નમિથાઃ સુરતની છોરી જેના માનમાં સાઉથમાં બાંધવામાં આવ્યું છે મંદિર

Published: Apr 29, 2019, 11:18 IST | Falguni Lakhani
 • નમિથાનો જન્મ નમિથા મુકેશ વાંકાવાલા તરીકે સુરતમાં 10 મે 1981ના દિવસે થયો હતો. તે 1998માં મિસ સુરત બની હતી. જે બાદ તે મિસ ઈન્ડિયામાં ફોર્થ રનર અપ બની. એ વખતે સેલિના જેટલી આ તાજ જીતી હતી. મિસ ઈન્ડિયામાં ભાગ લીધા પછી મળેલી પ્રસિદ્ધિ બાદ તે મુંબઈ સ્થાયી થઈ ગઈ. તે અનેક જાહેરાતોમાં પણ જોવા મળી.

  નમિથાનો જન્મ નમિથા મુકેશ વાંકાવાલા તરીકે સુરતમાં 10 મે 1981ના દિવસે થયો હતો. તે 1998માં મિસ સુરત બની હતી. જે બાદ તે મિસ ઈન્ડિયામાં ફોર્થ રનર અપ બની. એ વખતે સેલિના જેટલી આ તાજ જીતી હતી. મિસ ઈન્ડિયામાં ભાગ લીધા પછી મળેલી પ્રસિદ્ધિ બાદ તે મુંબઈ સ્થાયી થઈ ગઈ. તે અનેક જાહેરાતોમાં પણ જોવા મળી.

  1/19
 • નમિથાને અનેક જાહેરાતોમાં કામ મળ્યું પરંતુ બોલીવુડમાં બ્રેક ન મળ્યું. નમિથાએ અંગ્રેજી સાહિત્યના કોર્સમાં પોતાનું નામ દાખલ કરાવ્યું અને સુરત પાછા ફરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેના નસીબમાં કાંઈક અલગ જ લખાયેલું હતું. તેણે શ્રીનું વૈતલાની તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સોંથમના રોલ માટે ઑડિશન આપ્યું અને તેને આ ફિલ્મ મળી ગઈ. આમ, 2002માં તેણે તેલુગુ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું.

  નમિથાને અનેક જાહેરાતોમાં કામ મળ્યું પરંતુ બોલીવુડમાં બ્રેક ન મળ્યું. નમિથાએ અંગ્રેજી સાહિત્યના કોર્સમાં પોતાનું નામ દાખલ કરાવ્યું અને સુરત પાછા ફરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેના નસીબમાં કાંઈક અલગ જ લખાયેલું હતું. તેણે શ્રીનું વૈતલાની તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સોંથમના રોલ માટે ઑડિશન આપ્યું અને તેને આ ફિલ્મ મળી ગઈ. આમ, 2002માં તેણે તેલુગુ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું.

  2/19
 • 2002માં જ નમિથાને બિગ બજેટ ફિલ્મ જેમિની મળી, જેમાં તેની સાથે તેલુગુ સુપરસ્ટાર વેંકટેશ જેમિની હતા. તે આ જ નામથી બનેલી તમિલ ફિલ્મની રીમેક હતી. આ ફિલ્મમાં તેણે મારવાડી યુવતીની ભૂમિકા ભજવી જેને ખૂબ વખાણવામાં આવી.

  2002માં જ નમિથાને બિગ બજેટ ફિલ્મ જેમિની મળી, જેમાં તેની સાથે તેલુગુ સુપરસ્ટાર વેંકટેશ જેમિની હતા. તે આ જ નામથી બનેલી તમિલ ફિલ્મની રીમેક હતી. આ ફિલ્મમાં તેણે મારવાડી યુવતીની ભૂમિકા ભજવી જેને ખૂબ વખાણવામાં આવી.

  3/19
 • જેમિનીમાં કામ કરતા સમયે નમિથાને ભૈરવી નામ આપવામાં આવ્યું હતું. જો કે ફરી તે તેના મૂળ નામ પાસે પાછી ફરી હતી. 2003માં તે તેલુગુ ફિલ્મ ઓકા રાજુ ઓકા રાણીમાં ફિમેલ લીડ હતી. જેમાં તેની  સાથે રવિ તેજા હતો. સાથે જ ઓકા રાધા ઈદ્દારુ ક્રિષ્નુલા પેલ્લીમાં તેણે પ્રભુદેવા અને શ્રીકાંત સાથે સ્ક્રીન શેર કરી.

  જેમિનીમાં કામ કરતા સમયે નમિથાને ભૈરવી નામ આપવામાં આવ્યું હતું. જો કે ફરી તે તેના મૂળ નામ પાસે પાછી ફરી હતી. 2003માં તે તેલુગુ ફિલ્મ ઓકા રાજુ ઓકા રાણીમાં ફિમેલ લીડ હતી. જેમાં તેની  સાથે રવિ તેજા હતો. સાથે જ ઓકા રાધા ઈદ્દારુ ક્રિષ્નુલા પેલ્લીમાં તેણે પ્રભુદેવા અને શ્રીકાંત સાથે સ્ક્રીન શેર કરી.

  4/19
 • નમિથાને 2005 આસપાસ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધારે પ્રસિદ્ધિ મળી. તેણે આ સમય દરમિયાન એંગાલ અન્ના, આઈ, ચાણક્ય અને અન્નાઈ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું.

  નમિથાને 2005 આસપાસ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધારે પ્રસિદ્ધિ મળી. તેણે આ સમય દરમિયાન એંગાલ અન્ના, આઈ, ચાણક્ય અને અન્નાઈ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું.

  5/19
 • આ સમયે નમિથાના નેચરલ લૂક અને આકર્ષક બાંધાના કારણે ફિલ્મ મેકર્સ તેને કાસ્ટ કરતા હતા. આ સમયે તેણે તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર જગ્યા બનાવી લીધી હતી.

  આ સમયે નમિથાના નેચરલ લૂક અને આકર્ષક બાંધાના કારણે ફિલ્મ મેકર્સ તેને કાસ્ટ કરતા હતા. આ સમયે તેણે તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર જગ્યા બનાવી લીધી હતી.

  6/19
 • બોલીવુડમાં નમિથાએ પહેલી ફિલ્મ કરી લવ કે ચક્કર મેં. જેમાં રીશી કપૂર પણ હતા.

  બોલીવુડમાં નમિથાએ પહેલી ફિલ્મ કરી લવ કે ચક્કર મેં. જેમાં રીશી કપૂર પણ હતા.

  7/19
 • બોલીવુડ ડેબ્યૂ પછી નમિથાએ પાચ્ચક કુથરિયા, ઠગાપનસામી, ની વેનુડા ચેલ્લમ દેવી તમિલ ફિલ્મ કરી. જે બાદ તેણે નીલકંઠા ફિલ્મથી કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. તેને કોલીવુડના દિગ્ગજ અભિનેતા વિજય અને અજીથ કુમાર સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો.

  બોલીવુડ ડેબ્યૂ પછી નમિથાએ પાચ્ચક કુથરિયા, ઠગાપનસામી, ની વેનુડા ચેલ્લમ દેવી તમિલ ફિલ્મ કરી. જે બાદ તેણે નીલકંઠા ફિલ્મથી કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. તેને કોલીવુડના દિગ્ગજ અભિનેતા વિજય અને અજીથ કુમાર સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો.

  8/19
 • કોલીવુડ ફિલ્મોમાં તેના ગ્લેમરસ રોલના કારણે તે તમિલનાડુમાં જાણીતી અભિનેત્રી બની ગઈ. તેના ચાહકોએ તેના માનમાં 2008માં કોઈમ્બતુરમાં મંદિર બંધાવ્યું. ખુશ્બુ સુંદર બાદ તે પહેલી એવી અભિનેત્રી છે જેના માનમાં મંદિર બાંધવામાં આવ્યું છે.

  કોલીવુડ ફિલ્મોમાં તેના ગ્લેમરસ રોલના કારણે તે તમિલનાડુમાં જાણીતી અભિનેત્રી બની ગઈ. તેના ચાહકોએ તેના માનમાં 2008માં કોઈમ્બતુરમાં મંદિર બંધાવ્યું. ખુશ્બુ સુંદર બાદ તે પહેલી એવી અભિનેત્રી છે જેના માનમાં મંદિર બાંધવામાં આવ્યું છે.

  9/19
 • 2007 અને 2008માં નમિથાએ અનેક હિટ ફિલ્મો આપી. જો કે 2009માં કેટલીક ફિલ્મો ફ્લોપ જતા તેની કારકીર્દિનો ગ્રાફ થોડો ડાઉન ગયો હતો.

  2007 અને 2008માં નમિથાએ અનેક હિટ ફિલ્મો આપી. જો કે 2009માં કેટલીક ફિલ્મો ફ્લોપ જતા તેની કારકીર્દિનો ગ્રાફ થોડો ડાઉન ગયો હતો.

  10/19
 • આ સમયે નમિથા નાની મોટી ભૂમિકાઓ કરવા લાગી હતી. 2009માં આવેલી તેની બિગ બજેટ ફિલ્મ જગનમોહિની નિષ્ફળ રહી.

  આ સમયે નમિથા નાની મોટી ભૂમિકાઓ કરવા લાગી હતી. 2009માં આવેલી તેની બિગ બજેટ ફિલ્મ જગનમોહિની નિષ્ફળ રહી.

  11/19
 • 2010માં આવનારી તેની અનેક ફિલ્મો લટકી ગઈ હતી. જે બાદ તેમણે કન્નડ અને મલયાલમ ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

  2010માં આવનારી તેની અનેક ફિલ્મો લટકી ગઈ હતી. જે બાદ તેમણે કન્નડ અને મલયાલમ ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

  12/19
 • 2010માં એક ચાહકે તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. 2017માં નમિથાએ ફિલ્મ એક્ટર-પ્રોડ્યુસર વીરેન્દ્ર ચૌધરી સાથે લગ્ન કર્યા.

  2010માં એક ચાહકે તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. 2017માં નમિથાએ ફિલ્મ એક્ટર-પ્રોડ્યુસર વીરેન્દ્ર ચૌધરી સાથે લગ્ન કર્યા.

  13/19
 • નમિથાને 2012માં એક જાપાનીઝ મીડિયા સ્ટશને મોસ્ટ બ્યુટીફુલ પર્સન ઈન ઈન્જિયા તરીકે પસંદ કરી હતી.

  નમિથાને 2012માં એક જાપાનીઝ મીડિયા સ્ટશને મોસ્ટ બ્યુટીફુલ પર્સન ઈન ઈન્જિયા તરીકે પસંદ કરી હતી.

  14/19
 • બિગ બોસ તમિલની પહેલી સિઝનમાં નમિથા પણ કન્ટેસ્ટન્ટ હતી. જેને કમલ હાસને હોસ્ટ કર્યો હતો.

  બિગ બોસ તમિલની પહેલી સિઝનમાં નમિથા પણ કન્ટેસ્ટન્ટ હતી. જેને કમલ હાસને હોસ્ટ કર્યો હતો.

  15/19
 • તમિલ બિગ બોસમાં નમિથાના તેના કો કન્ટેસ્ટન્ટ સાથેના ઝઘડા ચર્ચાનો વિષય બન્યા હતા.

  તમિલ બિગ બોસમાં નમિથાના તેના કો કન્ટેસ્ટન્ટ સાથેના ઝઘડા ચર્ચાનો વિષય બન્યા હતા.

  16/19
 • 2008માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન નમિથાએ કહ્યું હતું કે જ્યારે તેને ખબર પડી કે તેના ચાહકોએ તેના માટે મંદિર બંધાવ્યું છે, ત્યારથી તેણે તેની ઑફ સ્ક્રીન ઈમેજ પર વધારે કામ કરવાનું શરૂ કર્યું.

  2008માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન નમિથાએ કહ્યું હતું કે જ્યારે તેને ખબર પડી કે તેના ચાહકોએ તેના માટે મંદિર બંધાવ્યું છે, ત્યારથી તેણે તેની ઑફ સ્ક્રીન ઈમેજ પર વધારે કામ કરવાનું શરૂ કર્યું.

  17/19
 • નમિથા પોતાના વીરેન્દ્ર સાથેના લગ્નને લવ કમ અરેન્જ ગણાવે છે.

  નમિથા પોતાના વીરેન્દ્ર સાથેના લગ્નને લવ કમ અરેન્જ ગણાવે છે.

  18/19
 • વીરેન્દ્રએ નમિથાને એક ડિનર દરમિયાન પ્રપોઝ કર્યું હતું.

  વીરેન્દ્રએ નમિથાને એક ડિનર દરમિયાન પ્રપોઝ કર્યું હતું.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

સાઉથની સ્ટાર નમિથા, જેની સાઉથમાં ખાસ કરીને તમિલનાડુમાં જબરી ફેન ફોલોઈંગ છે. જેના માનમાં મંદિર બાંધવામાં આવ્યું છે. શું તમને ખબર છે તે મૂળ ગુજરાતની છે? કેવી રીતે નમિતા બની સાઉથની સુપર સ્ટાર? જુઓ તેની જર્ની ફોટોસ સાથે...
તસવીર સૌજન્યઃ નમિથા ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK