Happy Rakshabandhan: આ જાણીતા ચહેરા શૅર કરે છે લાગણીનાં બંધનની વાત

Updated: Aug 03, 2020, 08:37 IST | Chirantana Bhatt
  • ગૂડિયા કી શાદી નાટકની અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ ખુશ છે કે તેનું નાટક રક્ષા બંધનનાં થવાનું છે. તે કહે છે કે 'નાટકમાં મારે ઘણાં પાત્રો સાથે સંબંધ છે પણ મારા ભાઇ સાથે જે બોન્ડ છે તે મને સૌથી વધારે ગમે છે.' શ્વેતા તેના સગા ભાઇ રાહુલને બહુ  સારો ગિફ્ટર ગણાવે છે અને તે ભાઇ બહેન બહુ નજીક છે તેમ કહે છે. તે અને તેનો ભાઇ બહુ સારા મિત્રો છે, બંન્નેને મિઠાઇ ભાવે છે પણ તેઓ હેલ્થ કોન્શિયસ પણ છે એટલે તેઓ એકબીજાને મિઠાઇ ખવડાવે છે કારણકે જાતે તો ખાવાની નથી એવું મનમાં થતું જ હોય. 

    ગૂડિયા કી શાદી નાટકની અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ ખુશ છે કે તેનું નાટક રક્ષા બંધનનાં થવાનું છે. તે કહે છે કે 'નાટકમાં મારે ઘણાં પાત્રો સાથે સંબંધ છે પણ મારા ભાઇ સાથે જે બોન્ડ છે તે મને સૌથી વધારે ગમે છે.' શ્વેતા તેના સગા ભાઇ રાહુલને બહુ  સારો ગિફ્ટર ગણાવે છે અને તે ભાઇ બહેન બહુ નજીક છે તેમ કહે છે. તે અને તેનો ભાઇ બહુ સારા મિત્રો છે, બંન્નેને મિઠાઇ ભાવે છે પણ તેઓ હેલ્થ કોન્શિયસ પણ છે એટલે તેઓ એકબીજાને મિઠાઇ ખવડાવે છે કારણકે જાતે તો ખાવાની નથી એવું મનમાં થતું જ હોય. 

    1/14
  • ભક્તિ રાઠોડઃ  અમે બહેનો છીએ, અમે ભાઇઓ પણ છીએ.

    ભક્તિ રાઠોડઃ  અમે બહેનો છીએ, અમે ભાઇઓ પણ છીએ.

    2/14
  • અમે એક બીજાના સોલ મેટ્સ છીએ.

    અમે એક બીજાના સોલ મેટ્સ છીએ.

    3/14
  •  આ રક્ષા બંધને આપણે એક બીજાને આ બાબતોનું વચન આપીએ જે કદાચ આવનારા સમયમાં લોકોમાં જોવા નહીં મળે અને તે છે કરુણા, વફાદારી, અખંડિતતા.

     આ રક્ષા બંધને આપણે એક બીજાને આ બાબતોનું વચન આપીએ જે કદાચ આવનારા સમયમાં લોકોમાં જોવા નહીં મળે અને તે છે કરુણા, વફાદારી, અખંડિતતા.

    4/14
  • I love you, Chitralekha, the sister of my life.

    I love you, Chitralekha, the sister of my life.

    5/14
  • સોનાલી કુલકર્ણીને કોણ નથી જાણતું. હાલમાં તે ઝી થિએટરનાં ટેલી પ્લે 'વ્હાઇટ લીલી નાઇટ રાઇડર'માં ઇન્વોલ્વ્ડ છે. તેમણે હંમેશા રક્ષાબંધન બહુ પારંપરિક રીતે ઉજવી છે જેમાં તે યુએસએ રહેતા ભાઇ સંદીપને રાખડી કુરિયર કરીને ફોન પર લાંબી વાતો કરતાં પણ તેમનો જે ભાઇ મુંબઇ રહે છે તેમની સાથે શુભેચ્છાઓ કારમાં એક્સચેન્જ થતી. તે કહે છે કે મોટે ભાગે રક્ષાબંધનના દિવસે મારું શૂટિંગ હોય અને મારો ભાઇ પણ ક્યાંક કામ જતો હોય અને અમે અડધે રસ્તે મળીને રક્ષાબંધન કરતાં, મોટે ભાગે દર વર્ષે એમ જ થયું છે. આ વર્ષે તો બંન્ને ભાઇઓ ભારતમાં હોવા છતાં પણ તે સોશ્યલ આઇસોલેશન અનુસરશે અને તેમને બિલ્ડિંગની નીચે સુદ્ધાં નહીં મળે. તે કહે છે કે અમે એકબીજાની કાળજી રાખીએ છીએ અને એકબીજાને પ્રેમ કરીએ છીએ બસ એ જ સૌથી અગત્યનું છે.

    સોનાલી કુલકર્ણીને કોણ નથી જાણતું. હાલમાં તે ઝી થિએટરનાં ટેલી પ્લે 'વ્હાઇટ લીલી નાઇટ રાઇડર'માં ઇન્વોલ્વ્ડ છે. તેમણે હંમેશા રક્ષાબંધન બહુ પારંપરિક રીતે ઉજવી છે જેમાં તે યુએસએ રહેતા ભાઇ સંદીપને રાખડી કુરિયર કરીને ફોન પર લાંબી વાતો કરતાં પણ તેમનો જે ભાઇ મુંબઇ રહે છે તેમની સાથે શુભેચ્છાઓ કારમાં એક્સચેન્જ થતી. તે કહે છે કે મોટે ભાગે રક્ષાબંધનના દિવસે મારું શૂટિંગ હોય અને મારો ભાઇ પણ ક્યાંક કામ જતો હોય અને અમે અડધે રસ્તે મળીને રક્ષાબંધન કરતાં, મોટે ભાગે દર વર્ષે એમ જ થયું છે. આ વર્ષે તો બંન્ને ભાઇઓ ભારતમાં હોવા છતાં પણ તે સોશ્યલ આઇસોલેશન અનુસરશે અને તેમને બિલ્ડિંગની નીચે સુદ્ધાં નહીં મળે. તે કહે છે કે અમે એકબીજાની કાળજી રાખીએ છીએ અને એકબીજાને પ્રેમ કરીએ છીએ બસ એ જ સૌથી અગત્યનું છે.

    6/14
  • જિનલ બેલાણીઃ મારી બહેન માનસી, અમે એકબીજાને દર વર્ષે રાખડી બાંધીએ છીએ. હવે એનાં લગ્ન થઇ ગયાં છે અને તે વિદેશમાં છે એટલે વીડિયો પર રાખડી બંધાય છે. ગમે તે થાય, ગમે તે સંજોગ હોય, અમે ગમે તેટલા દૂર હોઇએ પણ અમે એકબીજાની પડખે હંમેશા હોઇશું તે પ્રોમિસ તો કાયમી છે. મારી ગાઇડિંગ લાઇટ બનવા બદલ મારે તેને ખૂબ થેંક્યુ કહેવું છે.

    જિનલ બેલાણીઃ મારી બહેન માનસી, અમે એકબીજાને દર વર્ષે રાખડી બાંધીએ છીએ. હવે એનાં લગ્ન થઇ ગયાં છે અને તે વિદેશમાં છે એટલે વીડિયો પર રાખડી બંધાય છે. ગમે તે થાય, ગમે તે સંજોગ હોય, અમે ગમે તેટલા દૂર હોઇએ પણ અમે એકબીજાની પડખે હંમેશા હોઇશું તે પ્રોમિસ તો કાયમી છે. મારી ગાઇડિંગ લાઇટ બનવા બદલ મારે તેને ખૂબ થેંક્યુ કહેવું છે.

    7/14
  • છાયા વોરાઃ રક્ષા બંધનને દિવસે હું સૌથી વધારે દુઃખી અને સૌથી વધારે ખુશ હોઉં છું, બંન્ને લાગણીઓ એક સાથે છલકાતી હોય છે.

    છાયા વોરાઃ રક્ષા બંધનને દિવસે હું સૌથી વધારે દુઃખી અને સૌથી વધારે ખુશ હોઉં છું, બંન્ને લાગણીઓ એક સાથે છલકાતી હોય છે.

    8/14
  •  એક ભાઇ ક્ષિતિજ મારી સાથે છે એની ખુશી અને એક ભાઇ નિલેશ મારી સાથે નથી એનું દુઃખ.

     એક ભાઇ ક્ષિતિજ મારી સાથે છે એની ખુશી અને એક ભાઇ નિલેશ મારી સાથે નથી એનું દુઃખ.

    9/14
  • ઝી થિએટરનાં પ્લે ડબલ ગેઇમનાં મુખ્ય અભિનેત્રી રાજેશ્વરી સચદેવ કહે છે કે જ્યારે પણ તેમને તેમના ભાઇની જરૂર પડી છે ત્યારે તે હાજર થયા છે, પછી ભલેને રક્ષાબંધન અગિયાર રૂપિયાનાં શૂકનની અદલાબદલી જ કેમ ન હોય. તે કહે છે કે, 'રક્ષાબંધન હોય ત્યારે અમારા બેમાંથી કોઇને કોઇ તો કામ કરતું જ હોય અને મારો ભાઇ નાનપણથી જ માત્ર એક મિનીટ માટે રાખડી પહેરે, પરંપરા સાચવવા અને પછી કાઢી નાખે, પહેલાં ખીજવવા એમ કરતો અને હવે કન્ટીન્યૂઇટી મેઇન્ટેઇન કરવા કરે છે. ગિફ્ટને મામલે હજી પણ અમારી વચ્ચે અગિયાર રૂપિયાનું શૂકન જ ચાલે છે. મને ક્યારેય કશાની જરૂર હોય, હું તકલીફમાં હોઉં તો એ હંમેશા મારી પડખે રહ્યો છે.'

    ઝી થિએટરનાં પ્લે ડબલ ગેઇમનાં મુખ્ય અભિનેત્રી રાજેશ્વરી સચદેવ કહે છે કે જ્યારે પણ તેમને તેમના ભાઇની જરૂર પડી છે ત્યારે તે હાજર થયા છે, પછી ભલેને રક્ષાબંધન અગિયાર રૂપિયાનાં શૂકનની અદલાબદલી જ કેમ ન હોય. તે કહે છે કે, 'રક્ષાબંધન હોય ત્યારે અમારા બેમાંથી કોઇને કોઇ તો કામ કરતું જ હોય અને મારો ભાઇ નાનપણથી જ માત્ર એક મિનીટ માટે રાખડી પહેરે, પરંપરા સાચવવા અને પછી કાઢી નાખે, પહેલાં ખીજવવા એમ કરતો અને હવે કન્ટીન્યૂઇટી મેઇન્ટેઇન કરવા કરે છે. ગિફ્ટને મામલે હજી પણ અમારી વચ્ચે અગિયાર રૂપિયાનું શૂકન જ ચાલે છે. મને ક્યારેય કશાની જરૂર હોય, હું તકલીફમાં હોઉં તો એ હંમેશા મારી પડખે રહ્યો છે.'

    10/14
  • દેવાંશી સોમૈયાઃ જે રીતે કહેવાય કે 'બ્લડ ઇઝ થીકર ધેન વૉટર', મારું મારી બહેન ભૂમિ સાથેનું બોન્ડિંગ પણ સમય સાથે વધુ મજબુત થતું ગયું છે.

    દેવાંશી સોમૈયાઃ જે રીતે કહેવાય કે 'બ્લડ ઇઝ થીકર ધેન વૉટર', મારું મારી બહેન ભૂમિ સાથેનું બોન્ડિંગ પણ સમય સાથે વધુ મજબુત થતું ગયું છે.

    11/14
  • પીક-અ-બૂથી માંડીને બેકાબૂ સુધી અમે ઘર પર રાજ કર્યું છે, પછી પત્તાં રમાવાનાં હોય કે કોઇ ટીખળ કરવાની હોય, જો કે હું વધુ તોફાની છું. 

    પીક-અ-બૂથી માંડીને બેકાબૂ સુધી અમે ઘર પર રાજ કર્યું છે, પછી પત્તાં રમાવાનાં હોય કે કોઇ ટીખળ કરવાની હોય, જો કે હું વધુ તોફાની છું. 

    12/14
  • મોટી બહેન એટલે બીજી માં જ જોઇ લો, ભૂમિ મારા કરતાં નાની છે પણ હંમેશા મોટાં જેવો વહેવાર રાખે છે. મારી બધી ધમાલ પહેલાં તે તેનાં વ્હાલ અને સમજને વધુ પ્રાધાન્ય આપે છે અને એ મારી ટેક્નો ડૉલ છે જે મારાં ઑડિશન્સ કેપ્ચર કરે છે અને મારાં ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરે છે. 

    મોટી બહેન એટલે બીજી માં જ જોઇ લો, ભૂમિ મારા કરતાં નાની છે પણ હંમેશા મોટાં જેવો વહેવાર રાખે છે. મારી બધી ધમાલ પહેલાં તે તેનાં વ્હાલ અને સમજને વધુ પ્રાધાન્ય આપે છે અને એ મારી ટેક્નો ડૉલ છે જે મારાં ઑડિશન્સ કેપ્ચર કરે છે અને મારાં ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરે છે. 

    13/14
  • દર વર્ષે અમે એકબીજાને રાખડી બાંધીએ છીએ અને એકબીજાને પ્રેમ, સુરક્ષા, રિસ્પેક્ટ અને સ્વતંત્રતાનું વચન આપીએ છીએ. અમે જિંદગીનો દરેક દિવસ ઉજવીએ છીએ તો આ વર્ષે તમે પણ 'Bandhan ko Badhaai Banaiye'. Happy Raksha Bandhan.”

    દર વર્ષે અમે એકબીજાને રાખડી બાંધીએ છીએ અને એકબીજાને પ્રેમ, સુરક્ષા, રિસ્પેક્ટ અને સ્વતંત્રતાનું વચન આપીએ છીએ. અમે જિંદગીનો દરેક દિવસ ઉજવીએ છીએ તો આ વર્ષે તમે પણ 'Bandhan ko Badhaai Banaiye'. Happy Raksha Bandhan.”

    14/14
  • loading...

ફોટોઝ વિશે

રક્ષાબંધનનો તહેવાર દર વર્ષની જેમ આવ્યો તો છે પણ આ વર્ષે તો 'ન્યૂ નોર્મલ' સાથે આ દિવસ ઉજવવાનો છે. આ પ્રસંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે કેટલી સેલિબ્રિટીઝે પોતાની લાગણી શૅર કરી અને ભાઇ બહેનના આ તહેવારનું તેમને માટે કેવું મહત્વ છે તે પણ જણાવ્યું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK