કોરોના અને 2020નું વર્ષ આ ટીવી શો-સીરિયલો માટે ખરાબ સાબિત થયું, થઈ ગયા ઓફ-એર

Published: 4th November, 2020 18:06 IST | Rachana Joshi
 • મેરી ગુડિયા (ડિસેમ્બર 2019 - માર્ચ 2020) કન્નડ સીરિયલ નિલી પરથી આ જ નામની બનેલી તામિળ સીરિયલ પરથી હિન્દી સીરિયલ મેરી ગુડિયા બનાવવામાં આવી હતી. જે સ્ટાર ભારત પર આવતી હતી. શિમલામાં રહેતા વેપારી પરિવારની મા-દીકરીના અતૂટ પ્રેમની આ વાર્તા છે. કોરોનાને કારણે માર્ચ મહિનામાં સીરિયલનું પ્રોડક્શન રોકવામાં આવ્યું હતું. ટીઆરપીની રેસમાં આગળ હોવા છતા મેકર્સે લૉકડાઉન પછી શોને અધવચ્ચેથી બંધ કરી દીધો હતો.

  મેરી ગુડિયા

  (ડિસેમ્બર 2019 - માર્ચ 2020)

  કન્નડ સીરિયલ નિલી પરથી આ જ નામની બનેલી તામિળ સીરિયલ પરથી હિન્દી સીરિયલ મેરી ગુડિયા બનાવવામાં આવી હતી. જે સ્ટાર ભારત પર આવતી હતી. શિમલામાં રહેતા વેપારી પરિવારની મા-દીકરીના અતૂટ પ્રેમની આ વાર્તા છે. કોરોનાને કારણે માર્ચ મહિનામાં સીરિયલનું પ્રોડક્શન રોકવામાં આવ્યું હતું. ટીઆરપીની રેસમાં આગળ હોવા છતા મેકર્સે લૉકડાઉન પછી શોને અધવચ્ચેથી બંધ કરી દીધો હતો.

  1/15
 • નાગિન 4 (નવેમ્બર 2019 - ઓગસ્ટ 2020) નાગિનની ચોથી સિઝનને પહેલી ત્રણ સિઝન જેટલી સફળતા ન મળતા એક વર્ષની અંદર જ બંધ કરી દેવાનો નિર્ણય મેકર્સે લીધો હતો. અનલૉકની પ્રક્રિયા શરૂ થતા જ શૂટિંગ કરીને સીરિયલનો ધી એન્ડ કરવામાં આવ્યો હતો.

  નાગિન 4

  (નવેમ્બર 2019 - ઓગસ્ટ 2020)

  નાગિનની ચોથી સિઝનને પહેલી ત્રણ સિઝન જેટલી સફળતા ન મળતા એક વર્ષની અંદર જ બંધ કરી દેવાનો નિર્ણય મેકર્સે લીધો હતો. અનલૉકની પ્રક્રિયા શરૂ થતા જ શૂટિંગ કરીને સીરિયલનો ધી એન્ડ કરવામાં આવ્યો હતો.

  2/15
 • શુભારંભ (ડિસેમ્બર 2019 - ઓક્ટોબર 2020) કલર્સ ટીવી પર આવતી મહિમા મકવાણા અને અક્ષિત સુખીજા સ્ટારર 'શુભારંભ' સીરિયલ પૈસાદાર પણ સેલ્ફ-કોન્ફિડન્સ ન હોય તેવો છોકરો જ્યારે ગરીબ છોકરીના પ્રેમમાં પડે છે તેની વાર્તા છે. પરંતુ શોની TRP છેલ્લા કેટલાક અઠવાડિયાથી અપેક્ષાથી કરતાં ઘણી ઓછી આવી રહી હતી. શોના મેકર્સે ઘણો ફેરફાર લાવવાનો પ્રયાસ કર્યો. સ્ટોરી લાઈનમાં ફેરફાર લાવવા માટે નવા પાત્રોની એન્ટ્રી સુધીના પ્રયાસો કર્યા, ને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળી. ચેનલે આખરે શોને બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો.

  શુભારંભ

  (ડિસેમ્બર 2019 - ઓક્ટોબર 2020)

  કલર્સ ટીવી પર આવતી મહિમા મકવાણા અને અક્ષિત સુખીજા સ્ટારર 'શુભારંભ' સીરિયલ પૈસાદાર પણ સેલ્ફ-કોન્ફિડન્સ ન હોય તેવો છોકરો જ્યારે ગરીબ છોકરીના પ્રેમમાં પડે છે તેની વાર્તા છે. પરંતુ શોની TRP છેલ્લા કેટલાક અઠવાડિયાથી અપેક્ષાથી કરતાં ઘણી ઓછી આવી રહી હતી. શોના મેકર્સે ઘણો ફેરફાર લાવવાનો પ્રયાસ કર્યો. સ્ટોરી લાઈનમાં ફેરફાર લાવવા માટે નવા પાત્રોની એન્ટ્રી સુધીના પ્રયાસો કર્યા, ને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળી. ચેનલે આખરે શોને બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો.

  3/15
 • પટિયાલા બેબ્સ (નવેમ્બર 2018 - ઓગસ્ટ 2020) સોની ટીવી પર આવતી મા-દીકરીની વાર્તાને દર્શાવતી આ સીરિયલ સુપરહીટ રહી હતી. પરંતુ લૉકડાઉનને કારણે મર્ચ મહિનામાં સીરિયલ હૉલ્ટ પર રાખવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને અધવચ્ચેથી બંધ કરાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.

  પટિયાલા બેબ્સ

  (નવેમ્બર 2018 - ઓગસ્ટ 2020)

  સોની ટીવી પર આવતી મા-દીકરીની વાર્તાને દર્શાવતી આ સીરિયલ સુપરહીટ રહી હતી. પરંતુ લૉકડાઉનને કારણે મર્ચ મહિનામાં સીરિયલ હૉલ્ટ પર રાખવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને અધવચ્ચેથી બંધ કરાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.

  4/15
 • નજર 2 (નવેમ્બર 2018 - માર્ચ 2020) નજરની પ્રથમ સિઝનને મળેલી અપ્રતિમ સફળતા બાદ મેકર્સે બીજી સિઝન શરૂ કરી હતી. પણ તેને સારો પ્રતિસાદ નહોતો મળ્યો અને મહિનાની અંદર જ લૉકડાઉન પહેલા સીરિયલ બંધ થઈ હઈ હતી. આ સીરિયલમાં મુખ્ય ભુમિકામાં મોના લિસા, શ્રુતિ શર્મા અને શીઝન મોહમ્મદ હતા.

  નજર 2

  (નવેમ્બર 2018 - માર્ચ 2020)

  નજરની પ્રથમ સિઝનને મળેલી અપ્રતિમ સફળતા બાદ મેકર્સે બીજી સિઝન શરૂ કરી હતી. પણ તેને સારો પ્રતિસાદ નહોતો મળ્યો અને મહિનાની અંદર જ લૉકડાઉન પહેલા સીરિયલ બંધ થઈ હઈ હતી. આ સીરિયલમાં મુખ્ય ભુમિકામાં મોના લિસા, શ્રુતિ શર્મા અને શીઝન મોહમ્મદ હતા.

  5/15
 • બેહદ 2 (ડિસેમ્બર 2019 - માર્ચ 2020) સોની ટીવી પર આવતો જેનિફર વિન્ગેટનો શો 'બેહદ 2'ને મોટાપાયે લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રેક્ષકોને સીઝન 2ની કહાની પસંદ ન આવી. ચેનલે શોને લોકડાઉન દરમિયાન જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

  બેહદ 2

  (ડિસેમ્બર 2019 - માર્ચ 2020)

  સોની ટીવી પર આવતો જેનિફર વિન્ગેટનો શો 'બેહદ 2'ને મોટાપાયે લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રેક્ષકોને સીઝન 2ની કહાની પસંદ ન આવી. ચેનલે શોને લોકડાઉન દરમિયાન જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

  6/15
 • પ્યાર કી લુકા ચુપ્પી (ડિસેમ્બર 2019 - સપ્ટેમ્બર 2020) દંગલ ચેનલ પર આવતી સીરિયલ બાળપણથી એકબીજાને પ્રેમ કરતા કપલની વાત છે. તે બન્ને વચ્ચે જેટલો પ્રેમ છે એટલી જ તેમના પરિવાર વચ્ચે દુશ્મની છે. કોરોના સમયમાં આ સીરિયલ પણ બંધ કરીદેવામાં આવી હતી.

  પ્યાર કી લુકા ચુપ્પી

  (ડિસેમ્બર 2019 - સપ્ટેમ્બર 2020)

  દંગલ ચેનલ પર આવતી સીરિયલ બાળપણથી એકબીજાને પ્રેમ કરતા કપલની વાત છે. તે બન્ને વચ્ચે જેટલો પ્રેમ છે એટલી જ તેમના પરિવાર વચ્ચે દુશ્મની છે. કોરોના સમયમાં આ સીરિયલ પણ બંધ કરીદેવામાં આવી હતી.

  7/15
 • ઈશ્ક સુભાન અલ્લાહ (માર્ચ 2018 - ઓક્ટોબર 2020) ઝી ટીવી પર આવતી આ સીરિયલમાં મુસ્લિમની પૃષ્ઠભૂમિ સામે નિર્ધારિત, ટ્રિપલ તલાક અને શરિયા કાયદા સહિતના સમકાલીન રાજકીય, ધાર્મિક અને સામાજિક મુદ્દાઓને સંબોધવામાં આવ્યા હતા અને ઇસ્લામ વિશેના ખોટા ખ્યાલો દૂર કરવાનો લક્ષ્યાંક હતો. મુખ્ય ભુમિકામાં ઈશા સિંગ અને અદનાન ખાન હતા. ગત મહિને જ આ સીરિયલ બંધ કરવામાં આવી છે.

  ઈશ્ક સુભાન અલ્લાહ

  (માર્ચ 2018 - ઓક્ટોબર 2020)

  ઝી ટીવી પર આવતી આ સીરિયલમાં મુસ્લિમની પૃષ્ઠભૂમિ સામે નિર્ધારિત, ટ્રિપલ તલાક અને શરિયા કાયદા સહિતના સમકાલીન રાજકીય, ધાર્મિક અને સામાજિક મુદ્દાઓને સંબોધવામાં આવ્યા હતા અને ઇસ્લામ વિશેના ખોટા ખ્યાલો દૂર કરવાનો લક્ષ્યાંક હતો. મુખ્ય ભુમિકામાં ઈશા સિંગ અને અદનાન ખાન હતા. ગત મહિને જ આ સીરિયલ બંધ કરવામાં આવી છે.

  8/15
 • અકબર કા બલ બીરબલ (ઓગસ્ટ 2020 - નવેમ્બર 2020) સ્ટાર પ્લસની સીરિયલમાં મુખ્ય ભુમિકામાં કોમેડિયન અલી અસગર હતો. મેકર્સનું કહેવું છે કે, આ સીરિયલ ફક્ત થોડાક એપિસોડ માટે બનાવવામાં આવી હતી. પરંતુ અહેવાલોનું કહેવું છે કે શો ટીઆરપીની યાદીમાં જોઈએ તેવું સ્થાન ન બનાવી શકતા થોડાક સમયમાં જ બંધ કરવામાં આવ્યો હતો.

  અકબર કા બલ બીરબલ

  (ઓગસ્ટ 2020 - નવેમ્બર 2020)

  સ્ટાર પ્લસની સીરિયલમાં મુખ્ય ભુમિકામાં કોમેડિયન અલી અસગર હતો. મેકર્સનું કહેવું છે કે, આ સીરિયલ ફક્ત થોડાક એપિસોડ માટે બનાવવામાં આવી હતી. પરંતુ અહેવાલોનું કહેવું છે કે શો ટીઆરપીની યાદીમાં જોઈએ તેવું સ્થાન ન બનાવી શકતા થોડાક સમયમાં જ બંધ કરવામાં આવ્યો હતો.

  9/15
 • પવિત્ર ભાગ્ય (માર્ચ 2020 - ઓક્ટોબર 2020) કર્લસ ચેનલ પર આવતી બાલાજી ટેલિફિલ્મસની સીરિયલ રોમેન્ટિક ડ્રામા હતી. જેને દર્શકોનો સારો પ્રેમ મળતો હતો. પણ થોડાક સમયમાં જ તેનો અંત લાવી દીધો હતો. આ સીરિયલમાં મુખ્ય ભુમિકામાં અનેરી વજાણી અને કુણાલ જયસિંઘ હતા. હવે સીરિયલની બીજી સિઝન આવે તેવી પણ ચર્ચા છે.

  પવિત્ર ભાગ્ય

  (માર્ચ 2020 - ઓક્ટોબર 2020)

  કર્લસ ચેનલ પર આવતી બાલાજી ટેલિફિલ્મસની સીરિયલ રોમેન્ટિક ડ્રામા હતી. જેને દર્શકોનો સારો પ્રેમ મળતો હતો. પણ થોડાક સમયમાં જ તેનો અંત લાવી દીધો હતો. આ સીરિયલમાં મુખ્ય ભુમિકામાં અનેરી વજાણી અને કુણાલ જયસિંઘ હતા. હવે સીરિયલની બીજી સિઝન આવે તેવી પણ ચર્ચા છે.

  10/15
 • કસૌટી જિંદગી કી 2 (સપ્ટેમ્બર 2018 - ઓક્ટોબર 2020) સ્ટાર પ્લસ પર આવતી એકતા કપૂર દ્વારા નિર્મિત 'કસૌટી જિંદગી કી 2' એરિકા ફર્નાન્ડિઝ, હિના ખાન, પાર્થ સમથાન, કરણ સિંહ ગ્રોવર અને આમના શરીફ જેવા મોટા કલાકારો જોવા મળ્યા હતા, જોકે આ શો લોકોને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ ગયો. તેમજ શોમાં સતત બદલાતા મુખ્ય પાત્રોને લીધે પણ દર્શકોને મજા નહોતી આવતી. એટલે લૉકડાઉન પછી મેકર્સે શોને બંધ કર્યો હતો.

  કસૌટી જિંદગી કી 2

  (સપ્ટેમ્બર 2018 - ઓક્ટોબર 2020)

  સ્ટાર પ્લસ પર આવતી એકતા કપૂર દ્વારા નિર્મિત 'કસૌટી જિંદગી કી 2' એરિકા ફર્નાન્ડિઝ, હિના ખાન, પાર્થ સમથાન, કરણ સિંહ ગ્રોવર અને આમના શરીફ જેવા મોટા કલાકારો જોવા મળ્યા હતા, જોકે આ શો લોકોને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ ગયો. તેમજ શોમાં સતત બદલાતા મુખ્ય પાત્રોને લીધે પણ દર્શકોને મજા નહોતી આવતી. એટલે લૉકડાઉન પછી મેકર્સે શોને બંધ કર્યો હતો.

  11/15
 • ઈશારો ઈશારો મેં (જુલાઈ 2019 - માર્ચ 2020) દિલ્હીના બેકડ્રોપમાં સ્થિત આ વાર્તા યુગ નામના યુવાનની છે. જેની પાસે શ્રવણશક્તિ નથી. પણ તે પોતાની અપંગતાને સ્વીકારીને પોતાના દરેક કામ કરે છે. જેમાં તેનો પરિવાર પણ તેનો સાથ આપે છે. જ્યારે દુનિયા આવા લોકોને વિકલાંગ સમજે પણ તેમને જુદી રીતે સક્ષમ સમજીને અપનાવતી નથી તે જ વાત કહેવામાં આવી છે. કોરોના વાયરસના લૉકડાઉનને લીધે 30 માર્ચે સીરિયલનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો અને પછી મેકર્સે નક્કી કર્યું કે હવે શો પાછો ઓન-એર નહીં થાય.

  ઈશારો ઈશારો મેં

  (જુલાઈ 2019 - માર્ચ 2020)

  દિલ્હીના બેકડ્રોપમાં સ્થિત આ વાર્તા યુગ નામના યુવાનની છે. જેની પાસે શ્રવણશક્તિ નથી. પણ તે પોતાની અપંગતાને સ્વીકારીને પોતાના દરેક કામ કરે છે. જેમાં તેનો પરિવાર પણ તેનો સાથ આપે છે. જ્યારે દુનિયા આવા લોકોને વિકલાંગ સમજે પણ તેમને જુદી રીતે સક્ષમ સમજીને અપનાવતી નથી તે જ વાત કહેવામાં આવી છે. કોરોના વાયરસના લૉકડાઉનને લીધે 30 માર્ચે સીરિયલનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો અને પછી મેકર્સે નક્કી કર્યું કે હવે શો પાછો ઓન-એર નહીં થાય.

  12/15
 • દિલ જેસે ધડકે ધડકને દો (ફેબ્રુઆરી 2020 - માર્ચ 2020) કોરોના વાયરસને લીધે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના લગભગ 10 દિવસ પહેલા જ શરૂ થયેલો શો થોડાક જ એપિસોડમાં બંધ થઈ ગયો હતો. શોને બહુ જ લો રેટિંગ મળતું હોવાથી મેકર્સે લૉકડાઉન પછી સીરિયલ શરૂ જ નહોતી કરી અને અધવચ્ચે બંધ કરી દીધી હતી. મુખ્ય ભુમિકામાં શ્રુતિ શેઠ અને રાહિલ આઝમ હતા. આગના અકસ્માતમાં માતાને ગુમાવ્યા બાદ અવાક અને સુન્ન થઈ ગયેલી સાત વર્ષની શાંત અને નિર્ષોષ બાળકીના જીવનમાં કેવા બનાવ બને છે તેની વાર્તા હતી.

  દિલ જેસે ધડકે ધડકને દો

  (ફેબ્રુઆરી 2020 - માર્ચ 2020)

  કોરોના વાયરસને લીધે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના લગભગ 10 દિવસ પહેલા જ શરૂ થયેલો શો થોડાક જ એપિસોડમાં બંધ થઈ ગયો હતો. શોને બહુ જ લો રેટિંગ મળતું હોવાથી મેકર્સે લૉકડાઉન પછી સીરિયલ શરૂ જ નહોતી કરી અને અધવચ્ચે બંધ કરી દીધી હતી. મુખ્ય ભુમિકામાં શ્રુતિ શેઠ અને રાહિલ આઝમ હતા. આગના અકસ્માતમાં માતાને ગુમાવ્યા બાદ અવાક અને સુન્ન થઈ ગયેલી સાત વર્ષની શાંત અને નિર્ષોષ બાળકીના જીવનમાં કેવા બનાવ બને છે તેની વાર્તા હતી.

  13/15
 • મેરે ડેડ કી દુલ્હન (નવેમ્બર 2019 - નવેમ્બર 2020) વરુણ બડોલા, શ્વેતા તિવારી અને અંજલી ત્રેતારીને મુખ્ય ભુમિકામાં ચમકાવતી સોની ટીવીની આ સીરિયલનો છેલ્લો એપિસોડ 19 નવેમ્બરે બ્રોડકાસ્ટ થવાનો છે. આ સીરિયલમાં દીકરી નિયાને લાગે છે કે તેના પિતા અંબરની જિંદગી જીવન સંગીની માટે અધુરી છે એટલા માટે તે તેના પિતા માટે દુલ્હન શોધે છે.

  મેરે ડેડ કી દુલ્હન

  (નવેમ્બર 2019 - નવેમ્બર 2020)

  વરુણ બડોલા, શ્વેતા તિવારી અને અંજલી ત્રેતારીને મુખ્ય ભુમિકામાં ચમકાવતી સોની ટીવીની આ સીરિયલનો છેલ્લો એપિસોડ 19 નવેમ્બરે બ્રોડકાસ્ટ થવાનો છે. આ સીરિયલમાં દીકરી નિયાને લાગે છે કે તેના પિતા અંબરની જિંદગી જીવન સંગીની માટે અધુરી છે એટલા માટે તે તેના પિતા માટે દુલ્હન શોધે છે.

  14/15
 • ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન (ઓગસ્ટ 2020 - ઓક્ટોબર 2020) હાલમાં સ્ટાર ભારત પર શરૂ થયેલો કોમેડિયન સુનીલ ગ્રોવરનો શો ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન હવે બંધ થઈ ગયો છે. તેને માત્ર 50 એપિસોડ માટે બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને બંધ કરવામાં આવ્યો છે.

  ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન

  (ઓગસ્ટ 2020 - ઓક્ટોબર 2020)

  હાલમાં સ્ટાર ભારત પર શરૂ થયેલો કોમેડિયન સુનીલ ગ્રોવરનો શો ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન હવે બંધ થઈ ગયો છે. તેને માત્ર 50 એપિસોડ માટે બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને બંધ કરવામાં આવ્યો છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

કોરોના વાયરસની અસર દુનિયાના દરેક ક્ષેત્રમાં જોવા મળી છે અને ઈન્ડિયન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત નથી. લૉકડાઉનના શરૂઆતના ત્રણ મહિનામાં ટીવીની સીરિયલોના શૂટિંગ બંધ થઈ ગયા હતા. ત્યારે અનેક ચેનલે જૂના શો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પણ જ્યારે અનલૉકમાં શૂટિંગ શરૂ થયું ત્યારે અનેક શોએ ટીઆરપીની રેસમાં પાચળ રહી ગયા અને દર્શકોનું મનોરંજન ન કરી શક્યા એટલે ચેનલોએ તેમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. 2020માં એવા ઘણા ટીવી શો છે, જેને ગ્રાન્ડ લેવલ પર લોન્ચ કરવામાં આવ્યા હતા પરંતુ TRP ન મળવાને કારણે તેમને વચ્ચેથી બંધ કરવા પડ્યા હતા. આવો નજર કરીએ એવા ટીવી શો અને સીરિયલો પર જે 2020માં બંધ થઈ ગઈ કે થવાની છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK