પ્રસૂન જોશી: ગીતકારે 17 વર્ષની ઉંમરમાં પહેલું પુસ્તક લખ્યું હતું

Updated: Sep 17, 2020, 12:05 IST | Rachana Joshi
 • તૂ બિન બતાયે મુજે લે ચલ કહીં, જહાં તુ મુસ્કુરાયે, મેરી મંઝિલ વહી...પ્રસૂન જોશીનો જન્મ 16 સપ્ટેમ્બર, 1971માં ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં થયો છે. તેઓ ગીતકાર, કવિ, લેખક અને એડ ગુરુ છે.

  તૂ બિન બતાયે મુજે લે ચલ કહીં, જહાં તુ મુસ્કુરાયે, મેરી મંઝિલ વહી...પ્રસૂન જોશીનો જન્મ 16 સપ્ટેમ્બર, 1971માં ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં થયો છે. તેઓ ગીતકાર, કવિ, લેખક અને એડ ગુરુ છે.

  1/15
 • સાંસો કો સાંસો મેં ઢલને દો જરા...પ્રસૂન જોશી 2017થી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફીકેશન (CBFC)ના ચેરમેન છે.

  સાંસો કો સાંસો મેં ઢલને દો જરા...પ્રસૂન જોશી 2017થી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફીકેશન (CBFC)ના ચેરમેન છે.

  2/15
 • લુકા છુપી બહોત હુઈ, સામને આ જા ના...પ્રસૂન જોશી બાળપણથી જ કવિ બનવાની ઇચ્છા ધરાવતા હતા.  તસવીરમાં: પ્રસૂન જોશી દીકરી સાથે

  લુકા છુપી બહોત હુઈ, સામને આ જા ના...પ્રસૂન જોશી બાળપણથી જ કવિ બનવાની ઇચ્છા ધરાવતા હતા. 

  તસવીરમાં: પ્રસૂન જોશી દીકરી સાથે

  3/15
 • જો ભી તેરે દર આયા, જુકને જો સર આયા...બહુ ઓછા લોકો જાણે છે કે, ગીતકારે ફિઝિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને એમબીએ કર્યું છે.

  જો ભી તેરે દર આયા, જુકને જો સર આયા...બહુ ઓછા લોકો જાણે છે કે, ગીતકારે ફિઝિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને એમબીએ કર્યું છે.

  4/15
 • રહેના તુ, હૈ જૈસી તુ થોડા સા દર્દ તુ, થોડા સુકુન...ભણવાનું પુરુ થયા બાદ પ્રસૂન જોશીએ દિલ્હી સ્થિતિ એડવર્ટાઈઝિંગ કંપની O&M (Ogilvy & Mather)માં લગભગ દસ વર્ષ સુધી કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય એડવર્ટાઈઝિંગ કંપની 'મેકએન ઈરિક્સન'ના એક્ઝિક્યુટિવ ચેરમેન પણ હતા.

  રહેના તુ, હૈ જૈસી તુ થોડા સા દર્દ તુ, થોડા સુકુન...ભણવાનું પુરુ થયા બાદ પ્રસૂન જોશીએ દિલ્હી સ્થિતિ એડવર્ટાઈઝિંગ કંપની O&M (Ogilvy & Mather)માં લગભગ દસ વર્ષ સુધી કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય એડવર્ટાઈઝિંગ કંપની 'મેકએન ઈરિક્સન'ના એક્ઝિક્યુટિવ ચેરમેન પણ હતા.

  5/15
 • મૈ કભી બતલાતા નહીં પર અંધેરે સે ડરતા હું મૈ માં...O&Mમાં કામ કરતા હતા તયારે જ તેમની મુલાકાત કંપનીમાં કામ કરતી મહિલા અર્પણા સાથે થઈ અને પછી વર્ષ 1995ના નવેમ્બર મહિનામાં પ્રસૂન જોશીએ અર્પણા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પંદર વર્ષની દીકરી પણ છે. જેનું નામ એશાન્યા છે. તસવીરમાં: પ્રસૂન જોશી દીકરી અને પત્ની સાથે

  મૈ કભી બતલાતા નહીં પર અંધેરે સે ડરતા હું મૈ માં...O&Mમાં કામ કરતા હતા તયારે જ તેમની મુલાકાત કંપનીમાં કામ કરતી મહિલા અર્પણા સાથે થઈ અને પછી વર્ષ 1995ના નવેમ્બર મહિનામાં પ્રસૂન જોશીએ અર્પણા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પંદર વર્ષની દીકરી પણ છે. જેનું નામ એશાન્યા છે.

  તસવીરમાં: પ્રસૂન જોશી દીકરી અને પત્ની સાથે

  6/15
 • મેરા યાર હૈ રબ વરગા દિલદાર હૈ રબ વરગા...બાળપણથી જ પ્રસૂન જોશીને લેખનનો શોખ છે. આ જ કારણ છે કે તેમણે 17 વર્ષની ઉંમરે પોતાનું પહેલું પુસ્તક 'મેં ઔર વો' લખ્યું હતું.

  મેરા યાર હૈ રબ વરગા દિલદાર હૈ રબ વરગા...બાળપણથી જ પ્રસૂન જોશીને લેખનનો શોખ છે. આ જ કારણ છે કે તેમણે 17 વર્ષની ઉંમરે પોતાનું પહેલું પુસ્તક 'મેં ઔર વો' લખ્યું હતું.

  7/15
 • મૌસમ કી અદલા બદલી મૈં, પાવન ગુલાબી હો જાતી હૈ રાત સરક કર ચલતે ચલતે...રાજકુમાર સંતોષીની ફિલ્મ 'લજ્જા'થી ગીતકાર તરીકે પ્રસૂન જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

  મૌસમ કી અદલા બદલી મૈં, પાવન ગુલાબી હો જાતી હૈ રાત સરક કર ચલતે ચલતે...રાજકુમાર સંતોષીની ફિલ્મ 'લજ્જા'થી ગીતકાર તરીકે પ્રસૂન જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

  8/15
 • કૈસે મુઝે તુમ મિલ ગઈ...ત્યારબાદ તેમણે 'હમ તુમ', 'રંગ દે બસંતી', 'તારે ઝામીન પર', 'બ્લેક', 'દિલ્હી 6', 'લંડન ડ્રીમ્સ', 'ગજિની' અને 'સત્યાગ્રહ' સહિતની ઘણી ફિલ્મોમાં હીટ ગીતો આપ્યા.

  કૈસે મુઝે તુમ મિલ ગઈ...ત્યારબાદ તેમણે 'હમ તુમ', 'રંગ દે બસંતી', 'તારે ઝામીન પર', 'બ્લેક', 'દિલ્હી 6', 'લંડન ડ્રીમ્સ', 'ગજિની' અને 'સત્યાગ્રહ' સહિતની ઘણી ફિલ્મોમાં હીટ ગીતો આપ્યા.

  9/15
 • મેરે હાથ મેં તેરા હાથ હો...પ્રસૂન જોશીએ ગીતો સિવાય ફિલ્મ 'રંગ દે બસંતી'ના ડાયલોગ્સ લખ્યા છે અને વર્ષ 2014માં આવેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'ની સ્ક્રિપ્ટ પણ લખી છે.

  મેરે હાથ મેં તેરા હાથ હો...પ્રસૂન જોશીએ ગીતો સિવાય ફિલ્મ 'રંગ દે બસંતી'ના ડાયલોગ્સ લખ્યા છે અને વર્ષ 2014માં આવેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'ની સ્ક્રિપ્ટ પણ લખી છે.

  10/15
 • કુછ ખુશબુએ યાદો કે જંગલ સે બેહ ચલી...ફક્ત યાદગાર ગીતો જ નહીં પણ પ્રસૂન જોશીએ અનેક એડવર્ટાઈઝની ટેગલાઈન પણ લખી છે. 'ઠંડા મતલબ કોકાકોલા', 'ક્લોરમિન્ટ ક્યુ ખાતે હૈ? દુબારા મત પછના', 'અતિથી દેવો ભવ:' જેવી ટેગલાઈન લોકપ્રિય થઈ ગઈ હતી. આ ટેગલાઈન માટે તેમને અનેક પુરસ્કાર મળ્યા છે.

  કુછ ખુશબુએ યાદો કે જંગલ સે બેહ ચલી...ફક્ત યાદગાર ગીતો જ નહીં પણ પ્રસૂન જોશીએ અનેક એડવર્ટાઈઝની ટેગલાઈન પણ લખી છે. 'ઠંડા મતલબ કોકાકોલા', 'ક્લોરમિન્ટ ક્યુ ખાતે હૈ? દુબારા મત પછના', 'અતિથી દેવો ભવ:' જેવી ટેગલાઈન લોકપ્રિય થઈ ગઈ હતી. આ ટેગલાઈન માટે તેમને અનેક પુરસ્કાર મળ્યા છે.

  11/15
 • કહેતા હૈ પલ, ખુદ સે નિકલ જીતે હૈ ચલ...પ્રસૂન જોશી McCann Worldનો પણ ભાગ રહ્યાં છે. આ કંપનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજના 'મેક ઇન ઈન્ડિયા' અને તેમના વિદેશી અભિયાન સહિતના જિંગલ્સની રચના પણ કરી હતી.

  કહેતા હૈ પલ, ખુદ સે નિકલ જીતે હૈ ચલ...પ્રસૂન જોશી McCann Worldનો પણ ભાગ રહ્યાં છે. આ કંપનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજના 'મેક ઇન ઈન્ડિયા' અને તેમના વિદેશી અભિયાન સહિતના જિંગલ્સની રચના પણ કરી હતી.

  12/15
 • હોને હોને દે નશા ખોને ખોને કો હૈ ક્યા...પ્રસૂન જોશી વર્ષ 2017માં બહુ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમને લંડનમાં બે કલાક અને વીસ મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ટરવ્યૂ લીધું હતું. આ સાથે તેઓ વડાપ્રધાનનું સૌથી લાંબુ ઈન્ટરવ્યૂ લેનાર પહેલા કવિ અને લેખક બની ગયા હતા.

  હોને હોને દે નશા ખોને ખોને કો હૈ ક્યા...પ્રસૂન જોશી વર્ષ 2017માં બહુ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમને લંડનમાં બે કલાક અને વીસ મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ટરવ્યૂ લીધું હતું. આ સાથે તેઓ વડાપ્રધાનનું સૌથી લાંબુ ઈન્ટરવ્યૂ લેનાર પહેલા કવિ અને લેખક બની ગયા હતા.

  13/15
 • નઝરો સે નઝરે મિલી તો જન્નત સી મહેકી ફિઝાયે...લેખન ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ વર્ષ 2015માં પ્રસૂન જોષીને 'પદ્મ શ્રી'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  નઝરો સે નઝરે મિલી તો જન્નત સી મહેકી ફિઝાયે...લેખન ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ વર્ષ 2015માં પ્રસૂન જોષીને 'પદ્મ શ્રી'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  14/15
 • ઝિંદગી, હૈ તો, પ્યાલા પુરા ભર લે...પ્રસૂન જોષીને તેમના જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ અને આવા જ સફળ ગીતો તે હંમેશા આપતા રહે તેવી આશા. 

  ઝિંદગી, હૈ તો, પ્યાલા પુરા ભર લે...પ્રસૂન જોષીને તેમના જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ અને આવા જ સફળ ગીતો તે હંમેશા આપતા રહે તેવી આશા. 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડના પ્રખ્યાત ગીતકાર, કવિ અને લેખક પ્રસૂન જોશી (Prasoon Joshi)નો આજે 49મો જન્મદિવસ છે. બૉલીવુડને તેમણે અનેક યાદગાર ગીતો અને ડાયલોગ્સ આપ્યા છે. આજે તેમના જન્મદિવસના અવસરે પ્રસૂન જોશીના યાદગાર ગીતોને યાદ કરીએ અને સાથે જ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો પણ જાણીએ.

(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK