેવાંશીએ જણાવ્યું કે જો જીવનમાં ક્યારે પણ કાર્ટુન કેરેક્ટર કરવા મળ્યું કે પછી તેની માટે ડબિંગ હોય કે વૉઇસઓવર હોય તે કરવા માટે તત્પર રહેશે.

    કાર્ટુન્સ વિશે આગળ વાત કરતાં દેવાંશીએ જણાવ્યું કે જો જીવનમાં ક્યારે પણ કાર્ટુન કેરેક્ટર કરવા મળ્યું કે પછી તેની માટે ડબિંગ હોય કે વૉઇસઓવર હોય તે કરવા માટે તત્પર રહેશે.

    10/28
  • દેવાંશીને ખાવામાં જો કંઇ પ્રિય હોય તો તે છે ઝટપટ બની જતી મેગી, અને લન્ચમાં શું પ્રિય છે તે પૂછીએ તો તરત જ જવાબ આવે કાઠિયાવાડી.

    દેવાંશીને ખાવામાં જો કંઇ પ્રિય હોય તો તે છે ઝટપટ બની જતી મેગી, અને લન્ચમાં શું પ્રિય છે તે પૂછીએ તો તરત જ જવાબ આવે કાઠિયાવાડી.

    11/28
  • દેવાંશીને સંગીતમાં પણ રસ છે તેમ છતાં તેને મ્યૂઝિક વીડિયોઝ જોવા વધારે ગમે છે. દેવાંશી જણાવે છે કે ફ્રી ટાઇમમાં હું મારા મૂડ પ્રમાણે ગીતો સાંભળતી હોઉં છું અને આમ કરતાં મને મેકઅપ દરમિયાન જો બોલીવુડના ગીતો સાંભળવા મળે તો તેનો આનંદ જ કંઇક જુદો હોય છે.

    દેવાંશીને સંગીતમાં પણ રસ છે તેમ છતાં તેને મ્યૂઝિક વીડિયોઝ જોવા વધારે ગમે છે. દેવાંશી જણાવે છે કે ફ્રી ટાઇમમાં હું મારા મૂડ પ્રમાણે ગીતો સાંભળતી હોઉં છું અને આમ કરતાં મને મેકઅપ દરમિયાન જો બોલીવુડના ગીતો સાંભળવા મળે તો તેનો આનંદ જ કંઇક જુદો હોય છે.

    12/28
  • પ્રિય વીડિયો સૉન્ગ વિશે વાત કરતાં દેવાંશી જણાવે છે કે હૉલીવુડના ગીતો તેને જોવા અને સાંભળવા ખૂબ જ ગમે છે.

    પ્રિય વીડિયો સૉન્ગ વિશે વાત કરતાં દેવાંશી જણાવે છે કે હૉલીવુડના ગીતો તેને જોવા અને સાંભળવા ખૂબ જ ગમે છે.

    13/28
  • દેવાંશી જણાવે છે કે લૉકડાઉનમાં તેણે જો કંઇક પોતાની મનગમતી વસ્તુ કરી હોય તો તે છે નાની બહેન ભૂમિ સાથે પત્તા રમવું અને ઓનલાઇન મોબાઇલ ગેમ્સ તેમાં પણ ખાસ તો લૂડો રમવાનું ખૂબ જ એન્જૉય કર્યું.

    દેવાંશી જણાવે છે કે લૉકડાઉનમાં તેણે જો કંઇક પોતાની મનગમતી વસ્તુ કરી હોય તો તે છે નાની બહેન ભૂમિ સાથે પત્તા રમવું અને ઓનલાઇન મોબાઇલ ગેમ્સ તેમાં પણ ખાસ તો લૂડો રમવાનું ખૂબ જ એન્જૉય કર્યું.

    14/28
  • ઇન્ડસ્ટ્રીમાં ગમતા પોતાના પ્રિય અભિનેતા વિશે વાત કરતાં દેવાંશી જણાવે છે કે તેને રણવીર સિંહની એનર્જી ખૂબ જ એટ્રેક્ટ કરે છે તેની સાથે જ ઇન્ડિયન થિયેટર અને બોલીવુડ અભિનેતા જીમ સર્ભ ગમે છે. તો મિથિલા પાલકરની એક્ટિંગની ફેન છે.

    ઇન્ડસ્ટ્રીમાં ગમતા પોતાના પ્રિય અભિનેતા વિશે વાત કરતાં દેવાંશી જણાવે છે કે તેને રણવીર સિંહની એનર્જી ખૂબ જ એટ્રેક્ટ કરે છે તેની સાથે જ ઇન્ડિયન થિયેટર અને બોલીવુડ અભિનેતા જીમ સર્ભ ગમે છે. તો મિથિલા પાલકરની એક્ટિંગની ફેન છે.

    15/28
  • દેવાંશીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા રોલ મોડલ કોણ છે ત્યારે દેવાંશી જણાવે છે કે હું પોતે જ મારી રોલ મૉડલ છું આ વિશે વિગતવાર વાત કરતાં તેમણે જણાવ્યું કે આવું એટલા માટે છે કે મારા જીવનમાં જે પરિસ્થિતિઓ આવી છે તેનો સામનો મેં જે રીતે કર્યો છે તે માટે કદાચ અન્ય કોઇને હું મારા રોલ મોડલ નહીં બનાવી શકું.

    દેવાંશીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા રોલ મોડલ કોણ છે ત્યારે દેવાંશી જણાવે છે કે હું પોતે જ મારી રોલ મૉડલ છું આ વિશે વિગતવાર વાત કરતાં તેમણે જણાવ્યું કે આવું એટલા માટે છે કે મારા જીવનમાં જે પરિસ્થિતિઓ આવી છે તેનો સામનો મેં જે રીતે કર્યો છે તે માટે કદાચ અન્ય કોઇને હું મારા રોલ મોડલ નહીં બનાવી શકું.

    16/28
  • દેવાંશીએ આટલી નાની ઉંમરમાં જ પોતાના આખા ઘરની જવાબદારી સંભાળી લીધી છે. દેવાંશી પોતાના પરિવાર વિશે જણાવતાં કહે છે કે તેમના માતા અને પિતા બન્ને ફિઝિકલી ચેલેન્જ્ડ છે અને તેમને એક નાની બહેન છે જે તેમની ખૂબ જ નજીક છે.

    દેવાંશીએ આટલી નાની ઉંમરમાં જ પોતાના આખા ઘરની જવાબદારી સંભાળી લીધી છે. દેવાંશી પોતાના પરિવાર વિશે જણાવતાં કહે છે કે તેમના માતા અને પિતા બન્ને ફિઝિકલી ચેલેન્જ્ડ છે અને તેમને એક નાની બહેન છે જે તેમની ખૂબ જ નજીક છે.

    17/28
  • પોતાની નાની બહેન વિશે વાત કરતાં દેવાંશી જણાવે કે તે મારી નાની બહેન, મારી સીક્રેટ પાર્ટનર, ક્રાઇમ પાર્ટનર, સલાહકાર, બેસ્ટ ફ્રેન્ડ, દીકરી બધું જ છે. અમે બન્ને એકબીજાથી એટલા ક્લૉઝ છીએ કે મારી મુશ્કેલીઓને એ સારી રીતે સમજે છે તો એની જરૂરિયાતો મારા દ્વારા પૂરી થઈ રહી છે.

    પોતાની નાની બહેન વિશે વાત કરતાં દેવાંશી જણાવે કે તે મારી નાની બહેન, મારી સીક્રેટ પાર્ટનર, ક્રાઇમ પાર્ટનર, સલાહકાર, બેસ્ટ ફ્રેન્ડ, દીકરી બધું જ છે. અમે બન્ને એકબીજાથી એટલા ક્લૉઝ છીએ કે મારી મુશ્કેલીઓને એ સારી રીતે સમજે છે તો એની જરૂરિયાતો મારા દ્વારા પૂરી થઈ રહી છે.

    18/28
  • આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ વિશે વાત કરતાં દેવાંશી જણાવે છે કે એક સમય હતો જીવનમાં જ્યારે ખૂબ જ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, કદાચ અત્યારે જમવાનું મળ્યું છે પણ સાંજે મળશે કે નહીં તેની ચિંતા હોય તેમ છતાં મન મક્કમ રાખીને આગળ વધી.

    આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ વિશે વાત કરતાં દેવાંશી જણાવે છે કે એક સમય હતો જીવનમાં જ્યારે ખૂબ જ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, કદાચ અત્યારે જમવાનું મળ્યું છે પણ સાંજે મળશે કે નહીં તેની ચિંતા હોય તેમ છતાં મન મક્કમ રાખીને આગળ વધી.

    19/28
  • દેવાંશીએ ખૂબ જ નાની ઉંમરમાં અનેક પારીવારિક મુશ્કેલીઓનો સામનો કર્યો હોવા છતાં તેના ચહેરા પર એ સ્માઇલ, એ ખડખડાટ હાસ્ય ક્યારેય વિલાતું જોવા મળતું નથી.

    દેવાંશીએ ખૂબ જ નાની ઉંમરમાં અનેક પારીવારિક મુશ્કેલીઓનો સામનો કર્યો હોવા છતાં તેના ચહેરા પર એ સ્માઇલ, એ ખડખડાટ હાસ્ય ક્યારેય વિલાતું જોવા મળતું નથી.

    20/28
  • આજે પણ દેવાંશી જણાવે છે કે એક સમયે આર્થિક સંકડામણને કારણે લક્ઝૂરિયાસ વસ્તુઓ તો દૂર પણ જરૂરિયાતની વસ્તુઓ પણ મુશ્કેલથી પૂરી થતી.

    આજે પણ દેવાંશી જણાવે છે કે એક સમયે આર્થિક સંકડામણને કારણે લક્ઝૂરિયાસ વસ્તુઓ તો દૂર પણ જરૂરિયાતની વસ્તુઓ પણ મુશ્કેલથી પૂરી થતી.

    21/28
  • દેવાંશીના સ્ટ્રગલ વિશે વાત કરીએ તો કદાચ સમય અને શબ્દો ઓછા પડે તેમ છતાં કેમેરા સામે આ બધું ભૂલાઇ જાય છે અને યાદ રહે છે તો માત્ર તે પાત્ર જે ઑનસ્ક્રીન ભજવવાનું છે.

    દેવાંશીના સ્ટ્રગલ વિશે વાત કરીએ તો કદાચ સમય અને શબ્દો ઓછા પડે તેમ છતાં કેમેરા સામે આ બધું ભૂલાઇ જાય છે અને યાદ રહે છે તો માત્ર તે પાત્ર જે ઑનસ્ક્રીન ભજવવાનું છે.

    22/28
  • દેવાંશીને પૂછવામાં આવ્યું કે તે આગળ શું કરવા માગે છે ત્યારે તેમણે જણાવ્યું કે મારી વયની છોકરીઓ માટે કંઇક એવું કરવા માગું કે જેથી જ્યારે તેમને મુશ્કેલી પડે ત્યારે મેં જે પણ સહન કર્યું તેવું તેમને કરવાનો વારો ન આવે...

    દેવાંશીને પૂછવામાં આવ્યું કે તે આગળ શું કરવા માગે છે ત્યારે તેમણે જણાવ્યું કે મારી વયની છોકરીઓ માટે કંઇક એવું કરવા માગું કે જેથી જ્યારે તેમને મુશ્કેલી પડે ત્યારે મેં જે પણ સહન કર્યું તેવું તેમને કરવાનો વારો ન આવે...

    23/28
  • દેવાંશીને પહેલી જ સીરિયલ દીકરી વ્હાલનો દરિયોમાં સેકેન્ડ લીડ તરીકે એન્ટ્રી મળી તે એક ગુજરાતી કલાકાર માટે ખૂબ જ મોટી વાત છે આ વિશે વાત કરતાં દેવાંશી જણાવે છે કે કૉલેજકાળ દરમિયાન તેણે નગીનદાસ ખાંડવાલા ડ્રામેટિક્સ ગ્રુપમાં જોડાવાની સાથે એક કૉમ્પિટીશનનમાં ભાગ લીધો હતો અને ત્યારે પ્રતીક જાધવે મને એક્ટિંગ કરતાં જોઇ. મારી ઍક્ટિંગ જોયા પછી તેમણે મારી ભલામણ કરી અને મારી પહેલી સીરિયલ માટે વિપુલ વિઠલાનીએ ઑડિશન્સ લીધા અને મારું સિલેક્શન થઈ ગયું.

    દેવાંશીને પહેલી જ સીરિયલ દીકરી વ્હાલનો દરિયોમાં સેકેન્ડ લીડ તરીકે એન્ટ્રી મળી તે એક ગુજરાતી કલાકાર માટે ખૂબ જ મોટી વાત છે આ વિશે વાત કરતાં દેવાંશી જણાવે છે કે કૉલેજકાળ દરમિયાન તેણે નગીનદાસ ખાંડવાલા ડ્રામેટિક્સ ગ્રુપમાં જોડાવાની સાથે એક કૉમ્પિટીશનનમાં ભાગ લીધો હતો અને ત્યારે પ્રતીક જાધવે મને એક્ટિંગ કરતાં જોઇ. મારી ઍક્ટિંગ જોયા પછી તેમણે મારી ભલામણ કરી અને મારી પહેલી સીરિયલ માટે વિપુલ વિઠલાનીએ ઑડિશન્સ લીધા અને મારું સિલેક્શન થઈ ગયું.

    24/28
  • 2019માં મને અપના ટાઇમ આયેગામાં અપરા મહેતા સાથે નાટકમાં કામ કરવાની તક મળી. આ પ્લેના ડિરેક્ટર વિપુલ મેહતા  બાલીવાલા પ્રૉડક્શન હાઉસના પ્રૉડ્યુસર ફિરોઝ ભગત અને વિનોદ સરવૈયાએ પ્લેના રાઇટર હતા.

    2019માં મને અપના ટાઇમ આયેગામાં અપરા મહેતા સાથે નાટકમાં કામ કરવાની તક મળી. આ પ્લેના ડિરેક્ટર વિપુલ મેહતા  બાલીવાલા પ્રૉડક્શન હાઉસના પ્રૉડ્યુસર ફિરોઝ ભગત અને વિનોદ સરવૈયાએ પ્લેના રાઇટર હતા.

    25/28
  • અપના ટાઇમ આયેગા આ પ્લે જોવા અપરા મહેતાની દીકરી પણ આવતી અને આ પ્લેમાં તેણે મારી ઍક્ટિંગ જોઇ અને તેણે ભાખરવાડી માટે મને ઑડિશન આપવાની સલાહ આપી.

    અપના ટાઇમ આયેગા આ પ્લે જોવા અપરા મહેતાની દીકરી પણ આવતી અને આ પ્લેમાં તેણે મારી ઍક્ટિંગ જોઇ અને તેણે ભાખરવાડી માટે મને ઑડિશન આપવાની સલાહ આપી.

    26/28
  • ભાખરવાડીમાં મેં ઑડિશન આપ્યું અને મારું સિલેક્શન થઈ ગયું. આમ ધીમે ધીમે આ ક્ષેત્રમાં હું આગળ વધતી ગઈ અને મારી માટે માર્ગ મોકળો થતો ગયો.

    ભાખરવાડીમાં મેં ઑડિશન આપ્યું અને મારું સિલેક્શન થઈ ગયું. આમ ધીમે ધીમે આ ક્ષેત્રમાં હું આગળ વધતી ગઈ અને મારી માટે માર્ગ મોકળો થતો ગયો.

    27/28
  • હાલ દેવાંશી પોતાની હિન્દી સીરિયલ ભાખરવાડીમાં જોવા મળે છે અને તેને આ પાત્ર ભજવતાંની સાથે એવી ઘણી તક મળે જેથી તે આગળ વધી શકે તેવી શુભેચ્છાઓ...

    હાલ દેવાંશી પોતાની હિન્દી સીરિયલ ભાખરવાડીમાં જોવા મળે છે અને તેને આ પાત્ર ભજવતાંની સાથે એવી ઘણી તક મળે જેથી તે આગળ વધી શકે તેવી શુભેચ્છાઓ...

    28/28
  • loading...

ફોટોઝ વિશે

દીકરી વ્હાલનો દરિયોમાં બીજલનું પાત્ર ભજવનાર દેવાંશી સોમૈયા હવે તમને ભાખરવાડીમાં ઉજ્વલાનું પાત્ર ભજવતી જોવા મળે છે ત્યારે જાણીએ તેના વિશે કેટલીક અજાણી વાતો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK