Engineer's Day: એન્જિનિયરથી એક્ટર બન્યા બોલીવુડના આ સિતારા

Updated: Sep 15, 2020, 17:35 IST | Shilpa Bhanushali
 • સુશાંત સિંહ રાજપૂત સુશાંત સિંહ રાજપૂત ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો અને દિલ્હી કૉલેજ ઑફ એન્જિનિયરિંગની એન્ટરન્સ પરીક્ષામાં પણ તેની ઑલ ઇન્ડિયા રેન્કિંગ 7 હતી. જો કે, સુશાંતને બોલીવુડમાં જવું હતું એટલે તેણે થર્ડ યરમાં એન્જિનિયરિંગ છોડી દીધી. ભલે સુશાંતે એન્જિનિયરિંગની ડિગ્રી નથી લીધી પણ સાયન્સ સાથે તેનું જોડાણ એટલું બધું હતું કે આજે આખું વિશ્વ તે વિશે જાણે છે.

  સુશાંત સિંહ રાજપૂત
  સુશાંત સિંહ રાજપૂત ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો અને દિલ્હી કૉલેજ ઑફ એન્જિનિયરિંગની એન્ટરન્સ પરીક્ષામાં પણ તેની ઑલ ઇન્ડિયા રેન્કિંગ 7 હતી. જો કે, સુશાંતને બોલીવુડમાં જવું હતું એટલે તેણે થર્ડ યરમાં એન્જિનિયરિંગ છોડી દીધી. ભલે સુશાંતે એન્જિનિયરિંગની ડિગ્રી નથી લીધી પણ સાયન્સ સાથે તેનું જોડાણ એટલું બધું હતું કે આજે આખું વિશ્વ તે વિશે જાણે છે.

  1/14
 • સોનુ સૂદ હિન્દીથી લઈને સાઉથની ફિલ્મો સુધી પોતાની એક્ટિંગને કારણે લોકપ્રિય થનાર સોનુ સૂદ પાસે પણ ઇલેક્ટ્રૉનિક્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે. તેમણે નાગપુરના યશવંત રાવ ચવ્હાણ કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી મેળવી છે.

  સોનુ સૂદ
  હિન્દીથી લઈને સાઉથની ફિલ્મો સુધી પોતાની એક્ટિંગને કારણે લોકપ્રિય થનાર સોનુ સૂદ પાસે પણ ઇલેક્ટ્રૉનિક્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે. તેમણે નાગપુરના યશવંત રાવ ચવ્હાણ કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી મેળવી છે.

  2/14
 • તાપસી પન્નૂ બોલીવુડમાં સૌથી જૂદાં પ્રકારના પાત્ર ભજવનારી અભિનેત્રી તાપસી પન્નૂએ પણ કૉમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી છે. તાપસીએ ફિલ્મોમાં આવતાં પહેલા દિલ્હીની ગુરુ તેગ બહાદૂર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.

  તાપસી પન્નૂ
  બોલીવુડમાં સૌથી જૂદાં પ્રકારના પાત્ર ભજવનારી અભિનેત્રી તાપસી પન્નૂએ પણ કૉમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી છે. તાપસીએ ફિલ્મોમાં આવતાં પહેલા દિલ્હીની ગુરુ તેગ બહાદૂર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.

  3/14
 • વિકી કૌશલ હાલના સમયના સિતારાઓમાં સૌથી ટેલેન્ટેડ એક્ટર્સમાંનો એક એવા વિકી કૌશલે બોલીવુડમાં એન્ટ્રી લેતા પહેલા એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. વિકીએ વર્સોવાની રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજીમાંથી ટેલિકૉમ્યૂનિકેશન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે. જો કે, ડિગ્રી લીધા પચી તે બોલીવુડમાં આવી ગયો અને અનુરાગ કશ્યપનો આસિસ્ટેન્ટ બન્યો.

  વિકી કૌશલ
  હાલના સમયના સિતારાઓમાં સૌથી ટેલેન્ટેડ એક્ટર્સમાંનો એક એવા વિકી કૌશલે બોલીવુડમાં એન્ટ્રી લેતા પહેલા એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. વિકીએ વર્સોવાની રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજીમાંથી ટેલિકૉમ્યૂનિકેશન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે. જો કે, ડિગ્રી લીધા પચી તે બોલીવુડમાં આવી ગયો અને અનુરાગ કશ્યપનો આસિસ્ટેન્ટ બન્યો.

  4/14
 • કાર્તિક આર્યન બોલીવુડનો ચૉકલેટી હીરો કાર્તિક આર્યન ફક્ત ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઇ આવ્યો હતો પણ તેની માટે પહેલા તેણે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું જેથી તેના પેરેન્ટ્સ વિચારે કે કાર્તિક ભણવા માટે જઈ રહ્યો છે. જો કે, કાર્તિકની મમ્મીએ સ્પષ્ટ કહી દીધું હતું કે ગ્રેજ્યુએશન કર્યા વગર ફિલ્મોમાં કામ કરવાનું વિચારવાનું પણ નથી. કાર્તિક પાસે બાયોટેક્નૉલોજીની ડિગ્રી છે.

  કાર્તિક આર્યન
  બોલીવુડનો ચૉકલેટી હીરો કાર્તિક આર્યન ફક્ત ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઇ આવ્યો હતો પણ તેની માટે પહેલા તેણે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું જેથી તેના પેરેન્ટ્સ વિચારે કે કાર્તિક ભણવા માટે જઈ રહ્યો છે. જો કે, કાર્તિકની મમ્મીએ સ્પષ્ટ કહી દીધું હતું કે ગ્રેજ્યુએશન કર્યા વગર ફિલ્મોમાં કામ કરવાનું વિચારવાનું પણ નથી. કાર્તિક પાસે બાયોટેક્નૉલોજીની ડિગ્રી છે.

  5/14
 • ક્રિતી સેનન બોલીવુડની સુંદર બાળા ક્રિતી સેનન પાસે પણ ઇલેટ્રૉનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બીટેકની ડિગ્રી છે. ક્રિતી પોતે જણાવે છે કે તે ખૂબ જ ભણેશ્રી પ્રકારની છોકરી હતી પણ પછી તેને મૉડલિંગ અને એક્ટિંગ પ્રત્યે રસ જાગ્યો.

  ક્રિતી સેનન
  બોલીવુડની સુંદર બાળા ક્રિતી સેનન પાસે પણ ઇલેટ્રૉનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બીટેકની ડિગ્રી છે. ક્રિતી પોતે જણાવે છે કે તે ખૂબ જ ભણેશ્રી પ્રકારની છોકરી હતી પણ પછી તેને મૉડલિંગ અને એક્ટિંગ પ્રત્યે રસ જાગ્યો.

  6/14
 • આર માધવન 'થ્રી ઇડિયટ્સ'ના ફરહાનની જેમ જ માધવન પણ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવીને પણ ઇન્જિનિયર ન બન્યા. માધવન સ્ટડીઝમાં કેટલા હોંશિયાર હતા તેનો અંદાજો તમે આ વાત પરથી લગાડી શકો છો કે તેમની પાસે આઇઆઇટી મદ્રાસના મેકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે.

  આર માધવન
  'થ્રી ઇડિયટ્સ'ના ફરહાનની જેમ જ માધવન પણ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવીને પણ ઇન્જિનિયર ન બન્યા. માધવન સ્ટડીઝમાં કેટલા હોંશિયાર હતા તેનો અંદાજો તમે આ વાત પરથી લગાડી શકો છો કે તેમની પાસે આઇઆઇટી મદ્રાસના મેકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે.

  7/14
 • રિતેશ દેશમુખ ભલે રિતેશ દેશમુખનો સંબંધ પૉલિટિકલલ ફેમિલી સાથે રહ્યો છે અને તેમના પિતા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે પણ રિતેશે પોતાનું ભણતર દિલ દઈને પૂરું કર્યું છે. રિતેશે મુંબઇની કમલા રહેજા કૉલેજ અને આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

  રિતેશ દેશમુખ
  ભલે રિતેશ દેશમુખનો સંબંધ પૉલિટિકલલ ફેમિલી સાથે રહ્યો છે અને તેમના પિતા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે પણ રિતેશે પોતાનું ભણતર દિલ દઈને પૂરું કર્યું છે. રિતેશે મુંબઇની કમલા રહેજા કૉલેજ અને આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

  8/14
 • અમીષા પટેલ પોતાની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ દ્વારા છવાઇ જનારી અભિનેત્રી અમીષા પટેલે બાયો જેનેટિક્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી અમેરિકન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવી છે.

  અમીષા પટેલ
  પોતાની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ દ્વારા છવાઇ જનારી અભિનેત્રી અમીષા પટેલે બાયો જેનેટિક્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી અમેરિકન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવી છે.

  9/14
 • ફવાદ ખાન અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન પાસે પણ એન્જિનિયરિંગની ડિગ્રી છે. તેમણે લાહોરની નેશનલ યૂનિવર્સિટી ઑફ કોમ્પ્યુટર એન્ડ ઇમર્જિંગ સાયન્સમાંથી ટેલિકૉમ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે.

  ફવાદ ખાન
  અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન પાસે પણ એન્જિનિયરિંગની ડિગ્રી છે. તેમણે લાહોરની નેશનલ યૂનિવર્સિટી ઑફ કોમ્પ્યુટર એન્ડ ઇમર્જિંગ સાયન્સમાંથી ટેલિકૉમ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે.

  10/14
 • કાદર ખાન કાદર ખાન ફિલ્મોમાં પોતાની કૉમેડી માટે જાણીતા છે, પણ ફિલ્મોમાં આવતાં પહેલા તેઓ એક એન્જિનિયર હતા. કાદર ખાને મુંબઇની ઇન્સ્ટિટ્યૂશન ઑફ એન્જિનિયર્સમાંથી એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિપ્લોમા (MIE) મેળવ્યું અને સિવિલ એન્જિનિયરિંગમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું હતું, તે સિવિલ એન્જિનિયરિંગના ટીચર પણ હતા. એક નાટકમાં પરફૉર્મ કરતી વખતે અભિનેતા દિલીપ કુમારે તેમને જોયા અને પોતાની આગામી ફિલ્મ માટે સાઇન કરી લીધા.

  કાદર ખાન
  કાદર ખાન ફિલ્મોમાં પોતાની કૉમેડી માટે જાણીતા છે, પણ ફિલ્મોમાં આવતાં પહેલા તેઓ એક એન્જિનિયર હતા. કાદર ખાને મુંબઇની ઇન્સ્ટિટ્યૂશન ઑફ એન્જિનિયર્સમાંથી એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિપ્લોમા (MIE) મેળવ્યું અને સિવિલ એન્જિનિયરિંગમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું હતું, તે સિવિલ એન્જિનિયરિંગના ટીચર પણ હતા. એક નાટકમાં પરફૉર્મ કરતી વખતે અભિનેતા દિલીપ કુમારે તેમને જોયા અને પોતાની આગામી ફિલ્મ માટે સાઇન કરી લીધા.

  11/14
 • અમોલ પરાશર વેબ સીરિઝ વિશ્વમાં પણ ઘણાં એન્જિનિયર્સ સક્રિય છે. ટીવીએફ બનાવનારામાં અનેક એન્જિનિયર્સ સામેલ છે. અમોલ પરાશર જેવા ઘણાં એક્ટર્સ પાસે પણ એન્જિનિયરિંગની ડિગ્રી છે.

  અમોલ પરાશર
  વેબ સીરિઝ વિશ્વમાં પણ ઘણાં એન્જિનિયર્સ સક્રિય છે. ટીવીએફ બનાવનારામાં અનેક એન્જિનિયર્સ સામેલ છે. અમોલ પરાશર જેવા ઘણાં એક્ટર્સ પાસે પણ એન્જિનિયરિંગની ડિગ્રી છે.

  12/14
 • જિતેન્દ્ર કુમાર જિતેન્દ્ર કુમાર વેબસિરીઝમાં પોતાના કામ માટે ખૂબ જ જાણીતા છે. અભિનેતાએ આઇઆઇટી ખરગપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે.

  જિતેન્દ્ર કુમાર
  જિતેન્દ્ર કુમાર વેબસિરીઝમાં પોતાના કામ માટે ખૂબ જ જાણીતા છે. અભિનેતાએ આઇઆઇટી ખરગપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે.

  13/14
 • નાગાર્જુન નાગાર્જુનનું નામ પણ એન્જિનિયરમાંથી બનેલા એક્ટર્સમાં આવે છે. અભિનેતાએ ઇસ્ટર્ન મિશિગન યુનિવર્સિટીમાંથી ઑટોમોબાઇલમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

  નાગાર્જુન
  નાગાર્જુનનું નામ પણ એન્જિનિયરમાંથી બનેલા એક્ટર્સમાં આવે છે. અભિનેતાએ ઇસ્ટર્ન મિશિગન યુનિવર્સિટીમાંથી ઑટોમોબાઇલમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

એક્ટિંગમાં આવતાં પહેલા એન્જિનિયર હતા આ બોલીવુડ સિતારા
બોલીવુડમાં ટેલેન્ટની કોઇ અછત નથી. મોટાભાગે વિચારે છે કે ફિલ્મોમાં કામ કરનારા લકો વધારે ભણેલા નહીં હોય. જો તમને પણ એવું લાગે છે તો આજે એન્જિનિયર ડે નિમિત્તે તમને જણાવવાનું કે બોલીવુડમાં ઘણાં એવા સિતારા છે જે ફિલ્મોમાં આવતાં પહેલા એન્જિનિયરની ડિગ્રી મેળવી ચૂક્યા હતા. અહીં જાણો કેટલાર એવા સિતારાઓ વિશે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK