ટેલિવિઝિન સિતારાઓએ ભાઇ-બહેનની લાગણીઓને આ રીતે આપ્યો શબ્દદેહ, જુઓ તસવીરો

Updated: Aug 03, 2020, 14:13 IST | Shilpa Bhanushali
 • કુલદીપ ગોર બહેન અદિતિ ગોર અને મોનાલી ગોર ત્રિવેદી માટે કહે છે કે, "ભલે ને આખું વિશ્વ હલબલી જાય પણ રક્ષાબંધનનો દિવસ એટલે અમે ત્રણેય સાથે જ હોઇએ. આખો પરિવાર એકસાથે હોય, પણ આ મહામારીને કારણે આ વખતે એ શક્ય નથી થયું તે વાતનો અણગમો છે, આજે હું જ્યાં સુધી પહોંચી શક્યો છું તેની પાછળ જો કોઇ મોટું કારણ અને સહયોગ હોય તો તે મારી બહેનો છે. બન્ને બહેનોએ  મને નાનાભાઇ તરીકે ઓછો અને એક બાળકની જેમ વધારે સાચવ્યો છે. રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..."

  કુલદીપ ગોર બહેન અદિતિ ગોર અને મોનાલી ગોર ત્રિવેદી માટે કહે છે કે, "ભલે ને આખું વિશ્વ હલબલી જાય પણ રક્ષાબંધનનો દિવસ એટલે અમે ત્રણેય સાથે જ હોઇએ. આખો પરિવાર એકસાથે હોય, પણ આ મહામારીને કારણે આ વખતે એ શક્ય નથી થયું તે વાતનો અણગમો છે, આજે હું જ્યાં સુધી પહોંચી શક્યો છું તેની પાછળ જો કોઇ મોટું કારણ અને સહયોગ હોય તો તે મારી બહેનો છે. બન્ને બહેનોએ  મને નાનાભાઇ તરીકે ઓછો અને એક બાળકની જેમ વધારે સાચવ્યો છે. રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..."

  1/19
 • ક્યારેક નાનો બાળક બની ખૂબ નખરા કરે, તો ક્યારેક મોટો ભાઈ બની મારી રક્ષા કરે, ખાટાં - મીઠાં ઝગડા કરે, ભાઈ શબ્દ ને જે સાચ્ચા અર્થમાં સાર્થક કરે , એવા ભાઈની બહેન હોવાનો મને ગર્વ છે, ભાગ્યશાળી બહેનને તારા જેવો ભાઈ મળે છે.-નાદિયા હિમાની

  ક્યારેક નાનો બાળક બની ખૂબ નખરા કરે, તો ક્યારેક મોટો ભાઈ બની મારી રક્ષા કરે, ખાટાં - મીઠાં ઝગડા કરે, ભાઈ શબ્દ ને જે સાચ્ચા અર્થમાં સાર્થક કરે , એવા ભાઈની બહેન હોવાનો મને ગર્વ છે, ભાગ્યશાળી બહેનને તારા જેવો ભાઈ મળે છે.-નાદિયા હિમાની

  2/19
 • હિતેશ દવે બહેનો વૃદ્ધિ લાલન અને ધ્રુતિ અગરવાલ માટે સંદેશ આપતાં લખે છે કે, "ભાઈ બહેનનો સબંધ જ એક એવો સંબંધ છે જે વૃદ્ધ નથી થતો. આ સંબંધ દિવસે ને દિવસે તોફાની જ થતો જાય છે." આ વર્ષે લૉકડાઉન રક્ષાબંધનમાં પણ બન્ને બહેનો માટે એટલું જ કહેવું છે કે, "ભાઈની બેની લાડકી..."

  હિતેશ દવે બહેનો વૃદ્ધિ લાલન અને ધ્રુતિ અગરવાલ માટે સંદેશ આપતાં લખે છે કે, "ભાઈ બહેનનો સબંધ જ એક એવો સંબંધ છે જે વૃદ્ધ નથી થતો. આ સંબંધ દિવસે ને દિવસે તોફાની જ થતો જાય છે." આ વર્ષે લૉકડાઉન રક્ષાબંધનમાં પણ બન્ને બહેનો માટે એટલું જ કહેવું છે કે, "ભાઈની બેની લાડકી..."

  3/19
 • ઝલક મોતીવાલા પોતાની બહેનો માટે આ ગીતની સાથે સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહે છે કે, "હું લાગણીઓ વ્યક્ત કરવામાં એટલો સારો નથી તેમ છતાં મારે તમને એટલું જ કહેવું છે કે જીવનનાં દરેક સારા-નરસાં પાસાંમાં મને તમારી પડખે ઊભેલો જોઇ શકશો..." ઝલક પોતાની બહેનો માટે જે ગીત રજૂ કરે છે  તે.."ફુલો કા તારો કા સબ કા કહેના હૈ, એક હઝારો મેં મેરી બહેના હૈ"

  ઝલક મોતીવાલા પોતાની બહેનો માટે આ ગીતની સાથે સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહે છે કે, "હું લાગણીઓ વ્યક્ત કરવામાં એટલો સારો નથી તેમ છતાં મારે તમને એટલું જ કહેવું છે કે જીવનનાં દરેક સારા-નરસાં પાસાંમાં મને તમારી પડખે ઊભેલો જોઇ શકશો..." ઝલક પોતાની બહેનો માટે જે ગીત રજૂ કરે છે  તે.."ફુલો કા તારો કા સબ કા કહેના હૈ, એક હઝારો મેં મેરી બહેના હૈ"

  4/19
 • ધ્યેય મેહતા બહેન શ્રીના પંડ્યા સાથે.

  ધ્યેય મેહતા બહેન શ્રીના પંડ્યા સાથે.

  5/19
 • ધ્રુવ બારોટ બહેન દિવ્યા, ઇશા અને નિષ્ઠા સાથેની તસવીર શૅર કરતાં લખે છે કે, "તમે ત્રણેય મારી માટે ખૂબ જ ખાસ છો I Love you so much"

  ધ્રુવ બારોટ બહેન દિવ્યા, ઇશા અને નિષ્ઠા સાથેની તસવીર શૅર કરતાં લખે છે કે, "તમે ત્રણેય મારી માટે ખૂબ જ ખાસ છો I Love you so much"

  6/19
 • કેતન રાઠોડ બહેન ફેમિના ટાંક માટે સંદેશ આપતાં લખે છે કે "તારા લગ્નને 15 વર્ષ થયા, અને દરવર્ષે તું આ ઇલેક્ટ્રોનિક જગતમાં પણ મારી માટે રાખડીની સાથે તારા હાથે લખેલો પત્ર મોકલતી હોય છે, કોઇપણ વખતે તું રાખડી અને તેની સાથેનો તારો પત્ર મોકલવાનું ચૂકી નથી પણ આ વર્ષે આ મહામારી અને લૉકડાઉનને કારણે મને તારો એ પત્ર અને રાખડી નહીં મળે, હું ખૂબ જ મિસ કરું છું એ બધું જ..."

  કેતન રાઠોડ બહેન ફેમિના ટાંક માટે સંદેશ આપતાં લખે છે કે "તારા લગ્નને 15 વર્ષ થયા, અને દરવર્ષે તું આ ઇલેક્ટ્રોનિક જગતમાં પણ મારી માટે રાખડીની સાથે તારા હાથે લખેલો પત્ર મોકલતી હોય છે, કોઇપણ વખતે તું રાખડી અને તેની સાથેનો તારો પત્ર મોકલવાનું ચૂકી નથી પણ આ વર્ષે આ મહામારી અને લૉકડાઉનને કારણે મને તારો એ પત્ર અને રાખડી નહીં મળે, હું ખૂબ જ મિસ કરું છું એ બધું જ..."

  7/19
 • મહેક ભટ્ટ પોતાના રાખડીનાં તાંતણે બંધાયેલા સંબંધો માટે એક સુંદર મેસેજ આપતાં લખે છે કે, "મારા બધાં ભાઇ કાયમ ખુશ રહે અને તેઓ સફળતાના શિખર ચૂમે. મારી રક્ષા કરતાં ચૂકી જશે તો ચાલશે પણ મારે કાયમ તેમની માટે ખડેપગે હાજર રહેવું છે. કારણકે ભાઇ છે તો બધું જ છે અને બધું બરાબર થઈ જ જશે."

  મહેક ભટ્ટ પોતાના રાખડીનાં તાંતણે બંધાયેલા સંબંધો માટે એક સુંદર મેસેજ આપતાં લખે છે કે, "મારા બધાં ભાઇ કાયમ ખુશ રહે અને તેઓ સફળતાના શિખર ચૂમે. મારી રક્ષા કરતાં ચૂકી જશે તો ચાલશે પણ મારે કાયમ તેમની માટે ખડેપગે હાજર રહેવું છે. કારણકે ભાઇ છે તો બધું જ છે અને બધું બરાબર થઈ જ જશે."

  8/19
 • દ્રષ્ટિ પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે અને તે તેમને આ લૉકડાઉનના સમયમાં ખૂબ જ મિસ કરી રહી છે. તસવીરમાં દ્રષ્ટિ તેના નાનાશ્રી, પ્રકાશ મામા, વિજય મામા, કામાક્ષી, નિધિ, કપિલ, માનસી ભાભી, કશ્યપ, યેશા, કલા, મહિમ્ના સાથે.

  દ્રષ્ટિ પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે અને તે તેમને આ લૉકડાઉનના સમયમાં ખૂબ જ મિસ કરી રહી છે. તસવીરમાં દ્રષ્ટિ તેના નાનાશ્રી, પ્રકાશ મામા, વિજય મામા, કામાક્ષી, નિધિ, કપિલ, માનસી ભાભી, કશ્યપ, યેશા, કલા, મહિમ્ના સાથે.

  9/19
 • ભાખરવાડી ફેમ ચાઇલ્ડ આર્ટિસ્ટ હિયા ભટ્ટ પોતાના ભાઇને રાખડી બાંધતી વખતે, "ભાઇ હું તને રાખડી બાંધી આપું તો તું મને શું આપીશ? :P"

  ભાખરવાડી ફેમ ચાઇલ્ડ આર્ટિસ્ટ હિયા ભટ્ટ પોતાના ભાઇને રાખડી બાંધતી વખતે, "ભાઇ હું તને રાખડી બાંધી આપું તો તું મને શું આપીશ? :P"

  10/19
 • દ્રષ્ટિ ભાઇને કહે છે કે, "તું તારી બહેનને હેરાન કરવા માટે દરેક ક્ષણે તત્પર જ હોય, ક્ષણે ક્ષણની રાહ જુએ તે ભાઇ, પણ બહેન માટે આખા વિશ્વ સાથે લડી તે પણ તું જ છે ભાઈ" હેપી રક્ષાબંધન ભાઇલા

  દ્રષ્ટિ ભાઇને કહે છે કે, "તું તારી બહેનને હેરાન કરવા માટે દરેક ક્ષણે તત્પર જ હોય, ક્ષણે ક્ષણની રાહ જુએ તે ભાઇ, પણ બહેન માટે આખા વિશ્વ સાથે લડી તે પણ તું જ છે ભાઈ" હેપી રક્ષાબંધન ભાઇલા

  11/19
 • હિયાન નાગડા બહેન ફિયોના નાગડા સાથે

  હિયાન નાગડા બહેન ફિયોના નાગડા સાથે

  12/19
 • નૈતિક નાગડા બહેન જીલ નાગડા માટે લખે છે કે, "લડતી રહેતી એ હંમેશાં એના ભાઈ સાથે...! અને એ જ ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય...? એને જ બહેન કહેવાય..."

  નૈતિક નાગડા બહેન જીલ નાગડા માટે લખે છે કે, "લડતી રહેતી એ હંમેશાં એના ભાઈ સાથે...! અને એ જ ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય...? એને જ બહેન કહેવાય..."

  13/19
 • અંબર દેસાઈ બહેનો કાદંબરી વિશ્વા અને મુસ્કાન વિશ્વા માટે મેસેજ આપે છે કે, "Sisters are angels who lifts us up when our wings forget how to fly...."

  અંબર દેસાઈ બહેનો કાદંબરી વિશ્વા અને મુસ્કાન વિશ્વા માટે મેસેજ આપે છે કે, "Sisters are angels who lifts us up when our wings forget how to fly...."

  14/19
 • ભક્તિ ગણાત્રા ભાઇ મુકુંદ ગણાત્રા, હર્ષદ પટેલ અને દીપક પોપટ માટે સંદેશો મોકલે છે કે, "રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી ભાઈની રક્ષા માટે બાંધતી હોય છે.... પણ મારી માટે આ થોડું ક જુદું છે.. હું મારા ભાઈને રાખડી બાંધતી વખતે કહેતી હોઉં છું કે તમારે જ મારી રક્ષા કરવાની છે. અને ખરેખર મારા આ ત્રણેય ભાઇઓએ હંમેશાં મારું ધ્યાન રાખ્યું છે, મારી માટે હંમેશાં મારી સાથે ઊભા રહ્યા છે અને મારા ખરા માર્ગદર્શક તરીકે મારી રક્ષા પણ કરતાં હોય છે. તમને સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..."

  ભક્તિ ગણાત્રા ભાઇ મુકુંદ ગણાત્રા, હર્ષદ પટેલ અને દીપક પોપટ માટે સંદેશો મોકલે છે કે, "રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી ભાઈની રક્ષા માટે બાંધતી હોય છે.... પણ મારી માટે આ થોડું ક જુદું છે.. હું મારા ભાઈને રાખડી બાંધતી વખતે કહેતી હોઉં છું કે તમારે જ મારી રક્ષા કરવાની છે. અને ખરેખર મારા આ ત્રણેય ભાઇઓએ હંમેશાં મારું ધ્યાન રાખ્યું છે, મારી માટે હંમેશાં મારી સાથે ઊભા રહ્યા છે અને મારા ખરા માર્ગદર્શક તરીકે મારી રક્ષા પણ કરતાં હોય છે. તમને સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..."

  15/19
 • નીરવ બારોટ હાલ રાજકોટમાં છે અને લૉકડાઉનને કારણે પોતે રક્ષાબંધનના દિવસે બહેનો મુંબઇ હોવાથી રાખડી બંધાવી શક્યા નથી, ત્યારે તેમની માતા પાસેથી રાખડી બંધાવતાં કહે છે કે, "એક સમયે માતા કુંતા અભિમન્યુને અમર રાખડી બાંધતાં આજે મારી માતા મને રાખડી બાંધે છે ત્યારે મારી માતા માટે એટલું જ કહીશ કે જગત જનની જનતા આગળ બધાં નમી જ જતાં હોય છે ત્યારે મારા પર આવતાં દુઃખો અને તકલીફોથી મારી માતા રક્ષા કરતાં હોય ત્યારે રક્ષાની રાખડી તેમના હાથે બંધાવતાં આનંદ અનુભવું છું પણ હા બહેનો તમારી યાદ તો આવે છે."

  નીરવ બારોટ હાલ રાજકોટમાં છે અને લૉકડાઉનને કારણે પોતે રક્ષાબંધનના દિવસે બહેનો મુંબઇ હોવાથી રાખડી બંધાવી શક્યા નથી, ત્યારે તેમની માતા પાસેથી રાખડી બંધાવતાં કહે છે કે, "એક સમયે માતા કુંતા અભિમન્યુને અમર રાખડી બાંધતાં આજે મારી માતા મને રાખડી બાંધે છે ત્યારે મારી માતા માટે એટલું જ કહીશ કે જગત જનની જનતા આગળ બધાં નમી જ જતાં હોય છે ત્યારે મારા પર આવતાં દુઃખો અને તકલીફોથી મારી માતા રક્ષા કરતાં હોય ત્યારે રક્ષાની રાખડી તેમના હાથે બંધાવતાં આનંદ અનુભવું છું પણ હા બહેનો તમારી યાદ તો આવે છે."

  16/19
 • પૂજા જોષી ભાઈ માટે સંદેશ આપતાં લખે છે કે, "આ રક્ષાબંધનના પાવન પ્રસંગે ભાઇ મારે માત્ર તારો આભાર માનવો છે કે તું મારા જીવનમાં આવ્યો અને મારું જીવન સુંદર બનાવ્યું. મારી ઇશ્વરને પ્રાર્થના કે તારા જીવનમાં સતત ખુશીએ, સફળતા અને શાંતિ રહે. આપણો આ નાતો દિવસે ને દિવસે વધારે મજબૂત થતો જાય. ઘણો બધો પ્રેમ"

  પૂજા જોષી ભાઈ માટે સંદેશ આપતાં લખે છે કે, "આ રક્ષાબંધનના પાવન પ્રસંગે ભાઇ મારે માત્ર તારો આભાર માનવો છે કે તું મારા જીવનમાં આવ્યો અને મારું જીવન સુંદર બનાવ્યું. મારી ઇશ્વરને પ્રાર્થના કે તારા જીવનમાં સતત ખુશીએ, સફળતા અને શાંતિ રહે. આપણો આ નાતો દિવસે ને દિવસે વધારે મજબૂત થતો જાય. ઘણો બધો પ્રેમ"

  17/19
 • શીતલ ગોરી ભાઈ જિતેશ માટે સંદેશો લખતાં કહે છે કે આ રક્ષાબંધનના ઉત્સવે હું એટલું જ કહીશ કે મારો ભાઈ મારા માટે ફક્ત ભાઈ જ નથી પણ તે મારો સારો મિત્ર પણ છે અને ખૂબ જ લકી છું કે મને તેના જેવો ભાઈ મળ્યો.

  શીતલ ગોરી ભાઈ જિતેશ માટે સંદેશો લખતાં કહે છે કે આ રક્ષાબંધનના ઉત્સવે હું એટલું જ કહીશ કે મારો ભાઈ મારા માટે ફક્ત ભાઈ જ નથી પણ તે મારો સારો મિત્ર પણ છે અને ખૂબ જ લકી છું કે મને તેના જેવો ભાઈ મળ્યો.

  18/19
 • સોહાન માસ્ટર બહેન નીકેશા માસ્ટર માટે સંદેશ આપતાં લખે છે કે, "ઘણો બધો પ્રેમ, ઝગડા અને સુરક્ષા એટલે બહેન... જો કે આપણે તેના કરતાં કંઇક જુદું જ પસંદ કર્યું અને તે છે ખૂબ જ પ્રેમાળ સંબંધો..."

  સોહાન માસ્ટર બહેન નીકેશા માસ્ટર માટે સંદેશ આપતાં લખે છે કે, "ઘણો બધો પ્રેમ, ઝગડા અને સુરક્ષા એટલે બહેન... જો કે આપણે તેના કરતાં કંઇક જુદું જ પસંદ કર્યું અને તે છે ખૂબ જ પ્રેમાળ સંબંધો..."

  19/19
 • loading...

ફોટોઝ વિશે

એકબીજાની ચિંતા અને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે જ્યારે શબ્દો ઓછા પડે ત્યારે આ રક્ષાબંધનનો પર્વ લાગણીઓને વ્યક્ત કરવાનું એક માધ્યમ બનીને આવે છે.. તો જુઓ તમારા પ્રિય કલાકારોના જીવનમાં આ રક્ષાબંધનનો તહેવાર કેવી ધમાલ મસ્તી અને લાગણીઓના તંતુઓને વિકસાવે છે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK