Laxmikant Berde Death Anniversary: આ કૉમેડીના સરતાજને આજે પણ લોકો નથી ભૂલ્યા

Updated: 16th December, 2020 11:40 IST | Sheetal Patel
  • લક્ષ્મીકાંત બેર્ડેએ 1989માં 'મૈને પ્યાર કિયા' ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં એમણે સપોર્ટિંગ રોલ ભજવ્યો હતો. સલમાન ખાન અને લક્ષ્મીકાંત બેર્ડે વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી હતી. એમણે કૉમેડી કરીને લોકોને ઘણા હસાવ્યા હતા.

    લક્ષ્મીકાંત બેર્ડેએ 1989માં 'મૈને પ્યાર કિયા' ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં એમણે સપોર્ટિંગ રોલ ભજવ્યો હતો. સલમાન ખાન અને લક્ષ્મીકાંત બેર્ડે વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી હતી. એમણે કૉમેડી કરીને લોકોને ઘણા હસાવ્યા હતા.

    1/8
  • લક્ષ્મીકાંત બેર્ડેએ પહેલા લગ્ન રૂહી નામની છોકરી સાથે કર્યા હતા. થોડા સમય બાદ છૂટાછેડા વગર બન્ને અલગ થઈ ગયા. તે પછી તેઓ એક્ટ્રેસ પ્રિયા અરૂણને ડેટ કરવા લાગ્યા અને 1989માં રૂહીને કહ્યા વગર એમણે પ્રિયા સાથે લગ્ન કરી લીધા. પ્રિયાએ લક્ષ્મીકાંત બેર્ડે સાથે ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં જોવા મળી હતી. એમાં તેણે ચમેલીનો રોલ પ્લે કર્યો હતો.

    લક્ષ્મીકાંત બેર્ડેએ પહેલા લગ્ન રૂહી નામની છોકરી સાથે કર્યા હતા. થોડા સમય બાદ છૂટાછેડા વગર બન્ને અલગ થઈ ગયા. તે પછી તેઓ એક્ટ્રેસ પ્રિયા અરૂણને ડેટ કરવા લાગ્યા અને 1989માં રૂહીને કહ્યા વગર એમણે પ્રિયા સાથે લગ્ન કરી લીધા. પ્રિયાએ લક્ષ્મીકાંત બેર્ડે સાથે ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં જોવા મળી હતી. એમાં તેણે ચમેલીનો રોલ પ્લે કર્યો હતો.

    2/8
  • લક્ષ્મીકાંતને નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. સ્કૂલમાં પણ તેઓ નાટકોમાં ભાગ લેતા હતા. સાથે જ ગણેશોત્સવ દરમિયાન તેઓ એક્ટિંગની સ્પર્ધામાં ભાગ લેતા હતા.

    લક્ષ્મીકાંતને નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. સ્કૂલમાં પણ તેઓ નાટકોમાં ભાગ લેતા હતા. સાથે જ ગણેશોત્સવ દરમિયાન તેઓ એક્ટિંગની સ્પર્ધામાં ભાગ લેતા હતા.

    3/8
  • લક્ષ્મીકાંત બેર્ડે છેલ્લી વાર વર્ષ 2004માં જૂલાઈમાં રિલીઝ થયેલી ફિલ્મ મેરી બીવી કા જવાબ નહીંમાં નજર આવ્યા હતા. એમની સાથે અક્ષય કુમાર અને શ્રીદેવીએ પણ કામ કર્યું હતું. લક્ષ્મીકાંતે આ ફિલ્મમાં પોલીસનો રોલ ભજવ્યો હતો, જે ઘણો પોપ્યુલર હતો.

    લક્ષ્મીકાંત બેર્ડે છેલ્લી વાર વર્ષ 2004માં જૂલાઈમાં રિલીઝ થયેલી ફિલ્મ મેરી બીવી કા જવાબ નહીંમાં નજર આવ્યા હતા. એમની સાથે અક્ષય કુમાર અને શ્રીદેવીએ પણ કામ કર્યું હતું. લક્ષ્મીકાંતે આ ફિલ્મમાં પોલીસનો રોલ ભજવ્યો હતો, જે ઘણો પોપ્યુલર હતો.

    4/8
  • લક્ષ્મીકાંત બેર્ડે અને સલમાન ખાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. મૈને પ્યાર કિયા સિવાય, હમ આપકે હૈ કૌન અને સાજન જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે નજર આવ્યા હતા. સ્ક્રિન પર બન્નેની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવતી હતી.

    લક્ષ્મીકાંત બેર્ડે અને સલમાન ખાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. મૈને પ્યાર કિયા સિવાય, હમ આપકે હૈ કૌન અને સાજન જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે નજર આવ્યા હતા. સ્ક્રિન પર બન્નેની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવતી હતી.

    5/8
  • રીલ લાઇફમાં લક્ષ્મીકાંત અને સલમાન એક બીજાના સૌથી સારા મિત્રથી ઓછા જોવા મળતા ન હતા. પરંતુ વાસ્તવિક જીવનમાં પણ સલમાન લક્ષ્મીકાંતની ખૂબ નજીક હતો. એકવાર સલમાને લક્ષ્મીકાંતને યાદ કરીને ફિલ્મ મૈને પ્યાર કિયાની સફળતાનું શ્રેય લક્ષ્મીકાંત બેર્ડેને આપ્યું હતું.

    રીલ લાઇફમાં લક્ષ્મીકાંત અને સલમાન એક બીજાના સૌથી સારા મિત્રથી ઓછા જોવા મળતા ન હતા. પરંતુ વાસ્તવિક જીવનમાં પણ સલમાન લક્ષ્મીકાંતની ખૂબ નજીક હતો. એકવાર સલમાને લક્ષ્મીકાંતને યાદ કરીને ફિલ્મ મૈને પ્યાર કિયાની સફળતાનું શ્રેય લક્ષ્મીકાંત બેર્ડેને આપ્યું હતું.

    6/8
  • લક્ષ્મીકાંતે બેર્ડેએ હિન્દી સિવાય મરાઠી ફિલ્મોમાં પણ પોતાનો ઠાઠ જમાવ્યો હતો, મરાઠી ફિલ્મ લેક ચાલલી સાસરાલાથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 1984માં રિલીઝ થઈ હતી. પછી તેઓ ઘણી મરાઠી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. 

    લક્ષ્મીકાંતે બેર્ડેએ હિન્દી સિવાય મરાઠી ફિલ્મોમાં પણ પોતાનો ઠાઠ જમાવ્યો હતો, મરાઠી ફિલ્મ લેક ચાલલી સાસરાલાથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 1984માં રિલીઝ થઈ હતી. પછી તેઓ ઘણી મરાઠી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. 

    7/8
  • એક્ટરને એક મરાઠી ફિલ્મ 'તૂર તૂર'માં કામ મળ્યું, જેમાં તેઓ લીડ એક્ટર તરીકે જોવા મળ્યા હતા. આ ફિલ્મ ઘણી સુપરહિટ રહી હતી. જોતા જોતા તેઓ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કિંગ બની ગયા. તસવીરમાં- હમ આપકે હૈ કૌન ફિલ્મના એક સીનનું દૃશ્ય

    એક્ટરને એક મરાઠી ફિલ્મ 'તૂર તૂર'માં કામ મળ્યું, જેમાં તેઓ લીડ એક્ટર તરીકે જોવા મળ્યા હતા. આ ફિલ્મ ઘણી સુપરહિટ રહી હતી. જોતા જોતા તેઓ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કિંગ બની ગયા.

    તસવીરમાં- હમ આપકે હૈ કૌન ફિલ્મના એક સીનનું દૃશ્ય

    8/8
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડના કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે ફિલ્મોમા સપોર્ટિંગ રોલ ભજવીને પણ દર્શકોના દિલમાં એક્ટર જેવી જ જગ્યા બનાવી લીધી છે. એમાંથી એક સ્ટાર છે લક્ષ્મીકાંત બેર્ડે, બૉલીવુડ ફિલ્મ 'મૈને પ્યાર કિયા' અને 'હમ આપકે હૈ કૌન' જેવી સુપરહિટ ફિલ્મમાં સલમાન ખાન સાથે નજર આવ્યા હતા, આ ફિલ્મમાં બન્નેની ગાઢ મિત્રતા જોવા મળી હતી. આ ફિલ્મ દ્વારા લક્ષ્મીકાંત બેર્ડેએ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી હતી. આજે લક્ષ્મીકાંત બેર્ડેની 16મી પુણ્યતિથિ છે. તેમનું નિધન 16 ડિસેમ્બર 2004માં થયું હતું. કિડની ફેલ થવાને કારણે તેઓ અવસાન પામ્યા હતા. તો ચાલો આપણે આજે જાણીએ એવા એક્ટર વિશે, જેમને આજે પણ લોકો નથી ભૂલ્યા..

તસવીર સૌજન્ય - જાગરણ

First Published: 16th December, 2020 11:28 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK