બૉલીવુડનાં સૌથી ફેમસ પોલીસ ઑફિસર્સ, જુઓ સ્ક્રિન કૉપ્સનાં આ યાદગાર અવતાર

Updated: Mar 06, 2020, 16:28 IST | Chirantana Bhatt
 • ઇન્સ્પેક્ટર વિજય ખન્ના,  અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ઝંજીરનું આ પાત્ર માઇલ સ્ટોન છે કારણકે તેને કારણે તો બૉલીવુડને તેનો સૌથી પહેલો એંગ્રી યંગ મેન મળ્યો. વિજય ખન્નાના પાત્રએ અમિતાભ બચ્ચન, એક નવા અભિનેતાને એવી ઊંચાઇએ મુક્યો કે તેને ક્યારેય પાછું વળીને ન જોવું પડ્યું. એક એક્ટર તરીકે અમિતાભે આ પાત્રમાં જીવ રેડી દીધો હતો. પોતાની જાત સાથે સતત સંઘર્ષમાં હોય એવા આ પાત્રને અમિતાભ સિવાય કોઇ બીજો અભિનેતા ન્યાય ન જ આપી શક્યો હોત. એ ફિલ્મના ડાયલોગ્ઝ આજે પણ લોકોને યાદ છે, 'યે પુલીસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં.' તમે માનશો કે જે પાત્રએ અમિતાભની મજબુત અભિનેતા તરીકે ઓળખ પાક્કી કરી એ પાત્ર ભજવવા એકેય અભિનેતા પહેલા તૈયાર નહોતા, તેમને સ્ક્રિન પર પોલીસનું પાત્ર નહોતું ભજવવું. પ્રકાશ મહેરાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.

  ઇન્સ્પેક્ટર વિજય ખન્ના,  અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ઝંજીરનું આ પાત્ર માઇલ સ્ટોન છે કારણકે તેને કારણે તો બૉલીવુડને તેનો સૌથી પહેલો એંગ્રી યંગ મેન મળ્યો. વિજય ખન્નાના પાત્રએ અમિતાભ બચ્ચન, એક નવા અભિનેતાને એવી ઊંચાઇએ મુક્યો કે તેને ક્યારેય પાછું વળીને ન જોવું પડ્યું. એક એક્ટર તરીકે અમિતાભે આ પાત્રમાં જીવ રેડી દીધો હતો. પોતાની જાત સાથે સતત સંઘર્ષમાં હોય એવા આ પાત્રને અમિતાભ સિવાય કોઇ બીજો અભિનેતા ન્યાય ન જ આપી શક્યો હોત. એ ફિલ્મના ડાયલોગ્ઝ આજે પણ લોકોને યાદ છે, 'યે પુલીસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં.' તમે માનશો કે જે પાત્રએ અમિતાભની મજબુત અભિનેતા તરીકે ઓળખ પાક્કી કરી એ પાત્ર ભજવવા એકેય અભિનેતા પહેલા તૈયાર નહોતા, તેમને સ્ક્રિન પર પોલીસનું પાત્ર નહોતું ભજવવું. પ્રકાશ મહેરાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.

  1/17
 • આમ તો અમર અકબર એન્થની ફિલ્મો કોઇ એક જ પાત્રને કારણે યાદ રહી જાય એવું ન કહી શકાય કારણકે તેમાં તો એકેએક પાત્ર યાદગાર જ હતું પણ વિનોદ ખન્ના જેને જોઇને ભલભલાનું હ્રદય ધબકારો ચુકી જાય તેણે આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટર અમર ખન્નાનું પાત્ર ભજવ્યું હતું. વિનોદ ખન્નાની સેક્સ અપીલ હંમેશા લોકોને પસંદ આવી છે ત્યારે ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં તે વધારે ટેમ્પટિંગ લાગતા હતા.

  આમ તો અમર અકબર એન્થની ફિલ્મો કોઇ એક જ પાત્રને કારણે યાદ રહી જાય એવું ન કહી શકાય કારણકે તેમાં તો એકેએક પાત્ર યાદગાર જ હતું પણ વિનોદ ખન્ના જેને જોઇને ભલભલાનું હ્રદય ધબકારો ચુકી જાય તેણે આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટર અમર ખન્નાનું પાત્ર ભજવ્યું હતું. વિનોદ ખન્નાની સેક્સ અપીલ હંમેશા લોકોને પસંદ આવી છે ત્યારે ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં તે વધારે ટેમ્પટિંગ લાગતા હતા.

  2/17
 •  સલીમ જાવેદ લિખીત ફિલ્મ દિવારમાં શશી કપૂરે પાત્ર ભજવ્યું ઇન્સ્પેક્ટર રવી વર્મા. પોતાના જ ભાઇ વિજય વર્માને તેના કાળા કરતુતો માટે જેલ ભેગો કરવાની વાત આવે છે ત્યારે રવી વર્મા કઇ હદે જાય છે અને કેટલી નૈતિકતાથી પોતાની ફર પુરી કરે છે તે માટે આ ફિલ્મ લોકોને યાદ છે. જો કે શશી કપૂરે પોલીસ અધિકારી તરીકે કોઇ યાદગાર સંવાદન હોતો કીધો પણ વળી આ ફિલ્મમાં બંન્ને ભાઇઓ વચ્ચે થયેલી દલીલમાં શશી કપુરનો 'મેરે પાસ માં' હૈ વાળો સંવાદ આજે પણ અવારનવાર કોઇને કોઇ કારણે વપરાતો રહ્યો છે.

   સલીમ જાવેદ લિખીત ફિલ્મ દિવારમાં શશી કપૂરે પાત્ર ભજવ્યું ઇન્સ્પેક્ટર રવી વર્મા. પોતાના જ ભાઇ વિજય વર્માને તેના કાળા કરતુતો માટે જેલ ભેગો કરવાની વાત આવે છે ત્યારે રવી વર્મા કઇ હદે જાય છે અને કેટલી નૈતિકતાથી પોતાની ફર પુરી કરે છે તે માટે આ ફિલ્મ લોકોને યાદ છે. જો કે શશી કપૂરે પોલીસ અધિકારી તરીકે કોઇ યાદગાર સંવાદન હોતો કીધો પણ વળી આ ફિલ્મમાં બંન્ને ભાઇઓ વચ્ચે થયેલી દલીલમાં શશી કપુરનો 'મેરે પાસ માં' હૈ વાળો સંવાદ આજે પણ અવારનવાર કોઇને કોઇ કારણે વપરાતો રહ્યો છે.

  3/17
 • પોલીસ અધિકારી વર્દીમાં હોય તો જ અપીલીંગ લાગે એ આખી વાતની વ્યાખ્યા બદલનાર એક્ટર છે આમીર ખાન. ફિલ્મ સરફરોશમાં આમીર ખાને ઇનસ્પેક્ટર અજય સિંઘ રાઠોડનું પાત્ર ભજવ્યું. ફિલ્મમાં આતંકવાદીઓએ તેના ભાઇની હત્યા કરી હતી અને તેમની સામે સંઘર્ષમાં જુજનારા આમીરનું પાત્ર સંકુલ હતું. ચહેરા પર નિર્દોષતા અને વિચારોમાં વ્યુહરચનાનું આ ગજબ કોમ્બિનેશન હતું જે લોકોને બહુ પસંદ આવ્યું હતું.

  પોલીસ અધિકારી વર્દીમાં હોય તો જ અપીલીંગ લાગે એ આખી વાતની વ્યાખ્યા બદલનાર એક્ટર છે આમીર ખાન. ફિલ્મ સરફરોશમાં આમીર ખાને ઇનસ્પેક્ટર અજય સિંઘ રાઠોડનું પાત્ર ભજવ્યું. ફિલ્મમાં આતંકવાદીઓએ તેના ભાઇની હત્યા કરી હતી અને તેમની સામે સંઘર્ષમાં જુજનારા આમીરનું પાત્ર સંકુલ હતું. ચહેરા પર નિર્દોષતા અને વિચારોમાં વ્યુહરચનાનું આ ગજબ કોમ્બિનેશન હતું જે લોકોને બહુ પસંદ આવ્યું હતું.

  4/17
 • નાના પાટેકરે જ્યારે અબ તક છપ્પનમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકનાં રિયલ લાઇફ પાત્રને સ્ક્રિન પર ઇનસ્પેક્ટર સાધુ અગાશેના નામે જીવંત કર્યું ત્યારે ભલભલાનાં હાજા ગગડી ગયા. નાના પાટેકરનો અવાજ પોલીસનાં પાત્રને એક એવું જોર બક્ષે છે, એક એવી કડકાઇ બક્ષે છે જેનો અનુભવ ફિલ્મ જોનારાને ચોક્કસ થાય છે.

  નાના પાટેકરે જ્યારે અબ તક છપ્પનમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકનાં રિયલ લાઇફ પાત્રને સ્ક્રિન પર ઇનસ્પેક્ટર સાધુ અગાશેના નામે જીવંત કર્યું ત્યારે ભલભલાનાં હાજા ગગડી ગયા. નાના પાટેકરનો અવાજ પોલીસનાં પાત્રને એક એવું જોર બક્ષે છે, એક એવી કડકાઇ બક્ષે છે જેનો અનુભવ ફિલ્મ જોનારાને ચોક્કસ થાય છે.

  5/17
 • શૂલ ફિલ્મમાં મનોજ બાજપાઇએ ઇન્સ્પેક્ટર સમર પ્રતાપ સિંઘનું પાત્ર ભજવ્યું. દેશભક્ત અને પ્રામાણિક કૉપના પાત્રમાં મનોજ બાજપાઇએ એટલો ધુંઆધાર અભિનય કર્યો કે તેને આ અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો. લાગણીસભર ઇન્સ્પેક્ટરનું આ પાત્ર ભજવવામાં મનોજ બાજપાઇની અભિનય ક્ષમતા સુપેરે છતી થઇ હતી.

  શૂલ ફિલ્મમાં મનોજ બાજપાઇએ ઇન્સ્પેક્ટર સમર પ્રતાપ સિંઘનું પાત્ર ભજવ્યું. દેશભક્ત અને પ્રામાણિક કૉપના પાત્રમાં મનોજ બાજપાઇએ એટલો ધુંઆધાર અભિનય કર્યો કે તેને આ અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો. લાગણીસભર ઇન્સ્પેક્ટરનું આ પાત્ર ભજવવામાં મનોજ બાજપાઇની અભિનય ક્ષમતા સુપેરે છતી થઇ હતી.

  6/17
 • અજય દેવગણે ગંગાજલ ફિલ્મમાં સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ આપીએસ અમિત કુમારનું પાત્ર ભજવ્યું. તેજપુર ડિસ્ટ્રિક્ટમાં એપોઇન્ટ થયેલો આઇપીએસ આ ગુનાહિત વિસ્તારને કઇ રીતે કાબુમાં લે છે તે ખરેખર જોવા જેવું છે. દિગ્દર્શક પ્રકાશ ઝાએ અજય દેવગણ પાસેથી ઉત્તમ કામ લીધું હતું. અજય દેવગણનાં ડાયલોગ્ઝ આજે પણ લોકોને યાદ છે, જેમ કે, "સમાજ કો પુલીસ વૈસી હી મિલતી હૈ જૈસા કી સમાજ ખુદ હોતા હૈ.", "હમારી ચાય બહુત કડવી હોતી હૈ."

  અજય દેવગણે ગંગાજલ ફિલ્મમાં સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ આપીએસ અમિત કુમારનું પાત્ર ભજવ્યું. તેજપુર ડિસ્ટ્રિક્ટમાં એપોઇન્ટ થયેલો આઇપીએસ આ ગુનાહિત વિસ્તારને કઇ રીતે કાબુમાં લે છે તે ખરેખર જોવા જેવું છે. દિગ્દર્શક પ્રકાશ ઝાએ અજય દેવગણ પાસેથી ઉત્તમ કામ લીધું હતું. અજય દેવગણનાં ડાયલોગ્ઝ આજે પણ લોકોને યાદ છે, જેમ કે, "સમાજ કો પુલીસ વૈસી હી મિલતી હૈ જૈસા કી સમાજ ખુદ હોતા હૈ.", "હમારી ચાય બહુત કડવી હોતી હૈ."

  7/17
 • અક્ષય કુમારે મૈં ખિલાડી તુ અનાડી અને મોહરા ફિલ્મમાં પણ પોલીસ યુનિફોર્મ ચઢાવ્યો હતો પણ ખાખી ફિલ્મમાં તેણે સિનિયર ઇન્સ્પેક્ટર શેખર વર્માનું પાત્ર ભજવ્યું હતું. આતંકવાદીઓની આસપાસ ઘુમતી આ વાર્તામાં અક્ષય કુમારનું ઇન્સ્પેક્ટરનું પાત્ર એટલા માટે યાદગાર હતું કારણકે તે પ્રેમમાં પડીને છેતરાય છે અને અંતે જીવ ગુમાવે છે. આ ફિલ્મ બહુ જ ગ્રિપિંગ હતી અને આતંકવાદીઓનું નેક્સસ કેટલું પેચીદું હોય છે તે આમાં આબેહુબ દર્શાવાયું હતું.

  અક્ષય કુમારે મૈં ખિલાડી તુ અનાડી અને મોહરા ફિલ્મમાં પણ પોલીસ યુનિફોર્મ ચઢાવ્યો હતો પણ ખાખી ફિલ્મમાં તેણે સિનિયર ઇન્સ્પેક્ટર શેખર વર્માનું પાત્ર ભજવ્યું હતું. આતંકવાદીઓની આસપાસ ઘુમતી આ વાર્તામાં અક્ષય કુમારનું ઇન્સ્પેક્ટરનું પાત્ર એટલા માટે યાદગાર હતું કારણકે તે પ્રેમમાં પડીને છેતરાય છે અને અંતે જીવ ગુમાવે છે. આ ફિલ્મ બહુ જ ગ્રિપિંગ હતી અને આતંકવાદીઓનું નેક્સસ કેટલું પેચીદું હોય છે તે આમાં આબેહુબ દર્શાવાયું હતું.

  8/17
 • આમીર ખાને ફિલ્મ તલાશમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુર્જન સિંઘ શેખાવતનું પાત્ર ભજવ્યું હતું. એક એવું યુગલ જેણે પોતાનો દીકરો ખોઇ દીધો છે અને પિતા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે અકસ્માતનાં કેસની તપાસમાં વ્યસ્ત છે. આમીર ખાને એવા અધિકારીનું પાત્ર આબાદ ભજવ્યું હતું જેની અંગત જિંદગીમાં ડિસ્ટર્બન્સ હોવા છતા તે પોતાની ફરજમાંથી પાછો નથી પડતો પણ તેની કામગીરી દરમિયાન તેને અજીબ અનુભવ થાય છે અને તેને કારણે તેની અંગત જિંદગીમાં પણ પરિવર્તન આવે છે.

  આમીર ખાને ફિલ્મ તલાશમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુર્જન સિંઘ શેખાવતનું પાત્ર ભજવ્યું હતું. એક એવું યુગલ જેણે પોતાનો દીકરો ખોઇ દીધો છે અને પિતા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે અકસ્માતનાં કેસની તપાસમાં વ્યસ્ત છે. આમીર ખાને એવા અધિકારીનું પાત્ર આબાદ ભજવ્યું હતું જેની અંગત જિંદગીમાં ડિસ્ટર્બન્સ હોવા છતા તે પોતાની ફરજમાંથી પાછો નથી પડતો પણ તેની કામગીરી દરમિયાન તેને અજીબ અનુભવ થાય છે અને તેને કારણે તેની અંગત જિંદગીમાં પણ પરિવર્તન આવે છે.

  9/17
 • સલમાન ખાને ચુલબુલ પાંડેનો રોલ કર્યો અને દબંગ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડી. આ પછી દબંગ 2 અને દબંગ 3 પણ રિલીઝ થઇ છે. અત્યાર સુધીમાં જે રીતે પોલીસ ઇન્સ્પેક્ટરની પર્સનાલિટી ફિલ્મોમાં દર્શાવઇ હતી તેની સામે દબંગનો ચુલબુલ પાંડે સાવ અલગ તરી આવ્યો. પોતાની જાતને રોબીન હુડ કહેવડાવતો ચુલબુલ કૉમેડી અને એક્શન બંન્ને મેનેજ કરનારો સાબિત થયો. પ્રેમમાં રોમિયો પણ કામમાં કડપ રાખતો ચુલબુલ પાંડે બધી સીટીઓ અને તાળીને લાયક છે.

  સલમાન ખાને ચુલબુલ પાંડેનો રોલ કર્યો અને દબંગ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડી. આ પછી દબંગ 2 અને દબંગ 3 પણ રિલીઝ થઇ છે. અત્યાર સુધીમાં જે રીતે પોલીસ ઇન્સ્પેક્ટરની પર્સનાલિટી ફિલ્મોમાં દર્શાવઇ હતી તેની સામે દબંગનો ચુલબુલ પાંડે સાવ અલગ તરી આવ્યો. પોતાની જાતને રોબીન હુડ કહેવડાવતો ચુલબુલ કૉમેડી અને એક્શન બંન્ને મેનેજ કરનારો સાબિત થયો. પ્રેમમાં રોમિયો પણ કામમાં કડપ રાખતો ચુલબુલ પાંડે બધી સીટીઓ અને તાળીને લાયક છે.

  10/17
 • અજય દેવગણ તો છેલ્લા પંદર વર્ષથી વિવિધ ફિલ્મોમાં પોલીસ અધિકારીનો રોલ કરતો આવ્યો છે. તેણે સિંઘમ ફિલ્મ કરી અને 'આતા માઝી સટકલી' ડાયલોગ આજે પણ લોકો યાદ કરે છે. બાજીરાવ સિંઘમનું અત્યંત વફાદાર અને નૈતિકતાને વરેલું દર્શાવાયું હતું. રોહિત શેટ્ટી અને અજય દેવગણે જેટલીવાર સાથે કામ કર્યું છે તેમણે ફિલ્મને કોઇ અલગ લેવલ પર જ મુકી છે. ભ્રષ્ટ રાજકારણીને ઝબ્બે કરનારા બાજીરાવ સિંઘમનાં ફેન્સની આજે પણ કોઇ કમી નથી. માટે જ 2014માં સિંઘમ રિટર્નસ ફિલ્મ બનાવવાઇ જેને પણ દર્શકોએ આવકારી અને બિરદાવી.

  અજય દેવગણ તો છેલ્લા પંદર વર્ષથી વિવિધ ફિલ્મોમાં પોલીસ અધિકારીનો રોલ કરતો આવ્યો છે. તેણે સિંઘમ ફિલ્મ કરી અને 'આતા માઝી સટકલી' ડાયલોગ આજે પણ લોકો યાદ કરે છે. બાજીરાવ સિંઘમનું અત્યંત વફાદાર અને નૈતિકતાને વરેલું દર્શાવાયું હતું. રોહિત શેટ્ટી અને અજય દેવગણે જેટલીવાર સાથે કામ કર્યું છે તેમણે ફિલ્મને કોઇ અલગ લેવલ પર જ મુકી છે. ભ્રષ્ટ રાજકારણીને ઝબ્બે કરનારા બાજીરાવ સિંઘમનાં ફેન્સની આજે પણ કોઇ કમી નથી. માટે જ 2014માં સિંઘમ રિટર્નસ ફિલ્મ બનાવવાઇ જેને પણ દર્શકોએ આવકારી અને બિરદાવી.

  11/17
 • રણરવીર સિંઘે સિંબા ફિલ્મમાં પહેલીવાર ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો. મોટે ભાગે દિલ્હીનાં પંજાબી છોકરાનાં પાત્રો ભજવનારા રણવીરે રામ લીલા અને બાજીરાવ મસ્તાનીમાં પોતાનાં અભિનયની તાકત દાખવી હતી પણ સિંબામાં તેણે ઇન્સ્પેક્ટર સંગ્રામ ભાલેરાવનું પાત્ર ભજવ્યું અને તેણે પોતાની બધી ઊર્જા આ પાત્રને જીવંત કરવામાં રેડી દીધી. ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર કઇ રીતે પ્રામાણિકતાને માર્ગે વળે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે અને લોકોએ રણવીરનાં આ પાત્રને વખાણ્યું હતું.

  રણરવીર સિંઘે સિંબા ફિલ્મમાં પહેલીવાર ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો. મોટે ભાગે દિલ્હીનાં પંજાબી છોકરાનાં પાત્રો ભજવનારા રણવીરે રામ લીલા અને બાજીરાવ મસ્તાનીમાં પોતાનાં અભિનયની તાકત દાખવી હતી પણ સિંબામાં તેણે ઇન્સ્પેક્ટર સંગ્રામ ભાલેરાવનું પાત્ર ભજવ્યું અને તેણે પોતાની બધી ઊર્જા આ પાત્રને જીવંત કરવામાં રેડી દીધી. ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર કઇ રીતે પ્રામાણિકતાને માર્ગે વળે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે અને લોકોએ રણવીરનાં આ પાત્રને વખાણ્યું હતું.

  12/17
 • એવું નથી કે માત્ર પુરુષોએ જ પોલીસનાં યાદગાર પાત્રો ભજવ્યા છે. એન.ચંદ્રાએ 1994માં તેજસ્વીની ફિલ્મ બનાવી હતી. સાઉથની એક્ટ્રેસ વિજયાશાંતિએ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ તેજસ્વીની જોશીનું પાત્ર ભજવ્યું હતું. અમરીશ પુરીએ આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવ્યું હતું અને વિજયાશાંતિએ બહુ જ મજબુતાઇથી આ રોલને ન્યાય આપ્યો હતો.

  એવું નથી કે માત્ર પુરુષોએ જ પોલીસનાં યાદગાર પાત્રો ભજવ્યા છે. એન.ચંદ્રાએ 1994માં તેજસ્વીની ફિલ્મ બનાવી હતી. સાઉથની એક્ટ્રેસ વિજયાશાંતિએ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ તેજસ્વીની જોશીનું પાત્ર ભજવ્યું હતું. અમરીશ પુરીએ આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવ્યું હતું અને વિજયાશાંતિએ બહુ જ મજબુતાઇથી આ રોલને ન્યાય આપ્યો હતો.

  13/17
 •  રાણી મુખર્જીએ મર્દાની ફિલ્મમમાં શિવાની શિવાજી રોયનું પાત્ર ભજવ્યું અને તેણે આ પાત્રને ધારદાર રીતે રજૂ કર્યું. ચાઇલ્ડ ટ્રાફિકિંગના મુદ્દાને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ ફિલ્મમાં રાણી મુખર્જીએ બોલ્ડ અને સ્ટ્રોંગ પોલીસ અધિકારીનું પાત્ર ભજવ્યું હતું. મર્દાનીની સિક્વલ આવી તેમાં રાણી મુખર્જીએ યુવાન છોકરીનું અપહરણ કરનારા સાયકોપાથને પકડાવની જદ્દોજહદ કરનારી શિવાની શિવાજી રોયની કથા પરદા પર દર્શાવી છે.

   રાણી મુખર્જીએ મર્દાની ફિલ્મમમાં શિવાની શિવાજી રોયનું પાત્ર ભજવ્યું અને તેણે આ પાત્રને ધારદાર રીતે રજૂ કર્યું. ચાઇલ્ડ ટ્રાફિકિંગના મુદ્દાને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ ફિલ્મમાં રાણી મુખર્જીએ બોલ્ડ અને સ્ટ્રોંગ પોલીસ અધિકારીનું પાત્ર ભજવ્યું હતું. મર્દાનીની સિક્વલ આવી તેમાં રાણી મુખર્જીએ યુવાન છોકરીનું અપહરણ કરનારા સાયકોપાથને પકડાવની જદ્દોજહદ કરનારી શિવાની શિવાજી રોયની કથા પરદા પર દર્શાવી છે.

  14/17
 • દ્રિશ્યમ ફિલ્મમાં આઇજી મીરા દેશપાંડેના પાત્રમાં તબુએ માત્ર પોલીસ અધિકારી જ નહીં પણ એવી માનો રોલ ભજવ્યો છે જે નો દીકરો ખોવાઇ ગયો છે. માતા અને આઇજીનાં પાત્ર વચ્ચે તબુએ બહુ જ સારું બેલેન્સ જાળવ્યું છે અને તેનો અભિનય એવો છે કે આ પાત્રમાં બીજી કોઇ અભિનેત્રીની કલ્પના કરવી પણ મુશ્કેલ બને.

  દ્રિશ્યમ ફિલ્મમાં આઇજી મીરા દેશપાંડેના પાત્રમાં તબુએ માત્ર પોલીસ અધિકારી જ નહીં પણ એવી માનો રોલ ભજવ્યો છે જે નો દીકરો ખોવાઇ ગયો છે. માતા અને આઇજીનાં પાત્ર વચ્ચે તબુએ બહુ જ સારું બેલેન્સ જાળવ્યું છે અને તેનો અભિનય એવો છે કે આ પાત્રમાં બીજી કોઇ અભિનેત્રીની કલ્પના કરવી પણ મુશ્કેલ બને.

  15/17
 • સંજય દત્ત જેણે નકારાત્મક શેડ વાળા પાત્રોને અને કૉમેડી કે પછી ડાય હાર્ડ રોમેન્ટિક પાત્રોને ન્યાય આપ્યો છે તેણે શુટઆઉટ એટ લોખંડવાલા ફિલ્મમાં શમશેર ખાનનું પાત્ર ભજવ્યું હતું જે એડિશન કમિશનર ઑફ પોલીસ છે અને માયા ડોળસનું શુટઆઉટ કરવા લોખંડવાલા પહોંચે છે. દુબઇનાં ભાઇનું ઇન્વોલ્વમેન્ટ, ખાન સાથે તેનો પરિચય જેવી બાબતો આ ફિલ્મની કથાને વધુ સંકુલ અને લેયર્ડ બનાવે છે. જો કે ખાન સામે થયેલા ચાર્જીઝ અંતે પડતા મુકાય છે.

  સંજય દત્ત જેણે નકારાત્મક શેડ વાળા પાત્રોને અને કૉમેડી કે પછી ડાય હાર્ડ રોમેન્ટિક પાત્રોને ન્યાય આપ્યો છે તેણે શુટઆઉટ એટ લોખંડવાલા ફિલ્મમાં શમશેર ખાનનું પાત્ર ભજવ્યું હતું જે એડિશન કમિશનર ઑફ પોલીસ છે અને માયા ડોળસનું શુટઆઉટ કરવા લોખંડવાલા પહોંચે છે. દુબઇનાં ભાઇનું ઇન્વોલ્વમેન્ટ, ખાન સાથે તેનો પરિચય જેવી બાબતો આ ફિલ્મની કથાને વધુ સંકુલ અને લેયર્ડ બનાવે છે. જો કે ખાન સામે થયેલા ચાર્જીઝ અંતે પડતા મુકાય છે.

  16/17
 • નવા જમાનાની અને મુખ્ય પ્રવાહનાં અભિનેતાઓને લઇને બનેલી કૉપ ફિલ્મો તો ઘણી બધી છે પરંતુ જેને ક્લાસિક કહી શકાય તેવી કૉપ ફિલ્મ હતી ગોવિંદ નિહલાનીએ બનાવેલી અર્ધ સત્ય. સબ ઇન્સ્પેક્ટર અનંત વેળંકરના પાત્રમાં ઓમપુરીએ જે અભિનય કર્યો હતો તેની સાથે કદાચ કોઇપણ પૉપ્યુલિસ્ટ સિનેમાનાં અભિનેતાની સરખામણી કરવી યોગ્ય નહીં ગણાય.  સદાશીવ અમરાપુરકર અને અનંત વેલંકર વચ્ચેનો સંઘર્ષ આજે પણ રુંવાટા ખડા કરી દે તે રીતે દર્શાવાયો હતો.

  નવા જમાનાની અને મુખ્ય પ્રવાહનાં અભિનેતાઓને લઇને બનેલી કૉપ ફિલ્મો તો ઘણી બધી છે પરંતુ જેને ક્લાસિક કહી શકાય તેવી કૉપ ફિલ્મ હતી ગોવિંદ નિહલાનીએ બનાવેલી અર્ધ સત્ય. સબ ઇન્સ્પેક્ટર અનંત વેળંકરના પાત્રમાં ઓમપુરીએ જે અભિનય કર્યો હતો તેની સાથે કદાચ કોઇપણ પૉપ્યુલિસ્ટ સિનેમાનાં અભિનેતાની સરખામણી કરવી યોગ્ય નહીં ગણાય.  સદાશીવ અમરાપુરકર અને અનંત વેલંકર વચ્ચેનો સંઘર્ષ આજે પણ રુંવાટા ખડા કરી દે તે રીતે દર્શાવાયો હતો.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેઇલર આજે રિલીઝ થયું છે. એક ફિલ્મમાં ત્રણ પોલીસ અધિકારીઓનો ઠસ્સો દર્શાવનારી રોહિત શેટ્ટીની આ ફિલ્મ અંગે ઘણાં લોકોને ઇંતેજારી છે. ધમાકેદાર એક્શન પેક્ડ ફિલ્મ સૂર્યવંશીની ચર્ચા ચાલી છે ત્યારે આપણે નજર કરીએ કે બૉલીવુડની કઇ 'કૉપ' ફિલ્મ્સ લોકોને આજે પણ યાદ છે. સ્ક્રિન પરનાં એવા પોલીસ અધિકારીઓ જેમની સ્ક્રિન પ્રેઝન્સ આજે પણ લોકો માટે પોલીસ યુનિફોર્મનાં પાવરનો પર્યાય છે. તસવીર સૌજન્ય - વિકીપિડીયા, ટ્વિટર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK